અધ્યાય: ૬
1
માણહે તુમાહાય હેદે તિયાં, હેતુ થી તિયાણે આગાલ તુમારે ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રયા; ની તે સ્વર્ગમાંણા તુમારે પિતા થી તુમાહાય બદલો મીલી ની.
2
માટે જીયા તુમે દાનધર્મ કરાહા, તિયાં જેહે ઢોંગીઓ સભાસ્થાનોમાં ને વાટીમા માણાહાથી વખાણ પામણે કરે હા, તેહે પોતાણે આગાલ રણશિગડું ની વાગાડા. હાય તુમાહાય હાચુજ કતો હામ કા તી પોતાણે બદલો પામી ચુકચે હા.
3
ફણ તુંમે જીયા દાનધર્મ કરા, તિયાં જો તુમારો જમણો હાથ કરે તી તુમારે ડાબો હાથની જાણે.
4
હીયા માટે કા તુમારે દાનધર્મ ગુપ્તમાં હોય; ગુપ્તમાં હેદનારો તુમારે બાપ તુમાહાય બદલો આપી.
5
જીયા તુમે પ્રાર્થના કરાત. તિયાં ઢોંગીઓણે જેવા ની બના. કેહે કા માણહે તીણાહાય હેદે, માટે તી સભાસ્થાનોમાં ને વાટીણે મેરે છીડાપાર ઉભ રય ને પ્રાર્થના કરને માગતે હા. હાય તુમાહાય હાચજ ક તો હામ કા તી પોતાણે બદલો પામી ચુકચે હા.
6
ફણ જીયા તુમે પ્રાર્થના કરાત, તિયાં તુમારે ઓરડીમાં જાયા, બાર બંધ કરીને તુમારે બાપણે પ્રાર્થના કરા; ને ગુપ્તમાં હેદનાર તુમારે બાપ તુમાહાય બદલો આપી.
7
તુમે પ્રાર્થના કરતાં બિનયહૂદીયોણે કાણે બકવાસ ની કરા: કેહે કા તી ધારતે હાકા અમારા ઘણો બોનવાથી આમારે ઉનાવામાં આવત.
8
હીયા માટે તુમે તિયાણે જેવે ની હોવા. કેહે કા જીયાણે તુમાહાય જરૂર હા તી તિયાણે પાહાય માગ્યા આગાલ તુમારે બાપ જાણતો હા.
9
માટે તુમે ઇયા રીતે પ્રાર્થના કરા: " ઓ આકાશમાણે આમારે બાપ, તૉરે નામ પવિત્ર મનાય.
10
તોરે રાજ્ય આવો, જેહે સ્વર્ગમાં તેહે પૃથ્વી પાર તુમારે ઈચ્છા પૂરી હોવે.
11
દિવસણે આમારે રોટની આજે આમાહાય આપ,
12
જેહે આમાહાય આમારે અપરાધીણે માફ કયરે હા , તેહે તુમે આમારે અપરાધ આમાહાય માફ કર.
13
આમાહાય પરીક્ષણમાં પડવા ની દે, ફણ દુષ્ટથી અમારે બચાવ કર.
14
કેહે કા જો તુમે માણાહાય અપરાધો તિણાહાય માફ કરા.તીયા તુમારે સ્વર્ગમાણો બાપ ફણ તુમાહાય માફ કરી.
15
ફણ જો તુમે માણાહાય તિયાણે અપરાધો માફ ની કરા, તે તુમારે બાપ તુમારે અપરાધો ફણ માફ ની કરે.
16
વલી જીયા તુમે ઉપવાસ કરાહા, તીયા ઢોંગીયાણે માફક ઉતરી ગને મોં વાલાહાય ની હોવા, કેહે કા લોકાહાય ઉપવાસી દેખાણે હારું તી પોતાણે મોં પડી ગન દેખાડને હા, હાય તુમાહાય હામુજ કતો હામ કા તી પોતાણે બદલો પામી ચુંકચો હા.
17
ફણ જીયા તુમે ઉપવાસ કરા, તીયા તુમારે માથા પાર તેલ લગાવા ને તુમારે મોં ધોયા.
18
ઇયા હારું કા ફક્ત માણેહે ની જાણત કા તુમે ઉપવાસ કરી રયે હા, ફણ તુમારે બાપ જે ગુપ્તમાં હા તિયાણે તુમે ઉપવાસી દેખાય. ને ગુપ્તમાં હેદનાર તુમારે બાપ તુમાહાય બદલો આપી.
19
ધરતી પાહાય પોતાણે હારું દ્રવ્ય એકઠ ની કરા. તીયે કીડા ને કાટ નાશ કરી ને ચોરો દિવાલ તોડીને ચોરી જાય
20
ફણ તુમે પોતાણે હારું સ્વર્ગમાં એકઠ કરા. જીયે કીડા ને કાટ નાશ કાયની કરતા ને જીયે ચોરો દિવાલ તોડીને ચોરી જાતા કાયની.
21
કેહે કા જીએ તુમારે દ્રવ્ય હા, તીયા જ તુમારે ચિત ફણ હા.
22
શરીરનો દીવો તે આંખ હા, ઇયા માટે જો તુમારે નજાર હારી હોય તે તુમારે આખ શરીર હુજાલાથી ભરીન હોઈ.
23
ફણ જો તુમારે નજાર ખરાબ હોય, તે તુમારે આખં શરીર અંધકારથી ભરીન હોઈ, માટે તુમારેમા જી હુજાલ હા, તી જ અંધકારરૂપ હોય. તો તી અંધકાર કતરો મોટો!
24
એક ચાકર બે માલિકણે ચાકરી કરી હકતો નાથ, કેહે કા તે એકણો દ્રેષ કરી, ને બીજાણે પાર પ્રેમ કરી, અથવા તે એકણો પક્ષણો બની, ને બીજાણે તિરસ્કાર કરી, એક હારી તુમે ઇશ્વરને ને દ્રવ્યણે ચાકરી કરી શકાત ની.
25
ઇયા માટે હાય તુમાહાય કતો હામ કા તુમારે જીવણે હારું ચિંતા ની કરા કા, આમે કાજા ખાહાવ અથવા કાજા પિહું; તેહે જ તમારે શરીરણે માટે ચિંતા ની કરા કા, કાજા પેરુંહું ? શું જીવ ખાવાણા કરતાં ને શરીર કપડાં કરતાં અધિક નાથ ?
26
આકાશણા પક્ષીઓણે હેદ; તેઓ તો વાવતે નાથ, કાપતે નાથ ને
બખારામાં ભરતે નાથ , તોયે ફણ તુમારે સ્વર્ગીય બાપ તિયાણે પોષણ કરતો હા , તે તીયા કરતાં તુમે અધિક મૂલ્યવાન નાથ હા ?
27
ચિંતા કરવાથી તુમારેમાણો કોઈ પોતાણે કદ ભર વધારી અખતો હા કા ?
28
વડી કપડા સંબંધિ તુમે ચિંતા કેહે કરતે હા, ખેતરના ફલઝાડા હાય વિચાર કરા. કાતી કેવે વધતે હા. તી મહેનાત કરતે નાથ ને કાપતે ફણ નાથ.
29
તો ફણ હાય તુમાહાય કતો હામ કા સુલેમાન ફણ પોતાણે સઘળ વૈભવમા તીયામાણા એકણો જેવો પેહરીનો ની હોતનો.
30
ઈયા માટે ખેતણ ઘાસ જી આજે હા. ને કાને ભઠ્ઠીમા નાખાત છે. તિયાણે જો ઇશ્વર એવ પહેરાવતો હા, તો ઓ અવિશ્વાસઓ તુમાહાય શું તિયાથી વિશેષ ની પેરાવ?
31
માટે આમે કાજા ખાહાવ? કાજા પિહુ ? અથવા કાજા પેરહું? એહે કરીન ચિંતા ની કરા.
32
કારણ કા ઈ બદે વાના અવિશ્વાસીઓ હેદ તે હા. કેહે કા સ્વર્ગમાંણા તુમારે બાપ જાણતો હા કા એ બધાણે તુમાહાય જરૂર હા.
33
ફણ તુમે પેલે તુમારે રાજ્યણે તથા તુમારે ન્યાયીપણાને હોદા ને ઈ બધે વાના ફણ તુમાહાય આપી.
34
તિયા માટે આવતી કાનેણે હારું ચિંતા ની કરા. કેહે કા આવતી કાન પોતાણે વાતોહોય ચિંતા કરી. દિવસણે હારું તે દિવસણે દુઃખ બસ હા.