અધ્યાય ૯

1 . તીયા સમયે જી પ્રભુણે માનતેને તીયણાહાય શાઉલ ગુસ્સાથી બીવળાવતોનો ને મારી નાખવાણી થમકી આપતોનો. તો યરૂશાલેમમાં મુખ્ય યાજક પાર ગો. 2 . ને તીયે તીયાણે આજીજી કદી કા તીયાણે ઓલખાણ આપતે કાગલે દમસ્કણે યહૂદીસભાસ્થાનણે આગેવાનો હોય નખે. તીયા કાગલામાં એવી માંગણી કદની કા માટળા કા ડોહોન્ને, ઇસુએ જે વાટ દેખાળી તીયે પાર ચાનતે હોય તીયણાહાય તો અટકાવે, ને તીયણાહાય કેદી બનાવીને યરૂશાલેમણે આગેવાનો પાર નેઈ જાય જીયાથી તે તીયણે નીયાય કરાત ને સજા કરાત. 3 . જીયા શાઉલ ને તીયાણે હારી જે હોતના તે મુસાફરી કરી રયના તીયા, તે દમસ્ક ફણી જાતના. અચાનક હરગા માંથી હામટ ઉજાલ શાઉલણે આજુબાજુમાં ફેલાઈ ગ. 4 . તરાત તો થરતી પાર પળી ગો. પુઠી તીયે કોઈણે અવાજ તીયાણે કતા ઉનાયો, "શાઉલ શાઉલ તુ માને કેહે હેરાન કરતો હા?" 5 . શાઉલે તીયાણે પૂચ્છ, પ્રભુ તુ કિડો હા?" તીયે જવાબ આપ્યો, "હાય ઈસુ હામ, જીયાણે તુ હેરાન કર્તો હા. 6 . આમુ ઉબો રાખ ને હૈરામાં જા ! તીયે એક જણો તુને કઈ કા હાય તોરે થકી કાજા કરાવણે માંગતો હામ." 7 . જી માણાહે શાઉલ હારી મુસાફરી કરી રયને, નવાઈ પામીને કાંઈ બોની હકશે ની. તી તીયે ઉબે રાખીને જ ૨યે. તીયણાહાય ઈશ્વરને બોનતા ઉનાયો, ફણ તીયણાહાય કોઈણે દેખ્શ કાયની. 8 . શાઉલ થરતી પારથો ઉઠ્ઠો, ફણ જીયા તીયે તીયાણે ડોલા ખોલ્લા તીયા તો કાંઈ હેદી હકશો કાયની. એટલે તીયાણે હારીણે માણાહે તીયાણે હાથ થરીને દમસ્ક દોરી નેગે. 9 . પુઠીણા તીન દિહી હુદી શાઉલ કાંઈ હેદી હકશો કાયની, ને તીયે કાંઈ ખાદ કા પીદ કાયની. 10 . દમસ્કમાં અનાન્યા નામણો ઇસુણે એક શિષ્ય હોતનો. પ્રભુ ઇસુએ તીયાણે દર્શન આપ્ચ ને કય, અનાન્યા! તીયે જવાબ આપ્ચો, પ્રભુ હાય ઉનાતો હામ." 11 . પ્રભુ ઇસુએ તીયાણે કય, ઉબા ફલ્લામાં યહુદાણે ખર જા. તીયે કોઈકણે તાર્સસણે શાઉલ સંબંદી પૂછ કા તુ તીયા હારી વાત કરી હકે. કેહેકા ઈયે સમયે તો મારે પ્રાર્થના કરી રયો હા. 12 . શાઉલે દર્શનમાં હેજ્જ કા અનાન્યા નામણો એક માણાહું ખરમાં ઉરાયો, જીયે તો રતનો ને તીયાણે ટમ્પા પાર હાથ મુક્ચા જેહે કરીન તો પાછો હેદી હખે." 13 . અનાન્યાએ જવાબ આપ્ચો, "ફણ પ્રભુ, ખણા લોકોહે માને ઇયા માણાહા વિષે કય હા. "યરૂશાલેમમાં જી તોરે પાર વિશ્વાસ કરતે હા તીયાણે હારી તીયે ખણી ખરાબ બાબતે કદી હા. 14 . ઈયણે દમસ્કમાંણે જી તોરેમાં વિશ્વાસ કરતે હા તીયણાહાય કેદી બનાવણે હારૂ ઈયે આવવાણી મુખ્ય યાજકે તીયાણે સત્તા આપી હા! 15 . ફણ પ્રભુ ઈસુએ અનાન્યાણે કય કા, "શાઉલ પાર જા. હાય જી કતો હામ તી કર.કેહેકા તો બિનયહૂદીયોહેય ને તીયણે રાજાહેય ને ઇઝરાયલી માણાહાય મારે વિષે કઈ હાકા તીયે રીતે મારે સેવા કરે તીયા હારૂ માયે તીયાણે પસંદ કદો હા. 16 . હાય જાતે જ તીયાણે કહી કા માણાહાય મારે વિષે કણે હારૂ તીયાણે ખણીવાર આઠીવવા પળી." 17 . એટલે અનાન્યા ગો. ને જીયે શાઉલ હોતનો તી ખર હેદી કાયળા પુઠી, તો તીયામાં ગો.પુઠી જેવો તો શાઉલને મીલ્લો, કા તરાતુ જ તીયે તીયાણે હાથ તીયા પાર મૂક્ચા.ને તીયે કય, "ફાહાવ શાઉલ, પ્રભુ ઇસુએ પોતે જ માને તોરે પાહી આવણે હૂકમ આપ્ચો હા.જીયા તુ દમસ્કણે રસ્તે મુસાફરી કરી રયનો તીયા તુને જો દેખાયનો તો તોજ હા. તીયે માને તોરે પાહી મોકીન્યો હા કા તુ પાછો દેખતો હોવે ને પવિત્રઆત્માણે પૂરા કાબૂમાં આવે. 18 . તરાતુજ માછનાણે ફિંગળા જેવ કાંઈક શાઉલણે ડોલાહામાંથી પયળ, ને તો પાછો હેદી હકશો. પુઠી તો ઉઠ્ઠો ને બાપ્તિસ્મા પામ્યો. 19 . શાઉલે થોળક ખાદ પુઠી, તો પાછો મજબૂત હોવો. શાઉલે દમસ્કણે બીજા વિશ્વાસીહોય હારી થોળાક દિહી ૨યો. 20 . તીયા હારી જ તીયે યહૂદી સભાસ્થાનોમાં ઇસુ વિષે પ્રચાર કરવાણ ચાનુ કદ. તીયે તીયણાહાય કય કા ઇસુ ઈશ્વરનો ડિકરોહો હા. 21 . બદે માણાહે જીયણાહાય તીયાણે પ્રચાર કરતાં ઉનાયો તીયણા બદાહાય નવાઈ લાગી.તીયણેમાંણે કતરેક કતને, આપળે ફાયગેહેજ વિશ્વાસ કરી હકશે કા ઓ હોજ માણાહું હા જો યરૂશાલેમમાંણા યહૂદીયોહેય હેરાન કર્તનો ને જો તીયણાહાય કેદી બનાવીને યરૂશાલેમાં મુખ્ય યાજક પાર નેઈ જાવાણો હોતનો !" 22 . ફણ ઈશ્વરે શાઉલને હિંમત આપી કા તો ખણા માણાહાય ખાતરી આપીને પ્રચાર કરી હકે.તો શાસ્ત્રમાંથી સાબિત કર્તનો કા ઇસુ હો ખ્રિસ્ત હા. એટલે તો જી કતો હા તી કેવી રીતે ખોટ પાળવ તી દમસ્કમાંણા યહૂદી આગેવાને વિચારી હકશા કાયની. 23 . થોળા સમય પુઠી, યહૂદી આગેવાનોહેય તીયાણે મારી નાખવાણી ચાલ બનાવી. 24 . દિહાણે ને રાતીણે વખાતે યહૂદીયો હૈરાણે બારામાંથી જાતા માણાહાય કાયમ થીયાન રાખતાના. જેહે કરીને શાઉલ દેખાય તીયા તીયાણે મારી નાખાત. જોકા કોઈકે શાઉલણે કઈ દેદન કા તીયણાહાય તીયાણે મારી નાખવાણી યોજના બનાવી હા. 25 . એટલે કતરેક માણાહે જીયણાહાય તીયે ઇસુ પાર વિશ્વાસ કરને દોરીને તી એક રાતે તીયાણે હૈરાણે ખેરતીની તે ઊંચી પથરાણે દિવાલ પાર નેય ગયે. દિવાલમાંણા કાંણામાંથી મોટા ટોપનામાં તીયણાહાય તીયાણે દોડા કરીન નીચે ઉતાયરો. ઇયે રીતે તો દમસ્કમાંથી નાહી છૂચ્ટો. 26 . જીયા શાઉલ યરૂશાલેમમાં આવી પહોંચ્યો, તીયા તીયે બીજા વિશ્વાસીયોહેય મીલવાણી કોશિશ કદી. જો કા, તીયણેમાંણા બદાહાય તીયાથી બીવાણ ચાનુ રાખ્શ, કેહેકા તી વિશ્વાસ કરી હકશે કાયની કા તો વિશ્વાસી બન્યા. 27 . ફણ બાર્નાબાસ તીયા પાહી આવો ને તીયાણે પ્રેરિતો પાહી નેય ગયા. તીયે પ્રેરિતોહોય કય કા, જીયા શાઉલ દમસ્કણે રસ્તા પાર મુસાફરી કરી રયનો તીયા તીયે પ્રભુ ઈસુણે દેખ્શો ને કેવી રીતે પ્રભુએ તીયા હારી વાત કદી. તીયે તીયણાહાય ભી કય કા કેવી રીતે શાઉલે દમસ્કણે માણાહાય હિંમતથી ઇસુ વિષેણો પ્રચાર કદો. 28 . એટલે આખા યરૂશાલેમમાં શાઉલે પ્રેરિતોહેય ને બીજા વિશ્વાસીહોય મીલવાણ ચાલુ રાખ્શ. ને હિંમતથી તો લોકોહે પ્રભુ ઈસુ વિષે કતનો. 29 . યહૂદી કા જી ગ્રીક ભાષા બોનતેને તીયણાહાય ભી શાઉલ ઇસુ વિષે કતનો. ને તીયણેહારી વાતચીત કરતોનો. ફણ તી કાયમ એવ વિચારતેને કા તી તીયાણે કેવી રીતે મારી નાખવામાં આવે. 30 . જીયા બીજા વિશ્વાસીયોહે હી જાયણ કા તે તીયાણે મારી નાખવાણી યોજના કર્તના, તીયા કતરેક શાઉલને કાઇસારિયા હૈરા ફણી નેય ગયે. તીંયે તીયણાહાય તીયાણે એક વહાણ જી તીયાણે તાર્સસ હૈરા ફણી જાતન તીયામાં બેહાયળો. 31 . એટલે વિશ્વાસીયોહે ટોલ આખા યહૂદીયા, ગાલીલ ને સમરૂનમાં શાંતિથી ૨તનો ,કેહેકા હવે તીયણાંહાય હેરાન કરવા વાલે કોઈ કાયની હોતન. પવિત્રઆત્મા તીયણાહાય શક્તિ આપતોનો ને ઉત્તેજન આપતોનો. તી કાયમ પ્રભુ ઈસુણે માન આપતેને. ને પવિત્રઆત્મા બીજા ખણા માણાહાય વિશ્વાસી હોવણે હારૂ શક્તિથી ભરપૂર કર્તનો. 32 . જીયા પિતર તીયા બદા વિસ્તારોમાંથી પ્રાવાસ કર્તનો તીયા એકવાર એવે વિશ્વાસી કા જી દરિયા કાંઠાણો વિસ્તાર નોદમાં રતને તીયણે મુલાકાત નેણે ગો. 33 . તીયે એેનિયસ નામણા એક માણાહાણે મીલ્લો, એનિયસ તીયાણે પથારીમાં ઉબો રાખી હકતોનો કાયની. કેહેકા તીયાણે આઠ વરહાથી લકવો હોવનો. 34 . પિતરે તીયાણે કય, "એેનિયસ, ઇસુ ખ્રિસ્ત તુને હારો કરતો હા. ઉબો રાખ. ને તોરે પથારી ખળી વાલ. તરાતુજ એનિયસ ઉબો રાખો. 35 . મોટા ફાગણે માણાહે જી લોદમાં ને શારોનણે મેદાનમાં રતને તી માણાહાય પ્રભુએ એનિયસણે હારો કદો તીયા પુઠી દેખ્શો. એટલે તીયણાહાય પ્રભુ ઇસુમાં વિશ્વાસ કદો. 36 . જોપ્પા હૈરામાં એક વિશ્વાસી હોતની જીયેણે નામ તબીથા હોતન. ગ્રીક ભાષામાં તીયેણે નામ દરકાસ હોતન. ગરીબ માણાહાય તીયણે જરૂરિયાતણી વસ્તુ આપીને તે કાયામ હારે કામે કર્તની. 37 . જીયા પિતર લોદમાં હોતનો તીયા સમયે તે માંદી પળી ને મરી ગોય. તીયણે કતરેક ડોહોન્ને યહૂદી રિવાજ પ્રમાણે તીયેણે શરીરને ઉઘલાવય. પુઠી તીયણાહાય તીયેણે નુંગળાહામાં વેટીન તીયેણે ખરના ઉપારના ગાલામાં મૂક્ય. 38 . લોદ જોપ્પા હૈરાણે મેરે હોતનો , એટલે જીયા શિષ્યોહેય ઉનાય કા પિતર આજુ લોદમાં હા,તીયા તીયણાહાય બે માણાહાય પિતર પાર મોકીન્યે . પિતર જીયે હોતનો તીયે તે આવી પહોંચ્ચો તીયા તીયણાહાય તીયાણે આજીજી કદી કા," મેરબાની કરીને મારે હારી જોપ્પા આવ." 39 પિતર તરાત તીયાર હોવો ને તીયણે હારી ગો. જીયા તો જોપ્પામાં તીયા ખરમાં આવો.તીયા તે તીયાણે ઉપારના ગાલામાં જીયે દરકાસણે શરીર જીયે મુકીન તીયે નેય ગયા.બદી જ વિધવા તીયે તીયેણે આહીપાહી હોતની. તે રળચેન્ને ને જે ઝભ્ભા ને બીજે નુંગળે દરકાસ આજુ જીવતી હોતની તીયા લોકોહે હારૂ બનાવતીની તી તીયણાહાય દેખાળતીની. 40 . ફણ પિતરે તીયા બદાહાય ઓરડામાંથે બાયરે કાળી મૂક્યે. પુઠી તીયે ખૂંટણે પળીને પ્રાર્થના કદી. પુઠી તીયેણે શરીર ફણી ફિરીને તીયે કય," તબીથા, ઉબી રાખ!" 41 .તીયે તીયેણે એક હાથ થયરો ને ઉબ રાખવામાં મદદ કદી. પુઠી તીયે વિશ્વાસુહોય તેહે જ જે વિધવાઓ હોતીન્ને તીયણાહાય પાછ અંદર હાજ્જે. તીયે તીયણાહાય દેખાળીય કા તે પાછી જીવતી હોવી હા. 42 . તરાતુજ જોપ્પામાં રનારા માણાહાય તીયા ચમત્કાર વિષે જાયણ, ને તીયાણે પરિણામ રૂપે ખણા માણાહાય પ્રભુ ઇસુમાં વિશ્વાસ કદો. 43 . જોપ્પામાં સિમોન નામણો માણાહું કા જી પ્રાણીયોહેય ચામળામાંથ ચામળ બનાવતોનો તીયાણે ખર પિતર ખણા દિહી ૨યો.