અઘ્યાય ૮

1 . હવે જે વાત આમે કતે હામ,તીયાણે સારાંશ ઓ હા,કા આપળે એવો પ્રમુખ યાજક મિલ્યો હા, કા જી સ્વર્ગ માં ઈશ્વરણે મહત્વના રાજ્યાસનણે જમણી પાહાય બેઠનો હા. 2 પવિત્ર સ્થાનણો ને જી ખરો મંડપ માણાહાય કાયની, ફણ પ્રભુણે બાધીનો હા, તિયાણે તો સેવક હા. 3 . બધા જ પ્રમુખ યાજક અર્પણ ને બલિદાન આપણે હારું નિમાયનો હા, એટલે તીણાહાય પાહાય પણ અર્પણ કરવાણ કાંઈ હોય એવ જરૂરી હા. 4 . વલી જો તો પૃથ્વી પાહાય હોત, તિયા તો યાજક રતો ની, કેહે કા નિયમ શાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનારા યાજકો તે ઈયે જ હા. 5 . જી સ્વર્ગમાણી વસ્તુઓણી પ્રતિમાં ને પ્રતિછાયાણે સેવા કરતે હા,કેહે કા દેહે મુસા જીયા મંડપ ઊભો કરવાણો હોતો જીયા તીયાણે ઈશ્વરે કય કા, જે નમુનો તુને ડોગરા પાર દેખાળીનો, તીયા પ્રમાણે તમામ બાબતોણે રચના કાલજીપૂર્વાક કર."' 6 . પણ હવે જેહે ખ્રિસ્ત વધારે હારા વચનોહોથી ઠરાવીનો ને હારા કરારનો મધ્યસ્થ હા,તેહે તુમાહાય વધારે હારા સેવાને કામ કરણે મિલ્ય. 7 . કેહ કા જો તી પેલો કરાર માં નિર્દોષ હોતો, તો બીજા કરારણે હારું સ્થાન હોદવાણી જરૂર રતી કાયની. 8 . ફણ વાંક કાઢતા ઈશ્વર તિણાહાય કતો હા કા,' હેદા, પ્રભુ એહે કતો હા કા,એવા દિહી આવતો હા, કા જીયા હાય ઈઝરાયેલણે લોકાહાય આરી ને યહુદિયાણે લોકાહાય આરી નવો કરાર કરીહી. 9 . તિણાહાય બાપદાદાહે મિસર દેશમાંથી બાયરે નાવણે હારું જે દિહ મયે તિણાહાય હાથ થયો, તીયા તિણાહાય હારી જો કરાર મયે કદનો, જીયા પ્રમાણેનો કરાર તી ની હોય કારણ કા તિણાહાય મારે કરાર મુજબ ચાનતે ને કાયની, એટલે મયે તિણાહાય સંબંધી કાઈ પરવાહા કરી કાયની, એવ પ્રભુ કતો હા."' 10 . કેહે કા પ્રભુ કતો હા કા, તીયે દિહા ફુઠી, ઈઝરાયેલણા ડીખરાહાહે આરી જી કરાર હાય કરી,તી ઈ હા, હાઈ મારે નિયમોણે તિણાહાય મનમાં મૂકી ને તીઈ તિણાહાય હધ્યપટ પાર નખીહ હાય નહીં હાઈ તિણાહાય ઈશ્વર બનહી ને તી મારે લોક હોવી. 11 . હવે પૂઠી 'પ્રભુણે ઓલુખ' એહે કઈને બધાને જ પોતાને પડોશીને, ને દરેક પોતાણે ફાવાહે હિખુવાણ કાયની, કેહ કા તિણાહાયમાણા નાનેથી તે મોટા હુદી બધે માને પ્રભુણે ઓલખી. 12 કેહે કા તિણાહાય અન્યાય પ્રત્યે હાય દયાળુ બનહી ને‌ તિણાહાય પાપોહે યાદ હાય પાછો ની કર."' 13 . તો, 'નવો કરાર' એવ. કઈને તુમાહાય પેલા કરાર ને જુનો ઠરાવ્યો હા, ફણ જી જુન ને જર્જરિત હોવત-જાત હા તી નાશ હોવાણી તિયારીમાં હા.