1 . હવે વિશ્વાસ તો જે વસ્તુઓણી આશા આપળે રાખતે હામ તીયાણે ખાતરી હા ને અદ્રશ્ય વસ્તુઓણી સાબિતી હા. 2 . કેહે કા વિશ્વાસથી પેલીણા સમયમાં આપળા બાપદાદા ઈશ્વરભકતોહે વિષે સાક્ષી આપવામાં આવી. 3 . વિશ્વાસથી આપળે જાણતે હામ કા, ઈશ્વરણા શબ્દોહોથી આખ વિશ્વ ઉત્પન્ન હોવ હા ને દ્રશ્ય હા. 4 . વિશ્વાસથી હાબેલ કાઈનણા કરતાન વધારે હાર બલિદાન ઈશ્વરને ચઢાવ્ય, ને તો ન્યાયી હા, એહે તીયાણે સંબંધી સાક્ષી આપવામાં આવી, કેહે કા ઈશ્વરે તીયાણે અર્પણો સંબંધી સાક્ષી આપી; ને એટલે તો મરી ગયો હોવા છતાં ફણ હાય બોલતો હા. 5 . વિશ્વાસથી હનોખણે ઉપાય નેઈ લેવામાં આવ્યો હા તો મરી જાવાણો અનુભવ કરે ની ને તો અદ્રશ્ય હોવો, કેહે કા ઈશ્વરે તીયાણે ઉપાર નેઈ ગના હોતના તીયાણે ઉપાર નેઈ લેવામાં આવ્યો તીયા પેલ્લા તીયાણે સંબંધી એ સાક્ષી હોવી કા ઈશ્વરે જીયા પાર પ્રસન્ન હોતનો. 6 . ફણ વિશ્વાસ વગાર ઈશ્વરે પ્રસન્ન કરવાણે હી શક્ય કાયની, કેહે કા ઈશ્વરણી પાહાય જી આવતે હા, તીયાણે એવો વિશ્વાસ કરવા જોજે કા તો હા ને જી ખંતથી તીયાણે હેતે હા તિણાહાય તો ફળ ફણ આપવાનો હા. 7 . નૂહે જે બાબત આજુ હુદિ હેદિની કાયની, જીયા વિષે ચેતવણી પ્રાપ્ત કરીને ઈશ્વરણી બીક રાખીને વિશ્વાસથી પોતાને કુટુબણા ઉદ્ધારણે ફાગ વહાણ તિયાર કદ, ને તીયે માનવજગતણે અપરાધી ઠરાવ્ય ને વિશ્વાસથી જી ન્યાયપણુ હા તીયાણે વારસો બનીઓ. 8 . ઈબ્રહિમ જે જગ્યા વારસામાં મેલુવાણો હોતનો, તિમા જાણે તેળ જણીને આજ્ઞાધીન, એટલે પોતે કાસે જાતો હા, હી ની જાયણ છતાં વિશ્વાસથી તો રવાના હોવો. 9 . વિશ્વાસથી ઈબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેહે વચનણે દેશમાં પ્રવાસ કદો ને તીયાણે હારી જીયા વચનણા સહવારસો ઈસહાક ને યાકુબ તીયાણે જેહે તંબુઓમાં રત્ના. 10 . કેહે કા જે શહેરને પાયો હા, જિયાણે યોજનાર ને બાંધનાર ઈશ્વર હા, તીયાણે આશા તો રાખતોનો. 11 . વિશ્વાસથી સારા ફણ વૃદ્ધ હોવીયા પૂઠી ગભૅ ધારણ કરણે સામર્થ્ય પામી, કેહે કા જીયે વચન આપીને તો તીયાણે વિશ્વાસપાત્ર ગયણો. 12 . ઈયા ફાગ એકથી ને તે ફણ મરીના જેવો, તીયાથી સંખ્યામાં આકાશમાણા તારા જતરા ને સમુદ્રણા કાંઠા પારની રેતી જી ગણી હકાય જતરા માણહાય ઉત્પન્ન હોવે. 13 . હિ બધે વિશ્વાસમાં મરી ગયે તિણાહાય વચનોમાં ફળ મિલય કાયની, ફણ દુરથી તી હેદિને તિણાહાય અભિવાદન કરે ને પોતા વિષે કબુલ કયર કા એહે પૃથ્વી પાર પરદેશી ને મુસાફર હામ. 14 . કેહે કા એવી વાત કરનારે સ્પષ્ટ જાણાવતે હા, તી સ્વદેશણે હોદ કરતે હા. 15 . જીયા દેશમાંથી તી બાહાર આવે તીયા પાર જો તિણાહાય ચિત્ત રાખશે હોય, તીયા પાછ ફિરવાણો પ્રસંગ તિણાહાય મિલતો. 16 . ફણ હવે વધારે ઉત્તમ, એટલે સ્વર્ગીય દેશાણી તે બધા વધારે ઈચ્છા રાખતા હા; એટલે ઈશ્વર તિણાહાય ઈશ્વર કણે શરમાતા કાયની, કેહે કા તીયે તિણાહાય હારુ એક શહેર બનાવ્ય હા. 17 . ઈબ્રાહીમ, જીયા તીયાણે કસોટી હોવી તીયા વિશ્વાસથી ઈસહાકણે બલિદાન આપચ; એટલે જિયાણે વચનો આપવામાં આવન નેજિયાણે એવ કવામાં આવન કા, 18 . ઈસહાકથી તોરે પેઢી ગણાય, તીયે પોતાણે એકણાએક ડિખરાહાણે બલિદાન આપચ. 19 . કેહે કા તો એવ માનતો નો કા ઈશ્વર મરીનાહે ફણ ઉઠાડવાણે સમર્થ હા. ને પુનરુત્થાનણી ઉપમા પ્રમાણે તો તિયાણે પાછો મિલ્યો ફણ ખરો. 20 . વિશ્વાસથી ઈસહાકે જે બાબતો બનવાણી હોતની તીયા સંબંધી યાકુબણે ને એસાવણે આશીર્વાદ આપ્યો. 21 . વિશ્વાસથી યાકુબે પોતાણે મરવાનો સમયમાં યૂસફણે બે ડિખરાહાય આશીર્વાદ આપચો ને પોતાણે લાકડીણા હાથા પાહાય ટેકીને ભજન કદ. 22 . વિશ્વાસથી યુસુફે પોતાણા અંતકાળે ઇઝરાયલમાં ડિખરાહાય નિગૅમન વિષેણી વાત ઉનાવી ને પોતાણે અસ્થિ સંબંધી આજ્ઞા આપી. 23 . વિશ્વાસથી મુસાણા મા બાપે તિયાણે જનમીયા પૂઠી તીન મહિના હૂદિ તિયાણે હતાળીરાખશો. 24 . વિશ્વાસથી મુસાએ મોટો હોવીયા પૂઠી ફારુનણી ડિખરીહીણે ડિખરોહો ગણવાણો ના પાળી. 25 . પાપણે ક્ષણિક સુખ ફોગુવવાણે બદલે ઈશ્વરણા લોકાહાય હારી દુ:ખ ફોગુવવાણ તિયાણે વધારે પસંદ કદ. 26 . મિસરમાં દ્રવ્ય ભંડારો કરતાન ખ્રિસ્ત હારી નિંદા સહન કરવી હી અધિક સંપતિ હા, એહે તીયે ગણ્ય; કેહે કા જી ફળ મિલવાણ હોતન તીયા ફણી લક્ષ રાખશ. 27 . વિશ્વાસથી તીયે મિસરણે છોડી મૂકચ; ને રાજાના ક્રોધથી તો બીધો કાયની. કેહે કા જાણે તીયા અદ્રશ્યણે હોત્તો હોય એહે દ્ઢ રયો. 28 . વિશ્વાસથી તીયે પાસ્ખાપર્વણે ને લોહી છાંટવાણી વિધિણે પાલન કદ, એટલે પ્રથમ જનિતોણો નાશ કરનારો તિણાહાય સ્પર્શ કરે ની. 29 . વિશ્વાસથી તિણાહાય કોરી જમીન પાર ગયા હોય તેહે લાલ સમુદ્રમાં હોવીને હલે પાર ગયે; એવો પ્રયતન કરતા મિસરીઓ ડૂબીને મરી ગયા. 30 . વિશ્વાસથી યરીખોણી દિવાલણે હાત દિહિ હુદિન ફેરા ફિયીરે પૂઠી તે પડી ગો. 31 . વિશ્વાસથી રાહાબ ગણિકાએ જાસુસોણણો ખુશીથી આવકાર કદો ને યરીખોણા અનાજ્ઞાકિતોણે હારી તિયેણે નાશ હોવો કાયની. 32 . હિંયાથી વધારે કાજા કય? કેહે કા ગિદિયોન, બારાક ,સામસૂન, યિફતા, દાઉદ, શમુએલ ને પ્રબોધકો વિષે વિસ્તારથી કવાણો માને પૂરતો સમય કાયની. 33 . તિણાહાય વિશ્વાસથી રાજ્યો જીતે, ન્યાય આચરણ કદ, આશવચનનો પ્રાપ્ત કરે, સિંહોના મુખ બંધ કરે. 34 . અગ્નિ ણે બળ નિષ્ફળ ક્યરે, તલવારણી ધારથી બચીયે, નિર્બળતા માંથી બળવાન કરાયે, લડાઈમાં પરાક્રમી હોવે, વિદેશીઓણા સૈન્યણે ભગાડી મૂકચે. 35 . વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાને સ્વજનનોણે જીવતા સ્વરૂપે પાછ મેલુવ્ય કતરેક રિબાઈ રિબાઈને મરી ગયે, તિણાહાય છુટકારા નો અંગીકાર કદો કાયની; કા તે વધારે હાર મરણોત્થાન પામાત; 36 . બીજા મશ્કરીઓથી ને કોરડાઓથી, સાંકળોથી ને કેદમાં પુરાવાથી પીડિત હોવણે પરખાયે. 37 . તે પથરાથી મારાવે, કરવતથી વેરાયે, તિણાહાય લાલચ આપવામાં આવી, તલવારની ધારથી મારી નાખવામાં આવ્યા, ધેટાણા ને બોકળાણા ચામડા પેરીને ફિરતા રહ્યા, તે કંગાલ, રિબાઈને ને પીડાયને હોતને; 38 . માનવજાત તિણાહાય રણે હારુ યોગ્ય કાયની હોતન, તે અરણ્યમાં ,ડોગરામા, ગુફામાં ને પૃથ્વીણી ગુફાઓમાં ફિરતા રયા. 39 . એ બધા વિષે તીણાહાય વિશ્વાસણી હારી સાક્ષી આપવામાં આવની ફણ તિણાહાય આશાવચનણે ફળ મિલ્ય કાયની. 40 . કેહે કા ઈશ્વરે આપળે ફાગ હિંસાથી વિશેષ કાંઈ ઉત્તમ નિમાર્ણ કદ હા, ને તે આપળે વગાર પરિપૂણૅ હોવ કાયની.