અધ્યાય ૨૬

1 . અગ્રીપાએ પાઉલને કય કા, તુને તોરે હકીકત કવાણી રજા હા; તીયા પાઉલે હાથ લાંબો કરીને જવાબ આપ્ચો કા. 2 . ઓ અગ્રીપા રાજા, યહૂદી જીયા સંબંધી મારે પાર આરોપ મુક્તે હા, તીયા બધી બાબતો વિષે આજે મારે તોરે આગાલ જવાબ આપવાણો હા એટલે હાય પોતાણે આશીર્વાદીત ગણતો હામ; 3 . ખણ કરીને જે રિવાજે ને મતો યહુદીયોમાં ચાનતા હા, તીયા બદા વિષે તુને ખબાર હા, એટલે હાય તુને વિનંતી કરતો હામ કા, શાંતિથી મારે ઊના. 4 . નાનાથી માંડીને જી વર્તન મારે પોતાણે માણાહામાં ને યરુશાલેમમાં હાય કરતો આવો હામ, તી બદ યહૂદી જાણતે હા. 5 . જો તી સાક્ષી આપણે માંગાત, તો તી મારે વિષે પેલાથી જ જાણતે હા કા આમારે થર્મણે બદાહાથી કઠાણ પંથણે નિયમ પ્રમાણે હાય ફરોશી હોતનો. 6 . હવે ઈશ્વરે જી વચન આમારે પૂર્વજોહે આપીન તીયા [વચન]ને આશાણે નેદે હાય મારે ન્યાય કરાવણે ઈયે ઉબો હામ; 7 . આમારે બારે કુળો બી [ઈશ્વરને] સેવા આતુરતાથી રાત-દિહી કરતેને તી [વચન]ણે પુર હોવાણી આશા રાખતે હા; ને હે રાજા, એ જ આશા નેઇને યહૂદીઓ મારે પાર આરોપ મુક્તે હા! 8 . ઈશ્વર મરી ગનાહાય પાછો ઉઠાળે, તી તુને કાજા કરને અશક્ય નાગ્ત હા? 9 . હાય તે [પેલા] મારે મનમાં એવ વિચારતોનો કા, ઇસુ નાઝારીણે નામણે વિરુદ્ધ મારે ખણ કરવ જોજે. 10 . મયે યરુશાલેમમાં બી તેહે જ કદ; મુખ્ય યાજકો પારથો અધિકાર મેલવીને સંતોમાણા ખણાહાય મયે જેલમાં પુરાવ્યા, ને તીયણાહાય મારી નાખતાના તીયા મયે તીયણે વિરુદ્ધ મત આપ્ચો. 11 . બદી સબાસ્થાનોમાં મયે ખણી વાર તીયણાહાય શિક્ષા કરીને તીયણે પાહી ખોટ બોનાવવાણી કોશિશ કદી; તીયણે પાર હામટો ગુસ્સે હોવીને પરદેશી શહેરમાં જાઈને બી તીયણાહાય સતાવ્યે. 12 . ઇયા કામ હારુ મુખ્ય યાજકો પારથી અધિકાર ને પરવાનગી નેઇને હાય દમસ્ક જાતનો. 13 . તીયા, હે રાજા, બોપરેહે વાટેમાં સૂર્યણે હુજાલા કરતા વધારે સીંધાય હેવ હુજાલ આકાશથી મારે ને મારે હારી ચાનનારાહાય આજુબાજુ ચમકીત મયે દેખ્શ. 14 . તીયે આમે બદા જમીન પાર પળી ગયા, પુથી એક અવાજ મયે ઉનાયો, તીયે હિબ્રુ ભાષામાં માને કય કા,' શાઉલ, શાઉલ, તુ માને કેહે સતાવતો હા?' આરને લાત મારવી તુને કઠાણ હા. 15 . તીયા મયે કય કા, ' પ્રભુ તુ કિડો હા? ' ને પ્રભુએ કય કા, હાય ઇસુ હામ, જીયાણે તુ સતાવતો હા."' 16 . ફણ ઉઠ, ઉબો રાખ, કેહેકા હાય તુને મારે સેવક બનાવ, ને મારે વિષે જી જી તુયે દેખ્શ હા ને જી દર્શન હાય હવે પુઠી તુને આપીહી, તીયા વિષે તુને સાક્ષી બનાવ, તીયા કારણે મયે તુને દર્શન આપ્ચ હા. 17 ઈ માણહે ને બિનયહૂદી કા જીયણે પાર હાય તુને મોકીનતો હામ તીયણેથી હાય તુને હાચવીહી, 18 . કા તુ તીયણે ડોલા ઉગાળે, તીયણાહાય આંધારામાંથી ઉજાલામાં ને શેતાનને અધિકાર નીચેથી ઈશ્વર ફણી ફેરવે, ઇયા હારુ કા તી પાપણી માફી ને જી મારે પાર વિશ્વાસથી પવિત્ર હોવે હા, તીયણેમાં વારસો પામાત."' 19 . તીયા હારુ, ઓ આગ્રીપા રાજા, ઇયા આકાશી દર્શનણે હાય આદીન હોવો. 20 . ફણ પેલા દમસ્કણે, યરુશાલેમણે, ને યહૂદિયાણે બદા વિસ્તારોહે માણાહાય ને બિનયહૂદીયોહે બી ઉપદેશ આપ્ચો કા તુમે પસ્તાવો કરીનો ને ઈશ્વર ફણી ફિરીને પસ્તાવો કરનારાણે હોબે એવે હારે કામે કરા. 21 . ઇયા કારણ હારુ યહુદીયોહે ભક્તિસ્થાનમાં માને થરીને મારી નાખવાણી કોશિશ કદી. 22 . ફ્ણ ઈશ્વરને સામર્થ્યણે નેદે આજે હુદી હાય ટકી રયો હામ, ને નાના મોટાહાય સાક્ષી આપતો હામ, પ્રબોધકો ને મૂસા જી જી બનવાણી બીના વિષે બોનીના તીયા સિવાય હાય બીજ કાંઈ કતો કાયની; 23 . એટલે કા ખ્રિસ્ત [મરણની] વેદના આઠવે. ને પેલા મરી ગનામાંથી પાછો ઉઠે ને માણાહાય ને બિનયહૂદીયોહે હુજાલ આપે. 24 . પાઉલ ઇયા પ્રમાણે જવાબ આપતોનો, તીયા ફેસ્તસે મોટા અવાજે કય કા, ' પાઉલ તું ગાંડો હા, હામટા ડાયાપણાણે નેદે તુ ગાંડો હોય ગો હા." 25 . ફણ પાઉલે કય કા, ' ઓ નેકનામદાર ફેસ્તસ, હાય ગાંડો કાયની, ફણ સત્યણી ને જ્ઞાનણી વાત કરતો હામ. 26 . કેહેકા ઓ રાજા કા જીયા આગાલ હાય ખુલ્લી રીતે બોનતો હામ તો ઇયા વિષે જાણતો હા, કેહેકા માને ખાતરી હા કા તીયામાંથી કોય વાત તીયા આગાલ દપીની કાયની; કેહેકા ઇયામાંથી કાંઈ બી ખુણામાં બન્ય કાયની. 27 . હે અગ્રીપા રાજા, તુ પ્રબોધકો [ણી વાતો ] પાર વિશ્વાસ કરતો હા કા? ' હવે, હાય જાણતો હામ કા તુ વિશ્વાસ કરતો હા."'

28 . તીયા અગ્રિપાએ પાઉલને કય કા, ' તુ તો થોળીકુજ કોશિશથી માને ખ્રિસ્તી બનાવણે માંગતો હા."' 29 . પાઉલે કય કા, 'ઈશ્વર કરે કા ગમે તો થોળીકુજ કોશિશથી કા વદારેથી, એખનો તુ જ કાયની ફણ જી આજે મારે ઉનાતે હા તી બદે જ ઈયે બેળીઓ સિવાય, મારે જેવે હોવાત."' 30 . પુથી રાજા, રાજ્યપાલ, બેરનીકે ને તીયણે હારી બેઠને ઉઠ્યે; 31 તીયણાહાય એખના જાઇને એકબીજા હારી વાત કદી કા, 'ઇયા માણાહાણે મારી નાખાય કા જેલમાં પુરાય હેવો કોઈ જ વાંક કદો કાયની,"' 32 . તીયા અગ્રીપાએ ફેસ્તસણે કય કા, ' જો ઇયા માણહે કાઇસારણે પાહી દાદ માગી ની હાત ની ઇયાણે છોળી દેવામાં આવતો."'