અધ્યાય ૮
1
જીયા ઈસુ ડોગરા પારથી ઉતીયરો, તીયા હમટે ખણે માણહે તીયાણે પાછાલ ગયે.
2
ને હેદા, એક દુ:ખી રોગીએ આવીને તીયાણે પગે પડીને કય કા ઓ પ્રભુ જો તૉરે ઇચ્છા હોય તે તું માને શુદ્ધ કરી શકતો હા.''.
3
તીયા ઇસુયે પોતાણો હાથ લાંબો કદો , ને તીયાણે અટકીને કય," હાય ચાહતો હામ, તું શુદ્ધ હો, " ને તરાત તો પોતાણા દુ:ખી રોગથી શુદ્ધ હોવો.
4
પુઠી ઇસુ તીયાણે કય કા, જોજે, તુ કોઈણે કઅતો નખે, ફણ જા, યાજકણે જાઈને પોતાણે દેખાડને તીયાણે માટે સાક્ષી રીતે જે અર્પણ મુસાણા કહયા પ્રમાણે હા તી ચઢાવ."
5
ઇસુ કફરનાહુમમાં આવો. પુઠી જમાદારે તીયાણે પાહી આવીને વિનંતી કરી કા.
6
ઓ પ્રભું, મારે ચાકર ઘરમાં પક્ષઘાતી હોયને પડીનો હા. ને તીયાણે હમટી પીડા હોવતી હા.
7
તીયા ઇસુએ તીયાણે કય કા."હાય આવીને તીયાણે હારો કરીહી."
8
જમાદારે જવાબ આપતાં કય કા, ઓ પ્રભુ તું મારે છાપરા નીચે આવે હેવો હાય યોગ્ય નાથ, ફણ તું માત્ર શબ્દ કઅ, એટલે મારે ચાકર હારો હોવી.
9
કેહેકા હાય ફણ કોઈણે અધિકાર હેઠળ હામ ને સિપાઈઓ મારે સ્વાધીન હા. એકણે હાય કતો હામ કા',જા, ને ત જાતો હા, બીજાણે કતો હામ કા, ઈયા પ્રમાણે કર; ને તો કરતો હો,''
10
તીયા ઇસુણે તે ઉનાયને આશ્ચર્ય હોવ, પાછાલ આવનારાહાય તીયાણે કય,હાય તુમાંહાય હાચુંજ કતો હામ કા, એવો વિશ્વાસ મયે ઇઝરાયેલમાં ફણ હેજો નાથ .
11
હાય , તુમાહાય કતો હામ, કા પુર્વથી તથા પશ્ચિમથી ઘણે માણહે આવીને ઈબ્રાહિમણે,ઈસહાકણે, તથા યાકુબણે હારી સ્વર્ગણા રાજ્યમાં ખાણે બેહી.
12
ફણ રાજ્યણા દીકરાઓણે બારને અંધારામાં નાખાય. કા જીયા રડવું અને દાંત પીસવ હોવી.
13
ઇસુએ તીયા જમાદારને કય કા,જા જેવો તુયે વિશ્વાસ કદો તેવજ તુને થાઓ;તીયે જ ઘડી તીયાણે ચાકર હારો હોવો.
14
ઇસુ પિતરને ખરમાં આવો, તીયે તેયાણે સાસુણે તાવથી માંદી પડીની દેખી.
15
ઇસુ તીયાણે હાથણે અટકીયો, એટલે તીયાણે તાવ જાતો ૨યો ને તીયે ઉઠીને તીયાણે સેવા કરી.
16
હાંન્ત પયળ તીયા માણેહે ઘણે દુષ્ટઆત્માં વીલગીને તીયાણે પાહે નાવે ને તીયે શબ્દથી દુષ્ટ આત્માંણો બાર કાઢ્યે ને બધે માંદાહાય હારે કદે.
17
તીયા માટે કા યશાયા પ્રબોધકે જી કય હોતન તી પુર હોય કા', તીયે પોતે આપડે માંદગીણે નેદે ને આપડે રોગો ભોગવ્યા".
18
ઇસુએ માણાહાય મોટી ભીડ પોતાણે આજુબાજુ એકઠી હોવીની દેખી, તીયણાહાય ને હલી પાર જાવાણી આજ્ઞા કદી.
19
એક શાસ્ત્રીએ પાહી આવીને તીયાણે કયઅ કા, ઓઉપદેશક, જીયે કાઈ તુમે જાહા તીયે હાય તુમારે પાછાલ આવીહી.
20
તીયા ઇસુએ તીયાણે કયઅ કા, "કોનાહાય દર હોતા હા.ને આકાશણા પક્ષીહીય માળા હોતના હા. ફણ માણસણે દીકરાણે માથું મુકવાણી જગ્યા નાથ .
21
તીયાણે શિષ્યોમાંથી બીજાયે' તીણાહાય કયઅ કા, પ્રભુ માને રજા આપ કા હાય જાઈને પહેલાં મારે બાપણે દફનાવીને આવ."
22
ફણ ઇસુએ તીયાણે કયઅ કા, તું મારે પાછાલ આવ, મરણ પામીનાહાય પોતાણે મરણ પામીનાહાય દફનાવવા દે.
23
જીયા ઇસુ હોડી પાર ચડ્યો. તીયા તીયાણે શિષ્યો તેયાણે પાછાલ ગયા.
24
હેદા, સમુદ્રમાં એવ મોટ તોફાન હોવ. જેથી હોડી મોજાંઓથી ઢાકાઇ ગોય; ફણ ઇસુ પોતે ઉઘંતો નો.
25
તીયા શિષ્યોએ તીયાણે પાહી આવીને તીયાણે ઉઠાડીને કય કા, " ઓ પ્રભુ આમાહાય બચાવ, આમે નાશ પામીયે હામ".
26
પૂઠી ઇસુએ તીયણાહાય ક્ય કા, "ઓ અલ્પવિશ્વાસીઓ, તુમે કાજા કરને ઘાબરાય ગયા હા ? પુઠી તીયે ઉઠીને વાપરાણે ને સમુદ્રણે ધમકાવ્યો, ને ઘણી શાંતિ હોવી.
27
તીયા તે માણાહાય આશ્ચર્ય પામીને કયઅ કા, હે કાણા પ્રકારનો માણહું હા. કા વાયરાને સમુદ્ર ફણ તીયાણે માનતા હા ?"
28
જીયા ઇસુ હેલે પાર ગદરાનીના દેશમાં પહોંચો તીયે દુષ્ટાત્મા વીલગીને બે માણેહે કબારમાંથી નીકલતે તીયાણે મીલે;તેઓ એવા બીધા હોતના કા તીયા વાટે કોઈથી જાવાત કાયની ;
29
હેદા તીણાહાય બૂમ પાડતા કયઅ કા, ઓ ઈશ્વરને દીખરા,આમારે ને તોરે કાજા હા ? હા સમય આગાલ તુ આમાહાય પીડા આપણે ઇયે આવો હા. શુ ?
30
હવે તીયાથી થોડેક દૂર ઘણા ભૂંડાહાય એક ટોલૉ ચરતને .
31
દુષ્ટાત્માઓએ તીયાણે વિનંતી કરતો કયઅ કા," જો તુમે આમાહાય કાડે તીયા ભૂંડાહાય ટોલામાં અમાહાય મોકના.'
32
ઈસુએ તીણાહાય કયઅ કા,જાયા,'પૂઠી નીકલીને ભૂંડોમાં પેઠા; ને પાણીમાં ડૂબી મયરે.
33
તીયા ચરાવનાર નાઠા,તીણાહાય નગરમાં જાયને બધ કયઅ ઉનાવય ; ઘણા દુષ્ટાત્મા વીલાગીનાહાય કાજા હોવ તી ફણ કયઅ .
34
તીયા હેદા આખ નગર ઈસુણે મિલણે બહાર આવ ; તી હેદીને તીણાહાય તીયાણે વિનંતી કદી કા,આમારે સીમમાંથી આન્યો જા.