અધ્યાય ૨૧

1 . એહે હોવ કા, આમે તીયણેહારેથી જુદા હોયા પૂઠી વહાણ હાકીને હીદી વાટે કોસ આવા. ને બીજે દિહી રોડેસ પુઠી‌ તીયે થી પાતરા આવા. 2 . ફિનીકિયા જાનાર એક વાહાણ મીલ્ય એટલે આમે તિયામા બેહીન રવાના હોવા. 3 . પુઠી સાયપ્રસ [ટાપુ] દેખાઇ પયળો, એટલે તીયાણે ડાબી ફણી મુકીને આમે સીરિયા ગયા, ને તુર ઉતિયરા, કેહે કા તીયે વાહાણનો માલ ઉતારવાણો હોતના. 4 . આમાહાય શિષ્યો મિલી આવા.એટલે આમે સાત દિહિ તીયે રયા. તીયણાહાય પવિત્રઆત્માણી [પ્રેરણા થી] પાઉલને કય કા, "તોરે યરૂશાલેમમાં પાગ મુકવો ની." 5 . તે દિહિ પુરા હોવા પુઠી એહે હોવ કા આમે નિકલીન આગાલ ચાનીયા, તિયાં તી બદે, સ્ત્રી બાળકોહો હારી, શહેરણે બાયરે હુદી આમાય વિદાય આપણે આવે. આમાહાય દરિયાકિનારે ખૂટણે પળીને પ્રાથૅના કદી. 6 . એકબીજાણા ફેટીને આમે વહાણમાં બેઠા, ને તી ઘર પાછા ગયા. 7 . પુઠી આમે તુરથી સફર પુરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા; ફાવાહાય ફેટીન એક દીહી. તીયણે હારી રયા. 8 . બીજે દીહી આમે તીયા નિકલીને કાંઈસરિયમાં આવા, સુવર્તિક ફિલિપ જો હાત સેવેકોમાંણો એક હોતનો તિયાંણે ખર જાઈને તિયાં હારી રયા. 9 . ઇયા માણાહાણે ચાર કુવાયરે ડીકીયરે હે હોતની, તે પ્રબોધિકાઓ હોતીની. 10 . આમે તીયે ખણા દીહી રયા. અતરામાં આગાબાસ નામણો એક પ્રબોધક યહુદીયાથી આવો. 11 . તીયે આમારે પાહી આવીને પાઉલનો કમરબંધ નેદો, ને પોતાણે હાથ પાગ બાંધીને કય કા, પવિત્રઆત્મા એહે કતો હા કા, 'જીયા માણસણે ઓ કમયબંધ હા તિયાંણે યરૂશાલેમમાંણા યહૂદીઓ એવી રીતે બાંધીન બિનયહુદીયોણે હાથમાં હોપીઈ. 13 . આમાહાય ઈ ઉનાય તિયાં, આમે તીયા તીયણા માણાહાય પણ તિયાણે યરૂશાલેમ ની જાવાણી વિનંતી કદી. 12 . તીયાં પાઉલે જવાબ આપચો કા, તુમે કાજા કરને રળતે હા. ને મારે હદય દુઃખીવતે હા? હાય તે એખનો બાંધાવાણે કાયની, ફણ પ્રભુ ઈસુણા નામણે હારું યરૂશાલેમમાં મરને બી તિયાર હામ. 14 . જીયા તીયાં માન્ય ની, તિયાં પ્રભુણે ઇરછા પ્રમાણે હોવે, એવ કઈન આમે શાંત રયે. 15 . તીયાં દિહા પુઠી આમે આમારે સામાન નેઈન યરૂશાલેમ ગયા. 16 . શિષ્યોમાંણા કતરાક કાંઈસારિયામાંથી આમારે હારી આવા, ને સાયપ્રસણા મનાસોન નામણા એક જૂના શિષ્યણે ખર, જીએ આમરે રોકાવાણ હોતન તીયાંણે તીયે તીયણાહાય આમાહાય પહોંચાયળા 17 . આમે યરૂશાલેમ આવા તિયાં ફાવાહાય ખુશીથી આમારે આવકાર કદો. 18 . બીજે દીહી પાઉલ આમારે હારી યાકુબણે ખર ગો, ને બદા વળીલો તીયા હાજર હોતના. 19 . તીયે તીયણાહાય ફેટીને ઇશ્વરે તિયાંણે સેવાથી બિનયહુદીઓમાં જી કામે કરાવીને તિયા વિષે વારાફરતી કય ઉનાવ્ય. 20 . તીયણાહાય તી ઉનાઈને ઇશ્વરને સ્તુતિ કરતાં કય કા, ફાહા, યહુદીયો માંણા હજારો વિશ્વાસીઓ હોવા હા. તી હેદતે હા; ને તી બદે મક્કમ રીતે નિયમશાસ્ત્રણે પાલતે હા. 21 . તીયણાહાય તોરે વિષે ઉનાય હા કા, તું મુસાણે નિયમશાસ્ત્રણો ને યહૂદી રીતરિવાજોણે વિરોધી હા. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીયોણ નીયકાહાય યોખે કરવાંણી ની. પૂર્વજો હે રીતરિવાજ પ્રમાણે ચાનવાણ ની. એવ તો હિખીવતો હા. 22 . તુ હવે કાજા કરને? તું આવો હા તીયાં વિષે ચોક્કસ ખબર પળી જ. 23 . એટલે આમે તુને કજે તેહે કર; આમારેમાંણા ચાર માણાહાય શપથ નેદની હા. 24 . તીયણાહાય નેઈને તીયણે હારી તુ બી પોતાણે ચોખ્ખો કર, ને તીયણે હારું ખર્ચ કર, કા તી પોતાણે ‌ટમપે મુંડાવે; એટલે બદે જાણહા કા, તોરે વિષે જી બદાહાય ઉનાય હા તીયાંમા કોય હાચ કાયની. ફણ તું પોતે બી નિયમશાસ્ત્ર પાલીને તિયા પ્રમાણે ચાનતો હા. 25 . ફણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી આમાહાય ઠરાવીને નખી મોકીનને હા કા, તે મુર્તિહીય અર્પણ કદની વસ્તુઓથી, નુઇથી, ગુંગળાવીન મારીનાખી ને વ્યભિચારથી દૂર રય. 26 . તીયાં પાઉલે બીજે દીહી તીયા માણાહાય નેઈને તીયાંણે હારી ચોખ્ખો હોવીન ભક્તિસ્થાનમાં ગો. ને એવ જાહેર કદ કા તીયણેમાંણા બદાહાય હાર અર્પણ ચળાવવામા આવી તિયા જ શુદ્ધિકરણના દીહી પુરા હોવી. 27 . તે સાત દીહી પૂરા હોણે આવા તીયા આસિયાણે યહૂદીયોએ તીયાંણે ભક્તિસ્થનામાં હેદીને બદા માણાહાય ચળાવીન તીયાં પાર હાથ નાખીને તીયાંણે થરી નેદો; 28 . તીયણાહાય બૂમ પાળી કા, ઓ ઇઝરાયલી માણાહાઓ, મદદ કરા;.જો માણહુ બદી જાગાએ માણાહાય તેહે જ નિયમશાસ્ત્રણી તેહે જ ઇયી જાગાણે વિરૂદ્ધ બદાહાય હિખીવતો હા તો ઓ હા; ને પાછ તીયે ગ્રીકોહે બી ભક્તિસ્થાનમાં નાવીન ઇયે પવિત્ર જાગણે અશુદ્ધ કદી હા. 29 . [કેહ કા તીયણાહાય એફેસસણા ગોફીમસણે તીયાં હારી શહેરમાં પેલા દેખીનો, પાઉલ તીયાંણે ભક્તિસ્થાનમાં નાવો હોય એવ તીયણાહાય માન્ય] 30 . તીયાં આખા શહેરમાં થમાલ મચી ગોઈ, માણહે દળીને ફેગે હોય ગયે, ને તીયણાહાય પાઉલને થરીને ભક્તિસ્થાન માંથી બાયરે કાળી મુકચો. ને તરત બારે બંધ કરી દેદે. 31 . તે તીયાંણે મારી નાખવાણી તીયારી મા હોતના અતરમાં પલટણને આગેવાનોહે સમાચાર મિલીયા કા, આખા યરૂશાલેમમાં હુલ્લડ મચી રય હા. 32 . તીયાં સિપાઈહે ને શતપતિયોહે હારી નેઈને તો તીયણે પાહી દળી આવો, ને તીયણાહાય સરદારને ને સિપાહિઓહે દેખશા તીયા પાઉલને લેવાણ બંધ કદ. 33 . તીયાં સરદારે મેરે આવીને તીયાંણે થરીન બે હાકાલેથી બાંધવાણો હુકુમ કદો. ને પૂરછ કા, ઓ કીડો હા, ને ઇયે કાજા કદ હા?' 34 . તીયાં માણાહામાણા કતરાહાકે એક વાત કદી ને કતરાહે બીજી વાત કદી, એટલે ગળબળને નેદે તો ચોક્કસ જાણી હકશો કાયની. તીયાં તીયે તીયાંણે કિલ્લામાં નેઈ જાવાણી આજ્ઞા આપી. 35 . પાઉલ પગીઠ્ઠાહા પાર ચયળો તીયાં એહે હોવ કા. માણાહાય ટોલાણે નેદે સિપાહિ તીયાણે ઊંચકી નેઈ ગયા; 36 . કેહે કા માણાહાય ફીળ તીયણે પાછાલ ને પાછાલ ચાનીને બમીનતીની કા, તીયાંણે મારી નાખા." 37 . તે પાઉલને કિલ્લામાં નેય જાતના હતરામા તીયે સરદારને કય કા, 'માને તોરે હારી બોનવાણી રજા હા કા? તીયાં તીયે કય કા, તું ગ્રીક ભાષા જાણતો હા કા? 38 . મિસરોએ કતરાક સમયે ચાર હજાર ખૂનીયોહે ચળાવીને બળવો કરાવયો, ને તીયણે [આગેવાન હોવીન] તીયણાહાય બાયરે અરણ્યમાં નેય ગો તો તુ કાયની કા?' 39 . ફણ પાઉલે કય કા, હાય કિલીકિયાણે તાસસણો યહૂદી હામ, હાઈ કાંઈ અપ્રસિદ્ધ શહેરણો વતની કાયની; હાય તુને આજીજી કરતો હામ કા, માણાહાય આગાલ બોનવાણી માને રજા આપ. 40 . તીયે તિયાંણે રજા આપી. તીયાં પાઉલે પગીઠ્ઠાહા પાર ઉભો રઈને માણાહાય હાથથી ઈશારો કદો, તી બદે એકદમ શાંત હોવી ગયે, તિયાં તીયે હિબ્રું ભાષામાં બોનતા કય કા.