આ તબક્કો ઘણા વર્ષો પછીનો છે જેમાં યોહાન બાપ્તિસ્મી પુખ્ત બનીને ઉપદેશ આપવાની શરૂઆત કરે છે.
અહીં સર્વનામ “એ” યોહાન બાપ્તિસ્મી માટે વપરાયું છે.
વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે યશાયા પ્રબોધકે યોહાન બાપ્તિસ્મી સબંધી કહ્યું કે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
યોહાન બાપ્તિસ્મી નો લોકોને પસ્તાવા માટે તૈયાર થવાનું તેડું આપતો સંદેશ અહીં એક રૂપક વડે દર્શાવાયો છે. (જુઓ: રૂપક) વૈકલ્પિક ભાષાંતર: “તમારા જીવનો દેવને પસંદ પડે એ સારુ તમારા જીવનમાં બદલાવ ને માટે તૈયાર થઇ જાઓ.”
યોહાન બાપ્તિસ્મી નો ઉપદેશ આગળ વધે છે.
“યોહાને તેમનું બાપ્તિસ્મા કર્યું.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
લોકો કે જે યરુશાલેમ, યહૂદિયા, અને યર્દન નદીની આસપાસ ના વિસ્તારમાંથી આવ્યા.
યોહાન બાપ્તિસ્મી નો ઉપદેશ આગળ વધે છે.
આ એક રૂપક છે. સાપ ઝેરી, ભયજનક હોય છે અને દુષ્ટતા ના પ્રતિક છે. વૈકલ્પિક ભાષાંતર: “ઓ દુષ્ટ અને ઝેરીલા સર્પો!” અથવા “તમે સાપ ના જેવા દુષ્ટ છો.” (જુઓ: રૂપક)
આ સવાલ વડે યોહાન એ લોકોને ઠપકો દે છે કે જેઓ તેની પાસે દેવની શિક્ષા માંથી બચી જવા બાપ્તિસ્મા તો લેવા આવે છે પણ તેઓ પાપ કરવાનું મૂકી દેવા ચાહતા નથી. “આ રીતે તમે દેવના કોપ થી બચી શકશો નહીં” અથવા “એવું ના વિચારો કે તમે માત્ર બાપ્તિસ્મા લેવાથી દેવના કોપ થી બચી શકશો” (જુઓ: )
વૈકલ્પિક ભાષાંતર: “આવનાર શિક્ષા થી” અથવા “દેવ નો કોપ જે થોડી જ વારમાં અમલ થશે” અથવા “કારણ કે દેવ તમને થોડી વાર માં જ શિક્ષા કરવાના છે.” અહીં “કોપ” એ દેવની શિક્ષા દર્શાવે છે કારણ કે શિક્ષા પહેલા કોપ છે (કોપ જ શિક્ષા ને નિપજાવે છે). (જુઓ: )
“ઈબ્રાહીમ અમારો પૂર્વજ છે” અથવા “અમે ઈબ્રાહીમ ના સંતાન છીએ”
આ પથ્થરોમાંથી દેવ ઈબ્રાહીમને સારુ શારીરિક સંતાન પેદા કરી આપી શકે”
યોહાન બાપ્તિસ્મી નો ઉપદેશ આગળ વધે છે.
આ એક રૂપક છે જેનો મતલબ “જો તમે તમારાં દુષ્કૃત્યો થી પાછા નહીં ફરો તો જેમ કોઈ માણસ ઝાડને કાપી નાખવા સારુ તેની જડ પર કુહાડો મુકે તેમ જ દેવ તમને શિક્ષા કરશે.” (જુઓ: રૂપક).
યોહાન જે લોકો પસ્તાવિક મન સાથે આવે તેમનું બાપ્તિસ્મા કરે છે.
એ વ્યક્તિ ઈસુ છે જે યોહાન ની પાછળ આવે છે.
આ એક રૂપક છે જેનો મતલબ “દેવ તમારામાં પોતાનો પવિત્ર આત્મા મુકશે, અને ન્યાય અને શુધ્ધતા સારુ તમને અગ્નિ માંથી ચલાવી દેવના રાજ્યમાં પ્રવેશ પમાડશે.” (જુઓ: રૂપક)
ઈસુ તમારું બાપ્તિસ્મા કરશે.
આ રૂપક ખ્રિસ્ત જે રીતે ન્યાયી અને અન્યાયી લોકોને અલગ કરશે તેની સરખામણી એક માણસ સાથે કરે છે જે પોતાની ખળી માં ઘઉં અને ભૂસું અલગ કરે છે. આ બે સરખામણી ને આવી ઉપમા સાથે પણ રજુ કરી શકાય: “ખ્રિસ્ત એક એવા વ્યક્તિના જેવો છે કે જેના હાથમાં પોતાનું સૂપડું છે.” (જુઓ: ઉપમા)
વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્તે પોતાના હાથમાં સૂપડું લીધું છે કેમ કે તે (ખ્રિસ્ત) હવે તૈયાર છે.”
આ એક ઓજાર છે જેના વડે ઘઉંને હવામાં ઉછાળવામાં આવે છે જેથી ઘઉં અને ભૂસું અલગ થઇ જાય. ઘઉં વજનમાં થોડા ભારે હોવાથી નીચે ઢગલો થઇ જાય છે પણ બિનજરૂરી ભૂસું પવનમાં ઊડી જાય છે.
આ એ જગા છે જ્યાં ઘઉં અને ભૂસું અલગ કરાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેનું મેદાન” અથવા “તેની ભૂમિ જ્યાં તે ઘઉં ને ભૂસું અલગ કરે છે.”
દેવ ન્યાયીઓને દુષ્ટો થી કેવી રીતે અલગ કરશે તેનું આ રૂપક છે. જેમ ઘઉં ખેડૂતના ભંડારમાં જાય તેમ જ ન્યાયીઓ સ્વર્ગમાં જશે અને જે લોકો ભૂંસા સમાન હોય તેમને દેવ કદી ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે. (જુઓ: રૂપક)
અહીં ઈસુ યોહાન બાપ્તિસ્મી દ્વારા કેવી રીતે બાપ્તિસ્મા લે છે તે પ્રકરણ ની શરૂઆત થાય છે.
અહીં “મારે” યોહાન બાપ્તિસ્મી ને દર્શાવે છે અને “તારા થી” ઈસુ ને.
આ એક ચર્ચા છેડે એવો પ્રશ્ન છે. વૈકલ્પિક ભાષાંતર: “તું પાપી નથી તેથી હું તારું બાપ્તિસ્મા કરું એવી તને અગત્ય નથી.” નોંધવા જેવું છે કે “તું” ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે અને “હું” યોહાન બાપ્તિસ્મી ને.
અહીં ઈસુ કેવી રીતે યોહાન દ્વારા બાપ્તિસ્મા લે છે તે પ્રકરણ આગળ વધે છે.
આનો તરજુમો આ રીતે પણ થઇ શકે: “યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યું પછી.”
વૈકલ્પિક ભાષાંતર: “તેણે ઊઘડેલું આકાશ જોયું” અથવા “તેણે જોયું કે આકાશ ઊઘડ્યું” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
આના શક્ય અર્થ: ૧) સીધો મતલબ એ હોઈ શકે કે આત્મા કબૂતરના સ્વરૂપમાં હતો, અથવા ૨) આ એક ઉપમા હોય શકે કે જે આત્માનું હળવેથી ઈસુ પર ઉતરી આવવું એક સાલસ કબૂતર જેમ ઉતરી આવે તેની સાથે સરખાવ્યું છે. (જુઓ: ઉપમા)
આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.