યોહાન બાપ્તિસ્મી ના શિષ્યોને ઈસુ કેવી રીતે પ્રત્યુત્તર આપે છે તે વાતની શરૂઆત આ વિભાગમાં થાય છે.
આ વાક્યાંશ એક નવા પ્રકરણની શરૂઆત દર્શાવે છે.
આ શબ્દનું ભાષાંતર “શિક્ષણ” કે “આજ્ઞા” એમ પણ કરી શકાય.
આ ઈસુએ પસંદ કરેલા બાર પ્રેરીતોની વાત છે.
“તે સમયે.”
વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે યોહાન, કે જે કેદખાનામાં હતો, તેણે સાંભળ્યું કે” અથવા “જ્યારે કોઈકે યોહાનને કે જે કેદખાનામાં હતો તેને જણાવ્યું કે”
યોહાન બાપ્તિસ્મીએ પોતાનાં અંગત શિષ્યો મોકલીને ઈસુને સંદેશ પહોંચાડ્યો.
અહીં સર્વનામ “તેને” ઈસુને દર્શાવે છે.
મસીહા અથવા ખ્રિસ્ત માટેની આ એક સૌમ્યોક્તિ છે.
“અમારે (બીજા કોઈની) આશા રાખવી જોઈએ.” સર્વનામ “અમારે” ફક્ત યોહાનના શિષ્યોને જ નહીં પરંતુ સર્વ યહુદીઓને દર્શાવે છે.
અહીં યોહાનના શિષ્યોને ઈસુ જે પ્રત્યુત્તર આપે છે તે સંપન્ન થાય છે.
“યોહાનને કહો”
ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધી વાત કરે છે.
ઈસુએ ચર્ચા છેડવા સારુ આવા ત્રણ પ્રશ્નો પૂછ્યા કે જેથી લોકો યોહાન કઈ પ્રકારનો માણસ હતો એનો વિચાર કરે. આનો તરજુમો આ રીતે પણ થાય, “શું તમે રાનમાં
જોવા ગયા હતા...? બિલકુલ નહીં!” અથવા “તમે ખચીત રાનમાં આ જોવા તો નહીં ગયા હોવ...! (જુઓ: અલંકારિક પ્રશ્ન)
આનો મતલબ હોય શકે ૧) યર્દન નદીની આસપાસ જોવા મળતા ખરેખરાં બરુના છોડવા (જુઓ: ) અથવા ૨) એક પ્રકારના માણસનું રૂપક: “બરુના જેવો પવનથી હાલી જાય એવો એક માણસ.” (જુઓ: ઉપમા) આ ઉપમા ના બે શક્ય ખુલાસા: આ પ્રકારનો માણસ ૧) પવન થી હાલતા એ રૂપક સ્થિર ના હોય એવા મનવાળો (માણસ) અથવા ૨) જ્યારે પવન વાય ત્યારે અવાજ કરતું, એ રૂપક કોઈ બોલે બહુ પણ કામની અથવા મહત્વની વાત ના બોલે એવું માણસ. (જુઓ: રૂપક)
“ઊંચું ઉગી નીકળતા ઘાસ ના જેવા છોડ”
“મોંઘા કપડાં પહેરેલ.” અમીર લોકો પહેરે એવા કપડાં
આ શબ્દને મોટે ભાગે “જુઓ” એમ ભાષાંતર કરાય છે, એ પછી જે કહેવાયું છે તેના પર ભાર મુકે છે. વૈકલ્પિક ભાષાંતર: “સાચે જ/ચોક્કસ”
ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધી વાત આગળ વધારે છે.
ઈસુ યોહાન બાપ્તિસ્મી સબંધી પ્રશ્નોનો સિલસિલો જારી રાખે છે. (જુઓ: વક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
પ્રબોધક ને? હા, હું તમને કહું
અહીં બહુવાચક સર્વનામ “તમે” બંને વખત ટોળાને સંબોધીને વપરાયું છે.
“કોઈ સામાન્ય પ્રબોધક ને નહીં” અર્થ “જે કોઈ સામાન્ય પ્રબોધક કરતાં વધારે મહત્વપૂર્ણ છે તે”
અહીં “તે” યોહાન બાપ્તિસ્મી માટે વપરાયું છે.
અહીં “તેના” સર્વનામ “મારા દૂત” માટે વપરાયું છે જે આગળ ના વાક્ય માં છે.
માલાખી પ્રબોધકના પુસ્તક માંથી ઈસુ અહીં ટાંકે છે અને કહે છે કે જે દૂતની વાત માલાખી 3:૧ માં છે તે યોહાન જ છે.
સર્વનામ “હું” અને “મારા” દેવ ને દર્શાવે છે. જુના કરારની આ ભવિષ્યવાણી માં દેવે જે કીધું તેને આ લેખક લખી લે છે.
“તારી આગળ” અથવા “તારી અગાઉ જવા સારુ.” સર્વનામ “તારી” એકવચન છે, કારણ કે દેવબાપ ખ્રિસ્ત(મસીહા) સાથે જે વાત કરે છે તેને ટાંકવામાં આવી છે. (જુઓ: )
ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધી આગળ વાત કરે છે.
“સ્ત્રી થી જન્મેલ હોય તેવાઓમાં” અથવા “સર્વ વ્યક્તિઓ કે જેઓ ક્યારેય પણ જીવ્યા હોય” (જુઓ: )
એટલે: “યોહાન બાપ્તિસ્મી સૌથી મહાન છે.”
“એ યોહાન કરતા વધારે મહત્વનો છે.”
“જ્યારથી યોહાને પોતાનો પ્રબોધ શરૂ કર્યો”
આના શક્ય અર્થ ૧) બળજબરી કરનારા તેની સાથે બળજબરી કરે છે (જુઓ: ), ૨) “જેઓ આકાશના રાજ્યના નાગરિકો છે તેમની સતાવણી કરાય અને બળજબરી કરનાર લોકો તેને પોતાની સત્તા નીચે લાવવા પ્રયત્ન કરે” અથવા 3) “આકાશનું રાજ્ય સામર્થ્ય સહિત આગળ વધી રહ્યું છે ને સત્તાધીશ માણસો એમાં હિસ્સો લેવા ચાહે છે.”
ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધી વાત ચાલુ રાખે છે.
“મૂસા નો નિયમ”
“યોહાન બાપ્તિસ્મી”
સર્વનામ “તમે” ટોળામાંનાં લોકોને માટે વપરાયું છે.
અહીં “આ” યોહાન બાપ્તિસ્મી માટે વપરાયું છે. આ કહેવાનો મતલબ એ છે કે જુના કરારમાં એલિયા સબંધી જે ભવિષ્યવાણી કરેલ છે તે યોહાન બાપ્તિસ્મી ની સેવાને અનુસંગત છે, પણ એવું નથી કહેતા કે યોહાન બાપ્તિસ્મી એ જ એલિયા છે. (જુઓ: )
“જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો.” (જુઓ: )
“જે કોઈ સાંભળી શકે” અથવા “જેઓ મને સાંભળે છે”
“તે સારી રીતે સાંભળે” અથવા “હું જે કહું છે તે પર તે ધ્યાન આપે”
ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધી વાત ચાલુ રાખે છે.
આ ચર્ચા છેડવા માટેનો પ્રશ્ન છે. ઈસુ આ વડે એ સમય ના લોકો અને છોકરાઓ ચૌટામાં (બજારમાં) શું કહે તેની સરખામણી રજુ કરે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
આ ઉપમા નો મતલબ ૧) ઈસુ એ “વાંસળી” વગાડી” અને યોહાને “શોક કર્યો,” પણ “આ પેઢી ના તો નાચી કે ના તો શોક કર્યો, અધીનતા દર્શાવતું રૂપક, અથવા ૨) ફરોશીઓ અને બીજા ધાર્મિક આગેવાનો સામાન્ય લોક/જનસમૂહની મૂસા ના નિયમ શાસ્ત્રમાં તેમણે ઉમેરેલા કાયદા/નિયમ ના પાળવા બદલ ટીકા કરતા. (જુઓ: ઉપમા, રૂપક)
“ત્યારે જીવતા લોકો” અથવા “આ લોકો” ઓર “તમે આ પેઢી ના લોકો” (જુઓ: )
આ એવી ખુલ્લી જગ્યા કે જ્યાં લોકો આવી પોતાની વસ્તુઓ વેચી વેપાર કરી શકે.
“અમે” ચૌટામાં બેઠેલાં છોકરાઓના સબંધી વપરાયું છે. “તમારે” એ “આ પેઢીને” માટે વપરાયું છે અથવા લોકોના એ ટોળા સબંધી કે જેઓએ સંગીત સાંભળ્યું પણ તેનો કોઈ જ પ્રતિભાવ આપ્યો નહીં.
લાંબુ પોલું વાદ્ય, જેમાં એક છેડે ફૂંક મારી વગાડવામાં આવે.
“પણ તમે સંગીતના તાલે નાચ્યા નહીં”
“પણ તમે અમારી સાથે રડ્યા પણ નહીં”
ઈસુ લોકોના ટોળાની સાથે યોહાન બાપ્તિસ્મી સબંધીની વાત સંપન્ન કરે છે.
લોકો યોહાન સબંધી જે કહેતા હતા તે ઈસુ અહીં ટાંકે છે. પરોક્ષ વાક્ય તરીકે તેને આ રીતે પણ સમજી શકાય: “તેઓ કહે છે કે તેનામાં ભૂત છે” અથવા “તેઓ એવું આળ મુકે છે કે તેને ભૂત વળગ્યું છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ અવતરણ)
સર્વનામ “તેઓ” તે પેઢીના લોકોને ઉદ્દેશીને વપરાયું છે. (કલમ ૧૬).
ઈસુએ આ એ અપેક્ષાથી કીધું કે લોકો સમજે છે કે તે પોતે જ માણસનો દીકરો છે. આને આ રીતે પણ સમજી શકાય, “હું, માણસનો દીકરો”
લોકો તેને એટલે કે માણસના દીકરા સબંધી જે કહેતા હતા તે ઈસુ અહીં ટાંકે છે. પરોક્ષ વાક્ય તરીકે આને આ રીતે પણ સમજી શકાય: “તેઓ કહે છે કે તે ખાઉધરો છે” અથવા “તેઓએ તેની પર એવું આળ મુક્યું કે તે અતિશય ખાય છે.”
“તે લચરો છે” અથવા “તેને બહુ જ ખાવાની આદત છે”
“દારૂડિયો” અથવા “જેને દારૂની લત લાગી હોય તેવો”
આ કદાચિત્ એક કહેવત છે જે ઈસુ અહીં વાપરે છે, કારણ કે લોકો કે જે યોહાન અને ઈસુ બંનેનો નકાર કરે તેઓ જ્ઞાની નથી જ. આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય. (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
આ અભિવ્યક્તિ કે જ્યાં જ્ઞાન નું વ્યક્તિત્વકરણ થયેલ છે, એ જ્ઞાન દેવ આગળ યથાર્થ ઠરે છે એ અર્થમાં નહીં પણ જ્ઞાન છેવટે સાચું/યથાર્થ સાબિત થાય છે તે અર્થમાં વપરાયું છે. (જુઓ: વ્યક્તિત્વકરણ)
સર્વનામ “તેના” વ્યક્તિ રૂપી જ્ઞાન માટે વપરાયું છે.
ઈસુ એ બધા શહેરોના લોકોની વિરુદ્ધ કહેવાનું શરૂ કરે છે કે જ્યાં તેમણે પહેલાં ચમત્કારો કરેલા.
ઈસુ અહીં શહેરોને મતલબ તેમાં રહેતા ભૂંડા લોકોની પર આળ મુકે છે.
નાની મોટી વસ્તી/પરગણાં
આને પ્રત્યક્ષ ક્રિયાપદ વાપરી આ રીતે પણ સમજી શકાય, “કે જેમાં તેણે મોટા પરાક્રમી કૃત્યો કર્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
આને “મહાન કાર્યો” અથવા “સામર્થ્યવાન કામ” અથવા “ચમત્કાર” તરીકે સમજી શકાય.
સર્વનામ “તેમણે” જે તે શહેરોના લોકોને દર્શાવે છે કે જેમણે પસ્તાવો કર્યો નહીં.
ઈસુ એવી રીતે કહી રહ્યાં છે કે જાણે ખોરાજીન અને બેથસૈદાના લોકો તેમને સાંભળી રહ્યાં હોય, પણ તેઓ તો નહોતા. (જુઓ: )
આ શહેરોના નામ તેમાં રહેતા લોકોને ઉદ્દેશીને વપરાયા છે. (જુઓ: )
આને પ્રત્યક્ષ વાણી માં ભાષાંતર કરી શકાય: “જો તારા માં જે પરાક્રમી કામો કર્યા તે મેં તૂર અને સિદોન માં કર્યા હોત” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
સર્વનામ “તને” એકવચન છે.
સર્વનામ “તેમણે” તૂર અને સિદોન ના લોકોને દર્શાવે છે.
“તેમનાં પાપને માટે તેમને માફી માગી દિલગીર થયાં હોત”
“ન્યાયના દિવસે દેવ તારા કરતાં તૂર અને સિદોન પર વધારે દયા દર્શાવશે” અથવા “ન્યાયના દિવસે તૂર અને સિદોન ના લોકો કરતાં દેવ તને વધારે સખત શિક્ષા કરશે” (જુઓ: ). આનો મૂળભૂત ભાવાર્થ “કારણ કે તમે મને ચમત્કારો કરતા જોયો છતા પણ મારા પર વિશ્વાસ કરી પસ્તાવો કર્યો નહીં.” (જુઓ: )
સર્વનામ “તારા” એકવચન છે અને ખોરાજીન અને બેથસૈદા ને ઉદ્દેશીને વપરાયું છે.
ઈસુ એ બધા શહેરોના લોકોની વિરુદ્ધ બોલવાનું/કહેવાનું જારી રાખે છે કે જ્યાં તેમણે પહેલાં ચમત્કારો કરેલા.
નહૂમ
ઈસુ આ શહેરના રહેવાસીઓને એવી રીતે કહી રહ્યાં છે કે જાણે કફર
નહૂમ ના લોકો તેમને સાંભળી રહ્યાં હોય, પણ તેઓ તો નહોતા. (જુઓ: ) સર્વનામ “તું” એકવચન છે, એ આ બે કલમ માં કફર
નહૂમ માટે વપરાયું છે.
નહૂમ...સદોમ
તેમાં રહેતા લોકોને માટે આ શહેરોના નામ દાર્શનિક રીતે વપરાયા છે. (જુઓ: )
આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન વડે ઈસુ કફર
નહૂમ ના રહેવાસીઓને તેમનાં અભિમાન ને કારણે ધમકાવે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન) આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “શું તું આકાશ સુધી ઊંચું થશે?” અથવા “શું તું એમ માને છે કે દેવ તને માન આપશે? (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“માન પામશે” (જુઓ: રૂઢિપ્રયોગ)
આને પણ પ્રત્યક્ષ વાણીમાં આ પ્રમાણે સમજી શકાય: “દેવ તને હાદેસ સુધી નીચું કરશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
આને પણ પ્રત્યક્ષ વાણીમાં આ રીતે સમજી શકાય: “તારામાં જે પરાક્રમી કામો કર્યા તે જો મેં સદોમ માં કર્યા હોત” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
આને “મહાન કાર્યો” અથવા “સામર્થ્ય વાન કૃત્યો” અથવા “ચમત્કાર” તરીકે સમજી શકાય.
સર્વનામ “તે” સદોમને માટે વપરાયું છે.
આને આમ પણ સમજી શકાય, “ “ન્યાયના દિવસે દેવ તારા કરતાં સદોમ પર વધારે દયા દર્શાવશે” અથવા “ન્યાયના દિવસે સદોમના લોકો કરતાં દેવ તને વધારે સખત શિક્ષા કરશે” (જુઓ: ). આનો મૂળભૂત ભાવાર્થ “કારણ કે તમે મને ચમત્કારો કરતા જોયો છતા પણ મારા પર વિશ્વાસ કરી પસ્તાવો કર્યો નહીં.” (જુઓ: )
લોકોના ટોળાની સમક્ષ જ ઈસુ આકાશમાંના બાપને પ્રાર્થના કરે છે.
આનો મતલબ ૧) શિષ્યોને તો ઈસુએ ૧૨:૧ માં બહાર મોકલી દીધા છે અને ઈસુ અન્ય કોઈ દ્વારા પૂછેલ પ્રશ્નનો પ્રતિભાવ આપે છે અથવા ૨) ઈસુ અહીં અપસ્તાવિક શહેરો પરનો દોષ/દંડ સંપન્ન કરે છે: “આગળ ઈસુએ કહ્યું”
આ આકાશમાંના બાપ ને સંબોધન છે ને જગિક પિતાને નહીં.
“આકાશ અને પૃથ્વી પર જે કાંઈ છે જે સર્વસ્વ ના માલિક” અથવા “આખી સૃષ્ટિના ઘણી” (જુઓ: )
“આ બાબતો” કઈ છે તે બહુ સ્પષ્ટ નથી.
“છુપાવી”, આ ક્રિયાપદ “પ્રગટ કરવું” નો વિરુદ્ધાર્થી છે.
“એવા લોકો કે જેઓ જ્ઞાની અને વિદ્વાન હોય.” વૈકલ્પિક ભાષાંતર: “જે લોકો માને કે તેઓ ખુબ જ્ઞાની અને વિદ્વાન છે” (જુઓ: કટાક્ષ)
સર્વનામ “તેમને” આ બાબતો સબંધી વપરાયું છે જે આ કલમના આગળ ના ભાગમાં વપરાયેલ છે.
આ આખો વાક્યાંશ બે સંયુક્ત બાબતો પર ભાર મુકે છે કે “નાનાં બાળકો” અને “ધાવણાં/નિર્દોષ” વૈકલ્પિક ભાષાંતર: “નિર્દોષ નાનાં બાળકો”
એવા લોકો માટેની ઉપમા કે જેઓ જ્ઞાની કે કેળવણી પામેલ નથી, એવા લોકો કે જેઓ જાણે છે કે તેઓ પોતે જ્ઞાની કે વિદ્વાન નથી. (જુઓ: ઉપમા)
“તમને એ કરવાને યોગ્ય લાગ્યું”
આને પ્રત્યક્ષ વાણીમાં પણ સમજી શકાય: “સઘળી બાબતો મારા બાપે મને સોંપી છે”, “મારા બાપે સઘળી બાબતો મારા હાથમાં સોંપી છે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
“માત્ર પિતા જ પુત્રને જાણે છે”
“પોતાના અંગત અનુભવથી જાણે છે”
ઈસુ પોતાને ત્રીજા પુરુષ એકવચનમાં સંબોધી રહ્યાં છે. (જુઓ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ)
“માત્ર પુત્ર જ પિતાને જાણે છે”
“પોતાના અંગત અનુભવ થી જાણે છે”
વૈકલ્પિક ભાષાંતર: “લોકો પિતાને ત્યારે જ જાણી શકે જ્યારે પુત્ર તેમને પિતા પ્રગટ કરવા ચાહે”
સર્વનામ “તેને” પિતાને માટે વપરાયું છે.
ઈસુ લોકોના ટોળાની સાથે વાત પૂરી કરે છે.
આ રૂપક યહૂદી નિયમોની “ઝુંસરી” દર્શાવે છે. (જુઓ: રૂપક)
“હું તમને તમારા થાક અને બોજાથી આરામ આપીશ.” (જુઓ: )
આ કલમમાં સર્વનામ “તમારા” જેઓ “વૈતરું કરનારા તથા ભારે બોજ થી લદાયેલ” છે તેમને ઉદ્દેશીને વપરાયેલ છે. આ રૂપક નો મતલબ “હું તમને જે કામ સોંપું તેનો સ્વીકાર કરો” (જુઓ: ) અથવા “મારી સાથે મળીને કામ કરો.” (જુઓ: રૂપક)
અહીં “હલકો” એ “ભાર“ નો વિરુદ્ધાર્થી છે અંધારાનો વિરુદ્ધાર્થી નથી.