અધ્યાય ૨૫

1 તીયા સ્વર્ગણે રાજ્ય દહ કુંવારીહીય જેવ હા,તે પોતાણે મશાલો નેઈને વરરાજાણે મિલ્લે હારું બાયરે ગોઈ.

2 તીણેમાણી પાંચ મુર્ખી હોતની ને પાંચ બુદ્ધિવાલી હોતની.

3 મુર્ખી કુંવારીહીય પોતાણે મશાલ નેદી ખરી,ફણ તીણીહીય હારી તેન નેદ કાઈની ;

4 ફણ બુદ્ધિવાલીહીય પોતાણે મશાલો હારી કૂપીમાં તેન નેદ. 5 વરરાજાણે આવતાં વાર નાગી હતરામાં તે બદીજ ઝોકા ખાયને હુવી ગોઈ.

6 અરદીરાતે બૂમ પડી હેદા કા,'જુઓ,વરરાજા આવો હા ! તીયાણે મિલને નીકલા." 7 તીયા તે બદી કુંવારીહીય ઊઠીને પોતાણે મશાલો તીયાર કદી.

8 મુર્ખીહીય બુદ્ધિવાલીહીય કય કા,'તુમારે તેનમાંથી આમાહાય આપા,કેહ કા આમારે મશાલો ઉનવાઈ જાતી હા.'

9 ફણ બુદ્ધિવંતીહીય જવાબ આપતાં કય કા,'કદાચ આમાહાય ને તુમાહાય પુર ની પડે,માટે તુમે વેચનારાહાય પાહાય જાઈને પોત પોતાણે ફાગ તેન વેચાત નેયા." 10 તે તેન નેણે ગોઈ અતરામાં વરરાજા આવી રયો,જી તીયાર હોતની તે તીયાણે હારી લગ્નજમણમાં ગોઈ ને બાર બંધ કરવામાં આવ.

11 પૂઠી મૂર્ખ કુંવારીહીય આવીને કય કા,'ઓ સ્વામી,સ્વામી,આમારે હારુ ઉઘાડ."

12 ફણ તીયે જવાબ આપતાં કય કા,'હાય તુમાહાય નિશ્વે કતો હામ કા હાય તુમાહાય ઓલખીતો કાયની.

13 માટે તુમે જાગતા રયા,કેહ કા તો દિહી અથવા તી ઘડી તુને જાણતે નાથ. 14 કેહે કા તીયાણે આવાણ એક માણહાણે જેવ હા,જીયે પરદેશ જાતી વખાતે પોતાણે ચાકરોહીય હાદીને પોતાણે સંપત્તિ તેણાહાય હોપી.

15 એકણે તીયે પાંચ તાલંત,બીજાણે બે નેત્રીભણે એક તીયાણે શક્તિ પ્રમાણે આપય ;ને તો પરદેશ ગો.

16 પૂઠી જીયાણે પાંચ તાલંત મીલયા હોતના,તો તરત જાઈને વેપાર કરીને તીયા વડે બીજા પાંચ તાલંત કમાયો. 17 તેહે જ જીયાણે બે,તો ફણ બીજા બે તાલંત કમાયો.

18 ફણ જીયાણે એક તાલંત મીલીનો હોતનો તીયે જાઈને જમીનમાં ખોદીને પોતાણે માલિકણે નાણાં દાટી રાખય. 19 હવે લાંબા સમય પૂઠી તીયા ચાકરોણે માલિક આવો,તીયા તીયે તીણે પાહાયથી હિસાબ માગયો.

20 તીયા જીયાણે પાંચ તાલંત મીલીના હોતના તો બીજા પાંચ તાલંત ફણ નેતો આવો,તીયે કય કા 'માલિક,તુયે મને પાંચ તાલંત આપીના હેદા ;જુઓ હાય તીયા ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો હામ.

21 તીયા તીયાણે માલિક તીયાણે કતો હા કા,'શાબાશ,સારા ને વિશ્વાસુ ચાકર ! તું થોડામાં વિશ્વાસુ માલુમ પયડો હા;હાય તુને ઘણાં પાર ઠરાવીહી,તોરે પ્રભુના આનંદમાં પ્રવેશ કર." 22 જીયાણે બે તાલંત મીલીના,તીયે ફણ મેરે આવીને કય કા,'માલિક,તુયે મને બે તાલંત આપીના હોતના,જો,હાય તીયા ઉપરાંત બીજા બે તાલંત કમાયો હામ.'

23 તીયાણે માલિકે તીયાણે કય કા,'શાબાશ,હાર વિશ્વાસુ ચાકર ! તું થુનામાં વિશ્વાસુ માલુમ પયળો હા ;હાય તુને ઘણાં પાર ઠરાવીહી,તોરે પ્રભુના આનંદમાં પ્રવેશ કર." 24 પૂઠી જીયાણે એક તાલંત મીલીને હા,તીયે ફણ પાહાય આવીને કય કા,'પ્રભુ મયે હેદજ કા તું એવો કઠોર માણહ હા કા,જીય તુયે નાથ વાવ્ય તીનથી તું કાપનારો ને જીયે તુયે નાથ વેયર તીનથી તું એકઠ કરનાર હા.

25 માટે મને બીક નાગી ને જાઈને તોરે તાલંતણે મયે જમીનમાં દાટી રાખય,જો તુને તોરે તાલંત પહોચાડીયા. 26 ને તીયાણે માલિક જવાબ આપતાં તીયાણે કય કા,અરે દુષ્ટ ને આળસુ ચાકાર જીય મયે નાથ વાવ્ય.તીનથી હાય કાંપતો હામ ને જીનથી મે નથી વેર્યું તીનથી હાય એકઠ કરતો હામ,એહ તું જાણતો હોતનો;

27 તીયા તોરે મારે નાણાં શાહુકારોણે આપવા જોજતાના કા હાય આવ તીયા મને વ્યાજ હારી પાછ મીલતા. 28 ઈયા માટે તીયાણી પાહાયથી તાલંત નેઈને જીયા પાહાય દસ તાલંત હા તી તીયાણે આપા.

29 કેહે કા જેયાણે પાહાય હા તી બદાહાય આપાય ને તીયા પાહાય પુષ્કળ હોવી;ફણ જિયા પાહાય નાથ તીયા પાહાય જી હા તી ફણ નેઈ નેવાય.

30 તે નકામાં ચાકરને બાયરેણાં અંધકારમાં નાખી દેયા,તીયા તીયાણે રડવાણ ને દાંત પીસવાણ હોવી." 31 જીયા માણાહાણે દીકરા પોતાણે મહિમામાં બદા પવિત્ર સ્વર્ગદૂતો હારી આવી,ત્યારે તી પોતાણે મહિમાણે રાજયાસન પાર બેહેય.

32 બધી દેશજાતિઓ તીયાણે આગાલ એકઠી કરાય;ને જેહ ઘેટાંપાલક ઘેટાણે બોકડાથી જુદ પાડતો હા,તેહ તી તીણાહાય એકબીજાથી જુદો પાડી.

33 . ને ઘેટાણે તો પોતાણે જમણે હાથે,ફણ બોકડાણે ડાબે હાથે રાખી. 34 તીયા રાજા પોતાણે જમણી પાહાયણાહાય કઈ કા,'મારે પિતાણે આશીર્વાદિતો તુમે આવા,જી રાજ્ય સૃષ્ટિણે પાયો નાખ્યા પેલાં તુમારે ફાગ તીયાર કરીન હા,તીયાણે વારસો નેયા.

35 કેહે કા હાય ભૂખો હોતનો,તીયા તુમાહાય મને ખવડાવ્ય;હાય તીરહો હોતનો તીયા તુમાહાય મને પાણી પાય હા ;હાય પારકો હોતનો ;તીયા તુમાહાય મને પાવણાે રાખયો ;

36 હાય નાગો હોતનો,તીય તુયે મને નુગડે પેરાવ્યે ;હાય માંદો હોતનો તીયા તુયે મને ચાકરી કરી;હાય જેલમાં હોતનો,તીયા તુયે મને મીલને આવાે ." 37 તીયારે ન્યાયીઓણે તુમાહાય જવાબ આપી કય કા,'પ્રભુ,કીયા આમાહાય તુને ભૂખો હેદીને ખાવડાવ્ય,તીરહો હેદીને કાંઈ પાણી પીવડાવ્ય ?

38 કીયા આમાહાય તુને પારકો હેદીને પાવણો રાખયો,નાગા હેદીને નુગડે આપયે ?

39 કીયા આમાહાય તુને માંદો ને જેલમાં હેદીને તુને મિલને આવા ?

40 તીયા રાજા તીણાહાય જવાબ આપી,'હાય તુમાહાય સાચ કતો હામ કા,'ઓ મારો ભાઈયોમાણો બઅજ નાનાહામાંથી એકણે તુમાહાય કદ એટલે તી મને કદ. 41 પૂઠી ડાબી ફણનાહાય ફણ તીયે કય કા ,'ઓ શાપિતો,'જી અનંતઅગ્નિ શેતાન ને તીયાણે દૂતોણે ફાગ તીયાર કદન હા,તીયામાં તુમે મારે આગાલથી જાયા,

42 કેહે કા હાય ભૂખો હોતનો,ફણ તુમાહાય મને ખાવડાવ્યા કાઈની,હાય તીરહો હોતનો,ફણ તુમાહાય મને કાંઈ પીણે ફાગ આપાય કાઈની ;

43 હાય પારકો હોતનો,ફણ તુમાહાય મને પાવણો રાખયો કાઈની ;નાગો હોતનો,ફણ તુમાહાય મને નુગડે પેરાવયે કાઈની ;માંદો હોતનો ને જેલમાં હોતનો,ફણ તુમાહાય મારે ચાકરી કાઈની કરી." 44 તીયા તી ફણ તીયાણે જવાબ આપતાં કઈ કા,'પ્રભુ,કીયા આમાહાય તુને ભોખો તરીહો,પારકા,નાગો,માંદો કે જેલમાં હેદીને તોરે સેવા નાથ કરી ?"

45 તીયા ઈસુ તીણાહાય જવાબ આપતાં કય કા,'હાય તુમાહાય ચોખીજ કતો હામ કા,'હી બઅજ નાનાહામાથી એકણે તુમાહાય તી કદ કાઈની,એટલે તી મને કયર કાઈની.

46 તી અનંતકાળીક સજા ફણ જાઈ,ફણ ન્યાયીહીય અનંતજીવનમાં જાઈ.