અધ્યાય ૨૧

1 જીયા તો યરુસાલેમણે નજીક આવા ને ત જૈતુન નામણા ડોગરા પાહાય બેથફગે હુધી ગયા તીયા ઈસુએ બે શિષ્યોહોય મોકનીને.

2 કય કા,"તુમે હામેણા ગામમાં જાયા,તીયે ઓરાતાજ તુમાહાય બાંધીન એક ગધેડી તથા તીયાણે પાહાય બચ્ચું હેદવાણ મીલી,તીયાણે છોડીને મારે પાહાય નાવા.

3 જો કોઈ તુમાહાય કાઈ કય તે તુમારે કઅવાણ કા, પ્રભુણે હીયાણે જરૂર હા ; એટલે તી તીણાહાય તરાતુજ મોકની દેઇ." 4 હવે ઈ એટલા હારું હોવે કા, પ્રબોધકે જી કયન તી પુર હોવે કા,

5 "સિયોનણે દીકરીણે એહે કય કા,હેદ,તોરે રાજા તોરે પાહાય આવતો હા,નમ્ર હા,તથા ગધેડા પાર,હા,ખોલા પાર,એટલે ગધેડીના વછેરા પાર,સવાર હોયને આવતો હા." 6 તીયા શિષ્યોહોય જાઈને ઈસુણે તીણાહાય જી કય ન હોતને તેહે કર્ય.

7 તે ગધેડીના બચ્ચાં સહીત નાવા ને પોતાણા વસ્ત્ર તીયા પાર નાખ્યા,ને ઈસુ તીયા પાર સવાર હોવો.

8 માણાહા માણાહાય ઘણાં બદહાય પોતાણે વસ્ત્ર વાટીમાં પાથીરીયે,બીજાહાય ઝાડવા પારની ડાળી વાડીને વાટીમાં પાથીરીયે. 9 હવે આગાલ ચાન્નારે તથા પાછાલ આવનારે માણાહાય બૂમ પાડી કા,દાઉદણા દીકરાણે હોસાન્ના,પ્રભુણે નામે જો આવતો હા તો આશીર્વાદિત હા,પરમ ઉંચામાં હોસાન્ના !"

10 .તો જીયા યરુશાલેમ માં આવો તીયા આખા નગરમાં ખળભળી ઊઠીને કય કા,હો કીડો હા ?"

11 તીયા માણાહાય કય કા,"ઈસુ પ્રબોધક,જો ગાલીલણો નાસરેથણો,તો ઓ હા." 12 પૂઠી ઈસુ ઈશ્વરણે ભક્તિસ્થાનમાં ગો.તીયે જે વેચતે તથા ખરીદતે હોતને,તીયા બદહાય તીયે કાડી મૂક્યે,ને નાણાવટીઓણે બાજઠ,તથા કબૂતર વેચનારાહાય આસનો ઉંધા વાલ્લે.

13 ઈસુએ તીણાહાય કય કા,"મારે ઘર પ્રાર્થનાણે ઘર કવાઈ,એહે નખીન હા,ફણ તુમે હિયાણે લુટારાઓણે,કોતર બનાવ્યા હા."

14 તીયા પૂઠી આંધળાઓ તથા લંગડાઓ તીયાણે પાહાય ભક્તિસ્થાનમાં આવા ને તીયે તીણાહાય હારા કદા. 15 ફણ જ ચમત્કારો તીયે કદા,તથા જી બાળકો ભક્તિસ્થાનમાં ઉંચા અવાજે દાઉદણા દીકરાણે હોસાન્ના પોકારતા હોતના,તીણાહાય જીયા મુખ્ય યાજકોણે તથા શાસ્ત્રીઓણે હેજ્જા,તીયા તે બંજ ગુસ્સે હોવા.

16 તીણાહાય ઈસુએ કય કા,તે કાજા કતા હા,તે કાજા તું ઉનાતો હા ?" તીયા ઈસુ તીયણાહાય કતો હા કા,'હા'બાળકોણે તથા નવજાત શિશુઓણે મુંઉથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી હા,હી,કાજા તુમાહાય કદી નાથ વાચ્ય ?"

17 પૂઠી તીયાહાય મૂકીને નગર બાર બેથાનિયામાં જાઈને ઈસુએ રાત વાસો કર્યો 18 હવે હવારે નગરમાં પાછા આવતાં ઈસુણે ભૂખ નાગી.

19 વાટીણે બાજુમાં એક અંજીરી હેદીને ઈસુ તીયાણે પાહાય ગો.ફણ તીયા પાર એખના પાના વગાર બીજ કાઈની મીલવાથી તીયે તીયાણે કય કા,"હવેથી તોરે પાર કદી ફળ ની લાગે;"

ને એકાએક તે અંજીરી હુકાઈ ગોઈ.

20 તી હેદીને શિષ્યો આશ્ચર્ય પામીને બોના કા."અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગોઈ.

21 તીયા ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"હાય તુમાહાય હાચુજ કતો હામ કા,જો તુમાહાય વિશ્વાસ હોઈ ને સંદેહ ની નાવા,તો ઈયા અંજીરીણે જેહે હોવ તેહે તુમે કરહા,અતર ની ફણ જો તુમે ઈયા ડોગરાણે કહા કા,'તું ઉંચકાઈને સમુદ્રમાં પડ ;તો તેહે જ હોવી.

22 જી કાઈ તુમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગહા, તી બધ તુમે પામહા." 23 પૂઠી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ હાતૉનો,હતરામાં મુખ્ય યાજકોએ તથા માણાહાય વડીલોએ તીયાણે પાહાય આવીને કય કા,"તું કાણા અધિકારથી એ કામો કરતો હા ? ને હો અધિકાર તુને કીડે આપયો ?"

24 તીયા ઈસુએ જવાબ આપતાં તીણાહાય કય કા,"હાય ફણ તુમાહાય એક વાત પૂછીહી તીયાણે જવાબ જો તુમે આપહા તે હાય કાણા અધિકારથી એ કામો કરતો હામ,તી હાય ફણ તુમાહાય કહી. 25 જો બાપ્તિસ્મા યોહાન આપતો નો.તો કાથી હોતનો સ્વર્ગથી કા માણાહાથી ?" તીયા તીણાહાય પરસ્પર વિચાર કરીને કય."જો આપડે કહું કા સ્વર્ગથી,તો ઈસુ આપડાહાય કય કા તીયા તુમાહાય તીયા પાર કેહ વિશ્વાસ કર્યો ની ?

26 અથવા જો આપળે કહું કા માણાહાથી તે માણહાથી;આપળાહાય બીક હા."કેહ કા બદે યોહાનને પ્રાબોધક માનતે હા."

27 પૂઠી તીણાહાય ઈસુણે જવાબ આપતાં કય કા,આમે નાથ જાણતા;તીયે ફણ તીણાહાય કય કા,"હાઈ કાણા અધિકારથી એ કામો કરતો હામ તી હાઈ ફણ તુમાહાય કતો નાથ. 28 ફણ તુમે શું ધારતા હા ? એક વ્યક્તિણે બે દીકરા હોતના;તીયે પેલ્લીણા પાહાય આવીને કય કા,દીકરા,તું આજે દ્રાક્ષાવાડીમાં જાઈને કામ કર ;

29 તીયા તીયે જવાબ આપયો કા,'હાય નાથ જાવાણો;તોયે ફણ પાછાલથી તો પસ્તાયને ગો.

30 ને બીજા પાહાય આવીને તીયે તેહેજ કય તીયા તીયે જવાબ આપયો કા હાય જાતો હામ,સાહેબ ? તોય ફણ તો ગો નાથ. 31 તે બે માંથી કીડે પોતાણે બાપણે ઈચ્છા પ્રમાણે કર્ય ? તીણાહાય ઈસુણે કય કા,પેલાએ;ઈસુ તીણાહાય કતો હા કા,"દાણીઓ તથા કસબણો તુમારે આગાલ ઈશ્વરણા રાજ્યમાં પ્રવેશ કરી.

32 કેહે કા યોહાન ન્યાયીપણાંણે માર્ગે તુમારે પાહાય આવો તોયે ફણ તુમે તીયા પાર વિશ્વાસ ની કર્યો ફણ દાણીઓએ તથા કસબણો તીયા પાર વિશ્વાસ કયો ;એ જોયા પૂઠી ફણ તુમે પસ્તાવો કઈ ની.કેહે તુમે તીયા પાર વિશ્વાસ કરા. 33 એક બીજ દ્રષ્ટાંત ઉનાયા.એક ખેડૂત માલિક હોતનો,તીયે દ્રાક્ષાવાડી રોપી,તીયાણે આજુબાજુ વાડ કદી તીયામાં દ્રાક્ષાકુંડ ખોદયો ને બુરજ બનાવ્યો,પૂઠી ખેડૂતણે તે ઈજારે આપી,તો પરદેશ ગયો.

34 ફળણે ઋતુ પાહાય આવો.તીયા તીયે ફળ નેણે હારુ પોતાણા ચાકરોણે તે ખેડૂતે પાહાય મોકીન્ના. 35 તીયા ખેડૂતોએ તીયાણે ચાકરોણે ધરીને એકણે માર્યો,બીજાણે મારી નાંખ્યો ને તીજાણે પથ્થરે માર્યો.

36 પૂઠી તીયે આગાલ કતાં બીજા વદારે ચાકરોને મોકીન્ના,ફણ તીણાહાય નૂહું એહેજ કર્ય.

37 પૂઠી તીયે પોતાણા દીકરાણે તીયાણે પાહાય મોકીન્ના કય કા,તે મારે દીકરાણે માન રાખી." 38 ફણ ખેડૂતોએ દીકરાણે હેદીને પરસ્પર કય કા,ઓ તે વારસ હા,આપડે હિયાણે મારી નાંખતે ને તીયાણે વારસો નેઈ નેતે !

39 તીયા તીણાહાય તીયાણે થર્યો ને દ્રાક્ષાવાડીમાથી બાર કાડીને તીયાણે મારી નાખ્યો. 40 ઈયા માટે જીયા દ્રાક્ષાવાડીણો માલિક આવી તીયા તે ખેડૂતોણે કાજા કરી ?"

41 તીણાહાય ઈસુણે કય કા,"તો દુષ્ટોહોય પૂરો નાશ કરી ! ને બીજા ખેડૂતો કા જે મોસમે તીયાણે ફળ પોંચાડે,તીયણાહાય દ્રાક્ષાવાડી ઈજારે આપી." 42 પ્રભુથી બન્ય ને આપળે નજરમાં આશ્ચર્યકારક હા ; હી કાજા તુમાહાય શાસ્ત્રવચનમાં કદી નાથ વાચ્ય ? 43 ઈયા માટે હાય તુમાહાય કતો હામ કા,ઈશ્વરણે રાજ્ય તુમારે પાંહેથી નેઈ નેવાય ને જે પ્રજા તીયાણે ફળ આપી,તીણાહાય તી આપાય.

44 ઈયા પથ્થર પાર જી પડી તીયાણે ટુકડે ટુકડા હોઈ જાય.ફણ જીયા પાર તી પડી,તીયાણે તો કચરી નાખી." 45 મુખ્ય યાજકો તથા ફરોશીઓ તીયાણે દ્રષ્ટાંતો ઉનાઈને હમીજીયા કા તો આમારે સબંધી બોનતો હા.

46 એવો ઈસુણે ધરાવાણો રસ્તો હેત્તાં ફણ તે માણાહાથી ડરી ગયા.કેહે કા માણાહાય ઈસુણે પ્રબોધક માનતાના .