અધ્યાય ૧૩

1 . ભાઈઓ પારનો પ્રેમ સાચવી રાખા. 2 . પરોણાગત કરવાણ તુમે વિહિરાયાની, કેહે કા કતરાકહી અજાણતા સ્વગૅદુતોહે પરોણા રાખવા હા. 3 . બંદીવાન હોય હારી જાણે તુમે ફણ બંધીવાન હોય, એવ સમજીને તિણાહાય યાદ કરા ને તુમે જાતે ફણ શરીર હોય, ને જિણાહાય પાર જુલમ કરવામાં આવતા તિણાહાય યાદ કરા. 4 . લગ્ન ને માન પાત્ર ગણા, પથારી પવિત્ર રાખા. કેહે કા ઈશ્વર અસંયમી ને વ્યભિચારીઓહે ન્યાય કરી. 5 . દ્રવ્યલોભથી દૂર રયા; તુમારે પાહાય જીતી હોય તિમા સંતોષ માનતા; કેહે કા પ્રભુએ કય હા કા, 'હાઈ તુને છોડી ની મુક ને તજી ફણ ની દેમ."' 6 . એટલે ભય વગાર કજે કા, 'પ્રભુ મને સહાય કરનારો હા, હાય બીવાણો કાયની; માણહું મને કાજા કરી નેઈ? 7 . જે તુમારે આગેવાન હોતનો, જિયાયે તુમાહાય ઈશ્વરને વચન કય હા તિણાહાય સ્મરણ કરા, તિણાહાય ચારિત્રને પરિણામ હેદીને તિણાહાય વિશ્વાસને અનુસરા. 8 . ઈસુ ખ્રિસ્ત ગઈ કાને, આજે ને સદાકાળ એવો ને એવો જ હા. 9 . તમે વિચિત્ર નેનવા ઉપદેશથી આકર્ષાઈ જાવાણ ની ; કેહે કા પ્રભુણી કૃપાથી અંત:કરણ દ્રઢ કરવામાં આવે તી હાર હા; અમુક ખોરાક ખાવાથી કા ની ખાવાથી હિયા પ્રમાણે વતૅવાથી કાંઈ લાભ હોતા કાયની. 10 . આપળાહાય એવી યજ્ઞવેદી હા કા તીયા પારણો ખાવાનો અધિકાર મંડપણી સેવા કરનારાહાય કાયની. 11 . કેહે કા પાપોને બલિદાનને હારુ જી પશુઓને લોહી પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં નાવતો હા, તિણાહાય શરીર છાવણી બાર બાલવામાં આવતે હા. 12 . ઈયા હારુ ઈસુએ ફણ પોતાના જ લોહીથી લોકાહાય પવિત્ર કરણે હારુ દરવાજા બાયરે મૃત્યુ સહન કદ. 13 . ને આપળે ફણ તિણાહાય અપમાન સહન કરીને તિયાણે પાહાય છાવણી બાર જાજે. 14 . કેહે કા કાયમ રય એવ નગર આપળાહાય ઈયે કાયની, ફણ જી આપળે હોવાણ હા તી નગરની આશા આપળે રાખતે હામ. 15 . એટલે તીયા દ્રારા આપળે ઈશ્વરે સ્તુતિરૂપ બલિદાન, એટલે તીયાણે વાતણો કબુલ કરનારે હોઠોને અર્પણ, નિત્ય કરજે. 16 . ઉપકાર કરવાણ ને દાન વેંચી આપવાણ તુમે વિહિરાવાણ કાયની, કેહે કા એવા અર્પણથી ઈશ્વર વધારે સંતોષ હોવતો હા. 17 . તુમે પોતણે આગેવાનોહોય આજ્ઞાઓ માનીને તિણાહાય આધીન હોવા, કેહે કા હિસાબ આપવનારાહાય જેહે તિણાહાય તુમારે આત્માઓણી ચોંકી કરી હા, ઈયા હારુ કા તે આનંદથી તી કામ કરાત, ફણ શોકથી કાયની, કેહે કા હિયાથી તુમાહાય નુકસાન હોવે. 18 . તુમે અમારે હારુ પ્રાર્થના કરા, કેહે કા અમારે અંત:કરણ શુદ્ધ હા એવી આમાહાય ખાતરી હા ને આમે બધીજ બાબતોમાં પ્રામાણિકપણે વતૅવાણી ઈચ્છા રાખતે હામ. 19 . તુમે ઈયા પ્રમાણે કરા તીયા હારુ હાય વિશેષ આગ્રહથી ઈયા હારુ વિનંતી કરતો હામ કા તુમારે પાહાય હાય વેલો પાછો આવ. 20 . હવે શાંતિણા ઈશ્વર, જિયાયે અંનતકાળના કરારણા લોઈથી ધેટાણે મોટો રખેવાળ આપળા પ્રભુ ઈસુણે મૃત્યુમાંથી પાછો સજીવન કદો. 21 તો તુમાહાય બધા હારા કામણે હારુ એવા સંપૂર્ણ કરે કા, તુમે તિયાણે દૃષ્ટિમાં જી સંતોષકારક હા, તી આપળે મારફતે ઈસુ ખ્રિસ્ત દ્રારા તી કરાવે; તીયાણે સદાસવૅકાળ મહિમા હો.આમીન. 22 . ઓ ભાઈઓ, હાય તુમાહાય વિનંતી કરતો હામ કા તુમે મારે બોધણે ઈ વચન સહન કરા, કેહે કા હાય તુમારે પાર ટૂંકમાં નાખતો હામ. 23 . તુમે જાણજા કા આપળો ભાઈ તિમોથી હવે જેલમાંથી નિકલી આવો હા. જો તો વેલો આવી, તીયા હાઈ તીયાણે હારી આવીને તુમાહાય મિલિહી. 24 . તુમે તુમારે બધી જ આગેવાનોહોય ને બધા જ સંતોહોય સલામ કાજા; ઇટાલીમાં માં ભાઈઓ તુમાહાય સલામ કતા હા. 25 . તમ બધા ઉપાય કૃપા હો.આમીન.