અધ્યાય ૨

1 .મારે વ્હાલે ડીખરાહાવ, તુમે પાપ ની કરાત તીયા હારુ માય એ વાત નખતો હામ, ને જી કોઈ પાપ કરે, તો પિતાણે પાહાય આપણે મધ્યસ્થ હા, એટલે ઈસુ ખ્રિસ્ત જો ન્યાયી હા, તો.

2 . તો આપણે પાપણે પ્રાયશ્વિત હા, ખાલી આપળેજ કાયની ફણ આખા માનવ જગતણે પાપણે તો પ્રાયશ્વિત હા.

3 . જો આપળે તીયાણે આજ્ઞા પાલજે, ને તીયા આપણે હમજીજે કા આપણે તીયાણે ઓલખીતે હામ. 4 . જી કઅતે હા કા હાય તીયાણે ઓલખીતો હામ, ફણ તીયાણે આજ્ઞા પાલતો કાયની, તો જૂઠો હા, ને તીયામાં સત્ય કાયની.

5 . ફણ જી કોઈ તીયાણે વચન પાલત હા, તીયાણે ઈશ્વર પાહાયણો પ્રેમ બદીરીતે સંપૂર્ણ હોવો હા, એટલે આપણે જાણતે હામ કા, આપળે તીયામાં હામ‌.

6 . માય ઈશ્વરમાં રઅતો હામ, એહે જી કઅતે હા, તીયાણે જેહે ઈસુ ખ્રિસ્ત ચાન્યો તેહેજ ચાનવા જોજે. 7 . વાલાઓ નવી આજ્ઞા કાયની ફણ જૂની આજ્ઞા જે તૂમારે પાહાય શરુઆત થી હા, તીયા વિષે માય તુમાંહાય નખતો હામ, જી વચન તુમાંહાય ઉનાય, તે જૂની આજ્ઞા હા.

8 . પાછી નવી આજ્ઞા જે તીયણેમા ને તુમારેમા સત્ય હા, તે માય તુમાંહાય નખતો હામ, કેહે કા આદાર જાતરય હા, ને ખર ઉજાલ અમુ પ્રકાશ ત હા. 9 . જી કઅત હા કા, માય ઉજાલ હામ ને પોતાણે ફાહાવણે દ્વેષ કરતો હા, તો આજુ હુદી આંદારામાં જ હા.

10 . જો પોતાણે ફાહાવ પાહી પ્રેમ કરતો હા, તો ઉજાલા માં રઅતો હા, ને તીયામાં કાયબી ઠોકરરુપ કાયની.

11 . ફણ જો પોતાણે ફાહાવણે દ્વેષ કરતો હા, તો આંદારામાં હા, ને આંદારામાં ચાનતો હા, તો પોતે કા જાતો હા, તી જાણતો કાયની, કેહે કા આંદાર તિયાણે આંખ આંધળા કરી નાખશા હા. 12 . બાળકો, માય તુમાહાય નખતો હામ , કેહે કા તીયાણે નામથી તુમારે પાપ માફ હોવા હા,

13 . પિતાઓ, માય તુમાહાય નખતો હામ, કેહકા જી શરુઆત થી હા, તીયાણે તુમે ઓલખીતે હા, જુવાનોહો, માય તુમાહાય નખતો હામ , કેહે કા તુમે દુષ્ટને હરાવ્યો હા, બાળકો માય તુમહાય નખતો હામ, કેહે કા તુમાહાય પિતાણે ઓલખીયો હા.

14 . પિતાઓ, માય તુમાહાય નખશ હા, કેહે કા જી શરુઆત થી હા, તીયાણે તુમે ઓલખીતે હા, જુવાનો, માય તુમાહાય નખતો હામ, કેહે કા તુમે બળવાન હા, ઈશ્વર ને વચન તુમારેમાં રઅત હા, ને તુમે દુષ્ટને હારીવયો હા. 15 . દુનિયા પાર ને દુનિયાણે વસ્તુઓ પાર પ્રેમ રાખતે નખા ; જી કોઈ દુનિયા પાહાય પ્રેમ રાખી તીયામાં પિતાણે પ્રેમ કાયની.

16 . કેહે કા દુનીયામાં જી બદજ હા, એટલે કા દૈહિક વાંસનાઓ આંખણે લાલચ ને જીવને અભિમાન તી પિતાણે કાયની, ફણ જગત થી હા.

17 . જગત થી તિયાણે લાલચ જાતી રતી હા, ફણ જે ઈશ્વર ને ઈચ્છા પુરી કરતો હા, તો સદા રઅતો હા. 18 . બાળકો, ઓ છેન્નો સમય હા, જેહે તુમાહાય ઉનાય કા ખ્રિસ્ત વિરોધી આવતો હા, તેહે અમુ બી વદારે ખ્રિસ્ત વિરોધી હા, જીયારથી આપણે જાણતે હામ કા અંતિમ સમય હા.

19 . તી આપળે માંથી નિકલી ગયે, ફણ તી આપળેમાણે કાયની હોતને, કેહે કા તી આપળેમાણે હોતે, તીયા આપળે હારી રતે ફણ તીયણે હારનો કોઈ બી આપળે માણો કાયની હા, એહે પ્રગટ હોવા એટલે તે નિકલી ગયા. 20 . જી પવિત્ર હા, તિયાથી તુમે અભિષિક્ત હોવે હા, બદજ તુમે જાણતે હા.

21 . તુમે સત્યણે જાણતે કાયની, એ કારણ થી કાયની, ફણ તૂમે તિયાણે જાણતે હા, ને સત્યમાંથી કાઈ જૂઠ આવત કાયની, તીયા કારણ થી માય તુમાહાય નખતો હામ. 22 . જો ઈસુણે નકાર કરીને કઅતો હા, કા તો ખ્રિસ્ત કાયની, તીયા કરતા જૂઠો બીજો કિડો હા, જો પિતા તથા પુત્રણે નકાર કરતે હા, તીજ ખ્રિસ્તણે વિરોધી હા.

23 . બદેજ જી પુત્રણે નકાર કરતે હા, તીયાણે પાહી પિતા ફણ કાયની, પુત્રણે જી કબૂલ કરતે હા, તિયાણે પિતા ફણ હા. 24 . જી તુમાહાય પેલ્લાથી ઉનાય હા, તી તુમારેમા રય, પેલ્લાથી જી તુમાહાય ઉનાય , તી જો તુમારેમા રય, તો તુમે ફણ પુત્ર ને પિતામા રહા.

25 . જી આશાવચન તીયાયે આપણહાય આપ્ચ તી ઇજ, તી અંનત જીવન હા

26 . જી તુમાહાય ફમાવતે હા, તીયણે સંબંદીમાં તુમાંહાય એ નખતો હામ. 27 . જી અભિષેક તુમે તિયાણેમાંથી પામને તી તુમાહારે માં રય, કોઈ તુમાહાય ઈખવે હેવી કાંઈ જરૂર કાયની, ફણ જેહ તીયાણે અભિષેક તુમહાય સવૅ સંબંદી ઈખીવતે હા, ને તી હાચ હા, જૂઠ કાયની ને જેહ તીયણાહાય તુમાહાય ઈખીવ્ય તેહે તુમે તીયામાં રયા.

28 . હવે, બાળકો તીયામાં રયા, ઇયા માટે જીયા તો પ્રગટ હોવે, તીયા આપળેમા હિંમત આવે, તીયાણે ટાઈમે તીયાણે સમક્ષ આપળે શર્માજે ની.

29 . જો તુમે જાણતે હા, કા તો ન્યાયી હા, તો હી ફણ જાણતે કા જી કોઈ ન્યાયીપણું કરતે હા, તો તીયામાંથી જન્મીયો હા.