ઈસુએ ભવિષ્ય વાણી કરી કે પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર ભક્તિસ્થાનમાં રહેવા દેવામાં આવશે નહિ [૨૪:૨]
શિષ્યોએ ઈસુને પૂછ્યું કે આં બધું ક્યારે થશે, તેના આવવાની અને જગતના અંતની શું નિશાની થશે [૨૪:૩]
ઈસુએ કહ્યું કે તેઓ ખ્રિસ્ત છે એવું કહીને ઘણાને ભૂલાવશે [૨૪:૫]
ઈસુએ કહ્યું કે લડાઈઓ, મરકીઓ, ભૂકંપો દુઃખોનો આરંભ થશે [૨૪:૬-૮]
ઈસુએ કહ્યું કે વિશ્વાસીઓ સતાવ સહન કરશે, ઘણા ઠોકર ખાશે અને એક બીજાને સ્વાધીન કરશે, ઘણાનો પ્રેમ ઠંડો થઇ જશે [૨૪:૯-૧૨]
ઈસુએ કહ્યું કે જે અંત સુધી ધૈર્ય રાખશે તે જ બચશે [૨૪:૧૩]
ક. રાજ્યની સુવાર્તા આખા જગતમાં અંત પહેલા પ્રચાર કરાશે [૨૪:૧૪]
ઈસુએ કહ્યું કે વિશ્વસિઓએ પહાડ પર જતા રહેવું [૨૪:૧૫-૧૮]
એ દિવસોમાં, જગતની શરૂઆતથી તે હમણાં સુધી થઇ નથી અને કદી થશે પણ નહિ એવી સતાવણી થશે [૨૪:૨૧]
જુઠા ખ્રીસ્તો અને જૂઠા પ્રબોધકો ઘણાને ભૂલાવવાને અદભૂત ચિન્હ, ચમત્કાર કરશે [૨૪:૨૪]
આવનાર માણસનો દીકરો પૂર્વથી પશ્ચિમ સુધી ચમકનાર વીજળી જેવો દેખાશે [૨૪:૨૭]
સૂર્ય અને ચંદ્ર અંધકારરૂપ થશે અને તારાઓ આકાશમાંથી ખરી પડશે [૨૪:૨૯]
પૃથ્વી પરના કુળો તેમની છાતીને કૂટશે [૨૪:૩૦]
દૂતોને તેના પસંદ કરાયેલાઓને એકઠાં કરવા મોકલશે ત્યારે રણશિંગડાનો અવાજ સંભળાશે [૨૪:૩૧]
ઈસુએ કહ્યું આ બધું નહિ થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જાય [૨૪:૩૪]
ઈસુએ કહ્યું આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ તેના વચનો જતા નહિ રહેશે [૨૪:૩૫]
ફક્ત પિતા જ જાણે છે કે આ બધું ક્યારે થશે [૨૪:૩૬]
લોકો ખાતાપીતા, પરણતા અને પરણાવતા હશે એ જાણ્યા વગર કે થનાર ન્યાય તેમને લઇ જશે [૨૪:૩૭-૩૯]
ઇસુએ કહ્યું કે વિશ્વાસીઓએ નિત્ય તૈયાર રહેવું જોઈએ કેમ કે પ્રભુનો દિવસ ક્યારે આવવાનો છે તે તેઓ જાણતા નથી [૨૪:૪૨,૪૪]
જયારે માલિક દૂર હોય ત્યારે વિશ્વાસુ અને જ્ઞાની ચાકરે તેના ઘરની દેખરેખ રાખવી [૨૪:૪૫-૪૬]
જયારે તે પાછો આવે છે ત્યારે વિશ્વાસુ અને જ્ઞાની ચાકરને સઘળા પર કારભારી ઠરાવે છે [૨૪:૪૭]
દુષ્ટ ચાકર તેના સાથી ચાકરોને મારે છે અને જયારે માલિક દૂર હોય છે ત્યારે તે છાકટાઓની સાથે ખાવા પીવા લાગે છે [૨૪:૪૮-૪૯]
જયારે તે પાછો આવે છે ત્યારે તેને તે કાપી નાખે છે અને ત્યાં મોકલે છે જ્યાં રડવું અને દાંત પીસવું છે [૨૪:૫૧]