Matthew 21

Matthew 21:1

શિષ્યોની સાથે યરુશાલેમ તરફ ઈસુની મુસાફરી જારી છે.

બેથફગે

એક ગામ (જુઓ: નામનો તરજુમો)

વછેરું

“ગધેડાનું બચ્ચું”

Matthew 21:4

આ પ્રકરણમાં ઈસુ ગધેડા પર સવાર થઈ યરુશાલેમમાં પ્રવેશ કરે છે તે વાત આગળ વધે છે.

હવે આ એ માટે થયું કે પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ થાય

“દેવે આ ઘણાં બધા સમય પહેલા પ્રબોધક મારફતે જે થવાનું હતું તે કહ્યું.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે

“જે બન્યા અગાઉ પ્રબોધકે કહ્યું હતું.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

સિયોનની દીકરી

ઇસ્રાએલ (જુઓ: )

ગધેડા

ગરીબ લોકોને સવારી કરવા માટેનું પ્રાણી

વછેરો

ગધેડાનું બચ્ચું

Matthew 21:6

આ પ્રકરણમાં ઈસુ ગધેડા પર સવાર થઈ યરુશાલેમમાં પ્રવેશ કરે છે તે વાત આગળ વધે છે.

કપડાં

લાંબા પહેરવાના કોટ, લૂગડાં

ઈસુ તે પર બેઠો

“ગધેડા પર કપડાં પાથર્યા અને તે પર ઈસુ બેઠો”

Matthew 21:9

આ પ્રકરણમાં ઈસુ ગધેડા પર સવાર થઈ યરુશાલેમમાં પ્રવેશ કરે છે તે વાત આગળ વધે છે.

હોસાના

આ એક હિબ્રૂ શબ્દ છે જેનો અર્થ “અમને તારો/બચાવો” એવો થતો હતો પણ વખત જતા તેનો અર્થ “દેવની સ્તુતિ” એમ થવા લાગ્યો.

આખું નગર/શહેર ખળભળી ઊઠયું

“નગરમાં પ્રત્યેક જણ તેને જોવાને સારુ રોમાંચિત થયાં”

આખું નગર

“શહેરના ઘણાં ખરાં લોક “ (જુઓ: અતિશયોક્તિ)

Matthew 21:12

ઈસુ મંદિરમાં પ્રવેશ કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

તેણે તેમને કહ્યું

“જે લોકો નાણાની લેવડ

દેવડ અને વસ્તુઓની લે

વેચ કરતાં હતા તેમને ઈસુએ કહ્યું”

પ્રાર્થનાનું ઘર

“લોકોને આવીને પ્રાર્થના કરવાનું સ્થળ”

લુંટારાનું કોતર

“જ્યાં લુંટારા સંતાઈ રહે એવું સ્થળ” (જુઓ: રૂપક)

લંગડા

જેઓ ચાલી ના શકે અથવા પગમાં કઈ ખોડ હોય એવા લોકો

Matthew 21:15

ઈસુ મંદિરમાં પ્રવેશ કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.

હોસાના

જુઓ: ૨૧:૯

દાઉદના દીકરા

જુઓ: ૨૧:૯.

તેઓ નાખુશ થયાં

“તેમને આ પસંદ પડ્યું નહીં અને ગુસ્સે ભરાયા”

આ લોકો શું કહી રહ્યાં છે તે શું તું સાંભળે છે?

“આ લોકોને તારા સબંધી આ બધું કહેવાની પરવાનગી ન આપવી ન જોઈએ!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

શું તમે વાંચ્યું નથી

“હા, હું સાંભળું છું તેઓ શું કહે છે, પણ તમે શાસ્ત્ર માં જે વાંચો તે યાદ રાખવું જોઈએ” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

ઈસુ તેમને મુકીને

“ઈસુ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને મુકીને”

Matthew 21:18

ઈસુ અંજીરી ના ઝાડને શ્રાપ આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

સુકાઈ ગઈ

“મરી ગઈ”

Matthew 21:20

ઈસુ અંજીરીને જે શ્રાપ આપે છે તે સમજાવે છે.

ચીમળાઈ ગઈ

“સુકાઈને મરી ગઈ”

Matthew 21:23

ધાર્મિક આગેવાનો ઈસુ સામે વાંધો ઉઠાવે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

Matthew 21:25

ધાર્મિક આગેવાનો ઈસુ સામે વાંધો ઉઠાવે છે તે પ્રકરણ આગળ વધે છે.

આકાશથી

“દેવ જે આકાશમાં છે તેના તરફથી” (જુઓ: )

તે આપણને કહેશે

“ઈસુ આપણને કહેશે”

અમે લોકોથી બીધા

“લોકો આપણે વિશે શું વિચારશે અથવા આપણને શું કરશે તે બાબતથી બીધા”

તેઓ બધા યોહાન ને પ્રબોધક માનતા

“તેઓને એ વિશ્વાસ હતો કે યોહાન એક પ્રબોધક હતો”

Matthew 21:28

ઈસુ ધાર્મિક આગેવાનોને એક દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપે છે.

Matthew 21:31

ઈસુ ધાર્મિક આગેવાનોને એક દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપે છે.

તેઓએ કહ્યું

“મુખ્ય યાજકો અને વડીલો એ કહ્યું”

ઈસુને તેમને કહ્યું

“ઈસુએ મુખ્ય યાજકો અને વડીલોને કહ્યું”

યોહાન તમારી પાસે આવ્યો

યોહાન આવ્યો અને તેણે ધાર્મિક આગેવાનો તથા સામાન્ય લોક સઘળાને પ્રબોધ કર્યો.

ન્યાયની રૂએ

યોહાને લોકોને બતાવ્યું કે દેવને કેવી રીતે પ્રતિભાવ આપવો જોઈએ અને જીવન જીવવું જોઈએ. (જુઓ: રૂપક)

Matthew 21:33

ઈસુ ધાર્મિક આગેવાનોને એક અન્ય દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

એક ઘરધણી/જમીનદાર

“એવી વ્યક્તિ જેને બહુ જ જમીન જાગીર હતી”

ખેડૂતોને ભાડે આપી

“ખેડૂતોને પોતાની દ્રાક્ષાવાડી સોંપી.” જો કે માલિકને પોતાની દ્રાક્ષાવાડી પર પૂરો અધિકાર હજુ પણ હતો.

ખેડૂત

અહીં એ લોકો જેમને દ્રાક્ષાવાડીની સંભાળ લેતા આવડતું હોય.

Matthew 21:35

ઈસુ ધાર્મિક આગેવાનોને એક અન્ય દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

તેના ચાકરો

ઘરધણી/જમીનદાર ના ચાકરો (જુઓ: ૨૧:૩૩)

Matthew 21:38

ઈસુ ધાર્મિક આગેવાનોને એક અન્ય દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

Matthew 21:40

ઈસુ ધાર્મિક આગેવાનોને એક અન્ય દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

લોકોએ તેને કહ્યું કે

“લોકોએ ઈસુને કહ્યું કે”

Matthew 21:42

ઈસુ પોતાનું દ્રષ્ટાંત સમજાવવા પ્રબોધવાણી વાપરે છે.

ઈસુએ તેમને કહ્યું

“ઈસુએ લોકોને કહ્યું” (૨૧:૪૧)

‘જે પથ્થર ઘર બાંધનારાઓએ નકાર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો

એટલે: “જે પથ્થર ઘર બાંધનારાઓએ નકાર્યો તે જ મુખ્ય પથ્થર થયો. “અધિકારીઓ ઈસુનો નકાર કરશે પણ દેવે તેને પોતાના રાજ્યનો શિરપતિ/મુખીઓ બનાવ્યો છે. (જુઓ: રૂપક)

આ દેવ થી થયું છે

“દેવે આ મોટો તફાવત આણ્યો છે.”

Matthew 21:43

ઈસુ દ્રષ્ટાંત સમજવાનું જારી રાખે છે.

હું તમને કહું

ઈસુ અહીં મુખ્ય યાજકો અને વડીલોને કહી રહ્યાં હતા.

તેના ફળ આપશે

“જે ઉચિત છે તે કરશે” (જુઓ: રૂપક)

તેના ફળ

“દેવના રાજ્યના ફળ”

જે કોઈ આ પથ્થર પર પડશે

“જે કોઈ આ પથ્થર પર ગબડશે” (જુઓ: રૂપક)

જેની પર પણ એ પડશે

“જેની પર પણ ન્યાયકરણ આવશે” (જુઓ: રૂપક)

Matthew 21:45

ધાર્મિક આગેવાનોએ ઈસુએ જે દ્રષ્ટાંત કીધું તેની પ્રતિક્રિયા આપી.

તેના દ્રષ્ટાંતો

“ઈસુના દ્રષ્ટાંતો”

તેની પર હાથ નાખવા

“પકડવાની”