Matthew 18

Matthew 18:1

સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવાને આપને શું કરવું જોઈએ?

ઈસુએ કહ્યું કે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવાને આપણે પસ્તાવો કરવો જોઈએ અને નાના બાળક જેવું બનવું જોઈએ [૧૮:૩]

Matthew 18:4

ઈસુએ કહ્યું કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?

ઈસુએ કહ્યું કે નાના બાળકની જેમ જે પોતાને નમ્ર કરે છે તે આકાશના રાજ્યમાં સૌથી મોટું છે [૧૮:૪]

આ નાનાઓ જેઓ ઇસુમાં વિશ્વાસ કરે છે તેઓને જ કોઈ ઠોકર ખવડાવશે તેઓનું શું થશે?

આ નાનાઓ જેઓ ઇસુમાં વિશ્વાસ કરે છે તેઓને જ કોઈ ઠોકર ખવડાવશે તે કરતા તેઓના ગળે ઘંટીના પડ બાંધીને સમુદ્રમાં નખાવું સારું છે [૧૮:૬]

Matthew 18:7

Matthew 18:9

ઈસુએ કહ્યું આપણને ઠોકર ખવડાવનાર સાથે શું કરવું જોઈએ?

ઈસુએ કહ્યું કે આપણને ઠોકર ખવડાવનારને ફેકી દેવું જોઈએ [૧૮:૮-૯]

Matthew 18:10

ઈસુએ કહ્યું કે આ નાનામાંથી એક ને પણ કેમ વખોડવા ના જોઈએ?

ઈસુએ કહ્યું કે આ નાનામાંથી એક ને પણ વખોડવા ના જોઈએ કેમ કે દૂતો પિતાનું મુખ સદા જુએ છે [૧૮:૧૦]

Matthew 18:12

માણસ કે જે ખોવાયેલું ઘેટું શોધતો હોય તેની જેમ સ્વર્ગના પિતા કેવીરીતે હોય?

એ ફક્ત પિતાની ઈચ્છા નથી કે નાનોમાંથી કોઈનો નાશ ના થાય [૧૮:૧૨-૧૪]

Matthew 18:15

જો તારો ભાઈ તારી વિરુદ્ધ પાપ કરે તો તારે પહેલા શું કરવું જોઈએ?

પહેલા તારે જઈને તારી અને તેની વચ્ચે તેનો દોષ બતાવવો જોઈએ [૧૮:૧૫]

જો તારો ભાઈ ના સાંભળે તો તારે શું કરવું જોઈએ?

બીજું, તારે તારી સાથે સાક્ષી તરીકે બીજા બે ભાઈઓને લેવા જોઈએ [૧૮:૧૬]

Matthew 18:17

જો હજી તારો ભાઈ ના માને તો ત્રીજું તારે શું કરવું જોઈએ?

ત્રીજું, તારે આ બાબત મંડળીને કહેવી જોઈએ [૧૮:૧૭]

Matthew 18:18

ઈસુએ કહ્યું જ્યાં તેના નામમાં બે કે ત્રણ જણા ભેગા મળશે ત્યાં શું થશે?

ઈસુએ વચન આપ્યું કે જ્યાં તેના નામમાં બે કે ત્રણ જણા ભેગા મળશે ત્યાં તેમની વચ્ચે તે હાજર રહેશે [૧૮:૨૦]

Matthew 18:21

ઈસુએ કહ્યું આપણા ભાઈને આપણે કેટલીવાર માફ કરવો જોઈએ?

ઈસુએ કહ્યું કે આપણે આપણા ભાઈને સાત વખત સીતેર વાર માફ કરવો જોઈએ [૧૮:૨૧-૨૨૨]

Matthew 18:23

માલિકનું ચાકર પર કેટલું લેણું હતું અને તેમાંથી તેણે કેટલું ચુકવ્યું હતું?

માલિકનું ચાકર પર દસ હજારનું લેણું હતું અને તેમાંથી તેણે કશું જ ચુકવ્યું ન હતું [૧૮:૨૪-૨૫]

Matthew 18:26

માલિકે ચાકરને તેનું દેવું કેમ માફ કર્યું?

માલિકને દયા આવી અને ચાકરનું દેવું તેણે માફ કર્યું [૧૮:૨૭]

Matthew 18:28

ચાકરે તેના સાથી ચાકર સાથે શું કર્યું જેને સો દીનારનું દેવું હતું?

ચાકરે ધીરજ રાખી નહિ અને તેને તેણે જેલમાં પૂરી દીધો [૧૮:૨૮-૩૦]

Matthew 18:30

Matthew 18:32

માલિકે ચાકરને શું કહ્યું કે તેણે સાથી ચાકરને શું કરવું જોઈતું હતું?

માલિકે ચાકરને કહ્યું કે તેણે સાથી ચાકર પર દયા દાખવવી જોઈતી હતી [૧૮:૩૩]

Matthew 18:34

પછી માલિકે ચાકર સાથે શું કર્યું?

માલિકે ચાકરને તે દેવું વાળે ત્યાં સુધી પીડા આપનારાઓને સોપ્યો [૧૮:૩૪]

ઈસુએ કહ્યું જો આપણે આપણા ભાઈને હ્રદયથી માફ નહિ કરીએ તો પિતા શું કરશે?

ઈસુએ કહ્યું જો આપણે આપણા ભાઈને હ્રદયથી માફ નહિ કરીએ તો પિતા માલિકે જેમ ચાકર સાથે કર્યું તેમ જ કરશે [૧૮:૩૫]