અધ્યાય ૨

1 . જેહે ઇઝરાયલી માણહામા જૂઠા પ્રબોધક ઉભા હોવા હોતના, તેહ તુમારેમા ફણ ખોટા ઉપદેશકો હોવી, તે ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવી, ને જે પ્રભુએ તીયણે ઉદ્ધાર કયરો, તિયાણે ફણ નકાર કરીને વેલે પોતાણે જ વિનાશ કરી.

2 . ખણે માણહે તિયણે અનિષ્ટ કામમાં ચાની; ને તીણાહાય નેદે સત્યણે માગૅણે તિરસ્કાર કરી.

3 . તે દ્રવ્યલોભથી કપટી વાતો બોનીને તુમારે શોષણ કરી, તીયણાહાય નાશમાં ઢીલ હોવી નાથ. 4 . કેહ કા જે દૂતોયે પાપ કદા, તીયણાહાય ઈશ્વરે છોડ્યા કાયની, ફણ તીયણાહાય નર્કમા નાખીને ન્યાય ચુકાદા હુદી અંધારાણે ખાડામાં રાખી.;

5 . તેહેજ ઈશ્વરે પેલેણા માનવ જગતણે છોયળ કાયની, ફણ અધર્મી જગત પાર જળપ્રલય નાવીને ન્યાય પણાને ઉપદેશક નૂહને તથા તીયાણે હારીણા સાત માણહાય બચાવ્યે.;

6 . ને અધર્મીઓણે જે હોવાણ હા, ઉદાહરણ આપણે હારુ સદોમ ને ગમોરા શહેરોને બાલીને ભસ્મ કરી દેદે, ને તીયણાહાય બરબાદ કરીને તીયણાહાય શિક્ષા કદી . 7 . ને ન્યાયી લોત જે અધર્મીઓણે દુરાચારથી ત્રાસ પામતો હોતનો તિયાણે છોડાવીયો.

8 . કેહ કા તે પ્રમાણિક માણહ જીયા તીયણે હારી પ્રતિદિન રતો હા. તિયાં તીણાહાય ખરાબ કામ હેદિને તથા ઉનાયને તે પોતાણે ન્યાય આત્મા માં નિત્ય દુઃખ પામતો હાશે.

9 . પ્રભુ બકતોણે પરીક્ષણ માંથી છોડાવવાણ જાણતો હા, ને અન્યાયીઓણે ને વિશેષ કરીને જે દુવૉસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાનતે હા. 10 . ને પ્રભુણા અધિકારને તુચ્છ ગણતે હા, તિયણે ન્યાયકાળ હુદી સિક્ષાણે ભાગે રાખી મૂકવાણ તી જાણતે હા, તે ઉદ્ધત ને સ્વછંદી હોઈને આકાશી જીવોણે નિંદા કરતા ફણ ડરતે કાયની.

11 . પરંતુ સ્તવર્ગદૂત વિષે બળવાન ને પરાક્રમી હોવા છતાં પ્રભુણે આગાલ તિયણે નિંદા કરીને તીયણે પાર દોષ મૂકતે કાયની 12 . ફણ ઇ માણહે, સ્વભાવે અબુધ પશુ કા જિણાહાય થરને નાશ પામણે સૃજાયેના હા, તીયણે માફક તી જીયા વિષે જાણતે કાયની, તે વિષે નિંદા કરીને પોતાણે દુરાચાર માં નાશ પામી, અન્યાય કયૉ ને નેદે અન્યાય ણે ફણ ફોગવી.

13 . ઉધાડે. છોગ સુખભોગ કરવાને આનંદ માનતો હા; તે તો ડાધ ને કલંક હા; અને પોતાણે પ્રેમભોજન માં દુષ્કાયો ક કરવાને આનંદ માનતો હા.

14 . તીયણે આંખ વ્યભિચારીણીઓની વાસનાથી ભરીની હા, ને પાપ કરતાં બંધ હોતી કાયની; તે અસ્થિર માણહાય લલચાવતે હા; તીયણે હૃદય દ્રવ્ય લોભમાં કેળવાયન હા, તે શાપિત હા. 15 . ખરો માગૅ મૂકીને તી માગૅ ભટકીયે હા, ને બયોરનો ડિખરોહ બલામ, દિયે અન્યાય ણે ફણ ચાહ્ય , તિયાણે માગૅ ચાનનારો હોવે.

16 . ફણ તિયાણે પોતાણે અધર્મ ણે નેદે ઠપકો આપવામાં આવનો; મુંગા ગધેડાયે માણહાણે વાણીથી પ્રબોધકણે ધેલછાણે અટકાવી. 17 . તી પાણી વગારણે ઝરા જેવે ને તોફાનથી ઘસડાતે વાદલાં હા, તીયણે હારુ ઘોર અંધકાર રાખીન હા.

18 . તી વ્યર્થતાણે બડાઇણે વાત કરતે હા, તિયાં માંથી જી બચી જાવાણી તિયારીમા હા, તેઓ તે દૈહિક વિષયોથી ને ભષ્ટ્રાચારથી લાલચાવતે હા . 19 તેઓણે તેઓ સ્વતંત્રણે વચન આપચ હા, ફણ પોતે ભ્રષ્ટાચારણે દાસ હા, કેહ કા માણહાણે જે કોઈ જીતચ હા, તેજ તિયાણે પોતાણે દાસ બનાવતે હા. 20 . કેહે કા આપણે પ્રભુ ને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તણે ઓલખીવાથી જો તી, જગતણે ભ્રષ્ટતાથી છૂટીને, પાછી તિયામા ફસાઈને હારી ગયા, તીયા તીયણે છેન્ની દશા પેલા કરતા ખરાબ હોવી હા.;

21 . કારણ કા ન્યાયપણાનો માગૅ જાણ્યા પૂઠી તીયણાહાય જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હા, તિયાં માંથી પાછા ફિરવ, હીયા કરતા હી જે માર્ગ વિષે અજાણ્યે રયે હોય તો હાર હોય.

22 . ફણ તિયણે માટે એ કહેવાત હાચી ઠરી હા, ' કુતર પોતે ઉલટી કરી હોય, ત્યાં પાછ આવત હા, ને ઊંગલાવીન ભૂંડ કાદવમાં આળોટણે હારુ પાછ આવત હા‌"