Matthew 27

Matthew 27:1

વહેલી સવારે મુખ્ય યાજકો અને વડીલો ઈસુને ક્યાં લઇ ગયા?

વહેલી સવારે મુખ્ય યાજકો અને વડીલો ઈસુને પિલાત હાકેમની પાસે લઇ ગયા [૨૭:૨]

Matthew 27:3

યહુદા ઈશ્કારીયોતે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે ત્યારે તેણે શું કર્યું?

નિર્દોષ લોહી અપરાધી થયું તેને માટે યહુદાને પસ્તાવો થયો અને તેણે સિક્કા પાછા આપી દીધા અને જઈને ગળે ફાંસો ખાધો [૨૭:૩-૫]

Matthew 27:6

મુખ્ય યાજકોએ ત્રીસ ચાંદીના સિક્કાનું શું કર્યું?

પરદેશીઓને દફનાવવા સારું તેમણે કુંભારની જમીન ખરીદી લીધી [૨૭:૬-૭]

Matthew 27:9

આ ઘટનાથી કોણે કરેલી ભવિષ્ય વાણી પૂરી થઇ?

આ ઘટનાથી યર્મિયાએ કરેલી ભવિષ્ય વાણી પૂરી થઇ[૨૭:૯-૧૦]

Matthew 27:11

પિલાતે ઈસુને શું પૂછ્યું અને ઇસુનો શું જવાબ હતો?

પિલાતે ઈસુને પૂછ્યું કે શું તે યહૂદીઓનો રાજા છે, અને ઈસુએ જવાબ આપ્યો કે "તું તેમ કહે છે" [૨૭:૧૧]

મુખ્ય યાજકો અને વડીલોને તેની પર મુકેલા અપરાધોનો શું જવાબ આપે છે?

ઈસુ એક શબ્દ પણ બોલતા નથી [૨૭:૧૨-૧૪].

Matthew 27:15

પાસ્ખા પર્વની રીત પ્રમાણે પિલાત ઈસુની માટે શું કરવા માંગતો હતો?

પર્વની રીત પ્રમાણે પિલાત ઈસુને છોડી દેવા માંગતો હતો [૨૭:૧૫-૧૮]

Matthew 27:17

જયારે પિલાત ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને શું સંદેશ મોકલાવ્યો?

તેણે કહ્યું હતું કે તે નિર્દોષ માણસને કશું જ કરીશ નહિ [૨૭:૧૯]

Matthew 27:20

ઈસુ નહિ પણ પર્વની રીત પ્રમાણે બરાબ્બાસને કેમ છોડવો?

મુખ્ય યાજ્કો અને વડીલોએ લોકોને ઈસુના બદલે બરાબાસને છોડી દેવાનું કહેવાને સમજાવ્યા હતા [૨૭:૨૦]

લોકે શું બૂમ પાડી કે ઈસુનું શું થાય તેવું ઈચ્છતા હતા?

ટોળાએ બૂમો પાડી કે ઈસુને વધસ્તંભે ચઢાવો [૨૭:૨૨-૨૩]

Matthew 27:23

જયારે પિલાતે જોયું કે ગડબડ શરુ થઇ ગઈ છે ત્યારે તેણે શું કર્યું?

પિલાતે એવું કહીને તેના હાથ ધોઈ કાઢ્યા કે આ નિર્દોષ માણસના રક્ત માટે તે નિર્દોષ છે અને પછી ઈસુને લોકોને સોંપી દીધો [૨૭:૨૪]

Matthew 27:25

જયારે પિલાતે ઈસુને તેઓને સોંપ્યો ત્યારે લોકોએ શું કહ્યું?

લોકોએ કહ્યું કે "તેનું લોહી અમારા અને અમારા સંતાનોના માથે"[૨૭:૨૫]

Matthew 27:27

પછી હાકેમના સિપાઈઓએ ઇસુ સાથે શું કર્યું?

સિપાઈઓએ તેને કિરમજી ઝભ્ભો પહેરાવ્યો, કાંટાનો મુંગટ તેના માથે મુક્યો; તેઓએ તેની મશ્કરી કરી, તેના માથા પર માર્યું અને વધસ્તંભે જડાવાને લઇ ગયા [૨૭:૨૭-૩૧]

Matthew 27:30

Matthew 27:32

સિમોન કુરેનીને શાની માટે દબાણ કરવામાં આવ્યું?

સિમોન કુરેનીને ઇસુનો વધસ્થંભ ઊંચકવાનું દબાણ કરવામાં આવ્યું [૨૭:૩૩]

ઈસુને વધસ્તંભે ચઢાવા ક્યાં લઇ જતા હતા?

તેઓ ગલગથા જતા હતા જેનો અર્થ "ખોપરીનો સ્થાન"થાય છે [૨૭:૩૩]

Matthew 27:35

ઈસુને વધસ્તંભે જડાવ્યા પછી સિપાઈઓએ શું કર્યું?

સિપાઈઓએ ચિઠ્ઠી નાખીને કપડા વહેંચી લીધા અને ત્યાં બેસીને ચોકી કરી [૨૭:૩૫-૩૬]

ઈસુના માથા ઉપર તેઓએ શું લખ્યું?

તેઓએ લખ્યું કે "ઈસુ યહૂદીઓનો રાજા" [૨૭:૩૭]

Matthew 27:38

ઇસુ સાથે કોણ વધસ્તંભે જડાયું હતું?

બે ચોર ઇસુ સાથે વધસ્તંભે જડાયા હતા [૨૭:૩૮]

લોકો, મુખ્ય યાજ્કો, શાસ્ત્રીઓ અને વડીલોએ ઈસુને શું કરવા કહ્યું?

તેઓએ ઈસુને પોતાને બચાવવા અને વધસ્તંભથી નીચે ઉતરી આવવા કહ્યું [૨૭:૩૯-૪૪]

Matthew 27:41

Matthew 27:43

Matthew 27:45

છઠ્ઠા કલાક સુધી તે નવમી હોરા સુધી શું થયું?

છઠ્ઠી હોરથી તે નવમાં કલાક સુધી આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો [૨૭:૪૫]

નવમી કલાકે ઈસુએ શું બૂમ પાડી?

ઈસુએ બૂમ પાડી કે, "મારા ઈશ્વર,મારા ઈશ્વર તે મને કેમ ત્યજી દીધો"[૨૭:૪૬]

Matthew 27:48

ઈસુએ મોટા અવાજથી ફરીથી બૂમ પાડ્યા પછી શું થયું?

ઈસુએ તેનો પ્રાણ મુક્યો [૨૭:૫૦]

Matthew 27:51

ઈસુના મરણ પછી ભક્તિસ્થાનમાં શું થયું?

ભક્તિસ્થાનનો પડદો વચ્ચેથી ઉપરથી તે નીચે સુધી ચિરાઈ ગયો [૨૭:૫૧]

ઈસુના મરણ પછી કબર તરફ શું થયું?

ઈસુના મરણ પછી ઘણા સંતો સુએલામાથી ઉઠ્યા અને ઘણાને તેઓ દેખાયા [૨૭:૫૨-૫૩]

Matthew 27:54

આ બધું જોઇને સુબેદારે શું સાક્ષી આપી?

સુબેદારે સાક્ષી આપી કે, "ખરેખર તે ઈશ્વરનો દીકરો હતો"[૨૭:૫૪]

Matthew 27:57

તેના વધસ્તંભે જડાયા પછી ઈસુના શરીરનું શું થયું?

ઈસુનો શ્રીમંત શિષ્ય યુસફે, પિલાત પાસે શરીર માંગ્યું અને તેને શણના કપડામાં લપેટીને તેની પોતાની નવી કબરમાં મુક્યો. [૨૭:૫૭-૬૦]

Matthew 27:59

ઈસુનું શરીર જ્યાં મુકવામાં આવ્યું હતું ત્યાં તેના મોં આગળ શું હતું?

એક મોટો પથ્થર ઈસુના શરીરની કબરના મોંની આગળ મુકવામાં આવ્યો હતો [૨૭:૬૦]

Matthew 27:62

બીજા દિવસે મુખ્ય યાજકો, ફરોશીઓ પિલાત સાથે કેમ ભેગા થયા હતા?

મુખ્ય યાજકો, ફરોશીઓએ ખાતરી કરવા માંગતા હતા કે ઈસુની કબર સલામત છે કે નહિ રખેને કોઈ તેનું શરીર ચોરી જાય [૨૭:૬૨-૬૪]

Matthew 27:65

પિલાતે તેમને કબર આગળ શું કરવાની પરવાનગી આપી?

પિલાતે તેમને પથ્થર ઉપર સીલ મારવાની અને ત્યાં સિપાઈઓ મુકવાની પરવાનગી આપી [૨૭:૬૫-૬૬]