Matthew 16

Matthew 16:1

અહીં ઈસુ અને ધાર્મિક આગેવાનો વચ્ચે આમના

સામના ની શરૂઆત થાય છે. આકાશથી...આકાશનું

યહૂદી આગેવાનો દેવ તરફથી ચિન્હ જોવા માંગે છે. (જુઓ: ) પણ ઈસુ તેમને આકાશ જોવા સારુ કહે છે. સાંજ પડે ત્યારે

દિવસનો એ સમય જ્યારે સૂર્ય આથમે છે. ઉઘાડ નીકળશે

ચોખ્ખું, શાંત, અને ખુશનુમા આકાશ રતુમડું હોય છે

સૂર્ય આથમતા આકાશ લાલ, પ્રકાશિત અને ચોખ્ખું હોય છે.

Matthew 16:3

અહીં ઈસુ અને ધાર્મિક આગેવાનો વચ્ચે આમના

સામના ની શરૂઆત થાય છે. ખરાબ વાતાવરણ

“વાદળીયું, અને તોફાની વાતાવરણ” ઝડી પડશે

“અંધારિયું અને ડરામણું” કોઈ ચિન્હ અપાશે નહીં

એટલે “દેવ આ લોકોને કોઈ ચિન્હ આપશે નહીં” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 16:5

ધાર્મિક આગેવાનો સાથેના આમના

સામના પછી ઈસુ પોતાના શિષ્યોને સાવધાન કરે છે.

ખમીર

ભૂંડા વિચારો અને ખોટું શિક્ષણ (જુઓ: રૂપક)

વિચાર

“ચર્ચા” અથવા “વિવાદ”

Matthew 16:9

ધાર્મિક આગેવાનો સાથેના આમના

સામના પછી ઈસુ પોતાના શિષ્યોને સાવધાન કરે છે.

શું હજી તમે સમજતા કે યાદ રાખતા નથી કે પાંચ હજાર લોકો માટે પાંચ રોટલી અને તમે કેટલી ટોપલી ઉઠાવી? અને સાત રોટલી ચાર હજાર લોકો માટે અને તમે કેટલી ટોપલી ઉઠાવી?

ઈસુ તેમને ધમકાવે છે. એટલે: “તમારે સમજવું અને યાદ રાખવું જોઈએ કે પાંચ હજાર લોકો માટે પાંચ રોટલી અને તમે કેટલી ટોપલી ઉઠાવી! તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે ચાર હજાર લોકો માટે સાત રોટલી અને તમે કેટલી ટોપલી ઉઠાવી! (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન અને સંખ્યા)

Matthew 16:11

ધાર્મિક આગેવાનો સાથેના આમના

સામના પછી ઈસુ પોતાના શિષ્યોને સાવધાન કરે છે.

તમે હજુ કેમ સમજતા નથી કે મેં તમને રોટલી સબંધી નહોતું કહ્યું?

“તમારે સમજવું જોઈતું હતું કે હું તમને રોટલી સબંધી કહેતો નહોતો.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

ખમીર

ભૂંડા વિચારો અને ખોટું શિક્ષણ (જુઓ: રૂપક)

તેઓ...તેમને

“શિષ્યો”

Matthew 16:13

ઈસુ દેવનો દીકરો છે તેવી પિત્તર કબૂલાત કરે છે.

પણ હું કોણ છું તે સબંધી તમે શું કહો છો?

“પણ હું તમને પૂછું: તમે કહો કે હું કોણ છું?”

Matthew 16:17

ઈસુ દેવનો દીકરો છે તેવી પીત્તરની કબૂલાતનો ઈસુ પ્રત્યુત્તર આપે છે.

સિમોન બાર યૂના

“સિમોન, યૂના પુત્ર”

માસે તથા લોહીએ તને આ પ્રગટ કર્યું નથી

કોઈપણ માણસે તને આ પ્રગટ કર્યું નથી” (જુઓ: )

હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં

શક્ય અર્થ: ૧) “મરણ ની સત્તા/અધિકાર તેની વિરુદ્ધ ચાલશે નહીં, અથવા ૨) તે મરણની સત્તાનું જોર તોડી પાડશે જેમ એક સૈન્ય નગર પર કબજો કરી તેને તોડી પાડે. (જુઓ: રૂપક)

Matthew 16:19

ઈસુ દેવનો દીકરો છે તેવી પીત્તરની કબૂલાતનો ઈસુ પ્રત્યુત્તર આપે છે.

આકાશના રાજ્યની ચાવી

માર્ગ ખુલ્લો કરવાનો અધિકાર કે જેથી લોકો દેવના લોકો બની શકે જેમ ચાકર ઘરમાં મહેમાનો ને આવકારે તેમ. (જુઓ: રૂપક)

પૃથ્વી પર બાંધશે...આકાશમાં છોડાશે

લોકોને માફી મળી યાં અપરાધી ઠર્યા તે જાહેર કરવું જેમ આકાશમાં પણ તે થાય છે. (જુઓ: રૂપક)

Matthew 16:21

ઈસુ શિષ્યોને તેની પાછળ ચાલવા માટે કેવી કિંમત ચૂકવવી પડશે તે સબંધી કહે છે.

તે સમય થી

ઈસુએ પોતાના શિષ્યોને પોતે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ ન જણાવા સારુ આજ્ઞા આપ્યા બાદ, દેવની તેના માટેની યોજના સબંધી શિષ્યો સાથે વાત કરવા લાગ્યો.

માર્યો જાઉં

એટલે: “તેઓ તેને મારી નાંખે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

ત્રીજા દિવસે પાછો જીવતો થાય

“ત્રીજા દિવસે દેવ તેને ફરીથી સજીવન કરે”

Matthew 16:24

ઈસુ શિષ્યોને તેની પાછળ ચાલવા માટે કેવી કિંમત ચૂકવવી પડશે તે સબંધી કહેવાનું ચાલુ રાખે છે.

મારી પાછળ આવવા ચાહે

“મારો શિષ્ય થવા ચાહે”

પોતાનો નકાર કરે

“પોતાની ઈચ્છા પ્રમાણે ના કરે” અથવા “પોતાની મરજી/મહેચ્છા નો ત્યાગ કરે.”

પોતાનો વધસ્તંભ ઊંચકી મારી પાછળ આવે

“પોતાનો વધસ્તંભ ઊંચકે, ઉઠાવે અને મારી પાછળ ચાલે,”

ખ્રિસ્તની જેમ જ મરણ પામતા સુધી સહન કરવા તૈયાર હોય” (જુઓ: રૂપક)

કેમ કે જે કોઈ ચાહે

“કેમ કે ચાહે જે કોઈ ઈચ્છે”

જો તે આખું જગત મેળવે

“જો તે જગતમાં જ કંઈ છે તે બધું પામે”

પણ પોતાનું જીવન ખુએ

“તે પોતે જ નાશ પામે ને ખોવાઈ જાય”

Matthew 16:27

ઈસુ શિષ્યોને તેની પાછળ ચાલવા માટે કેવી કિંમત ચૂકવવી પડશે તે સબંધી કહે છે.

માણસ ના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે નહિ ત્યાં સુધી મરણ પામશે નહીં

“માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે પછી જ મરણ પામશે”

મરણ પામશે નહીં

“મરણનો અનુભવ કરશે નહીં” અથવા “મરશે નહીં”

માણસનો દીકરો તેના રાજ્યમાં આવશે

“જ્યાં સુધી તેઓ મને મારા રાજ્યમાં આવતો જોશે નહીં” (જુઓ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ)