અધ્યાય: 3

1 તિયા દિહામાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાણા અરણ્યમાં ઉપદેશ આપતા એહે કતનો કા,

2 "" પસ્તાવો, કરા કેહે કા સ્વર્ગણ રાજ્ય પાંહિ આવ હા.""

3 કેહે કા તો હોજ હા, જીયા વિશે યશાયા પ્રબોધકે કઇન કા, " અરણ્યમાં પોકારનારની એવી વાણી હા, પ્રભુણો માર્ગ તિયાર કરા, ને તિયાણો રસ્તો હિદો કરા." 4 યોહાનણે નુગળે ઊટણા નીબાલાહાય હોતને, તિયાણે કળીમા ચામળાણે પટ્ટો હોતનો ને તીળ ને રાની મધ તીયાણો ખાપાણ હોતનો.

5 તિયા પાહે યરૂશાલેમણા, યહૂદીયાણા ને યદૅનણા આસપાસ સર્વ પ્રદેશણ માણેહે તીયાણે પાહે આવે.

6 તિ માણેહાય પોતાણા પાપો કબૂલ કરીને યદૅન નદીમાં તિયાથી બાપ્તિસ્મા નેદ. 7 પુઠી ફરોશીમાણા ને સદુફીમાણા ઘણાં પોતાથી બાપ્તિસ્મા પામણે હારું આવતા દેખીને યોહાને તિણાહાય કય કા, "" ઓ સંર્પોના વંશ, આવનાર કોપથી નાસવાણે તુમાહાય કીડે ચેતવ્યા?.

8 પસ્તાવો કરનારને હોબે તેવા ફળ આપા.

9 તુમારે મનમાં એહે કવાાણની ઘારવાણ કા, ઈબ્રાહિમ આમારે બાપ હા; કેહે કા હાય તુમ હાય કતોહામ કા ઈયાં પથરાહ માથી ઇશ્વર ઈબ્રાહિમણે હારું બાળકો પેદા કરી કહતો હા. 10 ઝાળવાહાઈ મુલાહાઇ પાર કુવાળો પેલેથી મુકી દેવામાં આવો હા, તિયા હારું જી ઝાળવ હારઅ ફળ કાઇની આપત તિયાણે વાળી નાખવામાં આવી ને. આગળામાં નાંખી દેવામાં આવી.

11 તિયા હારું પસ્તાવાણ હાય પાણીથી તુમારે બાપ્તિસ્મા કરતો હામ, ફણ જો મારે પાછાલ આવવાણો હા તો મારે કરતાં સામર્થ્યવાન હા, હાઇ તિયાણે ચંપાલે ઊચિકવાણે લાયક કાયની હામ; તો તુમારે બાપ્તિસ્મા પવિત્ર આત્માથી ને અગ્નિથી કરી .

12 તિયાણે હુપડં તિયાણે હાથમા હા, ને પોતાણી ખલાણે બરાબર સાફ કરીને પોતાણા ઘઉં વખારમાં ફરી, ફણ ભૂસું ઉનવાયજી તેવૉ આગળામાં બાલી નાખી." 13 તિયા પૂઠી ઈસુ યોહાનથી બાપ્તિસ્મા નેણે હારું ગાલીલ થી યદૅન નદીએ તિયા પાહે આવો.

14 ફણ યોહાને તિયાણે અટકાવતા કય કા, " તોરેથી મારે બાપ્તિસ્મા પામવાં જોજે ને તું મારે પાહે આવો હા?"

15 પૂઠી ઈસુ એ જવાબ આપતા કય કા, " અમે તાણુ એહે જ હોવા દે, કેહે કા સર્વ ન્યાયપણું હેવી જ રીતે પુર કરવ તિ આપણાં હાય હાર હા."" તિયા યોહાને ઈસુણ બાપ્તિસ્મા આપ્ય. 16 તિયા ઈસુ બાપ્તિસ્મા પામીને તરાત જ પાણીમાંથી બાર આવો, ને હેદા તિયા હારું સ્વર્ગ ખુલીગ ને ઇશ્વરનો આત્મા કબૂતર ને રૂપ ઉતરતા ને પોતા પાર આવતા તિયાણે દેખાય.

17 હેદા, સ્વર્ગમાંથી એવી વાણી હોવી કા, " ઓ મારો વ્હાલો દીકરો હા, તિયા પાર હાય પ્રસન્ન હામ."