1 . પૂઠી પાઉલ આથેન્સનથી નીકલીને કરિથમા આવો. 2 . પોન્તસણો વતની, આકુલ નામણો એક યહૂદી,જો થોળાક સમય ઈટાલીયો આવનો, તો ને તીયાણે ખરાવાલી પ્રિસ્કીલા તીયાણે મીલ્લે, કેહકા બદા યહૂદીયોહે રોમમાંથી નીકલી જાવાણી કલોડિપસે (કાઈસારે) આજ્ઞા આપીની.પાઉલ તીયણે તીયે ગો. 3 .પાઉલ તીયણે જેવ જ કામ કતૅનો. એટલે તો તીયણે ખર રયો, ને તીયણે હારી કામ કરતોનો કેહકા તીયણે કામ બી તંબુ બનાવવાણો (તંબુ નુગેળે બનાવવાણો) હોતનો. 4 .બદે વિશ્વામવારે પાઉલ ભક્તિણે જાગાયાર વાતચીત કરતોનો, યહૂદીયોહે ને ગ્રીકોહે (વચનમાંથી) હમજાવતોનો. 5 . ફણ જીયા સિલાસ ને તિમોથી મકદોનિયા આવા, તીયા પાઉલ ઉત્સાહથી ઈશુણે વાત દેખાળતા યહૂદીયોહે સાક્ષી આપી કા, ઈસુ તો જ ખ્રિસ્ત હા." 6 . ફણ યહૂદી તીયાણે વિરુદ્ધ હોવીને ખોટ બોનને લાગા તીયા પાઉલ પોતાણે નુગળે ખેખરીન તીયણાહાય કય કા, તુમારે નુઈ તુમારે ટમ્પે. હાય તે નિર્દોષ હામ. હવેથી હાય બીનયહૂદીયો પાર જાહી. 7 . પૂઠી તો તીથો જાઈને તો તીતસ પુસ્તકસ નામે એક ઈશ્વરભક્ત હોતનો તીયાણે ખર ગો. તીયાણે ખર ભક્તિસ્થાળથી તદ્દન પાહી હોતન. 8 . ને સબાસ્થાનણે અધિકારી કિસ્યસે ને તીયાણે ખરના માણાહાય પ્રભુ પાર વિશ્વાસ કદો. ને ખણા કરીથીયોહે ભી વચન ઉનાયીને વિશ્વાસ કદો, ને તી બાપ્તિસ્મા પામને. 9 . પ્રભુએ રાતીણ પાઉલને દર્શનમાં કય કા, તું બીતો નખે, ફણ બોનજે, શાંત નખે રતો. 10 . કેહકા હાય તોરે હારી હામ. ને તુને વાગી જાય એવો હુમલો કોઈ તોરે પાર કરી ની, કેહકા ઈયા હૈરામા મારે ખણે માણાહે હા. 11 . તો પાઉલ તીયણાહાય ઈશ્વરના વચનોહે બોધ કરતો રઈને ડોળ વરહ હુદી તીયે રયો. 12 . ફણ ગાલીયો અખાયાણો અધિકારી હોતનો, તીયા યહૂદીયો હય કરીન પાઉલ હમ્બા ઉબા હોવા, ને તીયણાહાય પાઉલણે નિયાયાસન આગાલ નાવીન કય કા. 13 . ઓ માણહું ઈશ્વરને ભજન નિયમશાસ્ત્રથી જુદી રીતે કરવાણ માણાહાય હમજાવતો હા. 14 . પાઉલ બોનને જાતનો,અતરામાં ગલિયોએ યહૂદીયોહોય કય કા, ઓ યહૂદીઓ. જો અનીયાયણી ને ખોટી રિતણી વાત હોતી,તો તુમારે ઉનાવ વાજબી ગણાત. 15 . ફણ જો શબ્દો, નામોં ને તુમારે પોતાણે નિયમશાસ્ત્ર વિષેણી તકરાર હોય તો, તુમે પોતે તીયાવિષે નિયાય કરા. કેહકા એવી વાતેહે નિયાય ચુકીવવાણ હાય ઈચ્છતો કાયની. 16 . એહે કઈન તીયે તીપણાહાય ન્યાયાસન આગાલથી કાળી મુકચે. 17 . તીયા તીયણા બદાહાય સભાસ્થાનણે અધિકારી સોસ્થેનેસણે થરીને નિયાયાસન આગાલ લેદો. ફણ ગાલીયોએ તીયે વાત વિષે કાંઈ કાલજી ની રાખ 18 . તીયા પૂઠી ખણા દિહી તીયે રઈન પાઉલ ફાહાવેહેથી વિદાય નેદી, ને પ્રિસ્કિલો ને આંકુલાને હારી વહાણમાં બેહીને સિરીયા નીણે ઉપીયળો. તીયે પેલાં તીયે કેખ્રિયામાં પોતાણે નીબાલે ઉતારી નાખશે, કેહકા પાઉલ સપથ નેદની. 19 . તે એફેસસમાં પહોચ્યાં તીયા તીયે પાઉલે તીયણાહાય તીયે મુક્યા,ને પોતે ભક્તિસ્થાનમાં જાઈને યહૂદી હારી વાદવિવાદ કદો. 20 . પોતાણે હારી વદારે સમય રવાણી તીયણાહાય તીયાણે કદી,ફણ તીયે માન્ય કાયની. 21 . ફણ ઈશ્વરને ઇચ્છા હોય તો હાય તુમારે પાહી પાછો આવીહી, એહે કયન તીયે તીયણે હારીથી વિદાય નેદી, ને એફેસસથી જાણે હારું વહાણમાં બેઠો. 22 . કાઈસારીયા પહચ્યાં પૂઠી,તીયે યરુશોલેમ જાઈને મંડળીણે માણહા હારી મુલાકાત કદી, ને પૂઠી અત્યોખમાં ગો. 23 . થોળાક સમય હુદી તીયે રયા પૂઠી તો નીકીલ્લો, ને બદા શિષ્યોહેય મજબૂત કરતો કરતો ગલાતીયા વિસ્તાર ને ફુગિયામા ફિપશે. 24 . આપોલસ નામણો એક વિદ્વાન યહૂદી જો ધર્મલેખો હારી જાણતોનો, ને આલેકસાદ્રિયાણે વતની હોતનો,તો એફેસસ આવો. 25 . ઓ માહણું પ્રભુણી વાટણ શિક્ષણ પામીનો હોતનો, ને પવિત્રઆત્મામાં ખણો આતુર હોવાથી તો કાલજીથી ઈસુ વિષેણી વાતો પ્રગટ કરતોનો ને હિખીવતોનો. ફણ તો ખાલી એખના યોહાનણે બાપ્તિસ્મા જાણતોનો 26 . તો હિંમતથી સભાસ્થાનમાં બોનને લાગો ફણ પ્રિસ્કીલાએ ને આકુલાએ તીયાણે વાત ઉનાય તીયા તીયણાહાય તીયા ણે પોતાણે ખર નેય જાયને ઈશ્વરની વાટણો વદારે ચોકસાઈથી ખુલાશો આપચો. 27 . પૂઠી તો અખાય જાણે ઈચ્છતોનો,તીયા ફાહાવેહે તીયાણે ઉતેજીન આપીને શિષ્યો પાર નખી મોકનાવય કા તે તીયાણે (આપોલસણો )આવકાર કરે. તો તીયે આવો તીયા જીયણા હાય પ્રભુણે કૃપાથી કદો હા, તીયણાહાય તીયે ખણી મદદ કદી. 28 . કેહકા ઈસુ તો જ ખ્રિસ્ત હા, એવ ધર્મશાસ્ત્ર થી પુરવાર કરીન તીયે જાહેર વાદવિવાદમાં યહૂદીતોહોય પૂરી રીતે હરાવયે