1 . તીયે વખાતે તીયે મંદિરને આંગણામાં કતરાક યાજકે હોતના. તે મંદિરને હાચીવનારાહાય અધિકારી ને સદૂકી જૂથણે કતરાક સભ્યે હોતના.તી બદે માણહે પિતર ને યોહાન પાહી આવે તીયા તી બેવાહાય હારી વાત કરતેને. 2 . તી માણહે બો જ ગુસ્સામાં હોતને.કેહેકા, બે પ્રેરિતે લોકોહેય ઇસુ સબંદી હિખીવતાના.તે માણહાય જી કય રયના તી ઈ કા, ઇસુણે મારી નાખ્શા પુઠી ઈશ્વરે તીયાણે જીવતો કદો. 3 . તીયાણે નેદે હીયા માણહાય પિતર ને યોહાનનેથરીન જેલમાં પૂયરા.યહૂદી ન્યાયસભાણે પિતર ને યોહાનણે તપાહા કરને હારૂ બીજે દિહી હૂદી વાટ હેદવા પળી.કેહેકા હાંન્ત હોઈ ગન. 4 . તો બી ખણે માણહે જીયણાહાય પિતરને બોનતા ઉનાયો તીયણાહાય ઈસુ પાહી વિશ્વાસ કદો. જીયણાહાય ઇસુ પાહી વિશ્વાસ કદો તીયણે ગણતરી પાંચ હજાર હૂદી વદી. 5 . બીજે દિહી અધિકારી, વળીલો, યહૂદી કાયદા જાણનારે સાહેબો, ને યહૂદી ન્યાયસબાણે બીજા સભ્યોહેય હાદાવીયે. ને તીયણાહાય યરૂશાલેમમાં એક જાગે ફેંગે કદે. 6 . આન્નાસ, પેલીણો મોટો યાજક તીયે હોતનો. ને નવો મુખ્ય યાજક કાયાફાસ, યોહાન ને આલેકસાંદર, ને મુખ્ય યાજકણે બીજે હગાવાલે બી તીયે હોતને. 7 . તીણાહાય રક્ષકોણે પિતર ને યોહાનને ઓરડામાં નાવણે આદેશ કદો પુઠી તીયણાહીય ઓ માણહુ કા જો ચાની કાયની હકતોનો તીયાણે હાર કરવાણી શક્તિ ને અધિકાર તુમાહાય કિડે આપ્ચો હા?" 8 . જેહે પવિત્રઆત્માએ પિતરને શક્તિ આપી, તેહે પિતરે તીયણાહાય જવાબ આપતા કય, "ઓ સાથી ઈઝરાયલીહોય, ને વળીલોહી, જે આમારે પાર અધિકારચાનીવતા હા, ને બીજા બદા આગેવાનો, મારે ઉનાયા. 9 . ઓ માણહું જો ચાની હકતોનો કાયની તીયાણે સંબંધમાં એક હાર કામ જી આમાહાય કદ, તીયાણે સબંધી તુમે આમહાય પૂછતા હા કાતો કેવી રીતે હારો હોવો. તીયાણે નેદે તુમાહાય ને બદા ઈઝરાયલીયોહેય મારે અતર કવાણ હા. 10 . નાસરેથણા ઇસુ ખ્રિસ્તણા નામે ઓ માણહું હારો હોવો હા.તીયાણે નેદે જ તો આમી તુમારે હામે ઉબો રાખવાણો લાયક હોવો હા.તુમાહાય ઇસુણે વધસ્તંભ પાહી ચળાવયો ને મારી નાખ્શો હા, ફણ ઈશ્વરે તીયાણે જીવતો કદો હા. 11 . નાસરેથણા ઈસુ ખ્રિસ્તણે સબંધમાં શાસ્ત્ર હિયા પ્રમાણે કત હા. "જીયા પથરાણે બાંદનારાહાય ઉડાળી નાખ્શો તો ખરનો મુખ્ય પથરો બન્યો હા." 12 . ફક્ત ઇસુ જ આપળાહાય બચાવી સકતો હા. કેહેકા દુનિયામાં ઈશ્વરે બીજો કોઈ માણહું આપ્ચો નાથ કા જો આપળાહાય પાપણે ફૂલથી બચાવી સકે!" 13 . યહૂદી આગેવાનેહેય ખાતરી હોવી કા પિતર ને યોહાન તીયણેથી ખાભરાતા કાયની.તીયણાહાય હી બી ખબાર પળી કા એ બેઉ સાધારણ માણહે હા. જે કોઈ નિહાલમાં ફણીના કાયની. તીયાણે નેદે આગેવાનોહેય નવાઈ નાગી. તીયણાહાય ખબાર પળી કા તીયણાહાય ઇસુ હારી સમય કાયળો હા. 14 . તીયાણાહાય હી બી દેખ્શ કા, જીયા માણહાણે હારોકરવામાં આવીનો તો પિતર ને યોહાનણે હારી ઉબો રાખીનો હોતનો. તીયાણે લીદે તે તીયણે વિરુદ કાંઈ બોની સકાત તેહે કાયનીહોતન. 15 . યહૂદી આગેવાનોહોય હાચીવનારાહાય પિતર, યોહાન, ને હાર હોવના માણહાણે જીયે તે બેઠના તીયા ઓરડામાંથી બાયરે નેજાણે કય. તીયણાહાય હિયા પ્રમાણે કયરા પુઠી આગેવાનોહેય પિતર ને યોહાન સબંધી એકબીજા હારી વાત કદી. 16 . તીયણાહાય કય, " હિયા બેય માણહાણે આપળે સજા કરી સકશે એવી કોઈ બાબત નાથ,યરૂશાલેમમાં રનારે બદે જાણતે હાકા તીયણાહાય જબરો ચમત્કાર કદો હા,તીયાણે નેદે હેવ કાંઈ બન્ય કાયની, તેહે આપળેથી કાંઈ કય હકાય તેહે કાયની. 17 . તોય ભી, તે ઇસુ વિષે બીજા માણહાય જી હિખીવતા હા તી આપળે ચાનવી સકશે ની.એટલે આપળે ઈયા માણહાણે કવ જોજે કા, જો તે બીજાણે, હો માણહું કા જીયાણે વિષે તે કતા હા કા તીયે ઈયા માણહાણેહારો કરવાણી શક્તિ આપી, તીયાણે સબંધમાં હિખીવવાણ ચાનુ રાખી ત આમે તીયણાહાયશિક્ષા કરહું." 18 . એટલે યહૂદી આગેવાનોહેયહાચીવનારાણે તે બેય પ્રેરિતોહેયઓરડામાં પાછ નાવણે કય.હાચીવનારાહાય એહે કયરા પુઠી,તીયણાહાય તીયા બેયેહેય કયકા તુમારે હવેથી કોઈ બી ઇસુવિષે કવ કા હિખીવવ ની. 19 . ફણ, પિતર ને યોહાને કય, " ઈશ્વરને હી ગમે કા, આમે તુમારેમાનજે ને તીયાણે ની માનજે? કાજા હાર હા તી આમે તુમાહાય જ નક્કી કરવા દેજે. 20 . ફણ આમે તુમારે માની સકશે તેહે કાયની. ઇસુએ જી કદ ને હિખીવય તીયા સબંધી લોકોહેય કવાથી આમે અટકી સકતા કાયની. 21 . પુઠી યહૂદી આગેવાનોહેય પાછ પિતર ને યોહાનને તીયણે નિયમણે તોળને હારૂ ના પાયળી, ફણ તીયણા લોકોહેય તીયણાહાય સજા ની કરવાણી એવ નક્કી કદ. કેહેકા યરૂશાલેમણે બદે માણહે અપંગ માણહાણે સબંધમાં જી બન્ન તીયાણે નેદે ઈશ્વરને સ્તુતિ કરતેને. 22 . તો ચાલીહી કરતા વદારે વરહાણો હોતનો. ને તો જન્મયો તીયારથી ચાની હકતોનો કાયની. 23 . ન્યાયસભામાંથી નીકિલ્લા પુઠી પિતર ને યોહાન બીજા વિશ્વાસુહેય પાહી ગયા ને મુખ્યયાજકો તેહે જ વળીલોહોય જી તીયણાહાય કયન તી કય દેખાયળ. 24 . જીયા વિશ્વાસુહેય હી ઉનાય, તીયા તીયણાહાય એક હારી પ્રાર્થના કદી કા," ઓ પ્રભુ! તુ આકાશ, પૃથ્વી ને દરિયો ને તીયામાં જી કાંઈ હા તીયા બદાણે બનાવનારો હા. 25 . પવિત્રઆત્માએ આમારે પૂર્વજ દાઉદ, જો તુમારે સેવક હોતનો, તીયાથી હે શબ્દો નખાવયા: કાજા કારણે દુનિયાણે લોકજૂથ ગુસ્સામાં હા, ને ઈઝરાયલી માણહે ઈશ્વર વિરુદ્ધ નકામા વિચાર કરતે હા? 26 . પૃથ્વીણે રાજા ઈશ્વરને અધિકારીણે વિરુદ્ધ વિડાણે તિયાર હોવા હા, ને અધિકારી તીયણે હારી જોળાયા હા કા તે પ્રભુ ઈશ્વર ને ખ્રિસ્ત જીયણાહાય તીયે અભિષેક કદા હા તીયણે વિરુદ્ધ ઉઠે." 27 . ઈ હાચ હા! હેરોદ ને પોંતિયસ પિલાત, બેય બિનયહૂદી ને ઇઝરાયલીયોહેય હારી મીલીન, ઇસુ જીયાણે તુમે મસીહ રીતે સેવા કરને અભિષેક ક્દો તીયણે વિરુત ઇયા હૈરામાં ઉઠયા હા. 28 . તુમે તીયણાહાય એહે કરને દેદ કેહેકા, હી બન્યા પેલા લાંબા સમય પેલા તુમાહાય નક્કી કદન." 29 . તીયાણે નેદે હવે, હે પ્રભુ, આમહાય તે કેવી રીતે સજા કરી તીયા સબંધી તે જી કતા હા તી તુ ઉના! બદે ઇસુણે વાત કવાથી તુમારે સેવા કરને આમારે મદદ કરા! 30 . તુમારે પવિત્ર સેવક ઇસુણે નામમાં હારે હોવાણા મોટા ચમત્કાર, નિશાની, ને અદ્ભૂત કામ કરને તુમારે પરાક્રમ દેખાળા !" 31 . જીયા વિશ્વાસીયોહેય પ્રાર્થના કરવાણ પૂર કદ. તીયા જીયે તી ફેંગે હોવીને તો જાગો કાપી ઉઠયો. ૫વિત્રઆત્માએ જેહે તીયણાહાય શક્તિ આપી તેહે તે હિંમતથી ઈશ્વરે તીયણાહાય કયના વચનો બોન્ને લાગા, ને હીયા પ્રમાણે તીયણાહાય કદ. 32 . વિશ્વાસ કરનારા માણહાય ટોલ, તી જી વિચારતેને ને ઇચ્છતેને તીયા સબંધી પૂરી સહમતી થરાવતને. તીયણેમાણ કોઈ હેવ કતન કાયની કા હે વસ્તુ મારે એખનાણે હા, ફણ તીયાણે બદલે, તીયણે પાહી જી કાય હોતન તી એકબીજા હારી તે વેચી નેતને. 33 . પ્રેરિતોહે સામર્થથી બીજાહાય કવાણ ચાનુ રાખ્શ કા ઈશ્વરે ઇસુ પ્રભુણે જીવતો કદો હા. ને ઈશ્વર બદા વિશ્વાસીયોહેય ખણી મદદ કરતોનો. 34 . વિશ્વાસુહો માંણે કતરેક જીયણે પાહી જમીન કા ખરે હોતને તીયણાહાય તીયણે મિલકત વેંચી નાખી. પુઠી તીયણાહાય જી વેંચીન તીયાણે પયાહા પ્રેરિતોહેય આપ્ચા. 35 . પુઠી પ્રેરિતો તીયા પયાહામાંથી જરૂરિયાતવાલા વિશ્વાસીણે આપતાના. તીયાણે લેદે જીવન જીવણે જી જરૂરી હોતન તી બદ વિશ્વાસીહોય ફાગ પૂરત હોતો કા. 36 . હવે તીયે યૂસફ નામણો લેવી પેળીણો માણહું હોતનો. ને તો સાયપ્રસ ટાપુ પારથો આવીનો. પ્રેરિતો તીયાણે બાર્નાબાસ કતના, યહૂદીયોહેય ભાષામાં તીયાણે નામણો અર્થો, બીજાણે હિંમત આપનાર માણહું એવો હોતો હા. 37 . તીયે એક ખેત વેચી દેદ. ને તીયાણે પયાહા તો પ્રેરિતોહેય પાહી નાવો કા જીયાથી બીજા વિશ્વાસુહેય આપી સેકાય.