અધ્યાય- ૯
1
તીયા હોડીમાં બેહીને ઈસુ હલે પાર ગો.તીયા પૂઠી પોતાણે નગરમાં આવો.
2
તીયા હેદા,ખાટને પડીનો એક લખવા વાલાણે માણહે તીયાણે પાંહાય નાવે.ઈસુએ તીણાહાય વિશ્વાસ હેદીને પક્ષઘાતીણે કયઅ કા,દીકરા હિંમત રાખ,તોરે પાપ તુને માફ હોવા હા."
3
તીયા શાસ્ત્રીમાણા કતરાક પોતાણે મનમાં કયઅ કા,હો દૂરભાષણ કરતો હા."
4
ઈસુએ તીણાહાય વિચાર જાણીને કયઅ કા,તુમે તુમારે મનમાં કાજા કરને દુષ્ટ વિચાર કરતે હા ?
5
કેહે કા ઇયા બેમાણ વધારે હેલઅ કાણ હા,એહે કવાણ કા 'તોરે પાપ તુને માફ હોવા હા,અથવા એહે કવાણ કા ઊઠીને નાહી જા ?
6
ફણ માણસણે દિખરાણે પૃથ્વી પાર પાપણે માફી આપવાણો અધિકાર હા,હી તુમે જાણા ",એટલે ઈસુ લકવાવાલા માણાહાણે કયઅ કા,"ઊઠ,તોરે ખાટનો ઉંચકીને તોરે ઘર નાહી જા."
7
અને તો ઊઠીને પોતાણે ઘર ગો.
8
તી હેદીને માણેહે આશ્ચર્ય ચકિત હોવ,ને ઈશ્વરે માણાહાય હેવો અધિકાર આપચો હા,ઇયા માટે તીણાહાય તીયાણે મહિમા કદો.
9
ઈસુએ તીયાથી જતા માથ્થી નામણે એક માણાહાણે દાણ નેવાણી ચોકી પાર બેઠનો દેખયો,તીયે તીયાણે કયઅ કા,તુ મારે પાછાલ આવ,તીયા તો ઊઠીને તીયાણે પાછાલ ગો.
10
તીયા પૂઠી એહે હોવ કા,ઈસુ માથ્થીણે ઘર ખાણે બેઠો તીયા હેદા,ઘણાં દાણ નેનારાઓ તથા પાપીઓ આવા ને ઈસુણી તથા તીયાણી શિષ્યોણી હારી બેઠા.
11
ફરોશીઓએ ઈ હેદીને તીયાણે શિષ્યોને કયઅ કા,તુમારો ઉપદેશક દાણીઓને તથા પાપીઓણે હારી કેહે ખાતો હા ?
12
ઈસુએ હી ઉનાયને તીણાહાય કયઅ કા,જી તંદુરસ્ત હા તીયાણે વૈધણે જરૂર નાથ,ફણ જી બીમાર હા તીયાણે હા.
13
ફણ બલિદાન કરતાં હાય દયા ચાહતો હામ,ઇયાણે શો અર્થ હા,તે જાયને હીખા,કેહે કા ન્યાયીઓણે ની ફણ પાપીઓણે બાચાવણે હાય આવો હામ."
14
તીયા યોહાનના શિષ્યો તીયાણે પાહે આવીને કયઅ કા,"આમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરતે હામ,ફણ તોરે શિષ્યો ઉપવાસ કરતાં નાથ,ઇયાણે કારણ કાજા ?
15
તીયા ઈસુએ તીણાહાય કયઅ કા,'જીયા હુદી વરરાજા જાનૈયાઓણી હારી હા તીયા હુદી શુ તે શોક કરી શકે ? ફણ એવા દિવસો આવી કા,વરરાજા તીયા પાહીંથી નેય નેવાઈ તીયા તે ઉપવાસ કરી.
16
વલી નવા નુગળાણે થીગડ જુના નુગડામાં કોઈ મારત નાથ,કેહે કા તી થીગડાથી તે નુગડ ખેંચાત હા અને તી વધારે ફાટી જાત હા.
17
વલી નવો દ્રાક્ષારસ જૂની મશકો મા કોઈ ભરત નાથ;જો ભરે તો મશકો ફાટી જાતી હા,દ્રાક્ષારસ ઢોળાય જાત હા,ને મશકોણે નાશ હોતો હા,ફણ દ્રાક્ષારસ નવી મશકોમા ભરવામાં આવત હા,જેથી બનેણે રક્ષણ હોત હા."
18
ઈસુ તીણાહાય હે વાત કતો નો,તીયા હેદા એક અધિકારી આવીને તીયાણે પગે પડીને કયઅ કા,મારે દીખરીહ અમેજ મૃત્યુ પામી હા,ફણ તુ આવીને તોરે હાથ તીયે પાર મૂક એટલે તી જીવતી હોવે."
19
તીયા ઈસુ ઊઠીને પોતાણે શિષ્યો સહીત તીયાણે પાછાલ ગો.
20
તીયા હેદા,એક સ્ત્રી જીયેણે બાર વરહાથી સખત લોહીવા હોતનો,તે ઈસુણે પાછાલ આવીને તીયાણે નુગડાણે કોરને અટકી ;
21
કેહે કા તીયે પોતાણે મનમાં વિચાર્ય કા,જો હાય માત્ર તીયાણે નુગડાણે અટકીહી તે હાય હારી હોઈ જાહાય "
22
તીયા ઈસુએ પાછાલ ફીરીને તથા તીયીણે હેદીને કયઅ કા,"દીકરી,હિંમત રાખ,તોરે વિશ્વાસે તુને હારી કરી હા,ને તે સ્ત્રી તેજ ઘડીયે હારી હોવી.
23
પૂઠી જીયા ઈસુએ તે અધિકારીણે ખરમાં વાંસળી વાગાડનારાહાય તથા લોકોણે કકળાટ કરતાં હેજે
24
તીયા તીણાહાય કયઅ કા,"ઈનથી જાતારયા ; કેહે કા છોકરી મરી ગોઈ નાથ ફણ હુવતી હા,"ને તીણાહાય ઈસુણે વાતણે મજાકમાં કાઢી.
25
લોકોણે બાર કાઢયાં પૂઠી,તીયે માય જાયને તીયણે હાથ થયરો ;ને તે છોકરી ઊઠી.
26
તે વાતણે ચર્ચા આખા દેશમાં ફેલાય ગોઈ.
27
ઈસુ તીયાથી જાતો હોતનો,તેવામાં બે આંધળાહાય તીયાણે પાછાલ જાઈને બૂમ પાડતા કયઅ કા,"ઓ દાઉદના દીકરા,આમારે પાર દયા કર !"
28
ઈસુ ઘરમાં આવો,તીયા તે આંધળા તીયાણે પાહે આવા ઈસુએ તીણાહાય કયઅ કા,હાય ઈ કરી હકતો હામ હેવો તુમાહાય વિશ્વાસ હા.તીણાહાય તીયાણે કયઅ કા,હા પ્રભુ."
29
તીયા ઈસુ તીણહાય આંખોણે અટકીને કયઅ કા,"તુમારે વિશ્વાસ પ્રમાણે તુમાહાય હોવે "
30
તેજ સમયે તીણહાય આંખો ઉગડી ગોઈ.પૂઠી ઈસુયે તીણાહાય કડક આજ્ઞા આપીને કયઅ કા,જોજે,કોઈ ઈયા વિષે જાણે ની."
31
ફણ તીણાહાય બાર જાઈને આખા દેશમાં તીયાણે કીર્તિ ફેલાવી.
32
તેઓ બાર ગયા તીયા હેદા,દુષ્ટાત્મા વીલગીના એક ગુગા માણસને લોકો તીયાણે પાહી નાવે.
33
દુષ્ટાત્મા કાઢવામાં આવો તીયા તો મૂગો માણસ બોન્ને અને લોકોહેય આશ્ચર્ય પામીને કય કા,ઇઝરયેલમાં હેવ કદી હેદવામાં આવ નાથ !"
34
ફણ ફરોશીઓએ કયઅ કા,તો દુષ્ટાત્માઓણા સરદારથી જ દુષ્ટાત્માઓણે કાડતો હા."
35
ઈસુ તીણાહાય સભાસ્થાનોમા બોધ કરતાં,રાજ્યણે સુવાર્તા પ્રગટ કરતાં,દરેક પ્રકારના રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા ;બધા જ નગરોમાં તથા ગામોમાં ફીરતો ગો.
36
લોકાહાય હેદીને તીયાણે પાર દયા આવી,કેહે કા તી પાળક વગરને ઘેટાંહાય જેવે હેરાન તથા નિરાધાર હોતને.
37
તીયા ઈસુ પોતાણે શિષ્યોહોય કય કા,ફસલ પુષ્કળ હા ખરી,ફણ મજૂરો થોડા હા.
38
ઈયા માટે તુમે ફસલણે માલિકણે પ્રાર્થના કરા કા,તે પોતાણે ફસલને માટે મજૂરો મોકને .