Matthew 19

Matthew 19:1

ઈસુ ગાલીલ છોડીને યહૂદિયામાં જઈ શીખવવાની શરૂઆત કરે છે.

અને એમ થયું કે

આ વાક્યાંશ થી હંમેશા એક નવા પ્રકરણની શરૂઆત થાય છે.

આ વાતો

જે વચન ઈસુએ ૧૮:૧

૩૫ માં શીખવ્યું તે વાતો

છોડીને

“ચાલી નીકળ્યો” અથવા “છોડી દીધું”

સીમામાં

“વિસ્તારમાં”

Matthew 19:3

ઈસુ અહીં લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આપે છે.

તેની પાસે આવ્યા

“ઈસુની પાસે આવ્યા”

તમે વાંચ્યું નથી...?

ઈસુ ઈચ્છે છે કે ફરોશીઓ શરમીંદગી મહેસૂસ કરે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

Matthew 19:5

ઈસુ લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આગળ વધારે છે.

અને તેણે કહ્યું...?

આગળનો પ્રશ્ન અહીં લાગુ જ છે.

તેની પત્નીને વળગી રહેશે

“તેની પત્નીની સમીપ રહેશે”

એક દેહ

“એક વ્યક્તિ” (જુઓ: રૂપક)

Matthew 19:7

ઈસુ લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આગળ વધારે છે.

તેઓ તેને કહે છે

“ફરોશીઓ ઈસુને કહે છે”

આજ્ઞા આપી

“અમ યહુદીઓને આજ્ઞા આપી”

છૂટાછેડા લખી આપે

લખાણ જે કાયદાકીય રીતે લગ્નનો અંત આણે

પણ શરૂઆતથી તેમ ન હતું

“જ્યારે દેવે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે દેવે છૂટાછેડાનું પ્રયોજન કર્યું નહોતું.”

વ્યભિચારના કારણ સિવાય

“જાતીય અવિશ્વાસુપણું/બેવફાઈ સિવાય”

અને જે માણસ છુટા છેડા પામેલી સ્ત્રીની સાથે લગ્ન કરે છે તે વ્યભિચાર કરે છે

જૂની ઘણી હસ્તપ્રતમાં આ વાક્ય જોવા મળતું નથી.

Matthew 19:10

ઈસુ લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આગળ વધારે છે.

કેટલાએક એવા છે કે જે માંના પેટ થી જ વ્યંઢળ/ખોજા જન્મ્યાં હોય

“પુરુષ કે જેઓ જન્મથી જરૂરી જાતીય અંગો ન ધરાવતા હોય”

કેટલાએક એવા છે કે જેઓ પોતે વ્યંઢળ/ખોજા બન્યા હોય

શક્ય અર્થ: ૧) “એવા લોકો કે જેમણે પોતાના જાતીય અંગોને કાપી નાંખ્યાં હોય” અથવા ૨) “એવા પુરુષો કે જે અવિવાહિત રહી જાતીય રીતે પવિત્ર રહેવાનું પસંદ કરે” (જુઓ: રૂપક)

આકાશના રાજ્યને ખાતર

“કે જેથી તેઓ દેવની સેવા વધારે સારી રીતે કરી શકે”

જે પાળી શકે તે પાળે

“જેઓ આને સ્વીકારી શકે તેઓ સ્વીકારે” જુઓ: ૧૯:૧૧.

Matthew 19:13

લોકો બાળકોને ઈસુ પાસે લાવે છે.

કેટલાએક નાનાં બાળકો તેની પાસે લવાયાં

એટલે: “કેટલાએક લોકો નાનાં બાળકોને ઈસુ પાસે

લાવ્યાં.” (જુઓ: કર્તા અથવા કર્મણિ)

આવવા દો

છુટ આપો

તેમને મારી પાસે આવવાની મનાઈ ફરમાવો નહીં

“તેમને મારી પાસે આવતાં રોકો નહીં”

કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું છે

“આકાશનું રાજ્ય જેઓ બાળકોના જેવા છે તેમનું જ છે” અથવા “જેઓ બાળકો સરખા છે જેઓ જ આકાશના રાજ્યમાં પ્રવેશ પામશે”

Matthew 19:16

ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.

જુઓ

લેખક અહીં વાર્તામાં એક નવા પાત્ર ને રજુ કરે છે.

સારી બાબતો

“એવી બાબતો જે દેવને પસંદ છે.”

સારો તો એક જ છે

“એક દેવ જ સંપૂર્ણ સારો છે”

Matthew 19:18

ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.

Matthew 19:20

ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.

ચાહે

“ઈચ્છે”

Matthew 19:23

ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.

ધનવાન માણસને દેવ ના રાજ્યમાં જવા કરતા સોય ના નાકામાંથી ઊંટ ને જવું સહેલ છે

ધનવાન લોકોને દેવના રાજ્યમાં જવું બહુ જ અઘરું છે. (જુઓ: અતિશયોક્તિ)

સોયનું નાકું

સોયના છેડે આવેલું કાણું જેમાંથી દોરો પસાર કરવામાં આવે છે.

Matthew 19:25

ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.

તેઓ સાંભળીને અચરત થયાં

“શિષ્યો ખુબ જ આશ્ચર્ય પામ્યાં”

તો પછી કોણ તારણ પામી શકે?

શક્ય અર્થ: ૧) તેઓ તેનો જવાબ શોધતાં હતા અથવા ૨) તેઓના

કહેવાનો મતલબ: “તો પછી કોઈ પણ તારણ ના પામી શકે!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

અમે સર્વસ્વ મુકીને આવ્યા છીએ

“અમારી બધી મિલકત અમે મુકીને આવ્યા છીએ” અથવા “અમે અમારું રાચરચીલું સઘળું ત્યાગી દીધું છે”

તો અમને શું મળશે

“દેવ અમને તેનો શું સારો બદલો/પુરસ્કાર આપશે”

Matthew 19:28

ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.

પુનરુત્પત્તિ માં

“એવો સમય કે જ્યારે બધી બાબતો નું નવસર્જન થશે” અથવા “નવા યુગમાં”

બાર રાજ્યાસન પર બેસી ન્યાય કરશે

“રાજાની જેમ ન્યાય કરશો” (જુઓ: )

Matthew 19:29

ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.

સો ઘણા પામશે

“જેનો પણ ત્યાગ કર્યો હશે કે મૂકી દીધું હશે તે સો ઘણું વધારે પામશે”

ઘણાં જેઓ પહેલા તેઓ છેલ્લા થશે

જેઓ ધનવાન છે કે અન્ય પર અધિકાર ચલાવે છે અને જગતની દ્રષ્ટિ માં જેઓ પહેલા છે, તેઓ દેવના રાજ્યમાં છેલ્લા થશે.