અધ્યાય: ૪
1
પૂઠી ઈસુણે પરીક્ષણ શેતાનથી હોવ તિયાં હારું આત્મા તિયાણે જંગાલ માં હાદી ગો.
2
ચાલહિ દિહી રાત ઉપવાસ કદો પૂઠી તિયાણે ફુક નાગી.
3
પરીક્ષણ કરનારે તિયાં પાહે આવીને કય કા, " જો તું ઇશ્વરનો દિકરો હા, તો ઈયાં પથરાણે કઅ કા, તો રોટનો બની જાય ."
4
ફણ ઈસુએ જવાબ આપતા કય કા," એવ નખીન હા, કા માણહ એખની રોટનૉ થી ની પણ દરેક શબ્દ જે ઇશ્વરના મોળામાથી નિકિલત હા તિયાથી જીવંત હા."
5
તિયાં પૂઠી શેતાન તિયાણે પવિત્ર નગરમા નેય ગો ને ભક્તિણા જગ્યાણા બુરુજ પાર તિયાણે ઊભો કદો.
6
ને તિયાણે કય કા, " જો તું ઇશ્વરનો દિકરો હા, તે પોતાણે હેઠે પાળી નાખ; કેહેકા એવ નખીન હા, ' ઇશ્વર પોતાણા સ્વર્ગ દૂતો હાય તોરે હારું આજ્ઞા કરી; ને દૂતો તુને પોતાણા હાથમાં ઘરી નેઈ , ને તોરે પાગ પથર હારી ઠોકાઈ ની."
7
ઈસુએ તિયાણે કય," એહે પણ નખીન હા, ' પ્રભુ તોરે ઇશ્વરને તું પરીક્ષણ ની કર.'
8
પાસો શેતાન તિયાણે ઘણાં ઊંચા ડોગરા ઉપાર નેઇ ગનો ને દુનિયાણા સઘળાં રાજ્યો ને તિયાણ વૈભવ તિયાણે દેખાળ્યો.
9
ને તિયાણે કયં કા, " જો તું પાગે પળીને મારે ફકતી કરે, તે ઇ બદઅ હાય તુને આપી દેમ."
10
તિયા ઈસુએ તિયાણે કય કા, " અરે શેતાન, આઘો જા ! કેહે કા નખીન હા, ' પ્રભુ તોરે ઇશ્વરને ફકતી કર ને એખના તિયાણે જ સેવા કર."
11
તિયા શેતાન તિયાણે મૂકીને નાહી ગો ; ને સ્વર્ગ દૂતોએ તિયા પાહિ આવીને તિયાણે સેવા કદી.
12
યોહાન બંદીવાન કરાયો હા, હવે ઉનાઇને ઈસુ ગાલીલમાં પાછો આવો.
13
પૂઠી નાસરેથ સોળીને ઝબુલોનણા ને નફતાલીણા પ્રદેશમાંણા સમુદ્ર પાહિ કપરનુહુમમાં તો આવીને રયો.
14
ઇયા હારું કા પ્રબોધક યશયાએ જી કઇન તિ બઅદ પુર હોય ,
15
"ઝબુલોનણા પ્રાંત, નફ્તાલીણો પ્રાંત, યદૅન નદીણે હલે પાર, એટલે બિન યહૂદીઓણા ગાલિલ માણે
16
જી માણેહે આદારામાં જીવતને, તિણાહાય મોટં હુજાલ દેખ્ય ને તિયાં વિસ્તારમાં જી મરણની છાંયડામાં જી બેઠને હોતને, તિણે ઉપાર હુજાલ હોવ.
17
ત્યાં પૂઠી ઈસુ ઉપદેશ કરતાં કણે લાગો કા, " પસ્તાવો, કરા કે હે કા સ્વર્ગણ રાજ્ય પાહિ આવ હા."
18
ઇસુ ગાલિલણા સમુદ્રણે કિનારે ચાનતનો ત્યાં તિયે બે ફાવા હાઈ , એટલે સિમોન જો પિતર કવાતનો તિયાણે ને તિયાણા ફાહા આન્દ્રિયાણે દરિયામાં જાલ નાખતા દેખ્યા, કેહે કા તે માછને થરનારા હોતના.
19
તિયા ઈસુએ તિણાહાય કય કા, મારે પાછાલ આવા ને હાઇ તુમાહાય માણેહાય થરનારા બનાવીહી;
20
તિણાહાય તરાત જાલ મુકી ને તિયાં પાછાલ ગયા.
21
તિયાં પૂઠી આગાલ જાતા તિયે બીજા બે ફાવાહાય, એટલે ઝબદીણો દિકરો યાકૂબણે તિયાણે ફાહા યોહાનણે
તિણાહાય બાપા હારી વાહ ણમા પોતાણી જાલ હાદતા દેખ્યા. ને તિણાહાય ફણે હાજજા,
22
તીયા બધા તરાત વહાણ ને પોતાણા બાપણે સોળીને તિયાં પાછાલ જાતા રયા.
23
ઇસુ સભાસ્થાનમાં ઉપદેશ આપતો ને , રાજ્યણી સુવાર્તા ઉપદેશ આપીને માણાહામા જાત જાતણા રોગ ને દુઃખ હારે કરતનો , આખા ગાલિલમાં ફિરીયો.
24
તિયાં આખા સિરિયામાં તિયાણે કીરતી ફેલાઈ ગોઈ, ઘણા માહાહાય, ને, ઘણાં જાતણા રોગીથી પીડાતાહાય , દુષ્ટત્મા ને વીલગીનાહાઇ વાઈને રૉગીહાય ને લકવા વાળ હાય બધા તીયા યાદી નાવે .
25
ગાલિલથી, દસ નગરથી, યરૂશાલેમથી, યહૂદીયા થી ને યદૅનણે હલે પારથી માણાહાય ટોલેટોલા તિયાણે પાછાલ ગયા.