અધ્યાય ૧૧

1 . પ્રેરિતો તેહેજ બીજે વિશ્વાસી જી યહૂદીયા પ્રદેશણે જુદા જુદા ગામળાહામાં ૨તને તીયણાહાય, માણાહાય કઅતા ઉનાયે કા ક્તરેક બિનયહૂદી માણાહાય ભી ઈશ્વરના ઇસુ વિષેણા સંદેશા પાર વિશ્વાસ કદો હા. 2 . ફણ પિતર કાઈસારિયાથી પાછો આવો તીયા, તીયે યરૂશાલેમમાં ક્તરેક યહૂદી વિશ્વાસી તીયાણે મિલ્લે ને તીયાણે ટીકા કદી. તી ઈચ્છેતેને કા ઇસુણે બદે માનનારાહાય સુન્નત કરવામાં આવે. 3 . તીયણાહાય તીયાણે કય, "તુ સુન્નત વગરના યહૂદીયોહે ખર જાતો હા, અતરજ કાયની, ફણ તુ તીયણે હારી ખાતો ભી હા!" 4 . એટલે પિતરે હાચેહાચ બનીન તી તીયણાહાય કવાણ ચાનું કદ. 5 . તીયે કય, "હાય જોપ્પા હેરામાં મારે મેલે પ્રાર્થના કરી રયનો તીયા માને એક દર્શન હોવ. માયે દેખ્શ કા એક મોટી ચાદર ચારે ખૂણેથી લટકાવીની આકાશમાંથી ઉતરી આવી. ને હાય જીયે હોતનો તીયે નીચે તે આવી. 6 . હાય જીયા થીયાનથી તીયેમાં હેદી ૨યનો તીયા, માયે કતરેક પાલતે પ્રાણી ને ક્તરેક જંગલી પ્રાણી, હાપલે ને જંગલી ચીળે બી દેખ્શે. 7 . પુઠી માયે ઈશ્વરને માને હૂકુમ આપતા ઉનાયો, પિતર, ઉબો રાખ, મારીન તીયણાહાય ખા!" 8 . ફણ માયે જવાબ આપ્ચો, પ્રભુ તુ હાચુજ હેવ ઈચ્છે ની કા હાય તીયા પ્રમાણે કર, કેહેકા આપળે નિયમમાં જી ખાવાણી મનાઈ હા તી કોઈ દિહી માયે ખાદ કાયની! 9 . ઈશ્વરે આકાશમાંથી બીજી વાર માને તી કય, હાય ઈશ્વર હામ, એટલે માયે જી બનાવ્યા હા તી ખાણે હારૂ સ્વીકારાયન હા. એટલે એહે કતો નખે કા તી ખાણે હારૂ સ્વીકારાયને કાયની." 10 . હે જ બાબત બીજી બે વાર બની. ને પુઠી બદે પ્રાણી ને ચીળાહાવાલી તે ચાદર આકાશમાં પાછી ઉચકાઈ ગોઇ. 11 . તીયે જ વખાતે, હાય જીયે રતનો તીયે કાંઇસારિયાથી મોકનીના તીન જણા આવી પુંગા. 12 . ઈશ્વરના આત્માએ માને કય કા તે બિનયહૂદી હા તો બી મારે તીયણે હારી જાવામાં આચકાવ ની. મારે હારી છ યહૂદી વિશ્વાસી ભી કાંઇસારિયા આવે. ને પુઠી આમે તીયા બિનયહૂદી માણાહાણે ખર ગયે. 13 . તીયે આમાહાય કય કા તીયે એક દૂતણે તીયાણે ખરમાં ઉબો રાખીનો દેખ્શો. દૂતે તીયાણે કય, કતરાક માણાહાય ક કા તી જોપ્પા જાત. ને તીયે સિમોન કા જીયાણે બીજ નામ પિતર હા તીયાણે ઇયે હાદી નાવાત. 14 . તો તુને કય કા કેવી રીતે તુ ને તોરે ખરને બીજે બદે બચી હકાત." 15 . માયે બોનવાણ ચાનું કદ તીયા, જેવી રીતે પચાસમાણા તહેવાર વખાતે પવિત્રઆત્મા આપળે પાર ઉતરી આવીનો તીયે જ રીતે તો અચાનક તીયણે પાર ઉતરી આવો. 16 . પ્રભુએ જી કયન તી પુઠી માને યાદ આવ. યોહાને પાણીથી તુમારે બાપ્તિસ્મા કદ, ફણ ઈશ્વર તુમારે પવિત્રઆત્માથી બાપ્તિસ્મા કરી. 17 . આપણાહાય ઈસુ ખ્રિસ્ત પાર વિશ્વાસ કદો તીયા પુઠી તીયે આપળાહાય પવિત્રઆત્મા આપ્ચો. તેહેજ ઈશ્વરે તો બિનયહૂદીયોહેય ભી આપ્ચો. એટલે હાય ઈશ્વરને એહે કય હકા ની કા તીયે જીયા પવિત્રઆત્મા તીયણાહાય આપ્ચો તીયા તીયે કાંઈ ખોટ કદ!" 18 . પિતરે જી કય તી યહૂદી વિશ્વાસીયોહે ઉનાય તીયા પુઠી તીયણાહાય તીયાણે ટીકા કરવાણ બંદ કદ. તીયાણે બદલે તીયણાહાય ઈશ્વરની સ્તુતિ કરતાં કય, "તો પુઠી હી ચોખ્ખ હા કા બિનયહૂદીયોહે બી તી પાપી વેવારથી પાછે ફિરાત, તે અનંતજીવન પામાત એટલે તીયણાહાય કબૂલ કદે હા. 19 . સ્તેફન મરી ગો પુઠી ખણા વિશ્વાસીયોહે યરૂશાલેમ છોળી દેદ ને બીજે જાગે ગયે.કેહેકા તી યરૂશાલેમમાં આઠવી હકશે કાયની. તીયણેમાંણે કતરેક ફિનીકિયા ગયે. કતરેક સાયપ્રસ ટાપુ પાર ગયે. ને બીજે અંત્યોખ કા જી સિરિયાણે હેર હોતન તીયે ગયે.તીયે જાગે તી માણહાય ઇસુ વિષેણો સંદેશ કાયમ કતને. ફ્ણ તીયણાહાય ખાલી બીજા યહૂદીયોહે જ તીયા વિષે કય. 20 . કતરેક વિશ્વાસી સાયપ્રસ ટાપુ ને ઉત્તર આફ્રિકાણા કુરેની હૈરાણે માણહે હોતને. તી અંત્યોખ ગયે ને બિનયહૂદી લોકોહે બી પ્રભુ ઇસુ વિષે કય. 21 . તી વિશ્વાસી અસર કરે તેવી રીતે પ્રચાર કરી હકાત તીયા હારૂ પ્રભુ ઈશ્વર તીયણાહાય સામર્થ આપતોનો. તીયાણે પરિણામ રૂપે, બીજા ખણા બિનયહૂદી માણાહાય તીયણે સંદેશા પાર ને પ્રભુ પાર વિશ્વાસ કદો. 22 . યરૂશાલેમ માંણા વિશ્વાસુહોય ટોલાએ માણાહાય કતા ઉનાયે કા અંત્યોખમાં ખણા માણાહાય ઇસુ પાર વિશ્વાસ કદો હા. એટલે યરૂશાલેમમાંણા વિશ્વાસીયોહે આગેવાને બાર્નાબાસણે અંત્યોખ મોકીન્યો. 23 . તો તીયે પુંગો તીયા, તીયે અનુભવ કદો કા ઈશ્વર વિશ્વાસીયોહે ફણી ફલાઈથી વર્તીયો હા.એટલે તો ખણો ખુશ હોવો, ને વિશ્વાસીયોહોય પ્રભુ પાર કાયમ વિશ્વાસ કરને તીયે હિંમત આપી. 24 . બાર્નાબાસ ફલો માણાહું હોતનો. જો પવિત્રઆત્માણે કાબૂમાં હોતનો. તો ઈશ્વર પાર પૂરો વિશ્વાસ રાખતોનો. બાર્નાબાસે જી કદ તીયાણે લીદે, તીયણા ખણા માણાહાય પ્રભુ ઈસુ પાર વિશ્વાસ કદો. 25 . પુઠી બાર્નાબાસ શાઉલણે હેદણે હારૂ તાર્સસ હૈરામાં ગો. 26 . તીયાણે હેદી કાયળા પુઠી, બાર્નાબાસ તીયાણે નેઇને વિશ્વાસીયોહે હિખીવણે મદદ કરને અંત્યોખ પાછો આવો. એટલે આખા એક વરાહા હુદી બાર્નાબાસ ને શાઉલ નિયમિત રીતે તીયણી મંડળીણે મિલ્લા ને મોટી સંખ્યામા માણાહાય ઇસુ વિષેણ શિક્ષણ આપ્ચ. શિષ્યોહેય પેલી વાર અંત્યોખમાં ખ્રિસ્તી કવામાં આવે. 27 . બાર્નાબાસ ને શાઉલ અંત્યોખમાં હોતના તીયે વખાતે કતરાક વિશ્વાસી જી પ્રબોધકો હોતના તે યરૂશાલેમથી તીયે આવા. 28 . તીયણેમાંથી આગાબસ નામે, એક જણો બોનને હારૂ ઉબો રાખો. ઈશ્વરના આત્માએ તીયાણે પ્રબોધ કરને હારૂ શક્તિ આપી કા પાહીણા વખાતે ખણા દેશોમાં કાલ પળી, ( ક્લોડિયસ જીયા રોમન શાસક હોતનો તીયા હો કાલ પયળો.) 29 . આગાબાસે જી કયન તી જીયા તીયણા વિશ્વાસીયોહે ઉનાય તીયા, તીયણાહાય નક્કિ કદ કા જી વિશ્વાસી યહૂદીયામાં રતે હા તીયણે મદદ કરને હારૂ તી પયાહા મોકની.તીયણેમાંણા બદાહાય નક્કિ કદ કા તી જતરા આપી હકાત તતરા વદારે પયાહા આપી. 30 . તીયણાહાય યરૂશાલેમણાં વિશ્વાસીયોહેય આગેવાનો પાર નેઈ જાણે હારૂ બાર્નાબાસ ને શાઉલને તે પયાહા આપ્ચા.