અધ્યાય ૭

1 . પુઠી મુખ્ય યાજકે સ્તેફનણે પૂચ્છ," હિ માણહે તોરે વિષે જે બાબતે કતે હા તે હાચી હા કા?" 2 . સ્તેફને જવાબ આપ્ચો," હારિણા યહુદીઓ હેય ને આગેવાનો, મેરબાની કરીને મારે ઉનાયા !આપળે પૂર્વજ ઇબ્રાહિમ હારાન હેરામાં આવો તીયા પેલા, તો આજુ મેસોપોટેમીયાણે વિસ્તારમાં રતનો તીયા મહિમાવાન ઈશ્વર જીયાણે આપળે ફજન કર્તે હામ તીયે તીયાણે દર્શન આપ્ચ. 3 . ઈશ્વરે તીયાણે કય, 'તુ ને તોરે હગાવાલે જીયે જાગે રતે હા તી છોળી દેયા, ને હાય તુને જો જાગો દેખાળ તીયે જા." 4 . એટલે ઇબ્રાહિમ તીયે જાગેથો નીકલી ગો, જો ખાલદીયોહોય દેશ ભી કવાતનો, ને હારાનમાં આવી પહોંચ્ચો ને તીયે ૨યો. તીયાણે આથહાણે મયરા પુઠી, ઈશ્વરે તીયાણે ઇયે જાગે આવણે કય જીયે તુમે આમુ રતે હા. 5 . તીયા સમયે ઈશ્વરે ઈબ્રાહિમણે કોય જાગો વતન રીતે આપીનો કાયની. જાગાણે નાનો ટૂકળો બી કાયની. ફણ ઈશ્વરે તીયાણે વચન આપ્ચ કા પુઠીથી તો તીયાણે વંશજોહેય જાગો આપી. જો કાયમ તીયાણે ૨ય. જો કા તીયા સમયે ઇબ્રાહિમણે કોઈ બાળક કાયની હોતન કા જીયાણે ઓ વારસો મીલે. 6 . પુઠી ઈશ્વરે ઇબ્રાહિમણે ય, તોરે વંશજ વિદેશમાં જાય ને તીયે ૨ય. ને તીયે ચારહે વરહા હૂદી ૨ય, ને તીયા સમય દરમ્યાન તીયણા આગેવાનો તોરે વંશજોહેય હારી ખરાબ વર્તન કરી ને તીયણાહાય ગુલામેહેય જેવ કામ કરને દાબાણ કરી. 7 . ફણ તીયણાહાય ગુલામ બનાવનારા માણાહાય હાય સજા કરીહી. તીયા પુઠી તોરે બાપદાદા તીયા જાગાણે છોળી દેય, ને તે ઇયે જાગે પાછા આવી ને મારે ભજન કરી. 8 . પુઠી ઈશ્વરે આજ્ઞા આપી કા તે ઈશ્વરને હા એવ દેખાળને હારૂ ઇબ્રાહિમણે ખરના બદા જ પુરુષો તેહે જ તીયાણે વંશજોમાંણા બદા જ પુરુષોહાય સુન્નત કરાવવાણી. ઇબ્રાહિમણે ડિખરોહો ઇસહાક જનમીયો પુઠી, જીયા તો આઠ દિહીણો હોતનો તીયા તીયે તીયાણે સુન્નત કદી. પુઠી ઇસહાકણો ડિખરોહો યાકૂબ જનીમયો.યાકૂબ તે બાર માણહે જીયાણે યહૂદીઓ પૂર્વજો કા પિતાઓ કતે હા, તીયણે બાપો હોતનો. 9 . તુમે જાણતે હા કા યાકૂબણે મોટા ડિખરાહોયે નાંદળા ડિખરાહાણે અદેખાઈ કદી. કેહેકા તીયણે બાપો નાના ડિખરાહા યૂસફણે વદારે પસંદ કરતોનો. તીયણાહાય તીયાણે વેપાયરાહાય વેંચી દેદો. જે તીયાણે મિસરમાં નેય ગયા. જીયે તો ગુલામ બન્યો. ફણ ઈશ્વરે યૂસફણી મદદ કદી. 10 . જીયા બી લોકોહે તીયાણે તકલીફમાં મૂક્ચો તીયા ઈશ્વરે તીયાણે રક્ષણ કદ. તીયે યૂસફણેડહાપણ આપ્ચ. ને ફારૂન, મિસરને રાજાણે યૂસફણે વિષે વિચારવાણી હિંમત આપી.એટલે ફારૂને તીયાણે મિસર પાર તેહેજ તીયાણે બદી મિલકાત પાર અધિકારી રીતે નિમ્યો. 11 . જીયા યૂસફ ઇ કામ કરતોનો. એવો સમય આવો કા મિસરમાં ને કનાનમાં બોજ ઓછ ખાવાણ બચીન. માણહે આઠવી રયને. તીયા સમયે કનાનમાં યાકૂબ ને તીયાણે ડિખરાહાય બી ખાણે પૂરત ખાવાણ કાયની મિલ્તન. 12 . જીયા યાકૂબે માણહા પાહીથી ઉનાય કા, મિસરમાં અનાજ હા કા જીયાણે વેંચાત નેય સકાત હા, એટલે તીયે યૂસફણે મોટા ફાહાવેહેય તી અનાજ વેંચાત નેણે તીયે મોકીન્યા.તે તીયે ગયા ને પૂસફ પાહેથી અનાજ વેંચાત નાવા. ફ્ણ તીયણાહાય તીયાણે ઓલખીયો કાયની. પુઠી તે ખર પાછા આવા. 13 .જીયા યૂસફણે ફાહાવ પાછા મિસરમાં ગયા તીયા, તીયણાહાય પાછ યૂસફ પાહીથી અનાજ વેંચાત નેંદ. ફણ ઇયે વખાતે તીયે તીયણાહાય કય કા તે કિડા હા? ને તીયાણે નેદે ફારૂનને ખબર પળી કા યૂસફણે માણહે હિબ્રુ હા ને કનાનથી જી માણહે આવીને તી તીયાણે ફાહાવ હોતના. 14 . તીયા પુઠી યૂસફે તીયાણે ફાહાવેહેય ખર પાછા મોકની દેદા. તીયણાહાય તીયણે પિતા યાકૂબણે કય કા યૂસફ તીયાણે મીલને માંગતો હા ને તીયણે આખ કુંટુંબ મિસર આવે એહે ઇચ્છતો હા. તીયા સમયે યાકૂબણે કુટુંબમાં પંચોતેર માણહે હોતને. 15 . જીયા યાકૂબે તી ઉનાય તીયા, તો ને તીયાણે કુટુંબ મિસરમાં રણે ગ. તીયા પુઠી યાકૂબ તીયે મરી ગો. ને આપળે બીજા પૂર્વજે, તીયાણે ડિખરાહા બી તીયે મરી ગયા. 16 . તીયણે શરીરોહેય આપળે જમીનમાં પાછે નાવવામાં આવે ને ઇબ્રાહિમે જે કબર હમોરને ડિખરાહા પાહેથી શેખેમ હૈરામાં વેચાતી નેદની તીયે દાટ્યે. 17 . લાંબા સમય પેલા ઇશ્વરે ઇબ્રાહિમણે જી વચન આપીન. તીયા મુજબ ઈશ્વર આપળે પૂર્વજોહેય મિસરમાંથી છોળાવે તીયે હૂદીમાં તીયણે સંખ્યા ખણી વદી ગની. 18 . બીજો એક રાજા મિસરમાં રાજ કરને લાગો. તીયાણે સમય પેલા, યૂસફે મિસરને માણાહાય જે મોટી મદદ કદની તીયા વિષે જાણતોનો કાયની. 19 . તીયા રાજાએ કૃરતાપૂર્વક આપળે પૂર્વજોહેય તીથ કાળી મુકવાણી કોશિશ કદી. તીયે તીયણાહાય દુ:ખ આપ્ચ ને તીયણાહાય વદારે આઠીવવા પયળ. તીયે તીયણાહાય તીયણે નવે જન્મીને બાળકો મરી જાત તીયા હારૂ ખરને બાયરે મૂકી દેવાણ બી હૂકુમ આપ્ચો. 20 . તીયા સમયે મૂસાણે જન્મ હોવો. ને ઈશ્વરે હેજ્જ કા તી હામટ સુંદર બાળક હા એટલે તીયાણે મા-બાપે તીન મહિના હૂદી તીયાણે ખરમાં મોટો કદો 21 . પુઠી તીયણાહાય તીયાણે ખરને બાયરે મોકની દેવા પયળો. ફણ ફારૂનને ડિખરીહીય તીયાણે હેદી કાયળો ને તો જાણે પોતાણે જ ડિકરોહો હોય તેહે તીયાણે મોટો કદો. 22 . મિસરને માણહે જે વિદ્યા જાણતેને તી બદ મૂસાણે હિખીવવામાં આવ. ને જીયા તો મોટો હોવો તીયા તો બોનવામાં ને કામે કરવામાં જબરો બન્યો. 23 .એક વખાત જીયા મૂસા ચાલીહી વરહાણો હોવો તીયા, તીયે નક્કિ કદ કા, ઇઝરાયલી, જી તીયાણે હગેહે કા તીયણાહાય તો મીલને જાય. 24 . તીયે દેખ્શ કા એક મિસરી ઇઝરાયલીયોમાંણા એકા હારી ખરાબ વર્તન કરી ૨યનો.એટલે તો ઇઝરાયલી માણહાણે મદદ કરને ગો, ને તીયે તીયા મિસરીણે મારી નાખીન તીયા ઇઝરાયલી માણાહાણે બદલો નેદો. 25 . મૂસાએ વિચાયર કા તીયાણે હારીણા ઇઝરાયલીયો હી હમજી હકી કા ઈશ્વરે તીયણાહાય ગુલામીમાંથી છોળાવણે હારૂ તીયાણે મોકિન્નો હા. ફણ તે હમજી હખ્શા કાયની. 26 .બીજે દિહી મૂસાએ બે ઇઝરાયલી માણાહાય એકબીજા હારી વિડાતા દેખ્શા.તીયે તીયણાહાય વિડાતા અટકાવીન તીયણાહાય કય, માણાહાઓ, તુમે બેય તે હારીણા ઇઝરાયલી હા! કાજા કરને તુમે એકબીજાણે નુકશાન કરતા હા? 27 . ફ્ણ તી માણાહું જી બીજાણે લેય રયન તીયે મૂસાણે ખેંચી પાળીન તીયાણે કય, તુને કોઈએ આમારે પાર અધિકારી કા ન્યાયાધીશ ઠરાવયો કાયની! 28 . કાને તુયે જેહે હલા મિસરીણે મારી નાખ્શો તેહે તુ માને હો મારી નાંખણે માંગતો હા કા? 29 . જીયા મૂસાએ હી ઉનાય, તીયા તો મિસરથી મિદ્યાન નાહી છૂટ્યો. તો તીયે થોળે વરહે હૂદી ૨યો. તો તીયે પન્નાયો, તીયાણે ને તીયાણે ખરાવાલીણે બે બાળકો હોતને. 30 . ચાલીહી વરહા પુઠી, એક દિહી, પ્રભુ ઈશ્વરે દૂતને રૂપમાં મૂસાણે દર્શન આપ્ચ. તો રણમાં સિનાઈ ડોગાર પાર બલતા સાળવાણે આગળામાં તીયાણે દેખાયો. 31 . જીયા મૂસાએ હી દેખ્શ, તીયા તીયાણે નવાઈ નાગી. કેહકા તી સાળવ ભસ્મ હોવતન કાયની. જીયા તો વદારે પાહીથી હેદણે ગો, તીયા પ્રભુ ઈશ્વરે તીયાણે કય, 32 . 'હાય ઈશ્વર હામ. જીયાણે તોરે પૂર્વજ ભજન કર્તના. ઇબ્રાહિમ, ઇસહાક ને યાફૂબ જીયાણે ભજન કર્તના તો ઈશ્વર હાય હામ. મૂસા અતરો ખાભરાઈ ગનો કા તો કાંપણે લાગો. તો સાળવા ફણી વદારે વાર હેદવાથી ખાભરાયો. 33 . પુઠી પ્રભુ ઈશ્વરે તીયાણે કય, તુ માને માન આપતો હા તી દેખાળને હારૂ તોરે પાગાહામાંથી ચંપાલે ઉતાર. કેહકા હાય ઈયે હામ, જીયા જાગા પાર તુ ઉબો રાખો હા તો પવિત્ર હા. 34 . માયે નક્કી દેખ્શ હા કા કેવી રીતે મિસરને માણાહે મારે માણાહાય કાયમ હેરાન કરતે હા.મારે માણાહે જીયા તીયાણે લીદે તકલીફથી આકલાતે હા તી માયે દેખ્શ હા.એટલે હાય તીયણાહાય મિસરમાંથી છોળાવણે હારૂ નીચે ઉતીયરો હામ. હવે તીયાર હોય જા, કેહેકા હાય તુને મિસરમાં પાછો મોકીનવાણો હામ. " 35 . ઓ મૂસા હોતનો કા જીયે આપળે ઇઝરાયલી માણાહાય મદદ કરવાણી કોશિશ કદી.ફણ તીયણાહાય તીયાણે એવ કઈન નકાયરો કા તુને કોયે આમારે પાર અધિકારી કા ન્યાયાધીશ ઠરાવયો કાયની! 'મૂસા તો હોતનો જીયાણે ઈશ્વરે જ તીયણે પાર અધિકારી રીતે મોકનીનો જીયાથી તી ગુલામીમાંથી બચી જાત. તો ઓ જ હોતનો જીયાણે સાળવામાંથી દૂતે એહે કરવાણો હૂકુમ આપીનો. 36 . મૂસા ઓવો માણહું હોતનો જો આપળે પૂર્વજોહેય મિસરમાંથી બાયરે દોરી નાવો ઈશ્વર તીયાણે હારી હા તી દેખાળને હારૂ તીયે મિસરમાં ખણા ચમત્કાર કદા, લાલ દરિયા પાહી ને ચાલીહી વરહા હૂદી જીયા ઇઝરાયલી માણેહે અરણ્યમાં ૨યે. 37 . મૂસા ઓ હોતનો કા જીયે ઈઝરાયલી માણાહાય કય, ઈશ્વર તુમારે હારી મારે જેવો જ પ્રબોધક તુમારે લોકોહોમાંથી જ તુમાહાય આપી. 38 . મૂસા ઓવો માણહું હોતનો કા જો તુમારે ઇઝરાયલીયોહે હારી અરણ્યમાં તુમારે હારી રયો.સિનાઈ ડોગાર પાર દૂતે તીયા હારી વાત કદી તીયા હારી હોતનો. ઓ મૂસા હોતનો જીયાણે ઈશ્વરે સિનાઈ ડોગાર પાર દૂતથી આપળે નિયમો આપ્ચા. ને તો જ વ્યક્તિ હોતનો જીયે દૂતે કયની વાત આપળે પૂર્વજોહેય કઈ. તીયે જ ઈશ્વર પારથી શબ્દો મેલીવયા ને આપળે અનંતકાળ હૂદી કેવી રીતે જીવવ તી જાયણ ને આપળાહાય હો કય. 39 . તેહે છતા હો આપળે પૂર્વજે મૂસાણે આધીન હોણે કાયની માંગતાના. તીયાણે બદલે તીયણાહાય તીયાણે તીયણે આગેવાન રીતે નકાયરો ને મિસરમાં પાછ જાવાણી ઇચ્છા રાખી. 40 . એટલે તીયણાહાય તીયાણે મોટા ફાહાવ હારૂનને કય, આમારે હારૂ મૂર્તિ બનાવ જી આમારે ઈશ્વર બને ને આમાહાય દોરે. કેહેકા મૂસા જો આમાહાય મિસરમાંથો બાયરે કાળી નાવો, તીયાણે કાજા હોવ તી આમે જાણતા કાયની! 41 . એટલે તીયણાહાય વાહડા જેવી દેખાતી એક મૂર્તિ બનાવી. પુઠી તીયણાહાય તીયે મૂર્તિણે માન આપણેહારૂ બલિદાન ચળાવયે. ને તીયણાહાય ગાદ ને નાચ્ચે, કેહેકા તીયણાહાય જાતે જ તીયેણે બનાવીની. 42 . એટલે ઈશ્વરે તીયણાહાય હૂદારવાણ છોળી દેદ. તીયણાહાય તીયે સૂર્ય, ચાંદ ને આકાશણે તારાહાય પૂજા કરને છોળી દેદે. એક પ્રબોધકે કયના શબ્દો હારી હી વદારે લાગી વીલગીત હા જીયે નખ્શ: ઈશ્વરે કય, તુમે ઇઝરાયલી માણેહે, ચાલીહી વરહા હૂંદી જીયા તુમે અરણ્યમાં હોતને તીયા, તુમાહાય વારેખેળી પ્રાણીયોહેય મારી નાખ્શે ને તીયણાહાય બલિદાન રીતે ચળાવયે, તીયા તી માને અર્પણ કદને કા? 43 . તીયાણે વિરુદ્ધ, તુમે તી એક જાગેથી બીજે જાગે તંબુમાં મૂર્તિ જે માલેખ દેવણે દર્શાવતીની જીયેણે તુમે ભજન કર્તેને તીયેણે તુમારે હારી નેયન ચાંન્ને. તુમાહાય તુમારે હારી રેફાન કા જે તારાણી મૂર્તિ હોતની તીયેણે બી હારી નેદી. તે મૂર્તિ તુમાહાય બનાવી. ને તુમાહાય મારે જાગે તીયેણે ભજન કદ. એટલે હાય તુમાહાય તુમારે ખરાહામાંથી બાબિલ દેશણે કરતાં હો દૂરના વિસ્તારોમાં ખોદળી નેહી." 44 . જીયા આપળે પૂર્વજો અરણ્યમાં હોતના તીયા, તે ઈશ્વરને એક સાક્ષ્યમંડપમાં ભજન કર્તના, જો દર્શાવતોનો કા તો તીયણે હારી હા. ઈશ્વરે મૂસાણે જેહે હૂકુમ આપીનો તીયા પ્રમાણે તેવો જ તો બનાવીનો હોતનો. જીયા મૂસા ડોગાર પાર હોતનો તીયા તીયે જેવો દેખીનો તીયા જેવો જ તો હોતનો. 45 . પુઠી, જીયા યહોશુઆયે તીયણાહાય ઈયે જાગે દોયરે તીયા આપળે જ બીજા પૂર્વજે તીયા તંબુણે પોતા હારી તીયે નાવા. તો ઓ સમય હોતનો જીયા ઈશ્વરે તીયે પેલાથી રનારા માણાહાય તીયેથી ખોદળી કાયળે તીયા તીયણાહાય તીયા જાગાણે પોતાણો કરી નેદો. એટલે ઇઝરાયલી તીયા જાગાણે પોતાણે બનાવી સક્યા. તો તંબો ઇયે જાગે ૨યો ને દાઉદણે શાસનમાં બી આજુ ઈયે હોતનો. 46 . દાઉદે ઈશ્વરને પ્રસન્ન કદો. ને તીયે ઈશ્વર પાહી માંગ્જ કા તીયાણે મંદિર તો બનાવવા દેય જીયે તો ને આપળે બદે ઇઝરાયલી માણહે તીયાણે ભજન કરી સકાત. 47 . ફણ તીયાણે કરતાં, ઈશ્વરે દાઉદણે ડિકરાહા સુલેમાનણે ખર બાંદણે હારૂ કય જીયે માણહે તીયાણે ભજન કરી સકાત. 48 . જો કા આપળે જાણતે હામ કા ઈશ્વર બદી જ બાબતો કરતાં માહાન હા. ને માણાહાય બનાવીના ખરમાં તો રતો કાયની. યશાયા પ્રબોધકે જેહે નખ્શ હા તીયા પ્રમાણે. 49 . ઈશ્વરે કય," સ્વર્ગ મારે રાજ્યસન હા ને પૃથ્વી મારે પાયાસન હા. એટલે તુમે માણાહાયજાત મારે રવા હારૂ પૂરો પળે તેવો કોય જાગો બનાવી સકાત ની! 50 . સ્વર્ગમાં ને પૃથ્વી પાર બદ માયે જ બનાવય હા. 51 . તુમે તીયા ફણી વદારે જીદ્દી માણાહે હા. તુમે બરાબર તુમારે પૂર્વજો જેવે જ હા! તીયણાહાય જેહે કદ તેહે, તુમાહાય કાયમ પવિત્રઆત્માણે હેરાન કદો હા! 52 . તુમારે પૂર્વજોહેય બદા પ્રબોધકોહેય આઠીવણે હાજ્જા. જીયણાહાય ખણા સમય પેલા એહે જાહેર કદન કા ખ્રિસ્ત આવી. જીયણાહાય કાયમ ઈશ્વરને પ્રસન્ન કરે તેવ કદ તેવાહાય બી તીયાણાહાય મારી નાખ્શા. ને ખ્રિસ્ત આવો! તો હો જ હા જીયાણે હાલમાં જ તુમાહાય તીયાણે વિરોદીહેય હોપીને તે તીયાણે મારી નાખાઓ એવી ફરજ પાળતા હા. 53 . તુમે હી માણાહે હા જીયણાહાય ઈશ્વરને નિયમ મિલ્લો હા. તે એ નિયમ હોતના જીયણાહાય ઈશ્વરે તીયાણે દૂત થી આપળે પૂર્વજોહેય આપ્ચા. જો કા તુમાહાય તીયણાહાય પાલ્ય કાયની!" 54 . જીયા યહૂદી ન્યાયસભાણે સભ્યો ને બીજા જીયણાહાય સ્તેફનણે એહે કતા ઉનાયો, તે બદા વદારે ગુસ્સે હોવા. તે તીયણે દાંત પીહીતના, કેહેકા તે તીયા પાર વદારે ગુસ્સે હોતના! 55 . ફણ પવિત્રઆત્માએ સ્તેફનણો પૂરો કબજો નેદો. તીયે સ્વર્ગ ફણી હેજ્જ ને ઈશ્વર પાહીથ આવત ભરપૂર હુજાલ દેખ્શ. ને તીયે ઇસુણે ઈશ્વરને જમણે હાથે બેઠનો દેખ્શો. 56 . હેદા, તીયે કય, "હાય સ્વર્ગ ઉગળી ગનાણ દેખતો હામ, ને હાય માણાહાણે ડિખરાહાણે ઈશ્વરને જમણી પાહી ઉબો રાખીનો દેખતો હામ!" 57 . જીયા યહૂદી ન્યાયસભાણે સભ્યો ને બીજાહાય તી ઉનાય તીયા, તીયણાહાય જોરમાં બુમ પાળી, તીયણાહાય તીયણે કાનાહાય હાથાથી ઠાકી દેદા કા તે તીયાણે ઉનાય ની હકાત, ને તરાતુજ તી તીયા ફણી દળી ગયે. 58 . તે તીયાણે યરૂશાલેમ હૈરાણે બાયરે ખહડી ને ગયે, ને તીયે તીયાણે પથરાથી લેવાણ ચાનુ કદ. જી માણાહે તીયા પાર આરોપ મુકતેને તીયણાહાય તીયાણે નુંગળે કાળી નેદે જીયાણે નેદે હારી રીતે લેય હકાત. ને તીયણાહાય મેરે ઉબા રાખીના એક જુવાન માણાહાણે જીયાણે નામ શાઉલ હોતન તીયા પાર તીયાણે નુંગળે નાખ્શે, કા તો તી હાંચવે. 59 . જીયા તીયણાહાય સ્તેફન ફણી પથરા નાખવાણ ચાનુ રાખ્શ, તીયા સ્તેફને પ્રાર્થના કદી, "પ્રભુ ઈસુ મારે આત્માણે સ્વીકાર!" 60 . પુઠી સ્તેફને ખૂંટણે પળીન પોકાર કદો, "પ્રભુ તીયણે પાપ હારૂ તીયણાહાય સજા કરતો નખે !" એહે કયા પુઠી, તો મરી ગો.