1 . ઇયા હારુ આપળે બીવા જુજે એહ ની હોવે, કા તુમારે વિશ્રામમાં પ્રવેશ હોવાંણે આશાવચન આજુ એવ ને એવ જ હોવા છતાં તૂમારેમણો કૉઇ કદાચ તિયા પહોંચણે નિષ્ફળ જાય. 2 . કેહે કા જેંહેં ઈજરાઇલ વાલા હે તેંહેં આપળા હે ફણ સૂવાર્તા પ્રગટ કરવામાં આવી હા, ફણ ઉનાઈની વાત તીણાહાય લાભકારક હૉવી કાંય ની, જિણાહાય ધ્યાન આપીને ઉનાય તિણહાય હારી તે વિશ્વાસમાં સહમત હોવે કાયની. 3 . આપળે વિશ્વાસ કરનારે વિશ્રામમાં પ્રવેશ હોવતે હામ, તેંહે તીણહાય કય કાં, મયે મારે ગુસ્સામાં સમ ખાધા કા, તી મારે વિશ્રામ માં આવી અખાતું જ ની, જો કા કામે તે જગતણે પેલ્લેથી પુર હોવીન હા. 4 . કેહેકા હાતમે દિહા વિશે એક જાગા પાર તિણાહાય કયન કા, હાતમે દિહે ઈશ્વરે પોતાણે બદા કામ હાથી આરામ નેદો. 5 . ને ઈયા જ જગા પાર તો પાછો કતો હા કા, તિ મારે વિશ્રામ માં આવી હકાત. 6 . તિયાથી કતરાકહે તેમાં આવવાના બાકી રય હા ને જિણાહાય પેલ્લી વાર સુવાર્તા પ્રગટ કરવામાં આવની, તિણાહે આજ્ઞાલંગ કદો. તીયે તેથી તી પ્રવેશ પામી હખ્યે કાયની. 7 . ફણ અતરી બદી વાર પાછો પસંદ કદનો દિહી ઠરાવિને જેહે આગાલથી કવામા આવન તેહે દાઉદ થી કય હાકા, જો, આજે તૂમે તીયાણે વાણી ઉનાયા, તીયે તુમે તૂમારે હૃદયોણે કઠાણ નખા કરતે." 8 . કેહે કાજો યહોશુવા યે તીણાહાય તો વિશ્રામ આપચો હોય, તીયા તો પાછો બીજે દિહા વિશે ઈશ્વરે કયની હોય. 9 . ઈયા હારુ ઈશ્વરણા લોકા હે હારુ વિશ્રામ ણો વાર આજુ બાકી રયો હા. 10 . કહે કા જેહે ઈશ્વરે પોતાણે કામહાથી આરામ નેદો તેહે ઈશ્વર ણે આરામ માં જીએ પ્રવેશ કાદો હા, તીયે બી પોતાણે કામ હાથી આરામ નેદો હા. 11 . ઇયા હારુ આપડે તીયા વિશ્રામ માં જાણે ઉત્સાહા થી પ્રયત્ન કરજે કા, એહે ની હોવે કા નિયમ ભંગ ણે જેહે પતિત હોવે . 12 . કેહે કા ઈશ્વરણે વચન જીવત, સમર્થ ને બેધારી તલવાર કરતાન બી વધારે થાર વાલ હા, તી જીવ, આત્મા, સંધાણે મજ્જાણે છૂટા કરી દેય ત્તતરે હુદી વિંધનાર હા, ને હૃદયણા વિચારો ણે ને લાગણી ને પારખી નેનારાઅ હા. 13 . ઉત્પન્ન કદન કાઈ તિયાંણે આગલ ગુપ્ત કાયની હા; ફણ જિણાહે આરી આપળાહે કામ હા, તિયાણે નજર માં આપડે બદે બિલકુલ ઉગાડે હામ. 14 . તો ઈશ્વર ને ડીખરોહો ઈશુ જી સ્વર્ગ માં ગો હા, એવો મહાન પ્રમુખ યાજક આપળાહાય મિલાવા માં આવ હા, તિયે આપડે જિ સ્વીકાર્ય હા તિયાંણે મજબૂત થરી રહુ. 15 . કહે કા આપડે નબલાઈ પાર દયા ની આવે એવો કાયની, ફણ બદી રીતે આપડે જેહે પરીક્ષા પામી નો તોય પાપ વાગાર નો એવો આપડે પ્રમુખ યાજક હા 16 . એટલે આપડે દયા પામવાણે યોગ્ય સમયે સહાય ફાગ કૃપા પામવા ફાગ આપળે હિંમત થી કૃપાસન ને પાહે આવતે.