મૂર્ખ કુમારિકાઓએ તેમના દીવા માટે તેલ નહોતું લીધું [૨૫:૩]
ડાહી કુમારિકાઓએ તેમના દીવા માટે વધારાનું તેલ લીધું હતું [૨૫:૪]
વરરાજા મધરાતે આવ્યા હતા અને તે ઇચ્છનીય સમય કરતા મોડો હતો [૨૫:૫-૬]
ડાહી કુમારિકાઓ વરરાજા સાથે લગ્નની મિજબાનીમાં ગઈ [૨૫:૧૦]
મૂર્ખ કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ હતી અને જયારે તેઓ પાછા આવ્યા ત્યારે મિજબાનીના દરવાજા તેમના માટે બંધ થઇ ગયા હતા [૨૫:૮-૧૨]
ઈસુએ કહ્યું કે વિશ્વાશીઓએ જાગતા રહેવું જોઈએ કેમ કે તે ઘડી કે તે દિવસ તેઓ જાણતા નથી [૨૫:૧૩]
પાંચ તાલંત વાળા ચાકરે બીજા પાંચ તાલંત બનાવ્યા અને બે તાલંત વાળા એ બીજા બે તાલંત બનાવ્યા [૨૫:૧૬-૧૭]
એક તાલંત વાળાએ તેના માલિકના પૈસા છુપાવવાને જમીનમાં ખાડો ખોદીને તેને દાટી દીધું [૨૫:૧૮]
માલિક લાંબા સમયને માટે ગયો હતો [૨૫:૧૯]
માલિકે કહ્યું કે "શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર !" અને તેમને ઘણા પર કારભારી ઠરાવ્યા [૨૫:૨૦-૨૩]
માલિકે કહ્યું કે "દુષ્ટ અને આળસુ ચાકર!" તેની પાસેથી એક તાલંત લઇ લો અને તેને બહારના અંધકારમાં ફેંકી દો [૨૫:૨૪-૩૦]
માણસનો દીકરો સર્વ દેશ જાતિઓને ભેગી કરશે અને લોકોને એક બીજાથી જુદા કરશે [૨૫:૩૧-૩૨]
જે રાજ્ય જગતના મંડાણ અગાઉ તેમને માટે તૈયાર કરેલું છે તે રાજાના જમણા હાથ વાળા મેળવશે [૨૫:૩૪]
રાજાના જમણા હાથ વાળાઓએ ભૂખ્યાને ખાવાનું, તરસ્યાને પાણી આપ્યું , પરોણો રાખ્યો, નગ્નને વસ્ત્ર, બીમારોની કાળજી અને કેદીઓની મુલાકાત લીધી [૨૫:૩૫-૪૦]
શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલી અનંત આગ રાજાના ડાબા હાથ વાળા મેળવશે [૨૫:૪૧]
રાજાના ડાબા હાથ વાળાઓએ ભૂખ્યાને ખાવાનું, તરસ્યાને પાણી આપ્યું નહોતું, પરોણો રાખ્યો નહોતો, નગ્નને વસ્ત્ર, બીમારોની કાળજી અને કેદીઓની મુલાકાત લીધી નહોતી [૨૫:૩૫-૪૦]