Matthew 17

Matthew 17:1

ઊંચા પહાડ પર ઈસુની સાથે કોણ ગયું?

પિતર, યાકૂબ અને યોહાન ઈસુની સાથે પહાડ પર ગયા [૧૭:૧]

પહાડ પર ઈસુનું રૂપ કેવું થયું?

ઇસુનો ચહેરો સૂર્યના તેજ જેવો અને તેના વસ્ત્રો અજવાળાની જેમ પ્રકાશતા હતા [૧૭:૨]

Matthew 17:3

ઈસુની સાથે વાત કરતા કોણ દેખાયું?

મૂસા અને એલિયા ઈસુની સાથે વાત કરતા દેખાયા [૧૭:૩]

પિતરે શું કરવાનું કહ્યું?

પિતરે ત્યાં ત્રણ માણસો માટે ત્રણ તંબુઓ બાંધવાનું કહ્યું [૧૭:૪]

Matthew 17:5

વાદળમાંથી શું અવાજ થયો?

વાદળામાંથી અવાજ થયો કે, "આ મારો પ્રિય પુત્ર છે, તેનામાં હું પ્રસન્ન છું તેનું સાંભળો" [૧૭:૫]

Matthew 17:9

નીચે ઉતરતા ઈસુએ શિષ્યોને શું આજ્ઞા આપી હતી?

ઈસુએ આજ્ઞા આપી હતી કે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો ના ઉઠે ત્યાં સુધી તેમના દર્શન વિષે કોઈને ના કહેવું [૧૭:૯]

Matthew 17:11

શાસ્ત્રી એલિયા પહેલા આવવો જોઈએ શિક્ષણ વિષે ઈસુએ શું કહ્યું?

ઈસુએ કહ્યું કે એલિયા આવે છે અને બધું યથાસ્થિત કરશે [૧૭:૧૧]

ઈસુએ કહ્યું કે એલિયા જે આવી ગયો છે તે કોણ છે અને તેણે શું કર્યું છે?

ઈસુએ કહ્યું કે યોહાન બાપ્તિસ્મા એ આવનાર એલિયા છે અને જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું [૧૭:૧૦-૧૩]

Matthew 17:14

ફેફરાના દરદવાળા છોકરાને માટે શિષ્યો યોગ્ય હતા?

ફેફરાના દરદવાળા છોકરાને માટે શિષ્યો યોગ્ય નહોતા [૧૭:૧૪-૧૬]

Matthew 17:17

ઈસુએ ફેફરાના દરદવાળા છોકરાને માટે શું કર્યું?

ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો અને છોકરો તે જ ઘડીએ સાજો થયો [૧૭:૧૮]

Matthew 17:19

શિષ્યો ફેફરાના દરદવાળા છોકરાને કેમ સાજો ના કરી શક્યા?

ઈસુએ કહ્યું કે તેમના અવિશ્વાસના લીધે તેઓ ફેફરાના દરદવાળા છોકરાને સાજો ના કરી શક્યા [૧૭:૨૦]

Matthew 17:22

ઈસુએ તેમના શિષ્યોને શું કહ્યું કે જેનાથી તેઓ ઉદાસ થઈ ગયા?

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તેને લોકોના હાથોમાં સોંપાશે જેઓ તેને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછો ઉઠશે [૧૭:૨૨-૨૩]

Matthew 17:24

Matthew 17:26

પિતર અને ઈસુએ કર કેવીરીતે ચુકવ્યું?

ઈસુએ પિતરને કહ્યું કે સમુદ્રમાં જ અને જાળ નાખ જે માછલી પહેલી આવે તેના મોમાં કર માટે શેકેલ હશે [૧૭:૨૭]