અધ્યાય ૧૨

1 . આપળે આસપાસ સાક્ષીઓણી અતરીમોટી વાડલારૂપી ભીડ હા, ને આપળે ફણ બાંદા જ પ્રકારના બોજા ને વિલગી રનારો પાપ છોડી મૂકીને આપળે ફાગ નક્કી કરીની દોડણી સ્પર્ધામાં ધીરેથી દોડજે. 2 .આપળે આપળા વિશ્વાસણા અગ્રેસર ને તીયાણે સંપૂર્ણ કરનાર ઈસુણી ફણી લક્ષ રાખશે કા, જિણાહાય પોતાની સમક્ષ તુચ્છ ગણીને વધસ્તંભ પાર મરણનું દુ:ખ સગન કદ ને હામુ તે ઈશ્વરણા રાજ્યાસનણા જમણી વલે બેઠના હા. 3 . તો જિણાહાય પોતાપાર પાપીઓનો ખણો બધો વિરોધ સહન કદો તિણાહાય વિચાર કરા, હે ની હોવે કા તુમાહાય પોતાના મનમાં અશક્ત હોવાથી થાકી જાવાય. 4 . તુમે પાપણે સામનો કરા, ફણ રક્તપાત હુદિ તુમાહાય આયુ સામનો કદો કાયની. 5 . વલી જે ઉપદેશ બાળકોની માફક સમજાવી ને તુમાહાય આપવામાં આવે હા, તી તુમે વિહિરાય ગયા, એટલે, ઓ મારે દિકરા, તું પ્રભુણે શિક્ષાણે તુચ્છ ની ગણ ની ગણવાણો ને તો ઠપકો આપે તીયા તું નાસીપાસ ની હોવ. 6 . કેહે કા જીયા પાર પ્રભુ પ્રેમ રાખતો હા, તીયાણે તો શિક્ષા કરતો હા, જો ડિખરાહાણે તે અંગીકાર કરતે હા, તો બધાહે તો કોરડા મારતો હા."' 7 .જે શિક્ષા તુમે સહન કરતે હા, તી શિક્ષણને હારુ હા જેહે ડિખરાહાણે આરી તુમે તુમારે આરી ઇશ્વર વતૅન કરતો હા, કેહે કા કાણ બાળક હા જિયાણે બાપ શિક્ષા કરતો કાયની? 8 . ફણ જે શિક્ષાણા ભાગીદાર બદે હોવતે હા, તે શિક્ષા તુમાહાય ની હોવે, તીયા તુમે દાસીપુત્રો હા, ખરા ડિખરેહે તે કાયની. 9 . વલી પૃથ્વી પારના આપળે પિતાઓ આપળાહાય શિક્ષા કરતાના, ને આપળે તિણાહાય માન રાખતે ને, તી આપળે આત્માઓણા પિતાણે ઇયાથી વિશેષ માન આપીને તી યાણે આધીન રયને જીવજે ની? 10 . કેહે કા તિણાહાય તે થુનાક દિહિ હુદિન પોતાણે જે વાજબી નાગતીયા તીયા પ્રમાણે આપળાહે શિક્ષા કદી ખરી, ફણ તિણાહાય તો આપળા હિતણે ફાગ શિક્ષા કરી કા આપળે તીયાણે પવિત્રતાણે સહભાગી હોવજે. 11 . કોઈ પણ શિક્ષા તીયા સમયે આનંદકારક કાયની, ફણ ખેદકારક નાગત હા, ફણ પૂઠી તો ને કસાયેલાઓણે તો ન્યાયપણા ના શાંતિકારક ફળ આપતો હા. 12 . હિયા હારુ ઢીલા પળીના હાથોને ને અશક્ત હોવી ના ઘૂંટણો ને તુમે પાછ મજબૂત કરા; 13 . પોતાણા પાગા હારુ રસ્તા સુગમ કરા, ને જો અંપગ હા ,તે ઉતરી ની જાય ફણ હિયાથી વિપરીત તી હાર હોવે. 14 . બધાહે આરી શાંતિથી વર્તવાણ, પવિત્રતા કા જીયા વગાર કોઈ પ્રભુણે હેદે ની તીયાણે કયન તુમે ચાના. 15 . તુમે વધારે સાવધાન રયા, કા જેથી કોઈ ઈશ્વરણી કૃપા પામ્યા વગાર રયની જાય એહે ની હોવે કા કોઈ કડવા રૂપી જડ ઉગે ને તુમાહાય ભ્રષ્ટ કર, તીયાથી તુમારેમાણા ખણે માણહે અપવિત્ર હોવે, 16 . ને કોઈ વ્યભિચારી હોવે, અથવા એસાવ કા જીયે એક ભોજનને હારુ પોતાણે જ્યેષ્ઠપણુ વેચી માયર જીયા જેવો કોઈ ભ્રષ્ટ હોવે. 17 .કેહે કા તુમે જાણતે હા કા તીયા પૂઠી જીયા તો આશીર્વાદણો વારસો મેલુવણે ઈચ્છીતનો તીયા તો આંસુ સહિત પ્રયત્ન કરતો, જીયા ફણ તીયાણે સ્વીકાર કરવામાં આવ્યો કાયની કેહે કા પસ્તાવાણો પ્રસંગ તીયાણે મિલ્યો કાયની. 18 . વલી તુમે એવાહાય પાહાય આવા કાયની, એટલે સ્પર્શ કરાય હેવા પહાડણે, બલતી આગણી, અંદારાયન આકાશ, આંદાર ને તો ફાનણે. 19 . ને રણશિગડાણે અવાજણી ને એવા શબ્દાહોણી અવાજથી કા જીયાણે ઉનાનારાહે વિનંતી કરી કા એવા બોલ આમાહાય પાછ ફિરીને ઉનાવામાં ની આવે. 20 . કેહે કા આજ્ઞા હોવી, તેતિણાહાયથી સહન કાયની હોય અખી, જો કોઈ જાનવર ફણ પહાળણે સ્પર્શ કરે, તો તી પથરાથી મારી નાખવામાં આવે. 21 . જીયા વખાતણો દેખાય તેવો બિક નાગે તેવો હોતનો કા મુસાએ કય કા, 'હાઈ વધારે બીતો હામ ને ધ્રુજતો હામ."' 22 . ફણ તુમે તીયા સિયોન ડોગરાણી પાહાય ને જીવતા ઈશ્વરને નગર એટલે સ્વર્ગીય યરુશાલેમણી પાહાય ને હજારો હજાર સ્વર્ગીદુતોણી પાહાય, 23 . છેલ્લા જન્મીનો જિણાહાય નામ સ્વર્ગમાં નખી નેવામાં આવ હા તિણાહાય સાર્વવિક સભા ને વિશ્વાસથી સમુદાયની પાહાય ને બધાને ન્યાય કરનાર ઈશ્વરણી પાહાય ને સંપૂર્ણ હોવી ના ન્યાયીઓણા આત્માઓણી પાહાય, 24 . નવા કરારમાં મધ્યસ્થ ઈસુણી પાહાય ને જી છંટકાવણે નુય હાબેલ કરતા હાર બોનત હા તીયા પાહાય આવા હામ. 25 . જો બોલતો હા તીયાણે તુમે અનાદર ની કરા, એટલે સાવધાન રયા; કેહે કા પૃથ્વી પાર ચેતુવનારાહે જિણાહાય નકાર કયરે તે જો બચે ની, તો સ્વગૅમાથી ચેતવનારાણી પાહાયથી જો આપળે ફિર જે તો ચોક્કસ બચે ની. 26 . તિયાણે વાણીથી તીયા સમયે પૃથ્વીણે કાંયાવી, ફણ તિણાહાય એવ આશાવચન આપચ કા પાછ એક વાર હાય એકના પૃથ્વીણે જ ની, આકાશે ફણ હાનવી. 27 . 'પાછો એક વારનો' અર્થ હિ હા કા, કપાયમાન હોવાની વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની જેહે નાશ હોવી હા, એટલે જિણાહાય કંપાયમાન હોવાની કાયની તે કાયમ ટકી રય. 28 . એટલે કંપાવવામા ની આવે એવ રાજ્ય પ્રાપ્ત કરીને આપળે ઈશ્વરણો આભાર માનજે, ને ઈશ્વર પ્રસન્ન હોવે હેવી રીતે આપળે તીયાણે સેવા આદરભાવ ને બીકથી કરજે. 29 . કેહે કા આપળો ઈશ્વર ભસ્મીભુત કરી નાખનારો અગ્નિ હા.