અધ્યાય ૨૪

1 . પાંચ દિહિ પુઠી અનન્યા પ્રમુખ યાજક કતરાક વળીલોહે ને તુર્તલસ નામણા એક વડીલને હારી નેઈને આવો. તીયણાહાય રાજ્યપાલ હાંબી પાઉલ વિરૂદ્ધ ફરિયાદ રજૂ કદી. 2 . પાઉલને હાદવામાં આવો તિયાં તુર્તલસે નીચે દર્શાવ્યા પ્રમાણે બોનીને તિયાંણે વિરૂદ્ધ આરોપ મૂકવાણ શરૂ કરતાં કય કા, ઓ નેકનામદાર ફેલીકસ, તોરેથી આમે હામટી સુખશાંતિ પામતે હામ. તોરે સમજદારીથી ઇયે પ્રજાણે લાભમાં અનર્થો દૂર કરવામાં આવતા હા. 3 . એટલે આમે બદી જ રીતે તોરે આભારી હા. 4 . ફણ હાય તુને વદારે ખોટી ની કર અતરા હારું હાય તુને આજીજી કરતો હામ કા, દયા કરીને આમારે થોળીક વાત ઉનાય ને. 5 . કા ઓ માણહુ દુઃખ આપનારો ને આખા જગતણે બદા યહૂદીયોમાં હંગામો પેદા કરનારો ને ઈસુ નાઝારો પંથણો આગેવાન હોવાણો આમાહાય માલૂમ પયળો હા. 6 . તીયે ભક્તિસ્થાનણે બી અશુદ્ધ કરવાણો કોશિશ કદની, તિયાં આમાહાય તિયાણે થયરો, ને આમે આમારે શાસ્ત્ર પ્રમાણે તિયાંણે ન્યાય કરને માંગતના. 7 . ફણ લુકિયસ સરદાર આવીને હામટી બળજબરી કરીને આમારે હાથમાંથી તિયાંણે છોળવી નેય ગો. 8 . તિયાં પાર ફરિયાદ કરનારાહાય તોરે પાર આવવાણી આજ્ઞા કદી. ઈયાણે તપાહા તું પોતે જ કરહે, જી બદાહાય વિષે આમે ઇયા પાર દોષ મુક્તે હામ તિયાં બદાહાથી તું માહિતગાર હોવહે. 9 . યહૂદીયોહે બી ફરિયાદમાં સામિલ હોઈને કય કા, એ વાતે ઇયા જ પ્રમાણે હા. 10 . પુંઠિ રાજ્યપાલે પાઉલને બોનવાણો ઈશારો કદો, તિયાં તીયે જવાબ આપચો કા, ખણા વરહાથી તું ઇયા દેશણે, નીયાયદોશ હા, ઈ જાણીને હાય ખુશીથી પોતાણે બચાવણે જવાબ આપતો હામ. 11 . કેહેકા [તપાહા કરવાથી] તુને ખબાર પળી કા ભજન કરને હારું યરુશાલેમમાં જાણે માને બાર કરતાં વદારે દિહિ હોવા કાયની. 12 . સબાસ્થાનોમાં કા હૈરામા કોઈ હારી બોનાબોની કરતો, ને માણાહામા હંગામો કરતો તીયણાહાય માને દેખ્શો કાયની. 13 . મારે પાર જે આરોપ આમુ તે મૂકતા હા તિયાંણે સાબિત તે તોરે આગાલ કરી હકતા કાયની. 14 . ફણ તોરે આગાલ હાય અત્ર કબૂલ કરતો હામ કા, જીયે વાટેણે તે દુરમતે કતો હા તિયાં પ્રમાણે હાય આમારે પૂર્વેજેહે ઇશ્વરની ભક્તિ કરતો હામ. જે વચન નિયમશાસ્ત્રમાં ને પ્રબોધકોહે ચોપળાહામાં નખીની હા તે બદી હાય માનતો હામ. 15 . હાય ઇશ્વર વિષે એવી આશા રાખતો હામ, જેહે તે પોતે બી રાખતા હા, કા નીયાયી ને અન્યાયીયોહે પુનરૂત્થાન હોવી. 16 . ને હાય એવી કોશિશ કરતો હામ કા, ઇશ્વરને ને માણાહાય પ્રત્યે હાય કાયમ વાંક વગારન હૃદય રાખ. 17 . હવે ખણા વરહા પૂઠી હાય પોતાણે માણાહાય દાન આપણે ને અર્પણ કરને આવો. 18 . તીયી વખાતે તીયણાહાય માને ભક્તિસ્થાનમાં ચોખો હોવીનો દેખશો, તીયે ફીળ કા તોફાન હોવની કાયની. ફણ આસિયાણે કતરેક યહૂદી તીયે હોતને. 19 . જો મારે વીરુદમાં તી કાય કવાણે હોતે, તે તી તોરે પાર ઇયે આવીને આરોપ મૂકવા જોજતાના. 20 . હવે ઇ માણહે પોતે કાઈક કંઈ દેખાળાત કા, હાય, નીયાયસબાણે આગાલ ઉભો રાખીનો તિયાં મારેમાં તીયણાહાય કાણો વાંક ખબાર પળીનો? 21 . અતર તે ખર કા, તીયણે વચ્ચે ઊબો રાખીને માયે ઇ એક વચન કય કા, મરી ગનાહાય પાછ જીવતા હોવા વિષે તુમારે રૂબરૂ આજે મારે નિયાય કરવામાં આવતો હા. 22 . ફણ ફેલીકસણે તીયે વાટ વિષે વદારે હમાજ હોતની, એટલે તીયે મુકદમાણે મુલતાવી રાખીને તીયણાહાય કય કા લુકિયસ સરદાર આવી તિયાં હાય ઇયા કામણો નિર્ણય કરીહિ. 23 . તીયે સુબેદારને આજ્ઞા કદી કા, તિયાંણે નજરમાં રાખવો ફણ તિયાંણે છુટ આપવી. ને તિયાંણે દોસ્તારેમાણા કોઈણે તિયાંણે સેવા કરવાંણી ના પાળવી ની. 24 . ફણ કતરાક દિહિ પુઠિ ફેલિક્સ તિયાંણે ડોહની દ્રુંસિલા, કા જે યહુદી હોતની, તીયે હારી આવો, ને તીયે પાઉલને હાદાવિને ખ્રિસ્ત પારના વિશ્વાસ વિષે વચન ઉનાય. 25 . પાઉલ સદાચાર, સંયમ, ને આવનારા નીયાયકાળ વિષે હમ્જાવતોનો, તિયાં ફેલિક્સે બીયને જવાબ આપચો કા, આમું તો તું જા, મારે હારો સમય મિલી તિયાં હાય તુને મારે પાહિ હાદીહિ. 26 . તો એવી બી આશા રાખતોનો કા, પાઉલ માને પયાહા [લાંચ] આપી, ઇયા હારું તો ખણી વાર તિયાંણે હાદીને તિયાં હારી વાતચીત કરતોનો. 27 . ફણ બે વરહા પૂઠિ ફેલિક્સણે જાગે પોકિયસ ફેસ્તસ આવો, યહૂદીયોહે પ્રસન્ન કરવાણી ઈચ્છાથી ફેલિક્સ પાઉલને બંદનમાં મૂકી ગો.