અધ્યાય ૯

1 . હવે પેલા કરારમાં ફણ ભજનસેવાણે વિધિઓ ને પવિત્ર સ્થાન ફણ હોત ન ખર. 2 . કેહે કા મંડપ તિયાર કરાયનો હોતનો, તીયાણે આગલા ફાગમાં દીવી, મેજ ને અર્પણ કરીની રોટની હોતની, તી પવિત્ર સ્થાન કવાતન. 3 . ને પડદા પાછાલ બીજો ફાગ હોતનો, તી પવિત્ર સ્થાન કવાતન. 4 . તિમા હનાણી ધુપવેદિ ને ચારે વલે હનાણી મઢીની કરારની પેટી હોતની, ઈયા પેટીમાં માન્નાથી ફરીની હનાણે વાસણમાં ને હારુનણી કળી ફૂટેલી નાકળી ને કરારને શિલાપાટ હોતના. 5 . ને તીયા પાર ગૌરવી કરુબિમ હોતના, તીણાહાય છાયા દયાસન પાર પડતી ની, હામુ તિણાહાય સંબંધી આમારેથી વિગતવાર કવાય એહે કાયની. 6 . હવે ઉપાર દર્શાવ્યા મુજબ બંધ તિયાર હોવયા વગાર યાજકો કરાર કોશણે આગાલ ફાગમાં સેવા કરવાને નિત્ય જાતા હા. 7 . ફણ બીજા ફાગમાં વરાહામાં એકુ જ વાર ફક્ત પ્રમુખ યાજક જાતનો ફણ તીયા લોઈણે અર્પણ કરીયા વગાર જાય અખતો કાયની. 8 . એટલે પવિત્ર આત્મા હેવ જાણાવતો હા કા જા હુદી છેલ્લો મંડપ ઊભો હા તા હુદિ પરમપવિત્રસ્થાનણે માર્ગ ખુલ્લો હોવો કાયની હા. 9 . વર્તમાનકાળને હારુ તો મંડપ ઉપમા રૂપ હોતનો, જીયા પ્રમાણે ઈયા પ્રકારના અર્પણો ને બલિદાનો આપવામાં આવ્યા, ભજન કરનારાને અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હોતના . 10 . તે ખાણે-પીણે ને અનેક પ્રકારણી સ્નાન ક્રિયા હારી ખાલી શારીરિક વિધિઓ જ હોતના, તી સુધારા યુગમાં આવવાણા સમય હુદિ જ ચાનવાણા હોતના. 11 . ખ્રિસ્ત, હવે ફુઠી હોવાનારી બધી જ બાબતો સંબંધી પ્રમુખ યાજક હોવી ને, હાથથી ને પૃથ્વી પાહાયણા પદાર્થોથી બનાવીને કાયની એવા અતિ માહાન ને વધારે સંપૂર્ણ મંડપમાં હોવને, 12 . બોકળાણે ને વાહાડાણે લોઈથી કાયની ફણ પોતાના જ લોહીથી માણાહાય હારુ અનંતકાલીક ઉદ્ધાર મેલવીને ને પરમપવિત્રસ્થાનમા એકુ જ વાર ગના. 13 . કેહ કા બોકળાણે લોહી ગોધાહે લોહી ને વાહાડીણે રાખ, અપવિત્રો પાર છાંટવા થી તી શરીરને શુદ્ધ ને પવિત્ર કરતા હા. 14 . તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્મા થી પોતે ઈશ્વરને વગારન અર્પણ હોવ, તિયાણે લોહી તુમારે અંતઃકરણ ને જીવંત ઈશ્વરને ભજણે હારું નિર્જીવ કામાહા કરતાન કતર વિશેષ શુદ્ધ કરી? 15 . એટલે પેલ્લા કરારને જી ઉલ્લંધનો કરવામાં આવના, તિયાણે ઉદ્ધારણે હારુ જાતે બલિદાન આપે ને મરણ આપે જિણાહાય તેડવામાં આવે હા તિણાહાય અનંતકાળણે વારસાણે વચન મીલે જીયા હારુ તો નવા કારારણે મધ્યસ્થ હા. 16 . કેહ કા જીયે વસિયતનામ હા, તિયા વસિયતનામ કરનારાને મુત્યુ હોવે તી જરુરી હા. 17 . કેહ કા વસિયતનામાણા અમલ માણહુ મરી જાય પૂઠી હોવત હા, હી વસિયતનામું કરનાર જીવંત હોય તીયા હુદી કોઈ દિહિ તી કામ આવે ખરો? 18 . ઈયા હારું પેલ્લા કરારને પ્રતિષ્ઠા ફણ લોહી વગાર કાયની હોતની. 19 . કેહ કા મુસાએ નિયમ શાસ્ત્ર પ્રમાણે બધી જ આજ્ઞા બધા લોકાહાય કયી બનાવી ફૂઠી, પાણી, કિરમજી ઊન ને ઝૂફા સહિત વાહાડાણે ને બોકળાણે લોહી નેદ, ને તિયાણે પુસ્તક પાર ને બધા લોકાહાય પાર ફણ છાંટને કય કા, 20 . જે કરાર ઈશ્વરે તુમાહાય ઠરાવી આપચો હા તિયાણે લોઈ હિજ હા. 21 . તિયે તીયા જ રીતે મંડપ પાર ને સેવાણા બધા પાત્રો પાહાય ફણ લોઈ છાંટીન. 22 . નિયમ શાસ્ત્ર પ્રમાણે વધારે કરીને બધી જ વસ્તુઓ લોહી દ્રારા શુદ્ધ કરવામાં આવત હા ને લોઈ વેવડાવ્યા વગાર પાપણે માફી મિલતી કાયની. 23 . સ્વર્ગમાંણી વસ્તુઓણી નમુનાણે પદાર્થોહે એવી રીતે શુદ્ધ કરવાણી અગત્ય હોતની, ફણ આકાશી વસ્તુઓણે તીયા કરતાન વધારે હારા બલિદાનથી શુદ્ધ કરવામાં આવે હેવી અગત્ય હોતની. 24 . કેહ કા ખ્રિસ્ત હાથે બનાવી ના પવિત્રસ્થાન કા જી સત્યણે નમૂનો હા તીમાં ગયા કાયની, ફણ સ્વર્ગમાં જ ગો હા, ઈયા હારુ કા તો આજુ આપળે હારુ ઈશ્વર મેં સમય હાજર હોવે. 25 . જેહે આગાલ પ્રમુખ યાજક બીજાને લોઈ નેઈનો દર વરહે પરમપવિત્રસ્થાનમા જાતનો, તેહે તિયાણે વારેવારે પોતાણે બલિદાન અર્પણ કરવાણી જરુરી કાયની રય. 26 . કેહ કા જો એહે હોય તો સૃષ્ટીણે આરંભથી કતરી વાર તિણાહાય દુઃખ સહન કરવાણ જરુરિયાત ઊભી હોવી; ફણ હવે છેન્ના સમયમાં પોતાણે બલિદાન થી પાપ દુર કરણે હારુ તો એકુ જ વાર પ્રગટ હોવો. 27 . જેહે માણાહાય એક વખાત મરવાણ ને તીયા ફૂઠી તિણાહાય ન્યાય હોવે એવ નિમાર્ણ હોવન હા. 28 . તેહે ખ્રિસ્તે ધણાહે પાપ માથે નેણે હારુ એકુ જ વાર પોતાણે બલિદાન આપ્ય. જી તિયાણે વાટ હેતે હા તિણાહાય સંબંધમાં ઉદ્ધાર ણે અર્થ તો બીજીવાર પાપ વગાર પ્રગટ હોવી.