અધ્યાય ૨૫

1 . ફ્રેસ્તસ પોતાણે વિસ્તારમાં આવીને તીન દિહી ફૂટી કાઈસારિયાથી યરુશાલેમ ગો. 2 . તીયા મુખ્ય યાજકોહે ને યહૂદીયામાંણા મુખ્ય માણાહાય પાઉલને વિરુદ્ધ ફરિયાદ કદી. 3 . તીણાહાય પાઉલને વિરુદ્ધમાં તીયાણે એવી આજીજી કદી કા, તીયાણે યરુશાલેમ હાદીને માંગ, [એવા હેતુથી] કા તે માણાહાય સંતાડી રાખી વાટીમાં તીયાણે મારી નાખાવે. 4 . ફણ ફેસ્તસે જવાબ આપ્યો કા, પાઉલને કાઈસારિયામાં જ ડેરામાં રાખીનો હા, ને હાય પોતે તીયે થોડાક દિહામાં જાવાણો હામ. 5 . એટલે તુમારેમાંણા જીયણે પાર દોષ મુકવાણ કારણ હોય તી મારે હારી આવીને ઇયા માણાહાણે જો કાંઈ વાંક હોય તો તીયા પાર આરોપ મૂકે એહે તીયે કય. 6 . તીયણે હારી આઠ દિહાથી વદારે ની રતા તો કાઈસારીયા ગો, બીજે દિહી ન્યાયાસન પાર બેહીને તીયે પાઉલને પોતાણી સમક્ષ નાવવાણી આજ્ઞા કદી. 7 . તો હાજર હોવો તીયા યરુશાલેમથી આવીના યહૂદીયો હીય તીયાણે આજુબાજુમાં ઉભા રઈને તીયા પાર હામટા મોટા આરોપ મુકણે લાગે, ફણ તી સાબિત કરી હકશે ની. 8 . તીયા પાઉલે પોતાણા બચાવમાં કય કા, 'યહૂદીયાણે નિયમશાસ્ત્રણે ને ભક્તિસ્થાનમાં ને કાઈસારની વિરુદ્ધ મેં કોઈ વિરોદ્ધ કદો કાયની. 9 . ફણ ફેસ્તસે યહૂદીઓહીય ખુશ કરવાણી ઈચ્છાથી પાઉલને જવાબ આપ્યો કા, 'કેહ તું યરુશાલેમમાં જાઈને તીયા હે બાબત વિશે મારે આગાલ પોતાણે ન્યાય કરાવવાણે રાજી હા? 10 .ફણ પાઉલે કય કા, કાઈસારીયાણે ન્યાયાસન આગાલ હાય ઉભો હામ, તીયે મારે ન્યાય હોવા જુજે; મયે યહૂદીઓણે કાંઈ ખરાબ કદ કાયની, તે તુમે બી હારી રીતે જાણતે હા. 11 . જો હાય ગુનેગાર હામ, ને મરણદંડણે યોગ્ય મયે કાંઈ કદ હોય, તે મયે મરને ના કાયની કય, ફણ જીયા વિશે તે મારે પાર આરોપ મુકતો હા તીયામાણી જો એક વાત હાચી ની હોય તે તીયણાહાય હાથમાં કોઈ માને હોફી શકતો કાયની, હાય કાઈસારને પાહાય દાદ માગતો હામ." 12 . તીયા ફેસ્તસે ન્યાયસભાણે સલાહ નેઈને જવાબ આપ્યો કા, 'તે કાઈસાર પાહાય દાદ માંગી હા; તે તોરે કાઈસારને પાહાય જાવા પડી. 13 . કતરાક દિહ જાતા રયા ફૂટી આગ્રીપા રાજા ને બેરનીકે કાઈસારીયા આવે. ને ફેસ્તસણે મુલાકાત નેદી. 14 . તીયે ખણા દિહ તીયે રયા ફૂટી ફેસ્તસે પાઉલ સંબંધણી વાત રાજાણે જાહેર કરતા કય કા, ફેલીકસ એક બંદીવાન માણાહાને મૂકી ગો હા. 15 . જીયા હાય યરુશાલેમમાં હોતનો તીયા મુખ્ય યાજકોણે ને યહૂદીઓણા વડીલોહી તીયા પાર ફરિયાદ કરીને તિયાણે વિરુદ્ધ તીયાણે ગુનેગાર ઠરાવવાણી માગણી કદી. 16 . મયે તીયણાહાય જવાબ આપ્યો કા, કોઈ બી તહોમતદારને ફરિયાદીહીય રૂબરૂ તહોમત વિશે પોતાણે બચાવમાં જવાબ આપવાણી તક ની મિલે તીયા હુદી તીયાણે મારી નાખણે હોપી દેવો હે રોમનોણે રીત કાયની. 17 . તીયા માટે તે ઇયે એકઠા હોવા, તીયા વિલંબ કર્યા વગર બીજે દિહ ન્યાયાસન પાર બેહીને તો માણાહાને મારે રુબરુ નાવવાણો હુકમ મયે આપ્યો. 18 . ફરિયાદહીય ઉભા હોયને, હાય થારતોનો કા હેવા કોઈ બી દુષ્કૃત્ય વિશે તીયા પાર આરોપ મુક્યો કાયની. 19 . ફણ તીયણાહાય પોતાણે ધર્મ વિશે, ને ઈસુ નામે કોઈ માણહું જી મરી ગયે હા ફણ જીયા વિશે પાઉલ કતો હા કા તો જીવતો હા, તીયા વિશે તીયાણે વિરુદ્ધ તીયણાહાય કતરાક સવાલ ઉઠાવ્યા. 20 . હે બાબત વિશે કેવી રીતે તપાસ કરવાણી તીયાણે હુજ માને કાયની પડી એટલે મયે પૂછય કા, કેહ તું યરુશાલેમમાં જાઈને તીયે એ બાબત સંબંધી પોતાણે ન્યાય કરાવાણે ઇચ્છતો હા? 21 . ફણ પાઉલે તીયાણે મુકાદમાં અંગે કાંઈસાર પાહી દાદ માંગી હા, એટલે મયે હુકમ કદો કા 'કાઈસારને પાહાય હાય તીયાણે મોકન તીયા હુદી તીયાણે જેલમાં રાખવાણો." 22 .તીયા આગ્રીપાયે ફેસ્તસણે કય કા, 'હે માણાહાણે ઉનાવાણી મારે બી ઈચ્છા હા. તીયા તીયે કય કા, કાને તુમે તીયાણે ઉનાય હખા." 23 . એટલે બીજે દિહ આગ્રીપા ને બેરનીક મોટા દબદબા હારી દરબારમાં આવા, સરદાર ને હેરાના મુખ્ય માણહે બી દરબારમાં હાજર હોવે, ફેસ્તસણે આજ્ઞાથી તીયણાહાય પાઉલને તીયે રજૂ કદો. 24 . તીયા ફેસ્તસે કય કા, 'ઓ આગ્રીપા રાજા ને હાજર હોવને બદે ગૃહસ્થ, જે માણહા વિશે યહૂદીઓણે આખા સમુદાયે યરુશાલેમમાં ને ઇયે બી માને વિનંતી કદી, ને બૂમ પાડી કા, તીયાણે જીવતો રવા દેવો યોગ્ય કાયની, તીયાણે તુમે હેદતે હા. 25 . ફણ માને એવ માલૂમ પડ્ય કા તીયાણે મરણને શિક્ષાણે યોગ્ય કાય નાથ કદ, તીયે પોતે કાયસાર પાહાય દાદ માંગી, એટલે મયે તીયાણે રોમ મોકની આપવાણો નિર્ણય કદો હા. 26 .તીયા વિશે હેવી કાંઈ ચોક્કસ વાત મારે પાહાય કાયની કા જે હાય મારે અધિકાર પાર નખ, એટલે મયે તુમારે આગાલ, ને, ઓ આગ્રીપા રાજા, વિશેષ કરીને તુમારે આગાલ, તીયાણે રજુ કર્યો હા, હિયા માટે કા તપાસ હોવા ફૂટી માને કાંઈ નખી જાણવાણ મીલી આવે. 27 . કેહ કા કેદીણે મોકીનવો, ને તીયા પારના આરોપ દર્શાવવા હે માને અયોગ્ય નાગતા હા.