.
ફરોશીઓએ ઈસુને પૂછ્યું, "પુરુષે પોતાની સ્ત્રીને કોઈ કારણ સર મૂકી દેવી ઉચિત છે"" [૧૯:૩]
ઈસુએ કહ્યું કે સર્જનની શરૂઆતમાં, ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને બનાવ્યા [૧૯:૪]
ઈસુએ કહ્યું કે માણસ તેના માતા પિતાને છોડીને તેની પત્નીને વળગી રહેશે [૧૯:૫]
ઈસુએ કહ્યું કે પતિ તેની પત્નીને વળગી રહેશે ત્યારે તેઓ બંને એક દેહ થશે [૧૯:૫-૬]
ઈસુએ કહ્યું કે જેને ઈશ્વરે જોડ્યું છે તેણે માણસોએ અલગ ના કરવું [૧૯:૬]
ઈસુએ કહ્યું કે યહૂદીઓના હૃદયની કઠણતાને લીધે માણસે છુટાછેડા લખાણમાં આપવા જોઈએ [૧૯:૭-૮]
ઈસુએ કહ્યું કે જે પોતાની પત્નીને વ્યભિચારના કારણ વગર મૂકી દે છે અને જે કોઈ પછી તે સ્ત્રી સાથે લગ્ન કરે છે તે વ્યભિચાર કરાવે છે [૧૯:૯]
ઈસુએ કહ્યું કે જેઓએ ખોજાનું થવાનું સ્વીકારેલું છે [૧૯:૧૦-૧૨]
જયારે નાના બાળકોને ઇસુ પાસે લાવવામાં આવ્યા ત્યારે શિષ્યોએ તેમને ધમકાવ્યા [૧૯:૧૩]
ઈસુએ કહ્યું કે અનંતજીવન પામવા માણસે બધી આજ્ઞાઓ પાળવી જોઈએ [૧૯:૧૬-૧૭]
જ્યારે જુવાન માણસે કહ્યું કે તે બધી જ આજ્ઞા પાડે છે ત્યારે ઈસુએ કહ્યું કે તે તેનું બધું વેચીને ગરીબોને આપી દે [૧૯:૨૦-૨૧]
જુવાન માણસ ઉદાસ થઈને ગયો કેમ કે તેની પાસે ઘણી મિલકત હતી [૧૯:૨૨]
ઈસુએ કહ્યું કે આકાશના રાજ્યમાં માણસને પ્રવેશવું કઠણ છે પણ ઈશ્વરને સઘળું શક્ય છે [૧૯:૨૩-૨૬]
ઈસુએ કહ્યું કે નવા જન્મમાં, તેઓ ઇઝરાયલના બાર કુળોનો ન્યાય કરતા બાર રાજયાસનો પર બેશસે [૧૯:૨૮]
ઈસુએ કહ્યું કે પહેલા છે તેઓ છેલ્લા થશે અને છેલ્લા છે તેઓ પહેલા થશે [૧૯:૩૦]