યરુશાલેમમા આવીને પૂછણે લાગા,
2 જીયા બાળકણો જન્મો હોવો હા, તો યહૂદી લોકાહાય રાજા હા, તો કા હા? કેહ કા પૂર્વમાં તીયણે તારો દેખીને આમે તીયાણે ભજન કરને આવા હામ. "
3 તી ઉનાય ને હેરોદ રાજા ખાબરાય ને તીયા હારી આખ યરુશાલેમ ફણ ખાબરાય, 4 તીયા ફૂટી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને શાસ્ત્રીઓ હે ફેગા કરીને પૂછય કા, " ખ્રિસ્તણો જન્મો કા હોવા જોજે? "
5 તીણાહાય તીયાણે જવાબ આપ્યો કા, " યહૂદીયાણા બેથલેહેમમાં, કેહ કા પ્રબોધકે એહ નખીન હા,
6 'ઓ યહૂદીયા દેશણા બેથલેહેમ, તું યહૂદીયાના સૂબાઓમાં કોઈપણ રીતે બદાહાથી નાન કાયની હા, કેહ કા તોરેમાંથી એક અધિપતિ નિકલી, તો મારે ઇઝરાયલ માણાહાય ગોવાલ બની. " 7 તીયા હેરોદ રાજાએ જ્ઞાનીઓ હે છાનમાન હાદીને, તારો કાણો સમયે દેખાયો, તીયા વિશે તીયાણે તિણહાય પાહેથી માહિતી મેલવી.
8 તીયે તીણાહાય બેથલેહેમમાં મોકની ને કય કા, "તુમે જાયા ને બાળક સબંધી હારી રીતે હોદ કરા ને તુમાહાય તી મિલે તે તરત માને ખબાર આપા, કેહ કા હાય ફણ આવીને તીયા બાળકણે ફકતી કર. " 9 તીણાહાય રાજાણે કયન ઉનાયને ગયા ને જો તારો તીણાહાય પૂર્વમાં દેખીનો તો તીયાણે આગાલ ચાનણે લાગો ને જીયા બાળક હોતન તીયા જાગા પાર આવીને અટકી ગો.
10 તીણાહાય તારાણે દેખીને ઘણા આનંદથી હરખાયા. 11 ઘરમાં જાયને તીણાહાય બાળકણે તીયાણે માં મરિયમ પાહે દેખ્ય; પગે પડીને તીયાણે ફકતી કદી, ફૂટી તીણાહાય પોતાણે થેલી ખોલીને સોનુ, લોબાન ને બોળ તીયાણે નજરાણ કદ.
12 હેરોદ પાહે પાછ જાવણ કાયની, હેવી ખબર સ્વપ્નમાં મીલી એટલે બીજે વાટે પોતાણા દેશમાં પાછા ગયા. 13 તીણે પાછા ગયા ફૂટી, પ્રભુણા સ્વર્ગદૂતે સ્વપ્નમાં યુસુફણે કય કા, "ઉઠ, બાળકણે ને તીયાણે માંણે નેય ને મિસરમાં જાતો ર, હાય તુને કમ તીયા હુદી તીયેજ રજે, કેહ કા બાળકણે મારી નાખણે હારુ હેરોદ તીયાણે હોદ કરાવાણો હા. "
14 તીયે રાતે યુસુફ ઉઠીને બાળકણે ને તીયાણે માંણે નેયને મિસરમાં ગો.
15 ને હેરોદણા મરણ હુદી તીયેજ રયો, એટલે હારુ કા પ્રભુએ પ્રબોધકાહાય જી કયન તી પુર હોવે, "મિસરમાંથી મયે મારે દિખરાણે હાદી નેદો " 16 જ્યાં હેરોદણે ખબર પડી કા જ્ઞાનીઓએ માને છેતીરયો હા, તીયા તો ઘણો તપી ગો ને માણહે મોકનીને જીયા સમય હારુ તીયે જ્ઞાનીઓ પાહેથી બરાબર ખબર મેલવી નેદી, તીયા સમયથી નેયને બે વરાહા હુદીણા ને તીયાથી નાને બાળકાહાય જી નર હોતને બેથલેહેમમાં ને આજુબાજુણા વિસ્તારમાં હોતને તીણાહાય મારી નાખાવ્યો . 17 તીયા યર્મિયા પ્રબોધકે જી કયન તી પૂર હોવ,
18 "રામાની સ્ત્રીઓ રડીને મોટો વિલાપ કરી, એટલે તે સ્ત્રીઓની પૂર્વજ રાહેલ પોતાણા બાળકણે હારુ રડીને દિલાસો પામણે માંગતીની કાયની, કેહે કા તીયાણે એક ફણ બાળક રયન કાયની. " 19 હેરોદણા મરણ ફૂટી, પ્રભુણા સ્વર્ગદુતે મિસરમાં યૂસફણે સ્વપ્નમાં આવીને કય કા,
20 "ઉઠ, બાળકણે ને તીયાણે માણે નેયને ઈઝરાયેલ દેશમાં જાતો ર કેહ કા જે બાળકણે મારી નાખવાણો વિચાર કરતાના તે મરી ગયા હા."
21 તીયા યુસુફ બાળકણે ને તીયાણે માંણે નેયને ઇઝરાયેલ દેશમાં આવો. 22 ફણ આર્ખીલાઉસ પોતાણા બાપ હેરોદણા જગ્યાએ યહૂદીયામાં રાજ કરતોનો, એવી વાત ઉનાય ને તીયે જાતા ખાબરાયો. પોતાણે સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલ પ્રાંત ફણી વલી ગો.
23 ને નાસરેથ નામણા નગરમાં આવીને રયો, હી બદ અતરા માટે હોવ કા, જી પ્રબોધકો હાય કયન તી પૂર હોવે ને તો નાઝરી કવાય.