અધ્યાય - ૨૬
1
ઇસુએ બધી વાત પૂર પૂરી કરી તિયે એહે હોવં કા તિયે પોતાણાં ચેલાહાય કય કા,
2
" તુમે જાણતાં હા કા બે દિહા પુઠી પાસ્ખાપર્વ હા, ને માણસણો દિકરો વધસ્તંભે જોળી દેણે હારુ પરાધીન કરવામાં આવી"
3
પૂઠી મુખ્ય યાજકો ને લોકાહાય વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠાં હોવા.
4
ઇસુણે કપટથી થરીને મારી નાખણે હારુ તિયણાહાય મનસબો કદો.
5
ફણ તિયણાહાય કય કા, ' પર્વમાં કાયની, નેતે પુઠી માણાહામા હુલ્લડ હોવી જાઇ. "
6
ઇસુ બેથાનિયામાં સિમોન કૉઢિયાના ખરમાં હોતનો,
7
તે ખાણે બેઠનાં હૉતનાં તિયાં એક સ્ત્રી મુલ્યવાન અંત્તરની સંગેમરમરણી ડબ્બી નેઇને તિયા પાહિ આવી. ને તિયાણે માથા ઉપાર અત્તર રેડીય.
8
જ્યાં તિયાણે ચેલાહાય તી દેખ્યં તીયા તિણાહાય ગુસ્સે હોવીને કય કા, " હી બગાળ કાજા ખરને કદો?
9
કેહેકા હી અત્તર ખણં મગં વેચાત ને તે પયાહા ગરીબાહાય આપતાં. "
10
તિયા ઇસુએ તી જાણીને તિણાહાય કય કા, " ઈયી સ્ત્રીણે તુમે કેહે સતાવતાં હા? કેહે કા તિયે તે મારે હારુ હાર કામ કદ હા.
11
કેહે કા ગરીબો કાયમ તુમારે હારી હા, ફણ હાય કાયમ તુમારે હારી કાઈની.
12
તિયે અત્તર મારે શરીર પાર રેળીયં તી કામ તે મારે દફનની તૈયારીણે હારુ કદ હા.
13
હાય તુમાહાય હાચું કતો હામ હા, ' એ સુવાર્તા આખી દુનિયામાં કોઈ બી જાગે પ્રગટ કરવામાં આવી તીયા તીયે જી કાઈ બી કદ હા તી બી તિયણે યાદગીરીણે હારું કવામાં આવી.
14
તિયાં યહૂદા ઇશ્કારિયોત નામે બાર ચેલાહામાણો એક મુખ્ય યાજકોહોય પાહી જાઇને કય કા,
15
" તિયણાહાય તુમારે સ્વાધીન કરં તે તુમે માને કાજા આપણે રાજી હા? "તિયણાહાય તિયાણે ચાંદીણા તીહિં સિક્કા તોલી આપ્યા.
16
તિયા પુઠી તો ઇસુણે પરસ્વાધીન કરવાણી તક હેદણે લાગો.
17
બે ખમીર રોટની પર્વણે પેલા દિહે ચેલાહાય ઇસુ પાહી આવીને કય કા, " આમે તોરે હારુ પાસ્ખાખાવાણી તીયારી કાં કરજે ? તોરે કાજા ઇચ્છા હા? "
18
તિયા ઇસુએ કય કા, " નગરમાં ફલાણા ણે પાહી જાઈને તિયાણે કયા, ' ઉપદેશક કતો હા કા " મારે સમય પાહી આવો હા, હાય મારે ચેલાહા હારી તોરે ખર પાસ્ખા પાળવાણો હામ.
19
ઇસુએ ચેલાહાય જેહે આજ્ઞા આપીની, તેહે તિણાહાય કરીય ને પાસ્ખા તીયાર કરીય.
20
હાંજ પળી તીયા બાર ચેલાહા હારી ઇસુ ખાણે બેઠો નો.
21
તે ખાતના તિયા તિણાહાય કય કા, " હાઇ તુમાહાય હાચું કતો હામ કા, તુમારે માંથી એક મને પરસ્વાધીન કરાવી."
22
તિયા તે બદા ખણાં દુંઃખી હોવા ને તિણહોયમાંથી બદાજ તિયાણે કણે લાગા કા, "પ્રભુ, શું તો હાઇ હામ કા કેહેં?"
23
ઇસુએ જવાબ આપતાં કય કા, " જીયે મારે હારી થાલામાં હાથ મૂક્યો હા તોજ માને પરાધીન કરાવી.
24
માણસણાં દિકરા સંબંધી જેવ નખીન હા તેહે તો જાતો હા ખરો; ફ્ણ જીયાં માણહાથી માણહાણો દિકરો પરાધીન કરાતો હા. તિયાણે અફ્સોસ હા! જો તો માણસ જન્મ્યો ની હોત, તે તિયા માટે વધારે હાર હોતન. "
25
તિયા તિયે પરસ્વાધીન કરાવનાર યહૂદાએ પૂછ્ય કા, " ગુરુજી, શું તો હાય હામ કા? " ઇસુએ તિયાણે કય કા, " તુ પોતે જ કતો હા. "
26
તે ખાયા કરતા હોતના તીયા ઇસુએ રોટની નેઇને, આશીર્વાદ માગીને ફાંગ્ય ને શિષ્યોણે આપીને કય કા, નેયા, ખાયા, ઇ મારે શરીર હા. "
27
પુઠી ઇસુએ ખ્યાલો નેઇને આભાર માનીયો ને તીણાહાય આપતાં કય કા, તુમે બધા ઇયામાંથી પીયા, "
28
કેહેકા હી નવા કરારને મારે લોય હા, જી પાપોણે માફીણે ફાગ ખણાંહાય ફાગ વવાડવામાં આવ હા.
29
હાય તુમાહાય કતો હામ કા, હાય મારે પિતાણે રાજ્યમાં તુમારે હારી નવો દ્રાક્ષારસ ની પીમ, તી દિહી હુદી હવે પૂઠી તી પીવાણો જ કાયની.
30
તીયા ગીત ગાયા પૂઠી જૈતુનણે ડોગરાં પાર ગયા.
31
તીયા ઇસુએ તીણાહાય કય કા, "તુમે બધા આજે રાતીણા મારા સંબંધી ઠૉકર ખાશો, કેહે કા એહે નખીન હા કા ' હાય ધેટાંપાળકણે મારીહી ને ટોલાણે ધેટે વિખેરાઇ જાય.'
32
ફણ મારે ઉઠ્યા પૂઠી હાય તુમારે આગાલ ગાલીલમાં જાહાઇ."
33
તીયા પિતરે જવાબ આપતાં ઇસુણે કય કા, " જો બધે તુને છોડી દેઇ, તો બી હાય તોરેથી આગો ની હોમ. "
34
ઇસુએ તીયાણે કય, " હાય તુને હાચુ જ કતો હામ કા, આજે રાતીણો મરઘો બોનીયા પેલા, તીન વાર તું મારે નકાર કરે હે.
35
પિતરેતીયાણે કય કા, " જો મારે તોરે હારી મરવા પડે તીયે બી હાય તોરે નકારનીજ કર. " બધાં શિષ્યોએ બી તેહે જ કય.
36
તીયા ઇસુતીયણે હારી ગેથસેમાની નામણે જાગાએ આવો. ને શિષ્યોણે કય કા, હાય તીયે જાઈને પ્રાર્થના કર તીયા હુદી તુમે ઇયે બેહા. "
37
પિતરને ને ઝબદીણા બે ડીખરાહાય હારીનેઈને ઇસુ પોતે દું:ખી ને નીરાશ હોણે લાગો.
38
પૂઠી ઈસુએ તીણાહાય કય કા, મારે જીવ મરણે જેવો ખણો દું:ખી હા. તુમે ઈયે રયને મારે હારી જાગતા રયા. "
39
પુઠીતીયે થોડે આગે જાઈને મુઉં નમાવીને પ્રાર્થના કરતા કય કા, ઓ મારે પિતા, જો બની હકે તે ઓ પ્યાલો મારેથી આગે કર; તો બી મારે ઇચ્છા પ્રમાણે ની ફણ તોરે ઇચ્છા પ્રમાણે હોવે. "
40
પૂઠી ઇસુ શિષ્યોણે પાહાય આવો ને તીણાહાય હુવતાહેદીને પિતરને કય કા, " તુમે એક કલાક બી મારે હારી જાગતા રય હકતા કાયની કા?
41
તુમે જાગતા રયા ને પ્રાર્થના કરા કા પરીક્ષણમાં ની પડાત; આત્મા તત્પર હા ખરો, ફણ શરીર નિર્બળ હા. "
42
બીજી વાર ઇસુએ જાઇને પ્રાર્થના કરતા કય કા, " ઓ મારે બાપ, જો ઓ પ્યાલો મારે પીધા વગાર મારે પાહીથી આગે હોઈ ની હકે તે તોરે ઇચ્છા પ્રમાણે હોવે. "
43
ઇસુએ બીજી વાર આવીને તીણાહાય હુવતા હેજ્જા; કેહેકા તીણાહાય ડોલા ઊંઘથી ફરાઇની હોત ના .
44
ઇસુ પાસો શિષ્યોણે મૂકીને પ્રાર્થના કરીને ગો, ને ત્રીજી વાર એજ વાત કતા તીયે પ્રાર્થના કરી.
45
તીયા તે પોતાણા શિષ્યોણે પાહી આવીને તીણાહાય કય કા, આજુ બી તુમે હુવતાં હા ને આરામ કરતા હા? હેદા, સમય પાહી આવો હા, માણસણો દીકરાણે પાપીહાય હાથમાં પરાધીન કરાય.
46
ઊઠા આપળે જાતા; હેદા, માને થરાવનારો આવી રયો હા. "
47
તો આજુ બોનતો નો, હતરામાં હેદા, બાર શિષ્યોમાંણો એક, એટલે યહૂદા, આવો; તીયાણે હારી મુખ્ય યાજકોણે ને નોકાહાય વડીલોણે પાહીથી ખણે નોકે તલવારો ને નાકડીઓ નેઈને આવ્યે.
48
હવે તીયાણે પરસ્વાધીન તીયાણે નિશાની આપી હોતની કા, " હાય જીયાણે ચુંબન કર તે જ તે હા; તીયાણે થરી નેજા. "
49
તરાત તીયે ઇસુ પાહાય આવીને કય, ' ગુરુજી સલામ' ને તો તીયાણે ચૂમ્યો.
50
ઇસુએ તીયાણે કય કા, " મિત્ર, જી કરાવણે તું આવો હા તી કર." તીયા તીયાએ પાહી આવીને, ઇસુ પાર હાથ નાખીને, તીયાણે થરપકડ કરાવી.
51
પૂઠી હેદા, ઇસુણે સાથીઓમાણા એકે હાથ લાંબો કદો ને પોતાણી તલવાર ખેંચી કાઢી ને પ્રમુખ યાજકણે ચાકાર પાર હુમલો કદો ને તીયાણે કાન કાપી નાખ્યો.
52
તીયા ઇસુએ તીયાણે કય કા, " તોરે તલવાર મ્યાનમાં પાછી મૂક; કેહે કા જો તલવારથરતો હા તો તલવારથી નાશ પામી.
53
કા તું થારતો હા કા હાય બાપણે પાહાય એવ કાયની માંગી હકતો કા તો અમીજ સૈન્યણે બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોણે મારે પાહી મોકની દે?
54
તો શાસ્ત્રવચનોમાં જી નાખીન હા કા, એવ હોવા જોજે, તી કેહે પૂર હોવી? "
55
તીયા જ સમયે ઇસુએ માણાહાય કય કા, " તુમે તલવારો ને નાકડીઓ નેઈને જેહે ચોરને થરતે હા તેહેમને થરણે નીકલી આવા હા કા? હાય રોજેજ ભકિતસ્થાનમાં બેહીને બોધ કરતો નો; તીયા તુમાહાય મને થરાવ્યો કાયની .
56
ફ્ણ પ્રબોધકોણે લેખો પુર હોવે એટલે ઇ બધ હોવ હા. "તીયા બધા શિષ્યો ઇસુણે મૂકીને જાતા ૨યા.
57
પૂઠી જીયાએ ઇસુણે.થરાવ્યો, તે જીયે શાસ્ત્રીઓ ને વડીલો ફેગાં હોવા ના તીયે કાયાફા પ્રમુખ યાજકણે પાહાય તીયાણે નેઈ ગયા.
58
પિતર આગેથી તીયાણે પાછાલ પ્રમુખ યાજકણે આગણે હુધી ચાન્યો ને અંદાર જાઈને ઇસુણે કાજા કરી તી હેદણે ચોકીદારોણે હારી બેઠો.
59
મુખ્ય યાજકોએ ને આખા ન્યાયસભાએ, ઇસુણે મારી નાખણે, તીયાણે વિરુદ્ધ જૂઠી શાહેદી હેદી.
60
જોકે ખણાં જૂઠાં સાક્ષીઓ આવા, ફણ તીયાણે સાક્ષીઓથી તે સહમત હોવા કાયની, ફણ પાછાલથી બે માણાહા આવીને બોન્યા કા,
61
" ઈયા માણસે કય હોતન કા, 'હાય ઈશ્વરણે સભાસ્થાનને પાડી નાખણે ને તીન દિહીમાં તીયાણે પાછ બાધણે સમર્થ હામ."
62
તીયા પ્રમુખ યાજકે ઉભો રયને તીયાણે કય, " શું તું કાંઇ જવાબ કાયની આપતો કા? તે તોરે વિરુદ્ધ સાક્ષી આપતા હા. "
63
ફ્ણ ઇસુ મૌન રયો. તીયા પ્રમુખ યાજકે ઇસુણે કય. " હાય તુને જીવતા ઈશ્વરણે સમ આપતો હામ કા, ઈશ્વરણો દિકરો જો ખ્રિસ્ત હા તે તું જ હા કા કાયની, તી આમાહાય ક. "
64
ઇસુએ તીયાણે કય કા, "તુયે પોતેજ કય હા, ફ્ણ હાય તુંમાહાય કતો હામ કા હવે પૂઠી તુમે માણાહાણે દીકરાણે પરાક્રમણા જમણા હાથ પાર બેઠનો ને આકાશણા વાડલા પાર આવતો હેદાહા."
65
તીયા પ્રમુખ યાજકે પોતાણે નુગડે ફાડીને કય કા, " તીયે દૂર્ભાષણ કરીય હા. આપળાહાય બીજા સાક્ષીઓણે કાજા જરૂર હા? હેદા, હવે તુમાહાય ઈ દુર્ભાષણ ઉનાય હા.
66
તુમે કાજા વિચારતા હા? " તીણાહાય જવાબ આપતા કય કા, " તો મૃત્યુદંડણે પાત્ર હા. "
67
તીયા તીણાહાય તીયાણે મુઉં પાર થૂકીને તીયાણે મુક્કીઓ મારી ને તીયાણે થાપાડ મારતા કય કા,
68
ઓ ખ્રિસ્ત, તુને કીડે ઠોકીયો તી આમાહાય કય દેખાડ. "
69
પિતર બાર આગણામાં બેઠો હોતનો, તીયા એક સેવિકા તીયાણે પાહાય આવીને કય કા, " તું ફણ ગાલીલણા ઇસુણે હારી હોતનો. "
70
ફણ તીયે બધાહાય આગાલ નકાર કરીને કય કા, " તું જી કતી હા તી હાય જાણતો કાયની. "
71
તો બાયરે પરસાળમાં ગોતીયા બીજી દાસીએ તીયાણે હેદીને જે તીયે હોતના તીણાંહાય કય કા, એ ફણ નાસરેથણા ઇસુણે હારી હોતનો. "
72
ફણતીયે સમ ખાતાં પાછો નકાર કદો કા, " હાય તીયા માણસણે ઓલીખતો કાયની. "
73
થોડીવાર પૂઠી પાહાય ઉભીરનારાહાય આવીને પિતરને કય કા, " હાચું જ તું બી તીણાહાય માણો એક હા, કેહે કા તોરે બોનથી તું ઓલખાતો હા. "
74
તીયા તો શાપ દેણે ને સમખાણે લાગો કા, " હાય તીયા માણસણે ઓલીખતો કાયની. " તરાતુજ મરઘો બોન્યો.
75
જે વાત ઇસુએ પિતરને કઈ હોતની કા, " મરઘો બોન્યા પેલા તીન વાર તું મારે નકાર કરેહે, " તીતીયાણે યાદ આવ; તીયા બાર જાઈને તો બોજ રડ્યો.