Matthew 20

Matthew 20:1

ઈસુ તેના શિષ્યોને એક બીજું દ્રષ્ટાંત કહે છે જેમાં એક માણસ પોતાના કામદારોને મહેનતાણું આપે છે.

કેમ કે આકાશનું રાજ્ય એક જમીનદાર/ઘરધણી ના જેવું છે

જેમ જમીનદાર પોતાની જમીન પર અધિકાર ચલાવે તેમ દેવ પણ સર્વસ્વ પર અધિકાર ચલાવે છે. (જુઓ: ઉપમા)

આકાશનું રાજ્ય એક ...જેવું છે

જુઓ: ૧૩:૨૪.

એક દીનાર

“એક દિવસની મજૂરીનું ભથ્થું/મહેનતાણું” (જુઓ: બાઈબલનું નાણું)

Matthew 20:3

ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે.

તે ફરે બહાર જઈને

“ઘરધણી ફરી બહાર જઈને”

નવરા ઊભેલા

“કઈ કામ ન કરતા” અથવા “જેમની પાસે કોઈ કામ નહોતું”

Matthew 20:5

ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે.

તે ફરી બહાર ગયો

“ઘરધણી ફરી બહાર ગયો”

નવરા ઊભેલા

“કઈ કામ ન કરતા” અથવા “જેમની પાસે કોઈ કામ નહોતું”

Matthew 20:8

ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે.

દરેક જણ ને

“એ કામદારોને જેમણે અગિયારમાં કલાકે કામ શરૂ કર્યું હતું”

એક દીનાર

“એક દિવસની મજૂરીનું ભથ્થું/મહેનતાણું” (જુઓ: બાઈબલનું નાણું)

તેમણે વિચાર્યું

“જેમણે એ દિવસમાં સૌથી લાંબો સમય કામ કર્યું હતું તેમણે વિચાર્યું”

Matthew 20:11

ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે.

તે લીધા પછી

“જે કામદારોએ દિવસમાં સૌથી વધારે સમય કામ કર્યું હતું તેમણે (મહેનતાણું) લીધા પછી”

ઘર ઘણી

“જમીનદાર” અથવા “દ્રાક્ષાવાડી નો માલિક”

અમે કે જેઓએ આખા દિવસનો બોજો અને લૂ સહન કરી

“અમે કે જેઓએ સખત તાપમાં આખો દિવસ મજૂરી કરી”

Matthew 20:13

ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે.

તેમાંના એકને

“આખો દિવસ જેમણે મજૂરી કરી હતી તેમાંના એક ને”

દોસ્ત

મિત્ર, એક વ્યક્તિનું બીજી વ્યક્તિને શિષ્ટ સંબોધન

એક દીનાર સારુ કામ કરવા શું તું રાજી નહોતો? એટલે: “આપને પહેલાં જ શરત કરી હતી કે એક દિવસની મજૂરી પેઠે હું તને એક દીનાર આપીશ.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

એક દીનાર

“એક દિવસની મજૂરીનું ભથ્થું/મહેનતાણું” (જુઓ: બાઈબલનું નાણું)

આપવાને મારી મરજી હોય

“જો મારી ઈચ્છા એ આપવાની હોય” અથવા “હું એ આપવા રાજી હોઉં”

Matthew 20:15

ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે.

મારું જે છે તે મારી મરજી પ્રમાણે આપવાનો મને અધિકાર નથી શું?

એટલે: “મારી માલ મિલકતને મારે જે કરવું હોય તેની મને છુટ છે

કરવું હોય તે હું કરું” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

અધિકાર

“ઉચિત” અથવા “યોગ્ય” અથવા હું સારો છું એટલે તારી આંખ ભૂંડી છે શું?

“જે લોકો એને યોગ્ય ન હોવા છતા હું તેમને કંઈ સારુ કરું તેથી તારે નાખુશ થવું જોઈએ નહીં.”

Matthew 20:17

યરુશાલેમ તરફ મુસાફરી કરતા ઈસુ શિષ્યોને શીખવાનું જારી રાખે છે.

આપણે જઈએ છીએ

ઈસુ અહીં તેની સાથે શિષ્યોનો સમાવેશ કરે છે. (જુઓ: )

માણસના દીકરાને સોંપી દેવામાં આવશે

એટલે: “કોઈ માણસના દીકરાએ સોંપી દેશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તેઓ તેને અપરાધી ઠરાવશે...ઠઠ્ઠા મશ્કરી કરવાને સારુ તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેને અપરાધી ઠરાવી વિદેશીઓને સોંપી દેશે અને વિદેશીઓ ઠઠ્ઠા મશ્કરી કરશે.

તે પાછો ઉઠાડવામાં આવશે

એટલે: “દેવ તેને સજીવન કરશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 20:20

બે શિષ્યોની માતા ઈસુને એક વિનંતી કરે છે.

જમણે હાથે...ડાબે હાથે

અધિકારયુક્ત પદ (જુઓ: )

Matthew 20:22

ઈસુ બે શિષ્યોની માતાને ઉત્તર આપે છે.

તમે

બે પુત્રોની માતા (જુઓ: તમે ના રૂપ)

શું તમે કરી શકો છો...?

“શું તમને એ શક્ય છે...?” ઈસુ દીકરાઓ (શિષ્યો)ની સાથે વાત કરે છે.

હું જે પ્યાલું પીવાનો છું તે તમે પી શકશો

“જે હું સહન કરવા જઈ રહ્યો છે તે” (જુઓ: રૂઢિપ્રયોગ)

તેઓ

પુત્રો/દીકરાઓ

મારા બાપે જેમને માટે ઠરાવ્યું છે તે તેઓને માટે છે

“મારી આજુ કે બાજુ બેસવાનું માન મારા બાપે જે લોકોને માટે સિદ્ધ કર્યુ છે તેઓને જ તે માન મળશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

ઠરાવેલું

તૈયાર કરેલું

Matthew 20:25

માતાને ઈસુએ જે ઉત્તર આપ્યો તેનો ઉપયોગ કરી ઈસુ અહીં શિષ્યોને શિક્ષણ આપે છે.

વિદેશીઓના રાજાઓ તેઓની ઉપર જોહુકમી કરે છે

“વિદેશીઓના રાજાઓ વિદેશીઓ પર બળજબરી થી અધિકાર ચલાવે છે”

તેમનાં મોટા માણસો

રાજાઓ જે અધિપતિઓ દ્વારા શાસન કરે તેઓ

અધિકાર ચલાવે

“તેમની પર ઘણીપણું કરે”

ચાહે

“ઈચ્છે” અથવા “અભિલાષા રાખે”

પોતાનો જીવ આપવાને

“મરવાને માટે તૈયાર”

Matthew 20:29

બે અંધ વ્યક્તિને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

તેઓ જતા હતા તેવામાં

અહીં ઈસુ અને શિષ્યોની વાત છે.

પાછળ ગયા

“ઈસુની પાછળ ગયા”

જુઓ

અહીં લેખક વાચકોનું ધ્યાન જે અજાયબ બાબત આગળ બનવા જઈ રહી છે તે પર દોરે છે.

પાસે થઈને જાય છે

“તેમની પાસે થઈને જાય છે”

વત્તી બુમ પાડીને કહ્યું

“આંધળા માણસોએ પહેલા કરતા વધારે જોરથી બુમ પાડી” અથવા “તેઓએ મોટે ઘાંટે કહ્યું”

Matthew 20:32

બે અંધ વ્યક્તિને ઈસુ સાજાપણું આપે છે તે વાત આગળ વધે છે.

તેમને બોલાવ્યા

અંધ માણસોને બોલાવ્યા

ચાહો છો

“ઈચ્છો છો”

કે અમારી આંખો ઉઘડી જાય

એટલે: “અમે ઇચ્છીએ છીએ કે તું અમને દેખતા કર” અથવા “અમે જોવા ચાહિયે છીએ” (જુઓ: )

ઈસુને કરુણા ઊપજી

“દયા આવી” અથવા “તેઓની માટે અનુકંપા થઈ”