1 . 'ફાહાવાને વળીલો, હવે હાય મારે બચાવમાં જો જવાબ તુમાહાય આપીહી તો ઉનાયા."' 2 . તીયાણે હિબ્રુ ભાષામાં બોનતો ઉનાયને તીયણાહાય વદારે શાંતિ રાખી; તીયા પાઉલે કય કા. 3 . 'હાય યહૂદી માણહુ હામ, કિલીકિયાણે તાર્સસમાં જન્મીનો, ફણ ઇયા શહેરણે ગમાલીએલને તીયે મોટો હોવીનો, આપળે પૂર્વજોહે નિયમ પ્રમાણે મજબુત રીતે હિખીનો, ને આમુ તુમે બદે જેવે ઈશ્વરમાં મજબુત હા તેવો હાય બી હોતનો. 4 . ને પાછો હાય ઈયે વાટેણા પુરુષોહોય ને સ્ત્રીઓહોય બાંદીને જેલમાં નાખીન તી મરી જાત તીયા હુદી હેરાન કરતોનો. 5 . પ્રમુખ યાજક તેહેજ આખો વળીલ વર્ગ [ઇયા વિષે] મારે સાક્ષી હા; ને પાછો ઈયણે પાહીથી ફાહાવાય પાર પત્રનેઈને હાય દમસ્ક જાણે નીકીલ્યો, ઇયા હારુ કા જી તીયે હોતને તીયણાહાય બી બાંદીને શિક્ષા કરને હારુ યરુશાલેમ નાવા. 6 . હાય ચાનતાં ચાનતાં દમસ્ક પાહી આવી પહોંચ્યો. તીયા એહે હોવ કા લગફગ બોપરેહે મારે આજુબાજીમાં આકાશમાંથી અચાનક મોટ હુજાલ હોવ. 7 . તીયા હાય જમીન પાર પળી ગો, ને મારે હારી બોનતો હોય એવો એક અવાજ મયે ઉનાયો કા, શાઉલ, શાઉલ, તુ માને કેહે સતાવતો હા? 8 . તીયા મયે જવાબ આપ્યો કા, પ્રભુ તુ કિડો હા? તીયે માને કય કા, 'હાય ઈસુ નાઝારી હામ, જીયાણે તુ સતાવતો હોવ."' 9 . મારે હારી જે હોતના તીયણાહાય હુજાલ તે હેજજ ખર, ફણ મારે હારી બોનનારો અવાજ તીયણાહાય ઉનાયો કાયની. 10 . તીયા મયે કય કા, પ્રભુ હાય કાજા કર? ‘પ્રભુએ માને કય કા, ઉઠીને દમસ્કમાં જા, જી બદ તોરે કરવાણ નક્કી કરાય હા તીયા વિષે તુને કવામાં આવી. 11 . તીયા હુજાલાણે નેદે હાય હેદી હકશો કાયની, એટલે મારે હારીણાહાય હાથ થરીને હાય દમસ્કમાં આવો. 12 . અનાન્યા નામણો એક માણહ નિયમશાસ્ત્રણે આધારે ચાનનારો ઈશ્વરભક્ત હોતનો, તીયા વિષે તીયે રનારે યહૂદી હાર બોનતેને હોતેને. 13 . તો મારે પાહી આવો, તીયે મારે મેરે રઇને માને કય કા, ' ફાહાય. શાઉલ, તુ દેખતો હોય જા. 'ને તરાતુજ દેખતો હોવીન મયે તીયાણે હેજ્જો. 14 . પુથી તીયે કય કા, 'આપળે પુર્વજોહેય ઈશ્વરે તીયાણે સેવા કરને હારુ તુને પસંદ કદો હા કા, તુ તીયાણે ઇચ્છા જાણે, તુ ન્યાયણે હેદે ને તીયાણે મુવાણી વાત ઉનાય. 15 . કેહેકા જી તુયે હેજજ હા, ને ઉનાય હા, તીયા વિષે બદા માણાહાય આગાલ તુ તીયાણે સાક્ષી બનેહે. 16 . હવે તુ કેહે ઠીન કરતો હા? ઉઠ ને તીયાણે નામણી પ્રાર્થના કરીને બાપતિસ્મા ને, તોરે પાપ સમા પામ. 17 . પુથી એહે હોવ કા હાય યરુશાલેમમાં પાછો આવો ને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતા કરતોનો, એવામાં બેહોશ હોય ગો, 18 . પ્રભુએ માને દર્શન આપીને કય કા, 'ઉતાવલ કર, ને યરુશાલેમમાંથી વેલો નીકીલ, કેહેકા મારે વિષે તોરે સાક્ષી તે માની ની."' 19 . તીયા મયે કય કા, ' પ્રભુ, તી પોતે જાણતે હા કા તોરે પાર વિશ્વાસ કરનારાહાય હાય જેલમાં નાખતોનો, બદા ભકિતસ્થાનોમાં તીયણાહાય લેતનો; 20 . તોરે સાક્ષી સ્તેફનણે નુઈ વોવળાવવામાં આવ તીયા હાય બી પાહી ઉબો રાખીનો હોતનો, ને તીયા કામમાં રાજી હોતનો, તીયાણે મારી નાખરાહીહાય નુગળે હાય હાચીવતોનો."' 21 . તીયા તીયે માને કય કા, 'તુ ચાનતો હોવ, કેહેકા હાય તુને ઈયથી દૂર બિનયહૂદીઓ. પાહી મોકની દેહી."' 22 . તીયણાહાય તીયાણે વાત ઉનાઈ, પુથી બમનીન કય કા, 'એવા માણાહાણે થરતી પારથો દૂર કરા, કેહેકા ઓ જીવે તેવો યોગ્ય કાયની. 23 . તીયા તે બમીનતા, ને પોતાણે શભ્ભા ઉછાલતા, ને વાયરામાં ફુંભૂર ઉડાળતાના; 24 . તીયા સરદારે તીયાણે કિલ્લામાં નાવવાણો હૂકુમ કદો, તીયણાહાય કાજા કરને તીયા હામ્મે એવી બૂમ પાળી, તી જાણને હારુ તીયાણે કોરડા મારીને તપાહા કરવાણ ફરમાવ્ય. 25 . તીયણાહાય તીયાણે ચામળાણે દોડાથી બાંધજો, તીયા પાઉલે પાહી ઊબીનો સરદારને કય કા, " જો માણહું રોમન હા, ને ગુનેગાર ઠરાવવામાં આવો કાયની, તીયાણે તુમારે કોરડા મારવાણ કાયદેસર હા કા? 26 . સુબેદારે તી ઉનાય તીયા તીયે જાઇને સરદારને કય કા, 'તું કાજા કરને માંગતો હા? ઈ માણહું તે રોમન હા."' 27 . તીયા સરદારે આવીને તીયાણે કય કા, 'માને ક, તુ રોમન હા કા? પાઉલે કય, 'હવે."' 28 . તીયા સરદારે જવાબ આપ્ચો કા, ખણા પયાહા આપીને ઈયે નાગરિકતાણો હક મયે વેચાતો નેદો હા. ફ્ણ પાઉલે કય કા, 'હાય તે જન્મથી જ નાગરીક હામ." 29 . તીયા જે તીયાણે તપાહા કરને તીયાર હોતના, તે તરાત તીયાણે મુકીને નાહી ગયા; ને તો રોમન હા, ઈ જાણીન ને પોતે તીયાણે બાંદાવ્યો હા એટલે સરદાર બીય ગો. 30 . યહૂદીઓ કેવાણે નેદે તીયા પાર વાંક કાળતે હા તી ચોક્કસ જાણને તીયે બીજે દીહી તીયાણે બાંધીને છળીય; મુખ્ય રાજકોહે ને તીયણે આખી ન્યાયસભાણે હાજર હોવાણો હૂકુમ આપી, ' પુઠી તીયે પાઉલને નાવીને તીયણે આગાલ ઉબો રાખાળીયો .