1 . આમાહાય પાણી વાટે ઈટલી નેય જાવામાં આવે એવ નકકી કરાયા પૂઠિ તીયણાહાય પાઉલને તેવેજ બીજા કેદીયોહે બાદશાહી પલટતને જુલિયસ નામણા સુબેદારને હોપચો. 2 . અદ્રમુતિયાણે એક વહાણ જી આસિયાણે કાંઠા પાહિણા બંદશેહે જાવાણ હોતન તિયાંમા બેહિને આમાહાય સફર ચાનુ કદ. મકદોનિયાણે થેસ્સાલોનિકાણો આરિસ્તાખસ આમારે હારી હોતનો. 3 . બીજે દિહિ આમે સિદોનણે બંદરે પહોંચ્યા. ને જુલિયસે પાઉલ પાર મેરબાની રાખીન તિયાંણે દોસ્તારહે ખર જાઈન તિયાંણે આરામ કરવાણી રજા આપી. 4 . તીથા નિકીલ્લા પૂઠિ વાયર હાબ હોવાણે નેદે આમે સાયપ્રસણે મેરે રઈન હાંકી ગયા; 5 . ને કિલીકિયા ને પામફૂલિયાણે પાહિણો દરિયો વટાવિન આમે લુકિયોણા મુરા [બંદરો] પહોંચ્યા. 6 . તીયે સુબેદારને ઈટલી ફણી જાનાર આલેકસાંદ્રીયાણ એક વહાણ મિલ્લ. તિયાંમા તીયે આમાહાય બેહાયળા. 7 . ફણ આમે ખણા દિહિ હુદી થીમે થીમે વહાણ હાંકીને કનીડસણી હાબા મુશ્કેલીથી પહોંચ્યા, તિયાં પૂઠી વાયરાણે નેદે આગાલ જાય હકાય કાયની, એટલે આમાહાય સલમોનણે આગાલ કોતણે મેરે રઇને હાંકચ. 8 .મુશ્કેલીથી તિયાંણે કિનારે કિનારે હાંકીને સુંદર બંદર નામણી જાગાએ આવા; તિયાંણે પાહિ લાસીયા શહેર હા. 9 . સમય ખણો હોય જાવાથી, હવે સફર કરવ જોખમી હોતન. ઉપવાસણો દિહિ વીતી ગનો, તિયાં પાઉલે તીયણાહાય હાચવિન રણે કતા કય કા, 10 . 'ઓ ફાહાવેહેઓ, માને ખબાર પળતી હા કા, ઇયા સફારમાં ેખના સામાનને ને વહાણને જ કાયની, ફણ આપળે જીવનણે બી જોખમ હા; ને ખણ નુકશાન હોય હકે તેહે હા. 11 . ફણ પાઉલે જી ક્ય, તીયા કરતાં કપ્તાન ને વહાણના માલિકણે કવા પાર સુબેદાર વદારે ફરોહો રાખશો. 12 . ને હિપાલો કાળને હારૂ તીબંદર વદારે સગવળવાલ કાયની હોતન,એટલે ખણા હાય એ સલાહા આપીકા આપળે ઈયથી નીકીલજે, કોઈ બીરીતે ફેનિક્સ પહોચીને તીયે હિયાલો કાળજે; તીયે કીતણે બંદર હા, ઈશાન ને અગ્નિ કોણને હાબ તીયાણે મુખ હા. 13 . દક્ષિણદિશાથી તીમો વાયરો આવણે લાગો, તીયા આમારે ઇચ્છાપ્રમાણે હોવી એહે હમજીને લંગર ઉપાળીને ફિતણેકિનારે હાંકાયર. 14 . ફણ થોળી વાર પૂઠી તીયે પાંહીયો પુરાફુલોન નામણો તોફાની વાયરો ફૂંકાયો. 15 .વહાણ તીયામાં એવ ફસાયકા વાયરા હાબ ટકી હકશ કાયની, તિયા આમાહાય તીયાણે ખંહડાવા દેહ. 16 .કોંદા નામણાએક નાદળાબંદરનેબાજુમાં રઈને આમે પસાર હોવા, તીયા મછવાળે [જીવનરક્ષક હોળીઓ] માં બચાવી ને વાણી ખણી તકલીફ પળી; 17 . તીયાણે ઉપાર તાણીનેદા પૂઠી તીયણા હાય વહાણનેનીચેબચાવણા બંદ બાંદ જ, નેં સીર્તસ આગલ અથળાઈ પડવાણી બીકથી સઢ છોળી નાખ્સા, ને વહાણ હારી આમે તાંણાણે લાગા. 18 . આમાહાય ખણો તોફાન નળવાથી બીજે દિહી તીયણાહાય માલ બાયરે નાખણે મંન્ડા. 19 . તીજે દિહી તીયણાહાય પોતાણાહાથાથી વહાણનો સામાન બાયરે નાખી દેદો. 20 .ખણા દિહી હુદી સૂર્ય ને તારા દેખાયા કાયની, તોફાન એકથારે ચાનત રય, એટલે આમારે બચવાણીકોઈઆશા ૨ય કાયની. 21 . કતરાક દિહી હુદી ખાવાણ- પાણી વગાર ચાનીવ્યા પુઠી પાઉલે તીયણ વચ્ચે ઉબો રઈને ક્ય કા, ફાહાવેહો, તુમારે મારે માનવ જોજતન, ક્રિતથી નીકલીન એ હાનિ ને નુકસાની નેય નેવાણીજરૂર કાયની હોતની. 22 . ફણ હવે હાય તુમાહાયઆજીજી કરતોહામ કા, હિંમત રાખા કેહેકા તુમારેમાંથી કોઈણે બી જીવણી નુકશાની ની હોવે, એંખના વહાણની જ હોવી. 23 . કેહેકા જીયા ઈશ્વરનાં હાય હામ ને જીયાણેસેવા હાય કરતો હામ. તીયાણે દુતે કાને રાતીણો મારી પાહી ઉબા રાખીનક્ય કા, 24 .પાઉલ બીતો નખે, કાઈસારણે હાબે તોરે ઊભ રવા પળી, હેદ તોરે હારીસફરકરનારા બદાહાય ઈશ્વરે તોરે હારૂ બચાવયા હા. 25 . ઈયા હાર, ફાહાવે હો, હિંમત રાખા, કેહેકા ઈશ્વરપાર માને ફરો હો હા કા, જેહે માને કવામાંઆવ હા તેહે જ હોવી. 26 . તો ભી આપળાહાય એક બેટપાર અથળાવા પળી. 27 . ચૌદમી રાત આવી તીયા આમે આદ્રિયા દરિયામાં એહેતેહે ખંહડાતના ને આશરે અર્ધ રાતે ખલાસી પોહેલાગકા આમે કોઇ દેશણે મેરે આવી પહોંચ્યા હામ. 28 . તો ભીપાણીમાપવાણી દોરીનાખી તીયા વીહીમીટરપાણી માલુમ પયળ ને થોળેક આગાલ ગયા પુઠી તીયણાહાયપાછીદોરી નાખી. તીયાપંદરમીટરપાણી માલુમ પયળ. 29 . બને નેકદાચ આમે પથરા હારી ઠોકાજે, એવી બીકથી તીયણાહાય ડબુસા પાછાલનાફાગપારથી ચાર લંગર નાખ્શા, ને દિહી ઉગવાણી વાટ હેદતા બેઠના 30 . ખલાસી વહાણમાંથી નાહિ છૂટવાણી લાગ હેદતાના, નેવહાણને આગલા ફાગ પારથી લંગર નાખવાણો દેખાવ કરીને તીયણા હાય દરિયામાં મછવા [ જીવનરક્ષક હોળી] ઉતાયરી. 31 . તીયા પાઉલે સુબેદારન ને સિપાઇયોહેય કય કા, જો તે વહાણમાં ની રત તો તુમે બચી હકવાણા કાયની. 32 .એટલે સિપાઈયોહે મછવાણે,દોડ વાઢી નાખીન તીયણાહાયા જવા દેદા. 33 . દિહી ઉગવાણો હોતનાં અતરામાં પાઉલે બદાહાય ખાવાણ ખાણે આજીજી કરીને ક્ય કા,આજે ચૈવુદ દિહીહોવા વાટ હેદીને તુમાહાય ખણા દિહીથી કાંઈ ખાદ કાયની. 34 . અતરા હારૂ હાય તુમાહાયઆજીજી કરતો હામ કા, કાંઈક ખાઈ નેયા કેહેકા ઇ તુમારે બચાવણે હારૂ હા; કેહેકા તુમારેમાંણા કોઈણા ટંમ્પાણોએક બી નીંબાલો ગુરવાણો કાયની" 35 . પાઉલે એવ કઈન રોપતી નેદી ને તીયણા બદાહા આગાલ ઈશ્વિરની સ્તુતિ કરી, ને તીયાણે ફાંગીને ખાણે લાગો. 36 તીયા તીયણા બદાહાય હિંમત આવી ને તીયણા હાયબી ખાંધ. 37 . વહાણમાં આમે બદા મીલીને બસો છોત્તરે માણહા હોતના. 38 . બદા ખાઈને થરાયા પૂઠી તીયણા હાય ઘઉ દરિયામાંનાખી દેઇને વહાણ હલક કદ. 39 . દિહી ઉગો તીયા તીયણાહાયતોપ્રદેશ ઓલખીયો કાયની ફણ રેંટાણે કાંઠાવાલી એક ખાડી દેખી, ને વહાણને હાંકીન તિયાં કાંઠા પાર પહોંચી હકાય કા ની ઇયે બાબતે તે વિચારને લાગા. 40 . લંગર છૂટા કરીને દરિયામાં રવા દેદા, ને તીયે જ વખાતે સુકાનણે બંદ છોળીન આગળો સળ વાયરા ફણી ચળાવીન કાંઠા ફણી જાણે લાગા. 41 . વહાણ દરિયાણે રેંટાણા ઠિંગલા હારી અથળાવાથી રેંટામાં ઓરાઇ ગ, ને વહાણને આગલો ફાગ રેંટામાં બરાબર ઓરાઇ ગો, ને ડબુસો મોજાણે મારથી ફાંગી જાણે લાગો. 42 . તીયા સિપાઈયોહે એવી સલાહા આપી કા તે બંદીવાનોહે મારી નાખાત, કદાચ તીયણેમાંથી કોઈ તરીને નાહી છૂટાત. 43 . ફ્ણ સુબેદારે પાઉલને બચાવવાણા ઇરાદાથી તીયણાહાય એ સલાહણે અમલમાં મૂક્તા અટકાવ્યા, ને હૂકુમ આચ્ચો કા, જીયણાહાય તરતા આવીળત હોય તીયણાહાય દરિયામાં કુદીને કિનારે પેલા જાવાણ. 44 ને બાકીનાહામાંથી કતરાહેકે પાટીયા પાર ને કતરાહેકે વહાણને કાંઈક બીજા સામાન પાર અળકીન કાંઠે જાવાણ. એટલે એહે હોવ કા બદા હારી રીતે કાંઠે પહોંચ્યા.