1 . તીયા પાઉલે નિયાયસભાણે હામ્બો એકી નજરે હેદી રઇન કય કા, ફાહાવેહે,હાય આજે હુદી ઈશ્વર હામ્બો ચોખ્ખો હૃદયથી વર્રતીયો હામ. 2 . તીયા અનાન્યા પ્રમુખ યાજકે તીયાણે પાહી ઉબા રાખનારાહેય તીયાણે મુંયામા થાપાળે ઠોકવાણો હુકુમ કદો. 3 . તીયા પાઉલ તીયાણે કયકા, 'ઓ થોઇની ફિત, ઈશ્વર તુંને લેય; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારે નીયાય કરને બેઠનો હોવા છતાં નીયમશાસ્ત્રણે વિરુદ્ધ માને લેવાણી આજ્ઞા કરતો હા કા? 4 . પાહી ઉબા રાખનારાહાય કય કા, તુ ઈશ્વરને પ્રમુખ યાજકણી નિંદા કરતો હા કા? 5 . તીયા પાઉલે કય કા,ફાહાવેહે ઓ પ્રમુખ યાજક હા, તી હાય જાણતોનો કાયની કેહકા એહે નખીન હા કા, તોરે લોકોહે અધિકારીહીય તોરે ખોટ બોનવ ની. 6 . પૂઠી પાઉલે હેજ્જ કા એક ફાગ સદુકીહોય ને બીજો ફાગ ફરોશીહોય હા, તીયા તીયે સબામાં બૂમ પાળી કા, ઓ ફાહાવેહે, હાય ફરોશી હામ ને મારે પૂર્વજ ફરોશી હોતના ને મરીગનાહા જીવીતા હોવાણા સબંધી આશાણે બાબત વિષે મારે નીયાય કરવામાં આવતો હા. 7 . તીયે એવ કય તીયા ફરોશીયોહે ને સદુકોયોહે વચ્ચે તકરાર ઉબી હોવી, ને સભામાં ફાગલા પયળા. 8 . કેહકા સદુકી કતા હા, પાછ જીવીત હોવાણા કાયની, દૂત ને આત્મા બી કાયની ફણ ફરોશી હે બે વાતણે માનતા હા. 9 . તીયા માટે ગળબળ ઉબી હોવી. ફરોશીહેય પક્ષણા કતરાક શાસ્ત્રી ઉંઠયા ને રકઝક કરતા કણે લાગા કા, ઈયા માણાહામાં આમાહાય કોઈ વાતણે અપરાધ દેખાતો કાયની? કદાચ પવિત્ર આત્માએ ને પ્રભુણા દુતે તીયણે કાય કય હોય તીયાથી કાજા? 10 . તકરાર વદી ગોઈ, તીયા તે પાઉલને માંરી નાખી, એવી બીક રાખીને સરદારે સિપાઈયોહોય હુકમ કદો કા, 'જાઈને જોરાજોર તીયાણે તીયણે વચ્ચેથો ખેચી નાવીને કિલ્લામાં નાવા." 11 . તીયે જે રાતે પ્રભુએ તીયા પાહી ઉબા રાખીન કય કા,' હિંમત રાખ, કેહકા જેહે મારે વિષે તુયે યરુશાલેમમાં સાક્ષી આપી હા, તેહે રોમમાં બી તોરે સાક્ષી આપવા પળી. 12 . દિહી ઉગ્યોપૂઠી યહૂદીયોહે હૂપ કદો, ને હમ ખાદા કા, પાઉલ ને મારી નાખશે તીયા હુદી ખાવાણ -પાણી નેજે ની.’’ 13 . હો હુપ કરનારા ચાલીહીથી વદારે હોતના. 14 . તીયણાહાય મુખ્ય યાજક ને વળીલો પાહી જાઈને કય કા, આમે આકરા હમથી બાદાયના હામ કા, પાઉલ ને મારી નાખશે ની તીયે હુદી આમે મુવામાં કાઈ મુંકયેની. 15 . એટલે જાણે કા તીયાણે બાબતે તોરે વદારે સિણવટથી કરવી હોય હેવા બાના સબા હારી તુમે સરદારને એવી સૂચના આપા કા, તો તીયાણે તુમારે પાર રજુ કરે, તો પૉચે તીયા પેલાં આમે તીયાણે મારી નાખણે તીયા ને હામ.’’ 16 . ફણ પાઉલે ફાણેજેહે તીયાણે દપી રવા વિષે ઉનાય તીયા તીયે કિલ્લામાં જાઈને પાઉલને ખબાર આપી. 17 . તીયા પાઉલે સુબેદારેમાણા એકણે પોતાણે પાહી હાદીને કય કા, 'ઈયા જુવાનણે સરદાર પાહી નેય જા, કેહકા ઓ તીયાણે કાંઈ કણે માગતો હા." 18 . તીયા તીયે સરદાર પાહી તીયાણે નેય જાઈને કય કાં, પાઉલ બંદીવાન માને પોતાણે પાહી હાદીન વિનંતી કદી કાં, ઈયા જુવાનણે સરદાર પાહી નેય જા, કેહકા ઓ તીયાણે કાઈ કણે માગતો હા." 19 . તીયા સરદારે તીયાણે હાથ થરીને તીયાણે એખનો નેય ગો, ને ખાનગી રીતે પુચ્છ કા,તુ માને કાજા કવાણો હા? 20 . તીયે કય કા,' યહૂદીયોહે તોરે પાહી વિનંતી કરવાણો હુકમ કદો હા કા, જાણે કા તુ પાઉલ સંબદી વદારે સિણવટથી તપાહા કરને માગતો હો એવા હેતુથી તુ હવારે તીયાણે નીયાયસબામાં નેય આવે. 21 . એટલે તુ તીયાણે કઈન માનતો નખે કેહકા તીયણેમાણો ચાલીથી વદારે માણહા તોરે હારું દપી રયા હા. તે એવા હમથી બાદાયના હાકા તુને મારી નાખશે ની તીયે હુદી આમે ખાવાણ-પાણી નેજે ની આમે તે તીયાર હા ને તોરે જવાબણે વાટ હેદતા હા. 22 . તીયા સરદારે તીયા જુવાનણે એવી તાકીદ આપીને વિદાય કદો કા,તુયે ઈયે વાતની ખબર માને આપચા વિષે કોઈણે કતો નખે. 23 . પૂઠી તીયે સુબેદારોહે માણા બે જણાહાય પોતાણે પાહી હાદીને કય કા,' બસો સિપાઈઓહેય,ને સીતેર સવારોહે ને બસો બરછીવાલાહાય,રાતીણ નવ વાગે કાઈસારિયા હુદી જાણે તીયાર રાખા; 24 . ને પાઉલ હારું જનાવર તીયાર રાખા કા તીયાણે તીયા પાર બેહાળીને હાંકેમ ફેલીકસ પાહી સલામત પચાળવામાં આવે. 25 . તીયે પ્રમાણે નકશ કા, 26 . હાર નામદાર ફેલિક્સ રાજ્યપાલને કલોડીયસ લુકિયસણી સલામ. 27 . ઈયા માણાહાણે યહૂદીયોહે થરીનો ને તે તીયાણે મારી નખવાણા હોતના, તીયા ઓ રોમન હા તી ઉનાયને હાય સિપાઈયોહે હારી નેઈને તીયે ગો ને તીયાણે છોળાવી નાવો. 28 . ને તીયા પાર કેવાણે નેદે વાંક મુકતા હા ઈ જાણને હારૂ હાય તીયણે નીયાયસબામાં તીયાણે નેય ગો. 29 . તીયા માને ખબાર પળી કા, તીયણે નીયમશાસ્ત્રણે બાબતો સબંધી તે તીયા પાર દોષ મુકતા હા, ફણ મારી નાખવાણી કા કેદણી સજા હોવે એવો દોષ તે તીયા પાર મુકતા કાયની. 30 . જીયા માને ખબર પળી કા ઈયા માણાહાણે વિરુદ્ધ કાવતર રચવાણ હા, તીયે જ સમયે માયે તીયાણે તરાત તોરે પાહી મોકીન્તો, ને ફરિયાદીયોહે બી હુકુમ આપચો કા, તીયાણે વિરુદ્ધ તે જી કવાણ હોય તી તે તોરે આગાલ કયાત. 31 . તીયા સિપાઈઓ તીયણાહાય મીલીના હુકુમ પ્રમાણે પાઉલે નેઈને રાતો રાત આંતિપાત્રસમાં આવા. 32 . ફણ બીજે દિહી સવારોહે તીયા હારી જાણે હારૂ મૂકીને તે કિલ્લામાં પાછા આવા. 33 . તે કાઈસારીયા પહોચ્ચાં પૂઠી રાજ્યપાલને પત્ર આપચો, પાઉલને બી તીયા હામ્બો ઉબો રાખાયળો. 34 . તીયે તી પત્ર વાંચીને પૂંછ કા, ;ઓ કાણા વિસ્તારનો હા? જીયા તીયાણે ખબર પળી કા, તો કિલીકિયાણો હા. 35 . તીયા તીયે કય કા ફરિયાદી આવાત પૂઠી હાય તોરે મુકદમાણે તપાહ કરીહી, પૂઠી તીયે એવો હુકુમ આપચો કા, તીયાણે હેરોદણે દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.