અધ્યાય= ૩

1 . હેદા, પિતાયે આપળે પાર અતરો પ્રેમ રાખસો હા, કા આપળે ઈશ્વર ને બાળકો કવાતે હામ, ને હાચીરીતે આપળે તીયાણે બાળકો હામ, તીયાથી માનવજગત આપણાહાય ઓલખીતે નાથ, કેહે કા તીયણાહી તુમાહાય ઓલખીયે કાયની.

2 . પ્રિયો , અમુ આપળે ઈશ્વર બાળક હામ, ને આપણે કેવે રહુ, તી આજી હુદી પ્રગટ હોવે કાયની, આપણે તે જાણતે હામ, કા જીયારે ખ્રિસ્ત પ્રગટ હોવે, તીયા તીયાણે જેવે આપણે રહુ, કેહે કા જેવો તો હા, તેવેજ આપણે તીયા મા હેદહુ.

3 . જો દરેકણે એવી આશા હા, તો જેહે તેઓ શુદ્ધ હા, તેહે પોતાણે શુદ્ધ કરતો હા‌. 4 . દરેક જી પાપ કરતે હા, તી નિયમભંગ ફણ કરતે હા, કેહે કા પાપ તીજ નિયમભંગ હા.

5 . તુમે જણતે હા કા પાપણે નાશ કરાવણે તો પ્રગટ હોવો ને તીયામાં પાપ કાયની.

6 . જો કોઈ તીયામાં રઅત હા, પાપમાં ચાનતે રઅત કાયની, જી પાપ કયૉ જ કરત હા, તીયાયે તીયાણે હેદજો કાયની, ને તીયાણે ઓલખીતે ફણ કાયની. 8 7 . બાળકો કોઈ તુમાહાય ભમાવે ની, જેહે તો ન્યાયી હા, તેહેજ જી ન્યાયપણું કરતે હા, તી ફણ ન્યાયી હા.

v 8 . જી પાપ કરતે હા, તી શેતાન ને હા, કેહે કા શેતાન આરંભ થી પાપ કરતો આવો હા, શેતાન ને કામણે નાશ કરાવણે ઈશ્વર ને પુત્ર આપણે માટે પ્રગટ હોવો હા.

9 . દરેક જી ઈશ્વરથી જન્મીય હા, તી પાપ કરતો કાયની , કેહે કા તીયાણે બીજ તીયામાં રત હા, ને તો પાપ કરી હકતો કાયની, કેહકા તો ઈશ્વર થી જન્મીય હા.

10 . ઈશ્વર ને બાળકો ને શેતાનને બાળક ઓલખાઈ આવતે હા, જે કોઈ ન્યાયીપણું કરતો કાયની, તો ઈશ્વરણે કાયની. 11 . કેહે કા જો સંદેશો તૂમે શરુઆતથી ઉનાયો હા ઈ જ હા કા , આપળે એકબીજા પાર પ્રેમ રાખવાણ.

12 . જેહ કાઈન દુષ્ટ ણે હોતનો ને પોતણે ભાઈણે મારી નાખશો, તીયા જેવ આપળે હોવા જોજે ની; તીયાયે કાજા કારણે તીયાણે મારી નાખશો ? ઈયા માટે કા તીયાણે કામ ખરાબ,ને તીયાણે ભાઈણે કામ ન્યાયી હોતન. 13 . ભાઈઓ, જો માનવજગત તુમારે દ્વેષ કરી તી તુમે આશ્વર્ય નખા પામતે.

14 . આપણે ભાઈ પાર પ્રેમ રાખતે હા, એટલે આપણે જાણતે હામ કા મરણ માંથી નીકલીને જીવનમાં આવે હામ, જી પ્રેમ રાખતે કાયની તી મરણમાં જ રતે હા.

15 . દરેક જી પોતાણે ભાઈ પાહાય દ્વેષ રાખતે હા, તી હત્યારો હા, ને તુમે જાણતે હા, કા કોઈ હત્યારામા અનંત જીવન રત કાયની. 16 . એથી પ્રેમ કાજા હા, તી આપણે જાણતે હામ, કેહે કા તીયાયે પોતાણે પ્રાણ આપળે માંટે આપ્ચો, એહે જ આપળે ફણ ભાઈઓ ણે ફાગી આપળે પ્રાણ આપવા પળે.

17 . ફણ જીયણે પાહી એ દુનિયા માં દ્રવ્ય હોય ને પોતાણે ભાઈણે તીયાણે જરુરિયાત હા, એવ હેદજા છતાં તીયા પાર દયા કરતો કાયની, એટલે તીયામાં ઈશ્વર ને પ્રેમ કેવીરીતે રય શકે. ?

18 . બાળકો, આપણે શબ્દ થી કાયની કા જીભથી કાયની ફણ કામમાં ને સત્યમાં પ્રેમ કરજે. 19 . ઇયે રીતે આપણે જાણહુ કા આપળે સત્ય ણે હા. જી કોઈ બાબતે આપણે અંત: કરણ આપણા હાય દોષિત ઠરાવતે હા, તીયા વિષે તીયણાહી આગાલ આપણે અંત: કરણ ને શાંત કરહુ.

20 . કેહે કા આપણે અંત: કરણ કરતા ઈશ્વર મહાન હા, તો બદજ જાણતો હા.

21 . વહાલાઓ, જો આપળે અંત: કરણ આપણાહાય દોષિત ઠરાવત કાયની, તો ઈશ્વર ને આગાલ આપણાહાય હિંમત પ્રાપ્ત હોત હા.

22 . જી કાય આપળે માંગતે હામ, તી તીયાણે તરફથી મીલત હા, કેહે કા તિયાણે આજ્ઞા આપણે પાલતે હામ, ને તીયાણે જી પ્રસન્ન હોવત હા, તી કરતે હામ. 23 . તીયાણે આજ્ઞા એ હા, કા તીયાણે પુત્ર ઈસુ ખ્રિસ્ત ણે નામ પાર આપણે વિશ્વાસ કરજે ને જેહે તીયાયે આપણાહાય આજ્ઞા આપી, તેહેજ એકબીજા પાર પ્રેમ રાખવાણ.

24 . જી તીયાણે આજ્ઞા પાલતે હા, તી તીયામાં રતે હા, ને તી તીયાણેમા

રઅતે હા, જો આત્મા તીયાયે આપણાહાય આપ્ચો હા, તીયાથી આપણે જાણતે હામ કા તો આપળે માં રઅતો હા.