1 . એક માણાહું જી કાઇસારિયા હૈરામાં ૨તન તીયાણે નામ કર્નેલ્યસ હોતન. તો અધિકારી હોતનો જો ઇટાલીણે રોમન સૈનિકોહે સો માણાહાય મોટા ટોલાણે હૂકમ આપતોનો. 2 . તો કાયમ ઈશ્વરને પસંદ પળે તેવ કામ કર્તનો. ને તીયાણે ખરને બદે જ વિનયહૂદી હોતને જી ઈશ્વરને ભજન કરને ટેવાયને હોતને. તો ખણીવાર ગરીબ યહૂદી માણાહાય મદદ કરને પયાહા આપતોનો. ને તો ઈશ્વરની પ્રાર્થના નિયમિત કર્તનો. 3 . એક દિહી બોપરેહે આશરે તીન વાગે કર્નેલ્યસે એક દર્શન હેજ્જ. તીયે હાજજી રીતે એક દુતણે દેખ્શો કા જીયાણે ઈશ્વરે મોકનીનો. તીયે દુતણે તીયાણે ઓરડામાં આવતો દેખ્શો જો તીયાણે કતનો, " કર્નેલ્યસ!" 4 . કર્નલ્યસ તીયા દુતણે હેદી ૨યો ને ખાભરાયો. પુઠી તો બીયો ને પૂચ્છ, "સાહેબ, તુને કાજા જોચ્ત હા?" ઈશ્વર પારથી મોકનીના તીયા દૂતે તીયાણે જવાબ આપ્ચો, "તુયે ઈશ્વરને પ્રસન્ન કદો હા. કેહેકા તુ નિયમિત રીતે તીયાણે પ્રાર્થના કરતો હા. ને તુ ખણીવાર ગરીબ માણાહાય મદદ કરને પયાહા આપતો હા. તે બદી બાબતે ઈશ્વર હારૂં યાદગીરીણે અર્પણ જેવી હા. 5 . એટલે હવે કોઈક માણાહાણે જોપ્પા જાવાણો હૂકુમ કર ને તીયાણે ક કા સિમોન નામણો માણાહું જીયાણે બીજ નામ પિતર હા તીયાણે પાછો નેઈ આવે. 6 . તો જીયા હારી રતો હા, તીયાણે નામ ભી સિમોન હા. જો ચામળ બનાવતો હા. તીયાણે ખર દરિયાણે પાંહી હા." 7 . જો દુત કાર્નેલ્યસ હારી વાત કરી રયનો તો ગો તીયા, તીયે તીયાણે ખરમાં કામ કર્તા બે ચાકારેહેય ને એક સૈનિક જો તીયાણે સેવા કર્તનો, તો ભી ઈશ્વરને ભજન કર્તનો તીયણાહાય હાજ્જા. 8 . દુતે તીયાણે જી કયન તી બદ તીયે તીયણાહાય હમજાવ્યાં પુઠી તીયે તીયણાહાય કય કા જોપ્પા હૈરામાં જાઇને પિતરને કાઇસારિયા આવણે કયા. 9 . બીજે દિહી આશરે બોપરેહે વેલે તીન માણાહે રસ્તાણે મુસાફરી કરીન જોપ્પા આવી પહોંચ્ચ્યા. તે જોપ્પા પહોંચ્ચી ૨યના તીયા, પિતર ખરને થાભા પાર પ્રાર્થના કરને ગો. 10 . તો ફૂંકો હોવો ને તીયાણે કાંઈક ખાવાણી ઇચ્છા હોવી. જીયા કતરેક માણાહે ખાવાણ બનાવી ૨યને તીયા, પિતરે એક દર્શન હેજ્જ. 11 . તીયે આકાશ ઉગળીને દેખ્શ ને મોટી ચાદર જેવ કાંઈક જમીન પાર નીચે ઉતીયર.ને તીયાણે ચાર ખૂણા ઉપારને પાહી હોતના. 12 . તીયે ચાદરમાં બદી જ જાતણે સજીવે હોતને. તીયણેમાં મૂસાણે નિયમ પ્રમાણે યહૂદીયોહેય જીયાણે ના પાળવામાં આવીની તેવે પ્રાણીઓ ને ચીળે સામીલ હોતને. કતરાહેકે ચાર પાગ હોતના. ને બીજે જંગલી ચીળે હોતને. 13 . પુઠી તીયે ઈશ્વરને તીયાણે કતા ઉનાયો "પિતર ઉબો રાખ. તીયામાંણા કતરાહેકે મારીને ખા !" 14 . ફણ પિતરે જવાબ આપ્ચો, "પ્રભુ હાચુજ તુ ની ઈચ્છે કા હાય તી કર, કેહકા આપળે યહૂદી નિયમ પ્રમાણે જીયાણે મનાઈ હા તી માણે ખાતે કાયની ને તી આપળે કોઈ દિહી ખાવ જ ની જોજે !'' 15 . પુઠી પિતરે બીજી વાર ઈશ્વરને તીયા હારી વાત કરતાં ઉનાયો. તીયે કય, "હાય ઈશ્વર હામ, એટલે માયે જી બનાવય હા તી ખાણે હારૂ મનાઈ કાયની, એટલે હવે કતો નખે કા તીયાણે ખાણે હારૂ મનાઈ હા !" 16 એવ તીન વાર હોવ. તીયા પુઠી તરાતુ જ તી પ્રાણીઓ ને ચીળાહી વાલી ચાદર આકાશમાં પાછી ઉચકાઈ ગોઈ. 17 . જીયા પિતર તી દર્શન કાજા હોતન તી હમીજવાણી કોશિશ કરી રયનો તીયા, કર્નેલ્યસે જી માણાહે મોકનીને તી આવી પહોંચ્ચે. તીયણાહાય લોકોહે પૂચ્છ કા સિમોનણે ખર કાંથ જાવાય. પુઠી તીયણાહાય તીયાણે ખર હેદી કાયળ ને બારાણે બાયરે ઉબા ૨યા. 18 . તીયણાહાય હાદીને પૂચ્છ કા, સિમોન જીયાણે બીજ નામ પિતર હોતન તો તીયે ૨તનો કા કેહે. 19 . જીયા પિતર આજે તી દર્શન કાજા હોતન તી હમજીવાણી કોશિશ કરી રયનો તીયા ઈશ્વરને આત્માએ તીયાણે કય, ઉનાજે! ઇયે તીન માણાહે હા જી તુને મિલ્ને માંગતે હા. 20 . એટલે ઉબો રાખ ને નીચે તીયાણે હારી જા ! તીયણે હારી જાવા જોજે કા ની હેવ વિચારતો નખે. કેહેકા માયે તીયણાહાય ઈયે મોકીન્ના હા." 21 . એટલે પિતર તીયણે પાહી તીયે નીચે આવો ને તીયણાહાય કય, "સલામ! તુમે જીયા માણાહાણે હેત્તા હા તો હાય જ હામ. તુમે કાજા કરને આવા હા?'' 22 . તીયણાહાય જવાબ આપ્ચો, " કર્નેલ્યસ, જો રોમન અધિકારી હા. તીયે આમહાય ઈયે મોકીન્ના હા. તો હારો માણાહું હા. જો ઈશ્વરને ભજન કર્તો હા. ને બદે જ યહૂદી જી તીયાણે જાણતે હા તી તીયાણે વિષે કતે હા કા તો હારો માણાહું હા. એક દૂતે તીયાણે કય, કોઈકા માણાહાણે ક કા જોપ્પા જાઇને સિમોન પિતરને મીલે ને તીયાણે ઇયે હાદી નાવે, એટલે તો તુને જાણાવી હકે કા તીયાણે કાજા કવ હા." 23 . એટલે પિતરે તીયણાહાય ખરમાં હાજ્જા ને તીયણાહાય કય કા આજે ૨ઇ પળા. બીજે દિહી પિતર તીયાર હોવો ને તો તીયા માણાહાય હારી ગો. જોપ્પામાંથી કતરેક વિશ્વાસી બી તીયા હારી ગયે. 24 . બીજે દિહી તે કાંઈસારિયા હૈરામાં આવી પૂંગા. કર્નેલિયસ લિયસ તીયણે વાટ હેદી ૨યનો.તીયે તીયાણે કુંટુંબવાલાહાય ને મેરીણા દોસ્તારેહેય ભી તીયે હાદીના. એટલે તી ભી તીયે તીયાણે ખરમાં હોતને. 25 . જીયા પિતર ખરમાં આવો તીયા કાતીયાણે મીલ્લો ને તીયાણે હંબો નીચો નમીને તીયાણે ભજન કદ. 26 . ફણ પિતરે કર્નેલ્યસણો હાથ થરીને તીયાણે હારી રીતે ઉબો રાખાયળો. તીયે કય, "ઉબો રાખ! મારે હોબો નમીને મારે ભજન કર્તો નખે! હાય પોતે હો તોરે કાણી માણાહું જ હામ!" 27 . પિતર જીયા કર્નેલ્યસ હારી વાત કર્તનો તીયા, તો ને તીયા હારીણે બીજે ખરમાં ઉરાયે તીયા તીયણાહાય દેખ્શ કા ખણે બદે માણાહે તીયે ફેગે હોવે હા. 28 . પુઠી પિતરે તીયણાહાય કય, "તુમે બદે જાણતે હા કા આપળેમાંણે કોઈ યહૂદી જી બિનયહૂદી આહાય આથહાણે વંશજ હોય તીયણે હારી સંબંધ રાખે ને તીયણે ખર જાય તો આપળે યહૂદી નિયમોહેય માનતે કાયની એવ વિચારાત. જો કા ઈશ્વરે માને દર્શનમાં દેખાળીય હા કા મારે કોઈણે અશુદ્ધ કા બદનામ કવ જોજે ની. કેહેકા ઈશ્વર તી માનતો કાયની. 29 . એટલે જીયા માને હાંદણે હારૂ તુમાહાય કતરાક માણાહાય મોકિન્ને તીયા, હાય બાઅન કાયળા વગાર ઈયે આવો. એટલે મેરબાની કરીને માને કયા, તુમાહાય માને કાજા કરને હાદાવયો?" 30 . કર્નેલ્યસે જવાબ આપ્ચો, "તીન દિહી પેલા આશરે ઇયા સમયે જેહે હાય બોપુર પુઠી તીન વાગે નિયમિત કરતો હામ તેહે મારે ખરમાં ઈશ્વરની પ્રાર્થના કર્તનો. અચાનક એક માણાહું કા જીયે ઉજલે નુંગળે પેરીને હોતને તીયા હાબો આવીને ઉબો ૨યો ને કય. 31 . કર્નેલ્યસ, ઈશ્વરે તોરે પ્રાર્થના ઉનાઈ હા. તીયે ઈ બી થીયાન નેદ હા કા તુ ખણીવાર ગરીબ માણાહાય પયાહા આપીને મદદ કરતો હા. ને તો તીયાથી પ્રસન્ન હા. 32 . એટલે હવે, સિમોન કા જીયાણે બીજ નામ પિતર હા તીયાણે ઇયે હાદી નાવણે હારૂ જોપ્પા હૈરામાં માણાહે મોકુન. તો સિમોન કા જો ચામળ બનાવતો હા, તીયાણે દરિયા પાહીણા ખરમાં ૨તો હા." 33 . એટલે માયે તરાતુજ કતરાક માણાહાય તુને હાદણે હારૂ મોકિન્ને, ને તુ આવો એટલે હાય તોરે હાચુજ બો આભાર માનતો હામ. હવે આપળે જાણતા હામ કા ઈશ્વર આપળે હારી હા.ઈશ્વરે તુને જે આજ્ઞા આપી હા તે બાબતે ઉનાણે હારૂ આપળે બદે ઈયે ફેગે હોવે હામ.એટલે હવે મેરબાની કરીને આમારે હારી વાત કર. 34 . એટલે પિતરે તીયાણે હારી વાત કરવાણ ચાનુ કદ. તીયે કય, "હવે હાય હમજીયો કા હી હાચ હા કા ઈશ્વર કોઈ ચોક્કસ પ્રકારના માણાહાણે ટોલાણે તરફેણ કરતો કાયની. 35 . તીયાણે બદલે માણાહામાંથી જી તીયાણે માન આપતે હા ને તીયાણે પસંદ પળે તેવ કરતે હા તીયા બદાહાય તો હાદતો હા. 36 . ઇઝરાયલીયોહો ઈશ્વરે આપણાહાય જો સંદેશો મોકીન્યો તો તુમે જાણતે હા.ઇસુ ખ્રિસ્તે જી કદ હા તીયા હારા સમાચારને લીદે માણાહાય તીયામાં શાંતિ મીલી, તી તીયે આપળાહાય દેખાયળ હા. ઓ ઈસુ ખાલી ઇઝરાયલીયોહે જ ઈશ્વર કાયની. તો પ્રભુ હા કા જો બદા માણાહા પાર રાજ કરતો હા. 37 .ગાલીલથી માંડીને, યહૂદીયાણે જમીન હૂદી તીયે જી કદ તી તુમે જાણતે હા.યોહાને માણાહાય બાપ્તિસ્મા આપતા પેલા તીયણે પાપી સ્વભાવથી પાછ ફિરવા સંબંધી દેખાળીય તીયા પુઠી તીયણાહાય એહે કરવાણ ચાનું કદ. 38 . તુમે જાણતે હા કા ઈશ્વરે ઇસુણે કા નાસરેથ નગરનો હોતનો તીયાણે પવિત્રઆત્માથી અભિષેક કદો. ને તીયાણે ચમત્કાર કરવાણી તાકાત આપી. તુમે જાણતે હા કા કેવી રીતે ઇસુ ખણી જાગાએ જાતનો. કાયામ હારે કામે કરતોનો ને માણાહાય હારે કરતોનો. ઈસુ હેવી બદી બાબતે કરી હકશો. કેહેકા ઈશ્વર કાયમ તીયાણે મદદ કર્તનો. 39 . "યરૂશાલેમમાં ઇઝરાયલ જીયે તો ૨યો તીયે દરેક જાગે ઇસુએ જી કદ તી આપળે બદાહાય દેખ્શ હા. તીયાણે વિરોધીહીય તીયાણે નાકળાણે વધસ્તંભ ઉપાર ખીના ઠોકીને મારી નાખ્શો. 40 . તો મરી ગો પુઠી ઈશ્વરે તીયાણે તીજે દિહી પાછો જીવતો કદો. ને તીયે એ ખાતરી રાખી કા તો જીવતો હોયા પુઠી ખણે માણાહે તીયાણે હેદાત. માણાહાય ખાતરી હોતની કા તો મરી ગો હા. ને હવે તીયાણાહાય તીયણે ડોલેહે હેજ્જ હા. ને તી ખાતરીથી માનતે હા કા તો પાછો જીવતો હોવો હા. 41 .ઈશ્વરે તીયાણે પાછો જીવતો કયરા પુઠીણા શરૂઆતણા દિહીમાં જીયણાહાય તીયા હારી સમય કાળીનો તે તીયા હારી ખાવાણ ખાદન, ખાલી તીયા માણાહા સિવાય ઈશ્વરે બદાહાય તીયાણે દર્શન હોવા દેદ કાયની. 42 . ઈશ્વરે આપળાહાય હૂકુમ આપ્ચો હા કા આપળે માણાહાય ઉપદેશ આપ્ચે ને તીયે આપળાહાય તીયણાહાય કણે કય હા કા તીયે ઇસુણે એક દિહી બદાહાય ન્યાયાદીશ રીતે નીમ્યો હા. તો દિહી નક્કિ આવી. જી આજુ જીવતે હા. ને બીજે જી તીયા સમય પેલા મરી ગયે હા. તીયા બદાહાય નીયાય કરી. 43 . બદા જ પ્રબોધકો જીયણાહાય લાંબા સમય પેલા માણાહાય તીયા વિષે નખ્શ હા.તીયણાહાય નખ્શ હા કા જીયણાહાય તીયામાં વિશ્વાસ કદો હા, તીયણાહાય પાપ કદા હોય તે ઈશ્વર માફ કરી. કેહેકા હીયા માણાહા ઇસુએ તીયણે હારૂ હી કદ હા. 44 . જીયા પિતર આજુ એ શબ્દો બોની રયનો તીયા એકાએક બદે માણાહે જી બીજા દેશોણે હોતને તે હો સંદેશ ઉનાતને તીયણે પાર પવિત્રઆત્મા ઉતરી આવો. 45 . ઈશ્વરે બીજા દેશણા માણાહાય ભી ઉદારતાથી પવિત્રઆત્મા આપ્ચો તી હેદીની જી યહૂદી વિશ્વાસી જોપ્પાથી પિતર હારી આવીને તી નવાઈ પાંમ્ને. 46 . યહૂદી વિશ્વાસીયોહે જાયણ કા હી ઈશ્વરે કદ હા. કેહેકા તીયે તીયા માણાહાય અન્યભાષામાં જી તી હીખીને કાયની તીમાં બોનતા ને ઈશ્વર કતરો મહાન હા એવ કઅતા ઉનાયે. 47 . પુઠી તીયે જી બીજે યહૂદી વિશ્વાસી હોતને તીયણાહાય પિતરે કય, "ઈશ્વરે આપળે યહૂદી વિશ્વાસીયોહે જેહેજ તીયણાહાય ભી પવિત્રઆત્મા આપ્ચો હા. એટલે તુમે બદે ચોક્કસ માની જાહા કા આપળે ઈયા માણાહાય બાપ્તિસ્મા આપવ જોજે!" 48 .પુઠી પિતરે તીયા બિનયહૂદી માણાહાય કય કા તુમારે ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાણે રીતે બાપ્તિસ્મા પામવ જોજે. બાપ્તિસ્મા પામ્યા પુઠી, તીયણાહાય પિતરને આજીજી કદી કા તો તીયણે હારી થોળા દિહી ૨ય. એટલે પિતર ને બીજા યહૂદી વિશ્વાસીયોહે હીયા પ્રમાણે કદ.