Matthew 26

Matthew 26:1

ઈસુએ કહ્યું બે દિવસમાં યહુદીઓનું કયું પર્વ આવતું હતું?

ઈસુએ કહ્યું કે બે દિવસમાં પાસ્ખાનું પર્વ આવતું હતું [૨૬:૨]

Matthew 26:3

મુખ્ય યાજકની કચેરીમાં વડીલો અને મુખ્ય યાજકો શું યોજના બનાવતા હતા?

તેઓ ઈસુને કપટથી પકડીને મારી નાખવાની યોજના બનાવતા હતા [૨૬:૪]

વડીલો અને મુખ્ય યાજકો શાનાથી બીધા?

તેઓ બીધા કેમ કે જો તેઓ ઈસુને પર્વ દરમિયાન મારી નાંખે તો લોકોમાં ગડબડ થશે [૨૬:૫]

Matthew 26:6

જયારે સ્ત્રીએ મુલ્યવાન અત્તર ઈસુના માંથા પર રેડયું ત્યારે શિષ્યોએ શું પ્રતિક્રિયા કરી?

શિષ્યો ગુસ્સે થયા અને જાણવા માંગતા હતા કે કેમ આ અત્તરને વેચીને પૈસા ગરીબોને આપવામાં આવે [૨૬:૬-૯]

Matthew 26:10

Matthew 26:12

ઈસુએ કહ્યું કેમ તે સ્ત્રીએ તે અત્તર તેની પર રેડયું?

ઈસુએ કહ્યું તે સ્ત્રીએ તે અત્તર તેના દફનને સારું તેના પર રેડયું [૨૬:૧૨]

Matthew 26:14

મુખ્ય યાજકોના હાથમાં ઈસુને સોંપવાને માટે યહુદા ઈસ્કારીયોતને કેટલા પૈસા મળ્યા હતા?

મુખ્ય યાજકોના હાથમાં ઈસુને સોંપવાને માટે યહુદા ઈસ્કારીયોતને ત્રીસ ચાંદીના સિક્કા મળ્યા હતા [૨૬:૧૪-૧૫]

Matthew 26:17

Matthew 26:20

Matthew 26:23

ઈસુને પકડાવનાર વિષે ઈસુએ શું ભવિષ્ય કહ્યું?

ઈસુએ કહ્યું કે જો તે જન્મ્યો ના હોત તો સારું થાત [૨૬:૨૪] પ્ર જયારે યહૂદા ઇસ્કારીયોત ઈસુને પૂછે છે કે તેને પકડાવનાર શું તે છે ત્યારે ઇસુ તેને શું જવાબ આપે છે?

ઈસુએ કહ્યું કે "તું પોતે તે કહે છે" [૨૬:૨૫]

Matthew 26:26

જયારે ઈસુએ હાથમાં રોટલી લીધી, આશીર્વાદ દઈને ભાંગીને શિષ્યોને આપતા તેણે શું કહ્યું?

ઈસુએ કહ્યું કે "આ લો મારું શરીર" [૨૬:૨૬]

Matthew 26:27

શિષ્યોને પ્યાલો આપ્યા પછી ઈસુએ પ્યાલા વિષે શું કહ્યું?

ઈસુએ કહ્યું કે નવા કરારનું રક્ત છે જે પાપોની માફીને માટે ઘણાને સારું વહેવડાવવામાં આવે છે [૨૬:૨૮]

Matthew 26:30

જૈતુનના પહાડ પર, ઈસુએ શિષ્યોને કહ્યું તેઓ બધા રાત્રે શું કરશે?

ઈસુએ શિષ્યોને કહ્યું કે રાત્રે તેઓ બધા તેને લીધે ઠોકર ખાશે [૨૬:૩૦-૩૧]

Matthew 26:33

જ્યારે પિતરે કહ્યું કે તે ઠોકર નહિ ખાશે ત્યારે ઈસુએ તે રાત્રે તે શું કરશે કહ્યું?

ઈસુએ કહ્યું કે રાત્રે તે મરઘો બોલ્યા અગાઉ ત્રણ વખત તેનો નકાર કરશે [૨૬:૩૩-૩૪]

Matthew 26:36

ઇસુ પિતર ને ઝબ્દીના બે દીકરાને તે પ્રાર્થના કરતો હતો ત્યારે શું કરવાનું કહે છે?

ઈસુએ તેમને ત્યાં રહીને તેમની સાથે જાગતા રહેવાનું કહ્યું [૨૬:૩૭-૩૮]

Matthew 26:39

ઈસુ પ્રાર્થનામાં તેના પિતાને શું વિનંતી કરે છે?

ઈસુ વિનંતી કરે છે કે જો શક્ય હોય તો આ પ્યાલો તેનાથી તે દૂર કરે [૨૬:૩૯]

ઈસુએ કહ્યું તેની ઈચ્છા નહિ પણ શું થાઓ?

ઈસુએ પ્રાર્થના કરી કે મારી નહિ પરંતુ પિતાની ઈચ્છા પુરી થાઓ. [૨૬:૩૯,૪૨]

Matthew 26:42

ઈસુ જયારે પ્રાર્થના કરીને પાછા ફર્યા ત્યારે શિષ્યો શું કરતા હતા?

ઈસુ જયારે પ્રાર્થના કરીને પાછા ફર્યા ત્યારે શિષ્યો ઊંઘતા હતા [૨૬:૪૦,૪૩, ૪૫]

ઈસુ શિષ્યોને કેટલી વાર છોડીને પ્રાર્થના કરવા ગયા?

ઈસુ શિષ્યોને ત્રણ વાર છોડીને પ્રાર્થના કરવા ગયા [૨૬:૩૯-૪૪]

Matthew 26:45

Matthew 26:47

ઈસુ જેને પકડવાનો હતો તેની યહુદાએ ટોળાને શું નિશાની આપી?

યહૂદાએ ઈસુને ચુંબન કરીને ઈસુ જેને પકડવાનો હતો તેની નિશાની ટોળાને આપી [૨૬:૪૭-૫૦]

Matthew 26:49

Matthew 26:51

ઈસુને પકડવામાં આવ્યો ત્યારે ઈસુના શિષ્યોએ શું કર્યું?

ઈસુના એક શિષ્યોએ તલવાર કાઢીને મુખ્ય યાજકના ચાકારનો કાન કાપી નાખ્યો [૨૬:૫૧]

ઈસુએ કહ્યું જો તેને પોતાને બચાવવો હોય તો તે શું કરી શકે છે?

ઈસુએ કહ્યું કે તે પિતાને કહેશે અને તે દૂતોની બાર ફોજને મોકલી આપશે [૨૬:૫૩]

ઈસુએ કહ્યું આ ઘટનાથી શું પૂરું થયું?

ઈસુએ કહ્યું કે આં ઘટનાથી શાસ્ત્રવચન પૂર્ણ થયું છે [૨૬:૫૪,૫૬]

Matthew 26:55

પછી બધા શિષ્યોએ શું કર્યું?

બધા શિષ્યો તેને છોડીને ભાગી ગયા [૨૬:૫૬]

Matthew 26:57

Matthew 26:59

મુખ્ય યાજકો અને ન્યાય સભા ઈસુને મારી નાખવા શું શોધતા હતા?

મુખ્ય યાજકો અને ન્યાય સભા ઈસુને મારી નાખવા ઈસુની વિરુદ્ધ જુઠા સાક્ષી શોધતા હતા [૨૬:૫૯]

Matthew 26:62

મુખ્ય યાજક ઈસુને જીવતા ઈશ્વરના સમ આપીને કઈ આજ્ઞા આપે છે?

મુખ્ય યાજક ઈસુને આજ્ઞા આપે છે કે ઈશ્વરનો દીકરો તે ખ્રિસ્ત છે કે નહિ [૨૬:૬૩]

મુખ્ય યાજકની આજ્ઞાનો ઇસુ શું પ્રતિ ઉત્તર આપે છે?

ઈસુએ કહ્યું કે " તમારી જાતે જ છો"[૨૬:૬૪]

ઈસુએ મુખ્ય યાજક શું જોશે એવું કહ્યું?

ઈસુએ કહ્યું મુખ્ય યાજક માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર તમે બેઠેલો અને આકાશમાંથી વાદળો પર આવતો તમે જોશો [૨૬:૬૪]

Matthew 26:65

મુખ્ય યાજકે ઈસુની વિરુદ્ધ કયો અપરાધ મુક્યો?

મુખ્ય યાજકે ઈસુની વિરુદ્ધ ઈશ્વર નિંદાનો અપરાધ મુક્યો[૨૬:૬૫]

Matthew 26:67

તેઓએ તેની પર અપરાધ મૂક્યા પછી ઈસુ સાથે શું કર્યું?

તેઓ ઈસુના મોં પર થુંક્યાં, તેને માર્યો, અને તેમના હાથોથી તેને થપ્પડો મારી [૨૬:૬૭]

Matthew 26:69

ત્રણ વખત પિતરને કોઈએ પણ પૂછ્યું કે શું તે ઈસુ સાથે હતો તો પીતરનો જવાબ શું હતો?

પીતરે જવાબ આપેલો કે તે ઈસુને નથી ઓળખતો [૨૬:૭૦,૭૨,૭૪]

Matthew 26:71

Matthew 26:73

પિતરના ત્રીજી વખત જવાબ આપતા જ શું થયું?

જેવો જ પિતરે ત્રીજી વખત જવાબ આપ્યો કે તરત જ મરઘો બોલ્યો [૨૬:૭૪]

તેના ત્રીજા જવાબ પછી પિતરને શું યાદ આવ્યું?

મરઘો બોલાયા પહેલા તું મારો નકાર કરીશ જે ઈસુએ તેને કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું [૨૬:૭૫]