અધ્યાય ૬

1 . તીયા વખાતે,ખણે બદે માણહે વિશ્વાસી બનીને, બિન વતની યહૂદીઓહેય મૂળ ઈઝરાયલીયોહેય વિષે ફરિયાદ કરવાણ ચાલુ કદ, કેહેકા તીયણેમાં જે વિધવાઓ હોતીન્ને તીયણાહાય તીયણે ખાવાણામાંથી રોજીણો પૂરતો ફાગ મીલતોનો કાયની. 2 . એટલે તે જી કય રયના તી તે બાર પ્રેરિતોહેય ઉનાય, તીયા તીયણાહાય યરૂશાલેમણે વિશ્વાસીયોહે ફેગે હોવણે કય. પુઠી પ્રેરિતોએ તીયણાહાય કય, " માણહાય ખાવાણ વેંચણે હારૂ આમે ઈશ્વરને સંદેશ પ્રગટ કરવાણ પળત મૂક્યે તી બરાબર કાયની હા. 3 . એટલે હારિણા વિશ્વાસીયોહોય, તુમે તુમારેમાંથી સાત માણહાય કાલજી રાખીન પસંદ કરા, જીયણાહાય તુમે જાણતે હા કા તિણા’હાય ઈશ્વરને આત્મા દોરવણી આપતો હા ને જે વદારે જ્ઞાની હોય. પુઠી આમે તીયણાહાય ઈયા કામ હારૂ સૂચના આપહું. 4 . ફણ આમહાય લાગી વીલગીત હા તીયે હુદી, આમે તે આમારે સમય પ્રાર્થના ને ઉપદેશ કરવામાં ને ઇસુણા સંદેશ વિષે હિખીવવામાં કાળહું." 5 . પ્રેરિતોહેય જી કય તી બદ વિશ્વાસીહેય હાર નાગ. એટલે તીયણાહાય સ્તેફનણે પસંદ કદો કા જો, ઈશ્વરમાં મક્કમ માનનારો ને જીયા પાર પવિત્રઆત્માણે બદો જ અધિકાર હોતનો.તીયણાહાય ફિલિપ, પોખરસ, નિકાનોર, તિમોન, પાર્મિનાસ ને નિકોલાસ જો અંત્યોખ હૈરાણો હોતનો તીયણાહાય બી પસંદ કદા. 6 . વિશ્વાસી ઈયા સાત માણહાય પ્રેરિતો પાહી નાવે. પુઠી પ્રેરિતોહેય તીયણે હારૂ પ્રાર્થના કદી. ને તીયણે હાથ તીયણેમાંણા બદાહાય માથા પાર મુક્યો કા જીયાથી તે હી કામ કરાત. 7 . એટલે વિશ્વાસીયોહે ખણા માણહાય ઈશ્વરનો સંદેશો કવાણ ચાલુ રાખ્શ. યરૂશાલેમમાં જી ઇસુ પાર વિશ્વાસ કરતેને તેવા માણહાય સંખ્યામાં વદારે જ વદારો હોવો. ખણા યહૂદી યાજકે ભી ઇસુ પાર કેવી રીતે વિશ્વાસ કરવાણો, ને તીયાણે કયન માનવામાં સામેલ હોવા. 8 . ઈશ્વર સ્તેફનણે ખણા નવાઇનાગે તેવા ચમત્કાર કરવાણી શક્તિ આપતોનો. તીયાથી હી સાબિત હોવ કા, ઇસુ વિષેણો સંદેશ હાચો હા. 9 . તો હો કતરાક લોકોહે સ્તેફનણે વિરોધ કદો. તે યહૂદી હોતના જે છોળી દેવાયના માણાહાય સભાસ્થાન રીતે ઓલખાતા સભાસ્થાનને જૂથમાં નિયમિત રીતે ફેંગે મિલતેને, ને પાછ કુરેની, આલેકસાંદ્રિયા ને કિલીકિયા, ને આસિયાણે વિસ્તારને હૈદાણે માણહે બી તીયામાં ફેગાયને હોતને. તી બદે સ્તેફન હારી બોનાબોની કરને લાગે. 10 . ફણ તીયે જી કયન તી ખોટ હોતન તેવ તી સાબિત કરી હકશે ની, કેહેકા ઈશ્વરને આત્માએ તીયાણે ડાહાપણથી બોનવાણી હિંમત આપીની. 11 . એટલે તીયણાહાય છાનમાન કતરાક માણાહાય સ્તેફન પાર ખોટો આરોપ મૂકણે તીયાર કદે. તીયણા માણાહાય કય, "આમાહાય તીયાણે મૂસા ને ઈશ્વર વિષે ખોટ બોનતા ઉનાયો હા." 12 . એટલે બીજા યહૂદીઓ, વળીલો ને નિમશાસ્ત્રણે હિખીવનારા બધા સ્તેફન પાર ગુસ્સે હોવા. પુઠી તીયાણાહાય સ્તેફનણે થયરો ને યહૂદી ન્યાયસભામાં નેય ગયા. 13 . તે કતરાક માણાહાય પયાહા આપીને અંદર નાવા કા તે જૂઠી સાક્ષી પૂરાત.તીયણાહાય કય, "ઓ માણહું, હી પવિત્ર મંદિર ને નિયમશાસ્ત્ર જી મૂસાણે ઈશ્વર પારથી મિલ્લીય તીયા વિષે ખરાબ બોનિયા કરતો હા. 14 . આમારે કવ હા કા, આમાહાય તીયાણે એહે કતા ઉનાયો હા કા, નાસરેથણો ઇસુ ઈયા મંદિરને નાશ કરી. ને મૂસાએ આપળે બાપદાદાહાય હિખવીના રિવાજ કર્તા જુદા રિવાજ પાલવાણ કઈ." 15 . સભામાં બેઠને બદે માણહે સ્તેફન ફણી હેદી ૨યે ને તીયણાહાય દેખ્શ કા, તીયાણે ચહેરો ઈશ્વરને દૂત જેવો દેખાયો.