Matthew 12

Matthew 12:1

વિશ્રામવારે કણસલાં તોડી ભૂખ સંતોષવા બદલ જ્યારે ફરોશીઓ શિષ્યોની ટીકા કરે છે ત્યારે ઈસુ પોતાના શિષ્યોનો બચાવ કરે છે.

અનાજના ખેતરો

અનાજ ઉગાડવાની જગ્યા, ઘઉં ના ખેતરો.

ઘઉંના કણસલાં તોડી ખાવા લાગ્યા...વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે કરે છે

કોઈ બીજાના ખેતરમાંથી તોડી ને ખાવું એ ચોરી ગણાતી નહોતી (જુઓ: ). એટલે પ્રશ્ન એ હતો કે જે અન્ય દિવસે કરવું ઉચિત હતું તે વિશ્રામવારે ઉચિત કહેવાય કે કેમ.

તેને

કણસલાં ને

કણસલાં

ઘઉંના ડુંડા નો ઉપરનો ભાગ, જેમાં દાણાનો ભરાવો જોવા મળે છે.

જુઓ

વૈકલ્પિક ભાષાંતર: “દેખો” અથવા “સાંભળો” અથવા “હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેની પર ધ્યાન આપો.

Matthew 12:3

વિશ્રામવારે કણસલાં તોડી ખાવા બદલ જ્યારે ફરોશીઓ શિષ્યોની ટીકા કરે છે ત્યારે ઈસુ પોતાના શિષ્યોનો બચાવ કરતા આગળ કહે છે.

તેઓને...તમે

ફરોશીઓને ઉદ્દેશીને ઈસુ કહે છે.

તમે વાંચ્યું નથી શું

વાંચ્યા છતા ન નહિ શીખવાને કારણે ઈસુ ફરોશીઓને હલકો ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે જે વાંચ્યું છે તેને સમજવું પણ જોઈએ.” (વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

તે...તેને

દાઉદની વાત કરે છે.

સાક્ષી (અર્પણ) ની રોટલી

દેવને અર્પેલી અને તેમની આગળ ખુલ્લી મૂકેલી. (જુઓ: )

જેઓ તેની સાથે હતા

“જે લોકો દાઉદની સાથે હતા તેઓ”

માત્ર યાજકોને જ ખાવી ઉચિત હતી

“ફક્ત યાજકોને જ તેને ખાવાની પરવાનગી હતી” (જુઓ: વ્યક્તાવ્યપ્રુણ પ્રશ્ન)

Matthew 12:5

વિશ્રામવારે કણસલાં તોડી ખાવા બદલ જ્યારે ફરોશીઓ શિષ્યોની ટીકા કરે છે ત્યારે ઈસુ પોતાના શિષ્યોનો બચાવ કરવાનું ચાલુ રાખે છે.

તમે...તમે

ફરોશીઓ

તમે નિયમ શાસ્ત્રમાં વાંચ્યું નથી શું

“તમે નિયમ શાસ્ત્ર વાંચ્યું છે, તેથી તમને ખબર છે તે શું કહે છે” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

વિશ્રામવાર ને અપવિત્ર કરવો

“જે અન્ય દિવસે કરે તે વિશ્રામવાર ના દિવસે પણ કરે”

નિર્દોષ છે

“દેવ તેમને શિક્ષા કરતા નથી”

મંદિર કરતા એક મહાન

“એક કે જે મંદિર કરતા વધારે મહત્વનો/મૂલ્યવાન છે.” ઈસુ પોતાના સબંધી વાત કરી રહ્યાં હતા.

Matthew 12:7

વિશ્રામવારે કણસલાં તોડી ખાવા બદલ જ્યારે ફરોશીઓ શિષ્યોની ટીકા કરે છે ત્યારે ઈસુ પોતાના શિષ્યોનો બચાવ કરતા આગળ કહે છે.

જો તમે જાણતા હોત

“તમે જાણતા નથી”

તમે...તમે

ફરોશીઓ

યજ્ઞ કરતાં હું દયા ચાહું છું

બલિદાન સારુ છે, પણ દયા/ભલાઈ એથી પણ સારી છે. (જુઓ: અતિશયોક્તિ)

આનો અર્થ શું છે

“દેવ બાઈબલ/શાસ્ત્રમાં શું કહે છે”

હું ચાહું છું

અહીં સર્વનામ “હું” દેવ ને દર્શાવે છે.

Matthew 12:9

વિશ્રામવારે એક માણસને સાજો કરવાને લીધે ફરોશીઓ ઈસુની ટીકા કરે છે જેનો ઈસુ પ્રત્યુત્તર આપે છે.

અને ઈસુ ત્યાંથી નીકળીને ગયો

“ઈસુ અનાજના ખેતરમાંથી નીકળીને ગયો”

તેમનાં

ફરોશીઓનું સિનેગોગ (સભાસ્થાન) કે જેમની સાથે ઈસુ વાત કરી રહ્યાં હતા.

જુઓ

આ “જુઓ” આપણને આ વાર્તામાં આવતાં નવા પાત્ર થી વાકેફ કરે છે/ધ્યાન દોરે છે.

સુકાયેલા હાથ વાળો

“કુબડો થઇ ગયેલો” અથવા “વળી ગયેલો”

Matthew 12:11

વિશ્રામવારે એક માણસને સાજો કરવાને લીધે ફરોશીઓ ઈસુની ટીકા કરે છે જેનો ઈસુ પ્રત્યુત્તર આપતા આગળ કહે છે.

તમારામાંનો એવો કોણ છે...પકડીને બહાર નહીં કાઢે?

વૈકલ્પિક ભાષાંતર: “તમારામાં નો દરેક જન પકડીને બહાર કાઢશે.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

તેઓને...તમે

ફરોશીઓ

જો તેને હોય

જો જે માણસને હોય

પકડીને બહાર કાઢે

“ઘેટાને પકડીને ખાડાની બહાર કાઢે”

સારુ કરવું ઉચિત છે

“જેઓ સારુ કરે છે તેઓ નિયમનો ભંગ કરતા નથી” અથવા “જેઓ સારુ/ઉચિત કરે છે કરે છે તેઓ જો કે નિયમ નું પાલન કરે છે”

Matthew 12:13

વિશ્રામવારે એક માણસને સાજો કરવાને લીધે ફરોશીઓ ઈસુની ટીકા કરે છે જેનો ઈસુ પ્રત્યુત્તર આપતા આગળ કહે છે.

માણસને

સૂકાઈ ગયેલા હાથ વાળા માણસને

તારો હાથ લાંબો કર

“તારો હાથ સીધો કર” અથવા “તારો હાથ ઉંચો કર.”

તે

માણસ

તે...તે

માણસનો હાથ

સાજો થયો

“સંપૂર્ણ સાજો થયો” અથવા “ફરીથી તંદુરસ્ત”

તેની વિરુદ્ધ યોજના ઘડી

“તેને મારી નાંખવા મસલત કરી”

કેવી રીતે કરી શકાય

“એમ કરવાના રસ્તા શોધવા લાગ્યા”

તેને મારી નાંખવા

ઈસુને મારી નાંખવા

Matthew 12:15

ઈસુના કાર્ય દ્વારા યશાયાની પ્રબોધવાણી કેવી રીતે પરિપૂર્ણ થઈ તે આ પ્રકરણમાં આલેખાયું છે.

“તેને મારી નાખવાનું ફરોશીઓને ષડયંત્ર”

ત્યાંથી નીકળી ગયો

“જતો રહ્યો”

તેને બીજાઓની આગળ પ્રગટ કરવો નહીં

“બીજાઓને તેના વિશે કઈ કહેવું નહીં”

યશાયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે

દેવે જે કીધું અને યશાયા પ્રબોધકે જે લખ્યું તે પ્રમાણે”

Matthew 12:18

આ પ્રકરણમાં ઈસુના કાર્ય દ્વારા યશાયાની પ્રબોધવાણી કેવી રીતે પરિપૂર્ણ થઈ તેનું આલેખન આગળ વધે છે. દેવની વાણી જે યશાયા પ્રબોધકે લખી હતી તે”

Matthew 12:19

આ પ્રકરણમાં ઈસુના કાર્ય દ્વારા યશાયાની પ્રબોધવાણી કેવી રીતે પરિપૂર્ણ થઈ તેનું આલેખન આગળ વધે છે. દેવની વાણી જે યશાયા પ્રબોધકે લખી હતી.

તે... તેના

“સેવક” જે ૧૨:૧૮ માં છે.

છૂંદેલું બરુ તે ભાંગશે નહીં

“નબળાં લોકોને તે મારશે નહીં” (જુઓ: રૂપક)

છૂંદેલું

“થોડું ઘણું તૂટેલું અથવા નુકસાન પામેલું”

ધૂઆતું શણ

બુઝાવી દીધા બાદ દીવાની વાટ, એવા લોકો કે જે અસહાય હોય કે એકદમ અશાવિહોણા હોય. (જુઓ: રૂપક)

જ્યાં સુધી

આ નવા વાક્ય સાથે ભાષાંતર કરી શકાય: “તે આ પ્રમાણે કરશે જ્યાં સુધી”

તે ન્યાયને વિજયવંત કરે

“તે લોકોને ખાતરી અપાવે કે હું ન્યાયી છું.”

Matthew 12:22

આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે.

એક મૂંગો અને આંધળો વ્યક્તિ

“એક જન કે જે જોઈ શકતો નહોતો તેમ જ બોલી પણ શકતો નહોતો”

સઘળાં લોકો આશ્ચર્ય પામ્યા

“ઈસુએ આ માણસને સાજાપણું આપતા જે લોકોએ દીઠાં તેઓ સઘળાં આશ્ચર્યચકિત થયાં.

Matthew 12:24

આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.

આ ચમત્કાર

એક આંધળા, મૂંગા અને ભૂત વળગેલા માણસને સાજાપણું આપતો ચમત્કાર

બાલઝબુલ ની મદદથી વગર આ માણસ જ ભૂત કાઢતો નથી

“આ માણસ એટલા માટે ભૂત હાંકી કાઢી શકે છે કેમ કે તે બાલઝબુલ નો સેવક છે.”

આ માણસ

ફરોશીઓ ઈસુને નામ દઈને બોલાવાનુ ટાળે છે તે દર્શાવે છે કે તેઓ તેનો નકાર કરે છે.

તેમનાં...તેમને

ફરોશીઓ

Matthew 12:26

These verses are misplaced actually, it is Mt. 5:15 and not 12: 26

27.

Matthew 12:28

આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.

તમારી પર

ફરોશીઓ પર

બળવાન માણસને પહેલા બાંધ્યાં વગર

“બળવાન માણસ પર પહેલા કાબુ કર્યા વગર”

તે મારી સાથે નથી

“જે મને સથીયારો આપતો નથી” અથવા “જે મારી સાથે કામ કરતો નથી”

તે મારી વિરુદ્ધ છે

“મારી વિરુદ્ધ કામ કરે છે” અથવા “મારા કામનો નાશ/વિરોધ કરે છે”

ભેગું કરે છે

આ પાકની કાપણી માટે વપરાતો સામાન્ય શબ્દ છે.

Matthew 12:31

આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.

તમને

ફરોશીઓને

માણસને દરેક પાપ તથા દુર્ભાષણ માફ કરાશે

“દેવ માણસને દરેક પાપ અને દુર્ભાષણ માફ કરશે” અથવા “દેવ એ દરેક વ્યક્તિ કે જે પાપ અને દુર્ભાષણ કરે છે તેને માફી આપશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

પણ (પવિત્ર) આત્મા વિરુદ્ધ દુર્ભાષણ માફ કરવામાં આવશે નહીં

“દેવ કોઈનું પણ પવિત્ર આત્મા વિરુદ્ધ નું દુર્ભાષણ માફ કરશે નહીં”

અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ જે કઈ પણ કહેશે, તે તેને માફ કરાશે

“દેવ માણસના દીકરાની વિરુદ્ધ જે કહેશે તે માફ કરશે”

આ જગતમાં નહીં... તેમ જ જે આવનાર છે તેમાં પણ નહીં

વૈકલ્પિક ભાષાંતર: “આ સમયે નહીં અને આવનાર સમયમાં પણ નહીં.”

Matthew 12:33

આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.

ઝાડ સારુ ને તેના ફળ ને સારુ કરો, અથવા ઝાડ નઠારું ને તેના ફળ ને નઠારું કરો

“નક્કી કરો કાં તો ફળ સારુ છે તેથી ઝાડ પણ સારુ છે, અથવા ફળ નઠારું છે તેથી ઝાડ પણ નઠારું છે”

સારુ...નઠારું

આનો મતલબ ૧) “તંદુરસ્ત...નાદુરસ્ત” અથવા ૨) ખાદ્ય...અખાદ્ય.”

ઝાડ પોતાના ફળથી ઓળખાય છે

આનો મતલબ ૧) “લોકો ફળને જોઇને જાણી શકશે કે ઝાડ તંદુરસ્ત છે કે નહીં” અથવા ૨) “કઈ જાત/પ્રકારનું ઝાડ છે તે લોકો તેના ફળ ને જોઇને જાણી શકે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તમે...તમે

ફરોશીઓ

હૃદયના ભરપુરપણા થી મોં બોલે છે

“વ્યક્તિના હૃદય માં શું છે તે જ પ્રમાણે માણસ બોલી શકે” ( જુઓ: )

સારો ભંડાર...ભૂંડો ભંડાર

“ન્યાયી વિચારો...ભૂંડા વિચારો” (જુઓ: રૂપક)

Matthew 12:36

આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.

તમને...તમારી

ફરોશીઓ

માણસે હિસાબ આપવો પડશે

“દેવ તેમને હિસાબ પૂછશે” અથવા “દેવ તેમનો ન્યાય કરશે”

નકામી

“બિનજરૂરી.” વૈકલ્પિક ભાષાંતર: “નુક્શાનકારક” (જુઓ: )

તેઓ

“લોકો”

ન્યાયી ઠરાવાશે...અન્યાયી ઠરાવાશે

“દેવ તને ન્યાયી ઠરાવશે...દેવ તને અન્યાયી ઠરાવશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 12:38

શાસ્ત્રીઓ અને ફરોશીઓના અવિશ્વાસને કારણે ઈસુ તેમને ધમકાવે છે, કારણ કે એક આંધળા અને ભૂત વળગેલા માણસને સાજા કર્યા છતા તેઓ તેની પાસે ચિન્હ (ચમત્કાર)ની માંગણી કરે છે.

ઇચ્છીએ છીએ

જોઈએ છે.

દુષ્ટ તથા વ્યભિચારી પેઢી

આ વખતના લોકો ભૂંડાઈ ઈચ્છતા અને દેવને અવિશ્વાસુ હતા.

કોઈ ચિહ્ન તમને અપાશે નહીં

“દેવ આ દુષ્ટ અને વ્યભિચારી પેઢીને કોઈ પણ ચિહ્ન આપશે નહીં.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

યુના નું ચિહ્ન

આને આ રીતે પણ સમજી શકાય, “યુના ને થયું તેમ” અથવા “યુના ને સારુ દેવે જે ચમત્કાર કર્યો તે” (જુઓ; રૂપક)

પૃથ્વીના પેટમાં

ભૌતિક કબરની અંદર (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 12:41

શાસ્ત્રીઓ અને ફરોશીઓના અવિશ્વાસને કારણે ઈસુ તેમને ધમકાવે છે, કારણ કે એક આંધળા અને ભૂત વળગેલા માણસને સાજા કર્યા છતા તેઓ તેની પાસે ચિન્હ (ચમત્કાર)ની માંગણી કરે છે.

નીનવેહ ના લોકો આ પેઢીની સાથે ઊભા રહેશે ..ને તેને દોષી ઠરાવશે

વૈકલ્પિક ભાષાંતર: “નીનવેહ ના લોકો આ પેઢીને અપરાધી ઠરાવશે...દેવ તેમનો દોષ જોઈ તેમને અપરાધી ઠરાવશે” અથવા “દેવ નીનવેહના લોકો અને આ પેઢીના લોકોનો ન્યાય કરશે, પણ નીનવેહ ના લોકો એ પસ્તાવો કર્યો પણ આ પેઢીના લોકો એ ન કર્યો તેથી ફક્ત તમને જ અપરાધી ઠરાવશે” (જુઓ: )

આ પેઢી

ઈસુના પ્રચાર વખતે જે લોકો હયાત/જીવતા હતા તેઓ (જુઓ: રૂપક)

એક મહાન/મોટો

“એક વધારે મહત્વનો”

Matthew 12:42

શાસ્ત્રીઓ અને ફરોશીઓના અવિશ્વાસને કારણે ઈસુ તેમને ધમકાવે છે, કારણ કે એક આંધળા અને ભૂત વળગેલા માણસને સાજા કર્યા છતા તેઓ તેની પાસે ચિન્હ (ચમત્કાર)ની માંગણી કરે છે.

દક્ષિણની રાણી ઉઠશે ...આ પેઢીના માણસોને અપરાધી ઠરાવશે

વૈકલ્પિક ભાષાંતર: “દક્ષિણની રાણી આ પેઢીને દોષ આપશે...અને દેવ તેનો દોષ સાંભળીને તેને અપરાધી ઠરાવશે” અથવા “દેવ દક્ષિણની રાણી અને આ પેઢી બંને નો ન્યાય કરશે, પણ તેણી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી પરંતુ તમે મારું સાંભળ્યું નહીં, તેથી તે તેમને અપરાધી ઠરાવશે” (જુઓ: )

દક્ષિણની રાણી

આ શેબાની રાણી ને દર્શાવે છે, જે વિધર્મી રાજ્ય હતું. (જુઓ: નામો નું ભાષાંતર )

તે પૃથ્વીના છેડે થી આવી

“તે બહુ દૂર થી આવી” (જુઓ: રૂઢિપ્રયોગ)

આ પેઢી

ઈસુના પ્રચાર વખતે જે લોકો હયાત/જીવતા હતા તેઓ (જુઓ: રૂપક)

એક મહાન/મોટો

“એક વધારે મહત્વનો”

Matthew 12:43

શાસ્ત્રીઓ અને ફરોશીઓના અવિશ્વાસને કારણે ઈસુ તેમને ધમકાવે છે, કારણ કે એક આંધળા અને ભૂત વળગેલા માણસને સાજા કર્યા છતા તેઓ તેની પાસે ચિન્હ (ચમત્કાર)ની માંગણી કરે છે.

ઉજ્જડ ઠેકાણું

“સૂકી જગા” અથવા “એવી જગા જ્યાં લોકો ના રહેતા હોય” (જુઓ: )

મળતો નથી

“આરામ પામતો નથી”

તે કહે છે

“અશુદ્ધ આત્મા કહે છે”

ઘરને વાળેલું સાફ અને વ્યવસ્થિત જુએ છે

વૈકલ્પિક ભાષાંતર: “અશુદ્ધ આત્મા જુએ છે કે કોઈકે ઘર વાળીને સાફ કરી બધું ઠેકઠેકાણે ગોઠવેલું છે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 12:46

ઈસુની માતા અને ભાઈઓનું આગમન ઈસુને પોતાના આત્મિક પરિવારનું વર્ણન કરવાની તક પૂરી પાડે છે.

તેની માતા

ઈસુની જગિક માતા

તેના ભાઈઓ

આનો મતલબ ૧) એક જ સંયુક્ત કે વિભક્ત પરિવારના ભાઈઓ (જુઓ: ) અથવા ૨) ખાસ મિત્રો અથવા કોઈપણ ઇસ્રાએલી

શોધે છે

“ઈચ્છે છે”

Matthew 12:48

ઈસુની માતા અને ભાઈઓનું આગમન ઈસુને પોતાના આત્મિક પરિવારનું વર્ણન કરવાની તક પૂરી પાડે છે.

જેણે તેને કહ્યું

“એ વ્યક્તિ જેણે ઈસુને કીધું કે તેની માતા અને ભાઈઓ તેને મળવા રાહ જુએ છે”

મારી માતા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?

વૈકલ્પિક ભાષાંતર

“મારે ખરેખરાં માતા અને ભાઈઓ કોણ છે તે હું તમને કહીશ” (જુઓ; વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

જે કોઈ

“કોઈ પણ”