અધ્યાય: ૭
1
કોઈણે દોષ ની કરા ને તુમારે દોષ કરાય.
2
કેહે કા જી પ્રમાણે તુમે ન્યાય કરાહા,તીયા પ્રમાણે તુમારે ન્યાય હોવી જીયામાપ થી તુમે માપી આપ હા. તીયા જ પ્રમાણે તુમાહાય માપી આપાય.
3
તું તોરે ભાહાવણે ડોલામાણ ફોતરાં ધ્યાનમાં નેતો હા, ને તોરે પોતાણે ડોલામાણો ભારોટીયો કેહે હેતો નાથ?
4
અથવા તું તોરે ભાહાવણે કેવી રીતે કઈ અખેકા માને તોરે ડોલામાથી ફોતર હે; ફણ જો, તોરે પોતાણેજ ડોલામા ભારોટીયો હા ?
5
ઓ ઢોંગી ! પેલો તું પોતાણે જ ડોલામાંથી ભારોટીયો કાઢ, તીયા પૂઠી તુને તોરે ભાહાવણે ડોલામાંથી ફોતર કાઢવાણ હારી રીતે દેખાઇ.
6
જી પવિત્ર હા તી કૂતરાણે આગાલ ની નાખા , તુમા રે મોતી ભૂડોણે આગાલ ની નાખા ; એહે ની હોઈ કા તે તી પોતાણે પાગા તલે છુંદે ને તુમાહાય ચિરી નાખે.
7
માગાહા તે તુમાહાય અપાય ; હેદહા તીયા તુમાહાય જડી; ઠોકહા તીયા તુમારે ફાગ ઉઘાડાય
8
કેહે કા જી બદે માગતે હા તિણાહાય મિલત હા ; જી હેદતે હા તિણાહય જડત હા ; ને જી કોઈ ઠોકત હા , તિણાહાય હારુ બાર ઉધાડવામાં આવી.
9
તુમારે મા હેવ કાણ માણહુ હા કા, જો તિયાણે દિખરોહો તીયા પાહાય રોટની માગે, તીયા તો તિયાણે પથરો આપી ?
10
અથવા જો માછન માગે, તીયા તો તિયાણે સાપ આપી ?
11
માટે જો તુમે ખરાબ હોવે છતાં, જો પોતાણે બાળકણે હારે વાના આપણે માગતે હા, તે તુમારે સ્વર્ગમાં,ણો બાપ પાહાય જી માગતે હા , તિયાણે કતર વિશેષ કરીને હારે વાના આપતો હા.
12
માટે જી કાંઈ તુમે ઈચ્છા હા કા બીજા લોકો તુમારે પ્રત્યે કરી , તેવ તુમારે ફણ તીયા પ્રત્યે કરા : કેહે કા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોણે વાતૉણો સાર તે હા.
13
તુમે સાંકડા બારણાથી માય જાયા ; કેહે કા જો માર્ગ નાશમાં પોહોંચાડતો હા , તિયાણે બારણં પલઅ હા, ને ખણ તીયામા, રયઈ ને પ્રવેશી.
14
જો માર્ગ જીવનમાં પહોંચાડતો હા, તો સાંકડો હા ને જીયાણે તો જડતો હા તી થોડે જ હા.
15
જે જુઠા પ્રબોધકો ઘેટાંણે જેવે તુમારે પાહિ આવે હા, ફણ અંદારથી ચીરી ખાનાર વરુણે જેવે હા . તીયા સંબંધી તુમે સાવધાન રયા.
16
તિયાણે ફળથી તુમે તિણાહાય ઓલખાહા. શું લોકો કાંટાણે ઝાડવા પારથી દરાખ અથવા ઝેખરાપારથી અંજીર તોડી હા.
17
તેહે જ દરેક સાર ઝાડ હાર ફળ આપત હા અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપત હા.
18
હાર ઝાડ ખરાબ ફળ આપી શકત નાથ અને ખરાબ ઝાડ હાર ફળ આપી શકત નાથ.
19
દરેક ઝાડ જી હાર ફળ નાથ આપત તી કપાત હા અને અગ્નિમાં નાખાત હા.
20
તેથી તેયા ણે ફળથી તુમે તિણાહાય ઓલખાહા.
21
જેવો માને પ્રભું કતે હા, તી બધે સ્વર્ગણે રાજ્યમાં જાય એહે તે ની, ફણ જી મારે આકાશમાણા બાપણે ઈચ્છા પ્રમાણે કરી તીજ જાય.
22
તીયા દિવસે ઘણે માને કય કા, પ્રભું પ્રભું ' શું આમાંહાય તોરે નામે પ્રબોધ કર્યો નાથ? તોરે નામે દુષ્ટઆત્માંણે કાયળ નાથ? ને તોરે નામે ઘણાં પરાક્રમી કામો કધે નાથ ?
23
તીયા હાય તિણાહાય સ્પષ્ટ કહય કા, માયે તુમાહાય કદિ ફણ ઓલખીતો નાથ. એ દુસ્ટકર્મીઓ , તુમે મારે પાહિથી દૂર જાયા ""
24
ઈયા માટે , જી કોઈ મારે વાત ઉનાત હા , ને પાલત હા, તી એક ડાયા માણાહાણે જેવ હા. જીએ પોતાણે ઘર ખડક પાર બાધજ.
25
વરાહાત વરીહયો , પુર આવ, વાવાઝોડા હોવ ને તીયા ઘર પાર સપાટા નાગા ; ફણ તિયાણે પાયો ખડક પાર બાધીનો હોવાથી તી પયળ ની.
26
જી કોઈ મારે વાત ઉનાતે હા ફણ પાલતે નાથ, તી એક મૂર્ખ માણાહાણે જેવે હા, જિએ પોતાણે ઘર રેતી પાર બાધજ.
27
વરાહાત વરીહયો , પુર આવ, વાવાઝોડા હોવ , તી ઘર પાર સપાટા નાગા ને તી પડી. ગ ; ને તિયાણે નાશ મોટો હોવો.
28
ઇસુ હે વાત કય રયો પૂઠી , એહે હોવ કા, લોકો તિયાણે ઉપદેશથી નવાઈ પામયે,
29
કેહે કા શાસ્ત્રીઓણે જેહે ની , ફણ જીયાણે અધિકાર હોય ને હેવી રીતે તો તિણાહાય ઉપદેશ કરતો હોતનો.