અધ્યાય ૨૪
1
ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકલીને માર્ગે ચાનતો નો,તિયાં તિયાણા ચેલા તીયાણે ભક્તિસ્થાનમાંણા બાંધકામ દેખાળને હારુ પાહી આવા.
2
તીયા તીણાહાય જવાબ આપચો કા, કામ તુમે ઈ બદઅ કાયળી દેખતા? હાઈ તુમાહાય હાચ જ કતો હામ કા, વાડી ની નાખાય, એવ અકે ણ પથરો બીજા પાર ની રઅવા દેવાય ની .
3
પૂઠી જૈતુનનાં ડોગરા પાર ઈસુ બેઠો ને,તીયે ચેલા એકાંતમાં તિયાં પાહી આવીને કય કા,"ઈ બદ ક્યા હોવી ? ને તોરે આવવાણી ને જગતણો અંતણી કાજા નિશાની હોવી ? તી અમાહાય કઅ ."
4
ત્યાં ઈસુએ જવાબ આપતાં તીણાહાય કય કા,"તુમાહાય કોઈ ની છેતરે માટે સાવધાન રઅમકા, તુંકોઈ ભુ લાવે ની .
5
કેહે કા મારે નામથી ઘણાં એહે કતાં આવી કા,'હાય તે ખ્રિસ્ત હામ ;ને ઘણાંહાય છેતરી.
6
યુદ્ધો ને યુદ્ધોની અફવાઓ તુમે ઉનાહાં,તીયે તુમે,ખાબરાતા નખા ;કેહ કા હી બદ હોવાણી અગત્ય હા,ફણ હતરેથી જ અંત ની આવે.
7
કેહે કા પ્રજા પ્રજાણે વિરુદ્ધ ને રાજ્ય રાજ્યણે વિરુદ્ધ ઊઠી,દુકાળો ને જગ્યા જગ્યાએ ધરતીકંપ હોવી.
8
ફણ ઈ બદ તે માત્ર મોટા દુઃખણો સમય હા.
9
ત્યાં તે તુમાહાય શિક્ષા હારું હોપી ને તુમાહાય મારી નાખી. મારે નામણે નેદે બદી પ્રજાઓ તુમારે તિરષ્કાર કરી.
10
ને તિયાં સમયમાં ઘણાં લોકો વિશ્વાસ ગુમાવી દેઈ,ને એકબીજાણે પરાધીન કરાવી ને એકબીજા પાર વૈર રાખી.
11
હમટા જુઠા પ્રબોધકો ઊઠી,ને હમટાહાય ભૂનીવામાં આવી.
12
દુષ્ટતાં વધી જવાણા કારણથી ઘણાંખરહાય પ્રેમ ઠંડો હોઈ જાય.
13
ફણ જી છેન્ને હુદી ટકી તી તારણ પામી.
14
બધી પ્રજાઓણે સાક્ષીરૂપ હોણે હારું ઈશ્વરણા રાજ્યણી એ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાય ;તિયાં અંત આવી.
15
ઈયા હારુ ઉજ્જડની અમંગલપણાની નિશાની જીયા સબંધી દાનિયેલ પ્રબોધકે કયન હા,તીયાણે જીયા તુમે પવિત્રજીયાણો ઉભી રાખની હેદહા (જી વાંચી તે સમજી ) ,
16
તિયાં જે યહૂદીયામાં હોય તે ડોગરા પાર નાહી જાય,
17
ધાબા પાર જી હોય તી પોતાણે ખરણો સામાન નેણે ની ઉતરી.
18
ને જી ખેતાહામાં હોય તી પોતાણે વસ્ત્ર નેણે પાછૉ ની આવે.
19
તિયાં દિહમાં જો ગર્ભવતી હોય ને જે ને ધપડાવતી હોય તીઈણે અફસોસ હા ;
20
ફણ તુમારે નાસવુ હિયાલામાં કા વિશ્રામવારે ની હોય,તિયાં માટે તુમે પ્રાર્થના કરા.
21
કેહે કા તિયાં સમયે એવી મોટી આફત આવી પડી કા તિયાં જેવી સૃષ્ટિણા આરંભથી તે આજે હુધી આવી કાયની,ને કોઈદિહી આવી ફણ ની.
22
ને જો તે દિહી ઓછા કરવામાં ની આવતાં તે કોઈ ફણ માણહું બચી ની હકતાં ફણ પસંદ કરીનાહાય ખાતર તે દિહી ઓછા કરાયા.
23
તિયાં જો કોઈ તુમાહાય કય કા,'હેદા,ખ્રિસ્ત ઈયા હા 'અથવા ખ્રિસ્ત તીયે હા.'તો તુમે માનતે નખા .
24
કેહ કા જુઠા મસિહ તથા જુઠા પ્રબોધકો ઊઠી,ને મોટા ચમત્કાર ચિન્હો તથા આશ્ચર્ય કામો કરી દેખાડી કા જો બની હકે તે પસંદ કરીનાહાય ફણ તે ભૂનવી હકી.
25
હેદા,માયે આગાલથી તુમાહાય કય કા.
26
ઈયા માટે જો તે તુમાહાય કય કા,હેદા,તો રાનમાં હા ;તે બાર જાતા નખા;હેદા,તો ઓરડીમાં હા ;તીયા માનતા નખા.
27
કેહકા જેહે વીજળી પૂર્વથી નીકલીને પશ્ચિમ હુધી ચમકીતી હા,તેહેજ માણાહાણા દીકરાણે આવવાણા હોવી.
28
જીયા મરીને હોય,તીયે ગીધો ભેગા હોય.
29
તિયે દિહીહાણે વિપત્તી પૂઠી,તરત સૂર્ય અંધકારરૂપ હોઈ જાય ;ચંદ્ર પોતાણે હુજાલ ની આપે ને આકાશણે તારાં ખરી,ને આકાશણા પરાક્રમો હોનવાય .
30
પૂઠી માણહાય દીકરાણે નિશાની આકાશમાં દેખાઈ તિયાં ધરતી પાહાણા બધા ફુળો શોક કરી ;ને માણહાય દીકરાણે પરાક્રમ તથા મહિમા સહીત ને આકાશણા વાદલા પાર આવતો હેદી.
31
રણશિંગડાણા મોટા અવાજ સહીત તે પોતાણે સ્વર્ગદૂતોહોય મોકની,તે મારે દિશાંમાંથી,આકાશણા એક છેડાથી તે બીજા છેડા હુદી,તીયાણે પસંદ કરીનાહાય ભેગા કરી.
32
હવે અંજીર પારથી તીયાણે દ્રષ્ટાંત હીખા.જીયા તીયાણે ડાલી કમલી હોય ને પાંદડા ફૂટી નીકીલતા હા,તિયાં તુમે જાણતા હા કા ઉનાલો પાહાય હા.
33
એહેજ તુમે ફણ જીયા તી બધ હોતા હેદહા,તિયાં તુમારે જાણવાણ કા.'તી પાહાય એટલે બારા આગાલુજ હા.
34
હાય તુમાહાય હામજ કતો હામ કા,તી બદ પુર ની હોવી તીયે હુધી એ પેઢી મરણ પામી ની.
35
આકાશ તથા પૃથ્વી નાશ પામી,ફણ મારે વાત પૂરી હોયા વગાર રય ની.
36
ફણ તે દિહી તથા તે ઘડી સબંધી પિતા વગાર કોઈ ફણ જાણત કાયની.આકાશમાંણા સ્વર્ગદૂતોહોય ની તેહેજ દીકરાણે ફણ ની.
37
જેહે નુહણા સમયમાં હોવ,તેહે જ માણસણા દીકરાણે આગમન ફણ હોવી.
38
કેહે કા જેહે જળપ્રલયને આગાલ નુહ વહાણમાં બેઠો તિયાં હુદી તે ખાતા,પીતા,પરણતા,પરણાવતા હોત;
39
ને જળપ્રલય આવીને બધાહાય તાણી નેઈ ગો.તિયાં હુદી તે ની હમજીયા,તેહે જ માણસણા દીકરાણે આવવાણ ફણ હોવી.
40
તિયાં સમયે બે માણુંહું ખેતામાં હોય તીયામાણો એક નેવાઈ તથા બીજો પડતો મુકાય.
41
બે સ્ત્રીઓ ઘંટીએ દલતી હોય તીયામાણી એક નેવાઈ ને બીજી પડતી મુકાય.
42
માટે જાગતા રયા,કેહકા તુમે જાણતા કાયની કા કાણે દિહી તુમારે પ્રભુ આવી રયો હા.
43
ફણ જાણા કા ચોર પહોરે આવી,એજ ખરણો માલિક જાણતો હોય,તો તે જાગતો રય ને પોતાણે ઘરમાં ચોરી કરવા ની દેઈ.
44
ઈયા માટે તુમે ફણ તીયાર રયા ;કેહે કા જીયા સમયે તુમે ધારતા કાયની તિયાં જ સમયે માણાહાણે દીકરો આવી.
45
તો જે ચાકરને તેયાણે માલિક પોતાણે ઘરનાહાય સમયસર ખાવાણ આપણે હારું પોતાણે ખરણો કરભારી કરાવ્યો હા.હેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કીડો હા ?
46
જીયા ચાકરને તીયાણે માલિક આવીને એહે કરતો હેદી,તો ચાકાર આશીર્વાદિત હા.
47
હાય તુમાહાય હાચ જ કતો હામ કા,તો તુને પોતાણી બધી સંપત્તીણો કારભારી ઠરાવી.
48
ફણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાણ મનમાં કય કા,'મારે માલિકણે આવવાની વાર હા.'
49
ને તો બીજા ચાકૉહોય મારને તથા છાકટાહાય હારી ખાણે પીણે લાગો ;
50
તો તે જ દિહી તો તીયાણે વાટ હેતો નાથ ને જો સમય તો જાણતો નાથ.તેજ સમયે તીયાણે માલિક આવી.
51
તો તુને કાપી નાખી ને તીયાણે ભાગ ઢોગીઓણે હારી ઠરાવી,તીયે રડવાણ તથા દાંત પીહીવાણ હોવી.