1 . હંગામો બંધ હોવયા પૂઠી પાઉલે શિષ્યોહેયે હાદીને તીપણાહાય બોધ કદો, ને તીયણે વિદાય નેઈને મકદોનિયા જાણે નિકિલ્લો. 2 . તીયા વિસ્તારોમાં ફિરીને, માણાહાય ખણો ઉપદેશ આપ્યા પૂઠી તો ગ્રીક દેશમાં આવો. 3 . તોતીયા તીન મયના રયો,પૂઠી સિરિયા જાણે હારું પાણીવાટે ઉપીળવાણી તીયારીમાં હોતનો, તીયા યહૂદીયોહે તીયાણે વિરુદ્ધ કાવત્ર રચય. એટલે તીયે મકદોનિયામાં હોવીને પાછા જાવાણો નીણૅય કદો. 4 . પૂહૅસણો(ડિખરોહો) બેરિયાણો સોયાતર,થેસ્સાલો નિકિઓમાંણો આરિસ્તાખૅસ સે કુંદસ દબૅણો ગાયસ તિમોથી આસિપાણે તુંખીકસ ને ત્રોફીકસ, તે તીયા હારી આસીયા હુદી ગયા. 5 .તે આગાલ જઈને ત્રોઆસમા આમારે વાટ હેદતાના. 6 . બેખમીર રોટનીણે દિહા પૂઠી આમે વાહાણમાં બેહીને ફિલિપ્પીથી નિકિલ્લા ને પાંચ દિહામાં તીયણે પાહી ત્રોઆસ પહોંચ્યા, ને સાત દિહી તીયે રયા. 7 . આઠવાડિયાયાણે પેલે દિહી આમે પ્રભુ ભોજન હારું ફેગે હોવીને તીયા પાઉલ પોતે બીજે દિહી ઈથો જાવાણો હોવાથી( શિષ્યયોહેય) ઉપદેશ આપચો. 8 . જીયા માલે આમે એકઠા હોવીના તીયે ખણા દિવા (ઉજાલ) આપતાના. 9 . બારીમાં બેઠનો પુતુખસ નામે એક જુવાન ભરઉંઘમાં ખેરાઈ ગોનો હોતનો, પાઉલ વદારે વાર હુદી ઉપદેશ કરતોનો એટલે ઉંઘમાં ખેરાયનો હોવાથી તો (પુતુખસ) તીજા માલેથી નીચે પયળો ને મરી ગો. 10 . તીયા પાઉલ નીચે ઉતરીને તીયાણે બાથમાં નેઈને કય કા, 'ખાબરાતે નખા, કેહેકા તો જીવતો હા." 11 . ને તીયે ઉપાર આવીને રોટની ફાગીને ખાદી ને પ્રભુ ભોજન નેદ ને તીયણે હારી ખણા સમય હુદી, એટલે છેક આદારન હુદી સંદેશો આપચો, તીયા પૂઠી પાઉલ વિદાય હોવો. 12 . તે તીયા જુવાનણે જીવતો નાવા, એટલે ખણો આનંદ પામે. 13 . ફણ આમે આગાલ જઈને વાહાણમાં બેહીને આસોસ જાણે ઊપળી ગયા, તીયેથી પાઉલણે વાહાણમાં નેણે આમારે ઈરાદો હોતનો, કેહકા તીયેથી પાગવાટે આવણે થારીન તીયે એ વ્યવસ્થા કદની. 14 . આસોસમાં તો આમાહાય મિલ્યો તીયા આમે તીયાણે વાહાણમાં નેઈને મિતુલેનેમાં આવા. 15 . તીયથી હાંકીન બીજે દિહી ખીઓસ પાહી પહોંચ્યા, ને બીજે સામોસ પહોંચ્યા,પૂઠીણા દિહે, (ત્રોગુલિયામાં થોળાક થોબ્જા પૂઠી) આમે મિલેતસમા આવા. 16 . કેહકા આસિયામા વખાત કાળવો ની પળે તીયા હારું પાઉલ એફેસસણે મેરે મૂકીને હાંકી જાવાણ નક્કી કદ. કેહકા તો ઈયા હારું ઊતાવલ કરતોનો જો બની હકે તો પચાસમાણા તેવારને દીહે પોતે યરુશાલેમ માં હાજર હોવે. 17 . પૂથી તીયે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકનીન મંડળીણે વળીલોહોય પોતાણે પાહી હાજની. 18 . તે તીયાણે પાહી આવા તીયા તીયણાહાય કયકા, આસિયામા મયે પાગ મુકચો તીયે દિહીથી માંડીને ઓ બદો વખાત હાય તુંમારે હારી રઈને કેવી રીતે વતીયો હામ. 19 . મતણે પૂરી નમ્રતાથી ને આંસુઓ હારી,જો પસ્તાવો યહૂદિતોહે કાવતરાથી મારે પાર આવી પયળા તી આઠીવીન હાય પ્રભુણે સેવા કરતોનો. તી તુમારે જાણ બાર કાયની. 20 . જો કોઈ વચન લાભકારક હોય તે કણે હાય આચકાતો કાયની. ફણ જાહેરમા ને ખરખર તુમ્હાય ઉપદેશ કદો. 21 . ઈશ્વર હામે પસ્તાવો કરવો, ને આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાર વિશ્વાસ રાખવો,એવી સાક્ષી મયે યહૂદીપોહે ને ગ્રીકોહે આપી. 22 . હવે હેદા, હાય પવિત્ર આત્માણે બંધનમાં યરૂશાલેમ જાતો હામ, તીયે મારે પાર કાજા વીતી તી હાય જાણતો કાયની. 23 . ખાલી અતર જ હાય (જાણતો હામ) કા દરેક શહેરમાં પવિત્રઆત્મા માને ખાસ જણાવતો હા કા તોરે હારું બંધનો ને સંકટો વાટ હેદતા હા. 24 . ફણ હાય મારે જીવ વાલો ગણીને તીયાણે કાઈ બી દરકાર કરતો કાયની ઈયા હારું કા આપવાણી જે સેવા પ્રભુ ઈસુ ફણથી માને મીલી હા તે હાય પૂરી કર. 25 . હવે હેદા હાય જાણતો હામ કા,તુમે બદે જીયણેમા હાય ઈશ્વરને રાજ્ય પ્રગટ કરતો ફિયરો હામ, તીયણેમાંણો (મારે કોયબી) મારે મુખ પાછો હેદી ની. 26 . તીયા હારું આજે હાય તુમાહાય સાક્ષી આપતો હામ કા બદા માણાહાય નુઈ વિષે હાય નિર્દોષ હામ. 27 . કેહકા ઈશ્વરને પૂરી ઈચ્છા તુમ્હાય જાણીવણે મયે ઠીન પાયળ કાયની. 28 . એટલે કા ઈશ્વરનો જો વિશ્વાસી સમુદાય જો તીયણે પોતાણો નુંઈથી વેચાતો નેદો હા તીયાણે તુમે પાલન કરા. 29 . હાય જાણતો હામ કા,મારે ગયા પૂઠી ટોલા પાર દયા ની કરાત તેવા ખરાબ વરૂ તુમ્હારેમાં દાખલ હોવી. 30 . તુમારે પોતાણેમાંથી હો કતરેક માણહે ઉબે હોવી ને શિષ્યોહે પોતાણે પાછાલ ખેચી નેઈ જાણે હારું જુદો વાતે કરી. 31 . એટલે જાગતે રયા,ને યાદ રાખા કા તીન વરહા હુદી રાત દિહી આહમે પાળીને બદાહાય ઉપદેશ આપવાણ હાયે ચુકતો કાયની. 32 . હવે તુમ્હાય ઈશ્વરને ને ઈશ્વરની કૃપાણી વાત જે તુમ્હાય સંસ્થાયન કરતે ને બદે પવિત્ર હોવીના હામાં તુમ્હાય વારસો આપવાણો સમથૅ હા, તીયાણે હોયતો હામ. 33 . મયે કોઈણા સોનાણો કા નુગળાહાય લોભ કયરો કાયની. 34 . તુમે પોતે જાણતે હાકા માને ને મારે હારીણાહાય જી જુજતન તી મયે ઈયા હાથ હા કરીને પુર પાયળ હા. 35 . મયે બદો બાબતે તુમ્હાય કરી દેખાળી હા કા કેવી રીતે મેનાત કરીને તુમારે નબલાહાય મદદ કરવી જોજે, ને પ્રભુ ઈસુણે વચન જી તીયે પોતે કય, તીયાણે યાદ રાખવ કા, "માંગવા કરતા આપવામાં વદારે ધન્યતા હા." 36 . ઈયા પ્રમાણે વાત કયરા પૂઠી તીયે ખુટણે પળીને તીયા હારી પ્રાર્થના કદી. 37 . તી બદે હામટે રયળે, ને પાઉલણે ફેટીને તીયણાહાય તીયાણે ચુંબન કદ. 38 . તુમે મારે મુખ પાછ હેદહા ની એ જે વાત તીયે કઇની તીયાથી તિ વદારે ઉદાસ હોવે. એટલે તી પાઉલણે વિદાય આપણે વાહાણ હુદી ગયે.