Matthew 15

Matthew 15:1

અહિ ઈસુ અને ધાર્મિક આગેવાનો વચ્ચે આમના

સામના ની શરૂઆત થાય છે.

વડીલોના સંપ્રદાયનો ભંગ કેમ કરે છે

“જુના ધાર્મિક આગેવાનોએ જે નિયમો આપ્યા તેનું સન્માન કરતા નથી.”

હાથ ધોતાં

“નિયમ જે રીત ઠરાવી છે તે પ્રમાણે તેઓ હાથ ધોતાં નથી” (જુઓ: )

Matthew 15:4

ઈસુનો શાસ્ત્રીઓ તથા ફરોશીઓ સાથે આમનો

સામનો આગળ વધે છે.

જે કોઈ

“જે કોઈ પણ” અથવા “જો કોઈ”

તારા બાપનું સન્માન કર

તારા બાપની કાળજી રાખી તેમની પ્રત્યે સન્માન દર્શાવ.

તમારી પ્રણાલિકાને લીધે દેવનું વચન તમે રદ કરો છો

એટલે: “તમારી પ્રણાલિકાને તમે દેવના વચનથી પણ વધુ મહત્વ આપ્યું છે.

Matthew 15:7

ઈસુનો શાસ્ત્રીઓ તથા ફરોશીઓ સાથે આમનો

સામનો આગળ વધે છે.

યશાયા પ્રબોધકે સાચું જ કીધું

એટલે: “યશાયાએ તેની પ્રબોધવાણી માં સત્ય જ કીધું છે”

તેણે જ્યારે કહ્યું કે

એટલે: “યશાયાએ દેવે તેને જે કીધું તે કહ્યું”

આ લોકો મને હોઠ થી માન આપે છે

એટલે: “આ લોકો બધી વાત સાચી બોલશે”

પણ તેમનાં હૃદય મારાથી બહુ જ દૂર છે

એટલે: “પણ તેઓ મને પ્રેમ કરતા નથી.” (જુઓ: રૂઢિપ્રયોગ)

તેઓ મારી આરાધના વ્યર્થ કરે છે

એટલે: “તેમની સ્તુતિ આરાધનાની મને કંઈ અસર થતી નથી” અથવા “તેઓ મારી આરાધના કરવાનો ડોળ જ કરે છે”

માણસોની આજ્ઞાઓ

“માણસોના બનાવેલા નિયમો.”

Matthew 15:10

ઈસુ ટોળાને એક દ્રષ્ટાંત શીખવે છે.

સાંભળો અને સમજો

જે ઈસુ કહેવા જઈ રહ્યાં છે તેની પર ભાર મુકે છે.

Matthew 15:12

૧૧ મી કલમ માં જે દ્રષ્ટાંત ઈસુ એ કીધું તે અહીં તેના શિષ્યોને સમજાવે છે.

ફરોશીઓએ આ સાંભળ્યું ત્યારે તેમને માઠું લાગ્યું એ શું તને ખબર છે?

એટલે: “આ સાંભળીને ફરોશીઓ ગુસ્સે થયાં” અથવા “આ સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 15:15

૧૧ મી કલમ માં જે દ્રષ્ટાંત ઈસુ એ કીધું તે અહીં તેના શિષ્યોને સમજાવાનું જારી છે.

અમને

“અમને શિષ્યોને”

પેસે છે

“જાય છે”

સંડાસ

શરીરના કચરાનો જ્યાં નિકાલ થાય છે તેને માટે વપરાતો શાલીન શબ્દ

Matthew 15:18

૧૧ મી કલમ માં જે દ્રષ્ટાંત ઈસુ એ કીધું તે અહીં તેના શિષ્યોને સમજાવે છે.

મોમાંથી જે નીકળે છે તે

“વ્યક્તિ જે શબ્દો બોલે છે તે”

હૃદયમાંથી નીકળે છે

“તે વ્યક્તિની ભાવના, લાગણીઓ અને વિચારોમાંથી પરિણમે છે”

ખૂન

નિર્દોષ વ્યક્તિને મારી નાખવી

અનાદર

“લોકોની વિરુદ્ધ અપમાનજનક બોલવું”

અણધોયેલ હાથે

“ઔપચારિક રીતે ન ધોયેલ હોય એવા હાથ”

Matthew 15:21

ઈસુ કનાની સ્ત્રીની દીકરીને સાજી કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

એક કનાની સ્ત્રી તે પ્રદેશમાંથી આવીને

આ સ્ત્રીએ પોતાનું વતન છોડી જે ઇસ્રાએલની બહાર છે, ત્યાંથી ઇસ્રાએલ આવી, ઈસુને શોધ્યા.

કનાની સ્ત્રી

કનાનનું એક દેશ તરીકે ત્યારે અસ્તિત્વ નહોતું પણ આ સ્ત્રી કનાની તરીકે ઓળખાતા જૂથ માંથી આવી.

મારી દીકરી ભૂત થી બહુ પીડા પામે છે

“મારી દીકરીને એક અશુદ્ધ આત્મા બહુ દુઃખ આપે છે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તેને કંઈ જવાબ આપ્યો નહીં

“કંઈ કીધું નહીં”

Matthew 15:24

ઈસુ કનાની સ્ત્રીની દીકરીને સાજી કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.

તેણી આવી

“કનાની સ્ત્રી આવી”

છોકરાની રોટલી...કુતરાને

“જે યહુદીઓ માટે છે ...તે વિદેશીઓને” (જુઓ: રૂપક)

Matthew 15:27

ઈસુ કનાની સ્ત્રીની દીકરીને સાજી કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.

કુતરા પણ પોતાના માલિકની મેજ પરથી જે ટુકડા પડે તે ખાય છે

વિદેશીઓને પણ યહુદીઓને જે સદભાગ્ય સાંપડ્યું છે તેમાંથી થોડું વધ્યું

ઘટ્યું મળવું જોઈએ. (જુઓ: રૂપક)

તેની દીકરી સાજી થઇ

“ઈસુએ તેની દીકરીને સાજી કરી” અથવા “ઈસુએ તેની દીકરીને દુરસ્ત કરી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તે જ સમયે

“બરાબર એ જ વખતે” અથવા “તરત જ “

Matthew 15:29

ઈસુ ગાલીલમાં મોટી સંખ્યામાં લોકોને સાજા કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

પાંગળા, આંધળા, બહેરા, અપંગ લોકો

“એવા લોકો કે જે ચાલી ના શકે, જોઈ ના શકે, બોલી ના શકે, અને બીજા કે જેમના હાથ અથવા પગ ખરડાયેલ હોય.

તેમને ઈસુના પગ આગળ મુક્યા

“લોકો બધા બીમારોને ઈસુની પાસે લાવ્યા”

Matthew 15:32

ગાલીલ માં મોટી જનમેદની ને ઈસુ જમાડે છે તે પ્રકરણ અહીં જારી છે.

રખેને તેઓ નિર્ગત થાય

શક્ય અર્થ: ૧) “એ બીક ને લીધે કે તેઓ રસ્તામાં બેહોશ થઇ જાય, અથવા ૨) “એ બીક ને લીધે કે તેઓ રસ્તામાં જ એકદમ અશક્ત થઇ જાય.” (જુઓ: અતિશયોક્તિ)

તેમને બેસાડ્યા

નીચે પંગતમાં બેસાડ્યા

Matthew 15:36

ગાલીલ માં મોટી જનમેદની ને ઈસુ જમાડે છે તે પ્રકરણ અહીં જારી છે.

તેણે લીધા

“ઈસુએ લીધાં.”

તેમને આપ્યા

“રોટલી અને માછલી આપ્યા”

જેટલા એ ખાધું

“જેટલા લોકોએ ખાધું”

પ્રદેશ

“જે તે વિસ્તાર/દેશ નો એક ભાગ” મગદાન

કોઈ વાર “મગદલા” તરીકે પણ કહેવાય છે.